Our Story - 3 in Gujarati Fiction Stories by Het Vaishnav books and stories PDF | Our Story - 3

Featured Books
Categories
Share

Our Story - 3

ગેરેજ નો પહેલો દિવસ સબનમ અને નીલમ હજી આવ્યા નથી , હેનીલ ટાઇમ પર પોહોચે છે અને કામ ચલું કરી દે છે .
થોડી વાત પછી સબનમ પણ પોહોંચ છે
સબનમ: હજી નીલમ નથી આઇ ??
હેનિલ: ના કાચબો ધીરે ધીરે આવે ને એટલે વાર લાગે (હસતા હસતા )
સબનમ : હમમ right હેનિલ્
સબનમ: જો હેનિલ્ મને કંઈક ખબર નથી પડતી ગેરેજ મા તો તુજ ધ્યાન રાખજે મારી કોઈ મદદ જોઇએ તો મને કહેજે ok
હેનિલ્: હા ... મેડમ વધારે ચિંતા ના કરો હું સંભાળી લઈશ બધું .
સબનમ: thanks
હેનિલ અને સબનમ વાત કરતા હતા એટલામાં નીલમ આવી પોહોચી .
સબનમ: આવો આવો મેડમ કેમ લેટ પડ્યા .
નીલમ : આજે ઉઠવામાં મોડું થઈ ગયું તું યાર .
નીલમ: કેમ છે હેનિલ્ તું .
હેનિલ્: મજામાં તું કેમ છે ?
નીલમ : હું પણ મજામાં
સબનમ: નીલમ અહીંયા હું પણ છું હો (ટપલી મારી ને )
નીલમ: હા...મારી જાન કેમ છે તું
સબનમ: ચાલ હેનિલ્ ને કામ કરવા દઈએ આપડે ઉપર ઓફિસમા બેસીએ .
નીલમ : ઠીક છે ચાલ ..
(સબનમ અને નીલમ ઉપર ઓફિસમા બેસવા જાય છે અને હેનિલ્ એનું કામ કરવાનું ચાલુ કરે છે )
ઉપર ઓફસ ની બારી થી આખું ગેરેજ દેખાય છે નીલમ અને સબનમ ત્યાજ બેસે છે અને વાતો કરવા લાગે છે
સબનમ નું ધ્યાન હેનિલ્ તરફ હોય છે .
નીલમ : સબનમ શું જુએ છે . ધ્યાન ક્યાં છે તારું. હું ક્યારની એકલી એકલી બકુ છું અને મેડમ નું ધ્યાન બીજેજ છે .
સબનમ: અરે સાંભળું જ છું બોલ ને તું
સબનમ: નીલમ એક વાત પૂછું તને ?
નીલમ : હાસ કંઈક તો બોલી તું ...બોલ શું પૂછવા માગે છે .
સબનમ: તું હેનિલ્ ને પસંદ કરે છે ?
નીલમ : કેમ આવું પૂછે છે તું ?
સબનમ: જવાબ આપ ને તું ..
નીલમ : તું જે વિચારે એવું કંઇજ નથી મેડમ ..વધારે મગજ નહિ દોડાવ
સબનમ: ઠીક છે .
નીલમ : સબનમ શું તને ????
સબનમ: ના હવે (થોડું સ્મિત સાથે ) શું તું પણ
( હેનિલ્ અને નીલમ ની નજર એક બીજાને મળી નીલમ ધીમી સ્માઈલ આપી અને સબનમ સાથે વાત કરવા લાગી )
સબનમ : તું બેસ હું પાણી લઈ ને આવું નીચે જઈને .
નીલમ : ok
(સબનમ પાણી લેવા નીચે આવે છે અને હેનિલ્ પાસે ઊભી રહી જાય છે )
સબનમ: કોઈ મદદ કરું હેનિલ્ ?
હેનિલ્: ના ના હું કરી લઈશ thanks ..
સબનમ: ઠીક છે .
હેનિલ્: સબનમ પાણી લેવા જતી હોય તો મારા માટે પણ લઈ આવજે
સબનમ: હમમ ઠીક છે .
(સબનમ થોડી વાર પછી પાણી લઈ ને આવે છે અને હેનિલ્ ને આપે છે .)
સબનમ: લે હેનિલ્ પાણી .
(હેનિલ્ પાણી લેવા હાથ લાંબો કરે છે પણ હાથ પર ઓઇલ અને ગ્રીસ લાગેલું સબનમ જુએ છે )
સબનમ: તારા હાથ સાફ કર પછી પી પાણી .
હેનિલ્ : મારે તો રોજ નું થયું ...આમ થોડી થોડી વારે હાથ ધોવું તો તારા અબ્બુ મને ઘર ભેગો કરી દે (થોડી સ્માઇલ સાથે )
સબનમ: રે હું પીવડાવું
હેનિલ્: ઠીક છે
(ઉપર થી નીલમ એ સબનમ ને સાદ પાડ્યો )
ઓય સબનમ કેટલી વાર ત્યાજ રોકાઈ જવું છે કે શું હેનિલ્ પાસે .
સબનમ: અરે આઇ હેનિલ્ ને પાણી પીવડાવી ને
(સબનમ ઉપર નીલમ પાસે જાય છે )
નીલમ : કેમ મેડમ પિવડાઈ લીધું પાણી હેનિલ ને ..
સબનમ : હા .એના હાથ ખરાબ હતા એટલે મે પીવડાવ્યું
(નીલમ અને સબનમ બન્ને ના મનમા હેનિલ્ માટે એકજ ફિલીંગ છે બન્ને એને પસંદ કરે છે મનો મન .પણ જોવાનું એ રહેશે કે કોણ હેનિલ્ ને પોતાના મન ની વાત કહેસે . અને હેનિલ્ ના મનમા શું ચાલે છે એ બધું જાણવા માટે વાચતા રહો our story નો આવતો અંક ....આભાર