Feeling in Gujarati Short Stories by Pinkalparmar Sakhi books and stories PDF | લાગણી

Featured Books
Categories
Share

લાગણી

મને એ વાત સમજવા છતાંય સમજાતી નથી કે શા માટે લોકો સંબંધોનો ઉપયોગ કરે છે? શા માટે લોકો લાગણીઓનો ઉપયોગ કરે છે? શા માટે લોકો વ્યક્તિનો ઉપયોગ કરે છે? ફકત પોતાના સ્વાથૅ માટે? દુનિયામાં શું સ્વાથૅજ છે? પોતાના હિત માટે, પોતાની જરૂરીયાતો માટે, પોતાની આકાંક્ષાઓ પુણૅ કરવા માટે આપણે એક સાચા અને સારા માણસની લાગણીઓનો ઉપયોગ કરવાનો આ કેટલા અંશે વ્યાજબી છે?
દુનિયા સ્વાથીૅ છે, લોકો મતલબી છે એ વાત સાચી પણ શું પોતાના સ્વાથૅ માટે આપણે એક લાગણીશીલ વ્યક્તિનો ઉપયોગ કરી લેવાનો? એની લાગણીઓ સાથે, એના વિશ્વાસ સાથે રમત રમી લેવાની? અને એ રમત પણ નજીવા સ્વાથૅ માટે?
લોકો એ વૃક્ષનેજ વધુ પથ્થર મારે છે જે ફળ આપે છે. મને એ નથી સમજાતું કે તમે શું કામ પથ્થરો મારો છો? એ વૃક્ષ તમારા માટે તો છે. એનું બધુંજ તમારા માટે છે. એ તમને ફળ આપે છે, છાયા આપે છે અને જયારે એની પાસે કંઇ નહી હોય ત્યારે એ તમને પોતાનું અસ્તિત્વ ખતમ કરીને એનું સવૅસ્વ પણ તમને આપી દેવા તત્પર છે તો શા માટે તમે એના પર પથ્થર ફેકો છો? એ વૃક્ષ તમારુંજ છે અને તમારા માટે છે, તો પછી શા માટે તમે આમ કરો છો? ફક્ત ને ફક્ત તમારા ક્ષણિક સુખ માટે?
આ જગતમાં કોણ મતલબી નથી? આ દુનિયા જ મતલબી છે. ક્ષણે ક્ષણે બનતી દરેક ઘટનાઓ પોતાના સ્વાથૅ માટે શરું થાય છે અને સ્વાથૅ પૂણૅ થતાં ખતમ થઈ જતી હોય છે.
આપણે માણસનો ઉપયોગ કરી તો લઈએ છીએ પણ પછી એ વ્યક્તિનું શું થયું એનો આપણને અંદાઝ છે ખરો? ના. અને હોય પણ શું કામ. કારણ કે દરેકને પોતાના મતલબથી મતલબ હોય છે.
સો વાતની એક વાત કહું? તમને સમય મળે તો કોઈ એવી વ્યક્તિને એકવાર જરૂર મળવા જરૂર જજો.જેનો લોકોએ ઉપયોગ કયોૅ છે. કોઈએ મિત્રના નામ પર, કોઈએ લાગણીઓના નામ પર, કોઈએ સંબંધોના નામ પર તો કોઈએ પ્રેમના નામ પર. આવી વ્યક્તિને શોધવા માટે બહું તકલીફ લેવાની જરૂર નથી કારણ કે આવી વ્યક્તિ તમારી આસપાસજ હશે. તમે એકવાર એવી વ્યક્તિને મળવા તમારું હૈયું લઈને જજો, દિમાગ નહી. ફરીથી કહું છું કે,
" તમે મળવા જાવ ત્યારે તમે તમારું હૈયુ લઈને જજો, દિમાગ નહી." જયારે તમે હૈયું લઈને જશો ત્યારેજ તમને સમજાશે કે વેદના શું હોય છે. કોઈએ તમારા પર મુકેલા વિશ્વાસની કિંમત શું હોય છે? કોઈ લાગણીઓ સાથે ચેડા કરી જાય ત્યારે પીડા કેવી હોય છે? આ બધુંજ તમને એકજ મુલાકાતમાં સમજાઈ જશે.
દોસ્ત, આ મતલબી દુનિયામાં પણ લાગણીશીલ લોકો છે. જે કોઈ પણ મતલબ વગર સંબંધો નીભાવી જાણે છે. નાની નાની વાતોમાં તમારી કાળજી લેનારાને આપણે ભલે મુખૅ ગણતાં હોઈએ પણ અંતે તો એ લોકો છે એટલેજ આપણું અસ્તિત્વ છે, આ વાત આપણને એમની હાજરીમાં નથી સમજાતી પણ એમની ગેરહાજરીમાં આ વાત જરૂર સમજાય જાય છે. છતાંય આ વાતને સ્વિકારવા આપણે તૈયાર નથી. સત્યને ન સ્વિકારવા પાછળના જે કારણો છે એ કારણોથી આપણે સૌ વાકેફ છીએજ. દુનિયા ભલે ગમે તેટલી આગળ વધી જાય, માણસ ગમે તેટલી હરણફાળ ભરી લે છતાંય આ દુનિયાનો કોઈ માનવી એવો નહી હોય જે લાગણીઓને ઝંખતો ન હોય.
પથ્થરોની દુનિયામાં તમને જો કોઈ લાગણીશીલ વ્યક્તિ મળ્યું હોય તો તેની કદર કરજો. કારણ કે લાગણીશીલ વ્યક્તિ દરેકના નસીબમાં નથી હોતી. જો આવા વ્યક્તિની યોગ્ય સમયે યોગ્ય કદર કરવામાં નહી આવે ત્યારે એક સમય એવો આવશે કે જયારે તમારી પાસે બધુંજ હશે ત્યારે તમારું કોઈ નહી હોય.

લેખન:- પિંકલ પરમાર "સખી"