( અગાઉ આપડે જોયું કે માતૃ વિહાર ના શિક્ષક અભી ગુન્હેગાર હોઈ એ વાત નકારી કાઢે છે.અને રાજ ને પણ બીજી દિશા તરફ ધ્યાન દોરવાનું કહે છે.શિવ સોના રાજ ને મળવા ગઈ ત્યારે ખૂબ જ ચિંતા માં હતો,સોના ને ફોન કરતા તે સામે જ આવી ગઈ.હવે આગળ...)
શિવ ને જ્યારે જાણ થઈ કે સોના રાજ ને મળવા ગઈ હતી ત્યારે તે સોના ની ઓફીસ માં ગયો અને,
તું રાજ ને મળવા ગઈ હતી,અને મને કહે છે કે ફ્રેન્ડ ને મળવા ગઈ હતી.શિવ ગુસ્સા માં હતો.
શિવું રાજ મારો...આપડો ફ્રેન્ડ જ છે ને!એમા ખોટા ની વાત ક્યાં આવી!!કેમ આટલો ગુસ્સા માં છે?સોના એ લાડ થી પૂછ્યું.
શિવ કાઈ જ બોલ્યા વગર ત્યાંથી બહાર નીકળી ગયો.
રાજ અને અલી ખૂબ મૂંઝવણ માં હતા,પ્રકાશ ની એક પણ કિરણ દેખાતી નહતી.અને એવા માં રાજ ના મોબાઈલ પર સોના નો ફોન આવ્યો.
હેલ્લો રાજ,સોના ધીમા અવાઝે બોલી રહી હતી.
હા સોના.રાજે નિરાશા થી કહ્યું.
માતૃવિહાર માં શું થયું?શું અભી સાચે જ દોષી છે?ફરી સોના નો ધીમો અવાઝ આવ્યો.
રાજે માતૃવિહાર માં બનેલી બધી ઘટના કહી.અને સાથે એ પણ કહ્યું કે ત્યાં ના શિક્ષક ને અભી પર પૂરો વિશ્વાસ છે.
ઓહ એવું,સારું હું પછી વાત કરું.ફરી સોના નો ધીમો અવાઝ આવ્યો.
તું આટલું ધીમે કેમ બોલે છે?રાજ ને આશ્ચર્ય થયું.
અને સોના એ થોડીવાર પહેલા શિવ સાથે બનેલી ઘટના કહી.
શું!તું મારી સાથે હોઈ અને શિવ ને વાંધો આવે?પણ શું કામ ??રાજ વિચાર માં પડી ગયો.
સામેથી સોના એ ફોન મૂકી દીધો,પણ રાજ ને વિચાર કરતો છોડી દીધો.રાજે અલી ને પણ આ બાબત કહી,પણ અલી એ જાવા દે હશે કોઈ પ્રોબ્લમ આપડે શુ?તું કેસ પર ધ્યાન દે.
રાજ અલી ની ઓફિસે થી નીકળી ને પોલીસ સ્ટેશન જાવા નીકળ્યો,ત્યાં જ તેને ફરી પેલો વૃદ્ધ દેખાયો.રાજ તેની પાછળ પાછળ ગયો,પણ આ વખતે તેને પોતાના કલીગ ને લોકેશન શેર કરી દીધું હતું.તે આ વખતે પણ ઘણી ગલીઓ માંથી નીકળી ને જતો હતો,રાજ તેની પાછળ પાછળ સલામત અંતર રાખી ને જતો હતો,અને થોડીવાર મા તે માણસ અસ્મિતા ની આગળ આવી ને ઉભો રહ્યો,અને રાજે ફરી મનોમન કહ્યું,મને હતું જ કોયડો આ ઘર ની આસપાસ જ ક્યાંક છે,અને કદાચ મોક્ષા અને અભી પણ!!
તે વૃદ્ધ અસ્મિતા માં અંદર જતા પહેલા ચારેકોર જોતો હતો,રાજ એ સમયે છુપાઈ ગયો હોવાથી તે તેની નજર મા ના આવ્યો.તે મુખ્ય દરવાજા થી જ અંદર ગયો.
તેના ગયા ના થોડીવાર પછી રાજ તરત જ ત્યાં પહોંચી ગયો,અને તેને તે દરવાજો ખોલવાની કોશિશ કરી,પણ તર અંદર થી બંધ હતો.ત્યાં જ રાજ ની એક ટીમ ત્યાં પહોંચી ગઈ.
શિવ ગુસ્સા માં સોના ની કેબીન માંથી બહાર નીકળી ને
પોતાની કેબીન માં જવાને બદલે બહાર ચાલ્યો ગયો.સોના તેને મનાવવા તેની પાછળ પાછળ ગઈ.શિવ ઓફીસ માંથી બહાર આવી ને નજીક ના એક કેફે માં ગયો,સોના તેને શોધતી શોધતી ત્યાં પહોંચી,પણ ત્યાં જ એને જોયું કે કોઈ ગુંડા જેવો લાગતો માણસ શિવ ની સાથે સાથે બેઠો છે,અને શિવ એની સાથે ધીમે ધીમે કોઈ વાત કરે છે,અને બંને મોબાઈલ માં કાઈ જોઈ રહ્યા છે.સોના ને આ બાબત સમજાતી નહતી કે તે કોણ છે?અને શિવ કેમ ચિંતા મા છે?
સોના ત્યાં દૂરથી અંદાજ લગાવવાની કોશિશ કરતી હતી,અને સાથે જ શિવ નું ધ્યાન તેના પર ના પડે એ પણ તકેદારી રાખતી હતી.તેને જોયું કે થોડી થોડી વારે બને આસપાસ કોઈ એમની વાત સાંભળતું નથી,એવું જોયા કરતા.
રાજ ની ટીમ ત્યાં પહોંચ્યા પછી રાજ અને એક હવાલદાર દીવાલ ઠેકી અને અંદર ગયા,અહીં રાજ પહેલા પણ આવી ચુક્યો હતો,પણ ત્યાર કરતા અત્યાર નું દ્રશ્ય સાવ અલગ હતું.ત્યારે જે નાની ઓરડી હતી,ત્યાં હવે કાઈ જ નહતું,માટી ના કુંડા પણ ગાયબ હતા.રાજ આ જોઈ ને જ વિચાર માં પડી ગયો,કે નક્કી અહીં કાંઈક ગડબડ છે.
(કોણ છે એ વૃદ્ધ જેનો રાજ પીછો કરે છે?શું એ જ કિડનેપર છે?અને હા તો એ છે કોણ??શિવ કોને છુપાઈ ને મળે છે?એવી કાઈ વાત છે જે એને આટલો ગુસ્સો અપાવે છે?જોઈશું આવતા અંક માં...)
✍️ આરતી ગેરીયા...