Fari ek adhuri Mulakkat - 3 in Gujarati Fiction Stories by Andaz e Abhi books and stories PDF | ફરી એક અધૂરી મુલાકાત - 3

Featured Books
  • आई कैन सी यू - 41

    अब तक हम ने पढ़ा की शादी शुदा जोड़े लूसी के मायके आए थे जहां...

  • मंजिले - भाग 4

                       मंजिले ----   ( देश की सेवा ) मंजिले कहान...

  • पाठशाला

    पाठशाला    अंग्रेजों का जमाना था। अशिक्षा, गरीबी और मूढ़ता का...

  • ज्वार या भाटा - भाग 1

    "ज्वार या भाटा" भूमिकाकहानी ज्वार या भाटा हमारे उन वयोवृद्ध...

  • एक अनकही दास्तान

    कॉलेज का पहला दिन था। मैं हमेशा की तरह सबसे आगे की बेंच पर ज...

Categories
Share

ફરી એક અધૂરી મુલાકાત - 3


કપિલ કંઈ કહે તે પહેલાં એક જોર થી અવાજ આવે છે.

કપિલ! ! ઓ કપિલ ! કેટલા વાગ્યા એ તો જો !

આવો અચાનક કર્કશ ભર્યો અવાજ સાંભળીને લાગે છે કોઈ તેને ખીજાય રહ્યું છે.
પરંતુ કપિલ ને તો વંશીદા ના એ શબ્દો જાણે સંભળાઈ રહ્યા હોય.
પણ કપિલ ને બોલાવતો અવાજ તેનું ધ્યાન ભટકાવી રહ્યું હતું. હવે તે અવાજ વધું સંભળાવા લાગ્યો.
કપિલ ! ઓ કપિલ ! એટલું કહેતાં જ કપિલ હજુ તો કઈ વંશીદા વિશે કે તેનાં આવા અચાનક થી નીકળેલા વાક્ય વિશે વિચારે તે પહેલાં જ
" ફરી એક વાર ની તેની મુલાકાત અધૂરી" રહી ગઈ,
ને કપિલ આંખ નિદ્રા માંથી ખુલી ગઈ.

આંખો ખુલતાં કપિલ ની મમ્મી સવાર સવાર માં જાણે ગાળો નો વરસાદ વરસાસવી રહ્યા હોય, તેમ તેને બુમો પાડી રહ્યા હતા, પણ કપિલ નું ધ્યાન તેની મમ્મી ની ગાળો માં નહીં પરંતુ વંશીદા એ તેને પોતાનો બોય ફ્રેન્ડ કહ્યો તેના વિચારો માં હતું.

કપિલ ને થયું કંઈ નઇ આટલાં વર્ષો માં એક વાર માટે તો સપના માં તો હુ તેનો બોયફ્રેન્ડ બન્યો. કપિલ ના એ સપના બાદ સ્વભાવ માં બદલાવ આવા લાગ્યો. તે નાની નાની વાતો માં ઘણો ખુશ રહેવા લાગ્યો. જાણે તેને સપનું નહીં પરંતુ હકીકત હતું.
તેના પાછા અવાના ફોન ની અતુરતા થી રાહ જોતો હતો.

આમ ને આમ 1 મહિનો વીતી ગયો પણ વંશીદા નો ફોન ના આવ્યો.
નંબર તો મળી ગયો હતો કપિલ ને પણ વાત કઈ રીતે કરવી તે કઈ સમજાતું ન હતું. તેને થવા લાગ્યું કે શું એને હું પાછો ભુલાઈ ગયો હોઈશ? આટલાં વર્ષો ની રાહ પછી પણ મારે એક ફોન માટે આટલું તડપવાનું?

તેટલા માંજ કપિલા ( કપિલ ની જુડવા બહેન) એ કીધું કપિલ તને પેલી વંશીદા યાદ છે જે આપણા કલાસ માં સાથે હતી?
કપિલ મન માં કહે છે બહેન જેટલું સત્ય એ છે કે તું મારી બહેન છે. તેટલું જ સત્ય એ છે, કે માત્ર એજ મારા મન ની છબી માં કેદ છે એને તો હર પલ યાદ કરું છું.
કપિલા: અરે કપિલ! કેમ આમ કરે છે પેલી વંશીદા જેને તું પ્રેમ કરતો હતો.
કપિલા નું આ વાક્ય સાંભળી ને કપિલ ને આચકો લાગ્યો કે મેં કોઈ ને આ વાત આજ સુધી કીધી નથી, તો કપિલા ને કેમ ખબર પડી.
કપિલા: ભાઈ છોડ કઇ નહીં કાલે વંશીદા નો જન્મ દિવસ છે, તો તને કહું છું કે હું તેને મળવા જવાની છું તારે આવવું છે?

કપિલ: ( બહેન જવું તો છે પણ કહું કઈ રીતે) કઇ નઈ ચાલ આવીશ તારી સાથે.

આટલું કહેતાં જ તેની ખુશી નો પાર નથી રહેતો કે હજુ તો હું વિચાર જ કરું કે તેને ફોન કંઈ રીતે કરું, ત્યાં તો ઉપરવાળા એ સીધો મળવા નો જ મોકો અપી દીધો.

કપિલ આટલા વર્ષો પછી વંશીદા ને જોશે અને તે પણ તેના જન્મ દિવસે એટલે તે વિચારે છે કે તે તેના માટે શું ગિફ્ટ લઈ જવું.
તે ગિફ્ટ નો શોપ પર જાય છે ! તેની નજર અચાનક એવી વસ્તુ પર પડે છે, કે જો તે વસ્તુ વંશીદા ને ગિફ્ટ માં આપશે તો તે જોઈ ને વંશીદા ખુશ ખુશ થઈ જશે.

કપીલ જયાં ગિફ્ટ ની શોપ માં પગ મૂકે છે તો વિચાર આવે છે કે એવું તો શું આપું કે એ જોઈ ને ખુશ થઈ જાય.

તેટલી જ વાર માં તેની નજર ખૂણા માં ધૂળ ખાતું એક એવું ગિફ્ટ દેખાયું, જાણે એને કપીલ માટે જ રાખ્યું હોય વર્ષો થી.
કપીલ એ કાચ ના કબાટ માંથી કાચ ખોલી એ ગિફ્ટ ને હાથ માં લઇ છે અને જોતા ની સાથે જ શોપ ના માલીક ને પૂછ્યું,
" આ ગિફ્ટ ની શું કિંમત છે"
શોપ માલિક: સાહેબ એ જૂનું થઈ ગયું છે હવે તે ખરાબ થઈ ગયું હશે.

કપીલ: ( એને નક્કી કરી જ લીધું હતું કે આજ ગિફ્ટ લેવું છે પણ સારી હાલત માં) કંઈ વાંધો નહીં તમે કહો તો ખરા !
શોપ માલિક: જો સાહેબ આ વસ્તુ તમે તમારી મરજી થી લઇ જાઓ છો. લઇ ગયા બાદ હું પાછું નઇ લઈશ.

કપીલ વિચારે છે કે ખરાબ થયેલું ગિફ્ટ હું વંશીદા ને આપીશ તો મારી સુ ઈજ્જત રહેશે. એ મારા વિશે શું વિચારશે! છતાં તે મન મજબૂત કરી ને એ લઇ લે છે. કેમ કે એ ગિફ્ટ પાછળ ઘણી વાતો આપ મેળે વંશીદા ને સમજાઈ જશે.

કપીલ એ ગિફ્ટ ને લઈ ને એક સરસ બ્લુ કલર ના ચમકતા કાગળ થી પેકીંગ કરાવે છે, તેમાં ઉપર રીબીન પણ લગાવા કહે છે. અને એક નાના કાર્ડ પર શોપ માલિક નામ લખવા કહે છે.
કપીલ વિચાર કરે છે શું કપીલ સારું રહેશે? એને યાદ આવે છે કે વંશીદા કે સ્કૂલ માં તેને ઘણી વાર " કપુ" કહેતી તો તેને કાર્ડ માં "Happy Birthday to dear Vanshida", ને નીચે નાના અક્ષર માં " from Kapu" લખ્યું.

કપીલ એ સફેદ શર્ટ અને બ્રાઉન કલર નું પેન્ટ ની ખરીદી પણ કરી, કે પેહલી વાર મળવા જાઉં છું તો તેને કઈ રીતે સારો દેખાઉં.
સરસ મજા નું પરફ્યુમ લગાવી એકદમ તૈયાર થઈ કપીલ અને કપીલા વંશીદા ને સવારે 10:30 વાગ્યે તેના ઘરે જાય છે.
કપીલ ના મન માં તેના ઘરે થી વંશીદા ના ઘર સુધી ઘણા સવાલો ઉભા થાય છે, એ મને જોઈ ને ઓળખસે ખરી? શું હું તેની સાથે ઘણી વાતો કરી શકીશ? શું એ વાતો કરવા માટે મને મોકો આપશે? એને મારી વાત ગમશે? એને નાનપણ ની વાતો યાદ હશે? આવા અનેક સવાલો આવતા હતા ત્યાં વંશીદા નું ઘર આવી ગયું. ને કપીલ ના દિલ ની ધડકન ની અવાજો જાણે બહાર સુધી સંભળાય તેમ ધડકવા લાગી. કપીલ વંશીદા ને એક નજરે જોવા આતુર છે તેની ધીરજ હવે ખૂટી રહી હતી. તેને એમ હતું કે જે સપના માં જોઈ હતી શુ તેવી હશે કે કેમ! બંને ભાઈ બહેન ઘર ના દરવાજે થી અવાજ આપે છે " વંશીદા ઘરમાં છે ?" ઘર માંથી કોઈ નો અવાજ આવે છે, હજુ તો કોનો અવાજ હશે તે જાણ્યા વગર જ કપીલ માની બેઠો કે વંશીદા એ અવાજ આપ્યો, પણ ઘર માંથી કહ્યું " ના એ બહાર ગઈ છે આવો ને બસ આવતી જ હશે" એટલું કેહતા જ વંશીદા નો આવવા નો અવાજ આવે છે.
આવતા ની સાથે બે અજાણ્યા એક સરખા દેખાતા વ્યક્તિ ઓ ને જોવે છે, તેને એમ તો થાય છે કે કોઈ ઓળખીતું છે પણ યાદ નથી આવતું.
વંશીદા વિચાર કરે છે કોણ છે ને ઘરે શું કામ માટે આવ્યા હશે?

કપીલ, કપીલા અને વંશીદા ત્રણે એક બીજા સામે જોઈ રહ્યા છે
(- શું વંશીદા તે બંને અજાણ્યા વ્યક્તિ ને ઓળખી જશે?
- કપીલ કયું ગિફ્ટ લાવ્યો છે? જેને જોઈ વંશીદા ખુશ થશે!
- શું એ ગિફ્ટ એટલું સારું છે?)

To be continue........