The Scorpion - 7 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ સ્કોર્પિયન પ્રકરણ-7

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ધ સ્કોર્પિયન પ્રકરણ-7

ધ સ્કોપીર્યન

પ્રકરણ-7

       બધાં વાનમાં બેસી ગયાં પછી વાન સ્ટાર્ટ થઇ જંગલ માર્ગે ધીમે ધીમે જઇ રહી હતી ચારેબાજુ અંધકારમાં ચાંદનીનાં આછાં અજવાળામાં વૃક્ષોની હારમાળા અને પહાડોનાં કંટુંરીંગ રસ્તામાં વંળાકો આવી રહેલાં બધાં કાચમાંથી જોવાનાં પ્રયત્ન કરી રહેલાં. વાનની અંદરની લાઇટ તદ્દન બંધ હતી વાનની ફ્લડ લાઇટમાંથી આગળ રસ્તો દેખાતો હતો.

       દેવે લેપટોપ ચાલુ કરેલું લેપટોપની સ્ક્રીનની લાઇટ એનાં ચહેરાં પર આવી રહી હતી એનાં ચહેરો સ્પષ્ટ દેખાતો હતો દેવે કૂતૂહૂલથી સોફીયાનાં મોબાઇલથી બધી ડીટેઇલ્સ એનાં લેપટોપમાં લીધી હતી એણે એનું US નું સોશીયલ સીક્યુરીટી કાર્ડનાં નંબરથી બધી માહિતી સ્કેન કરી કાઢી જોઇ રહેલો એમાં બધીજ વિગત હતી એનાં USનાં રેસીડન્ટ, એનો અભ્યાસ, બેંક ડીટેઇલ્સ ટ્રીટમેન્ટ ડીટેઇલ્સ, પેન્ડીંગ બીલ્સ એણે એનું એજ્યુકેશનની ડીટેઇલ ચકાસી એમાં એની કોલેજ વોશીંગ્ટન ડીસીમાં વજીર્નીયા ઇનોવશન કેમ્પ્સ વાંચીને ચમક્યો. આટલી સારી કોલેજમાં ભણી છે એની એઇજ 26 yrsની હતી દેવે વિચાર્યુ મારી બહેન આકાંક્ષા પણ આજ કોલેજમાં ભણી રહી છે લાસ્ટ ઇયરમાં અને આ આજ વર્ષે ભણીને બહાર નીકળી છે.

       એણે જોયુ એને ડ્રગ્સની થયેલી તકલીફની ટ્રીટમેન્ટ હજી 6 મહિના પહેલાંજ લીધી છે. સોર્સ ઓફ ઇન્કમની હજી ખબર નથી પડી પણ એનાં એકાઉન્ડમાં 15k ડોલર જમા બતાવે છે. એ વિચારમાં પડી ગયો. એણે લેપટોપ બંધ કર્યુ આંખો મીચીને બેસી રહ્યો. એને વિચાર આવ્યો હું શા માટે આની આટલી વિગત સ્ટડી કરી રહ્યો છું ? આ પહેલા પણ ઘણાં ફોરેન ગ્રુપ્સ આવ્યાં છે ક્યારેય કોઈનામાં આટલો રસ નથી દાખવ્યો મને શા માટે ઇન્ટરેસ્ટ છે ? મોટાં ભાગની USની છોકરીઓ આવી હોય છે... પણ એણે કહ્યું એ જર્મન છે.. કંઇ નહીં પછી જોઇશ હવે એમ કહી લેપટોપ બેગમાં મૂકી દીધું.

       એને આંકાક્ષા યાદ આવી ગઇ એણે વિચાર્યુ આકુ શું કરતી હશે ? અહીં તો મોબાઇલ ટાવર પણ નહીં મળે કાલે જો વાત થશે તો કરી લઇશ. એણે આંખ બંધ કરી સૂવાનો પ્રયત્ન કર્યો. એણે બધાની સામે જોયું બધાં ધીમે ધીમે શાંત થઇ ગયાં હતાં મ્યુઝીક સાંભળવાનું બંધ કરી જાણે નીંદરમાં સરકી ગયાં હતાં. દેવની પણ આંખ મીંચાઇ ગઇ આખા દિવસનો થાક અને ડ્રીંકનો નશો એને નીંદરમાં લઇ ગયો.

**********

            દેવ શાંતિથી સૂઇ રહેલો અને એનાં હોઠ પર ઠંડો અને ભીનો સ્પર્શ થયો એની આંખ ખૂલી ગઇ એણે જોયું સોફીયા ફરીથી એને ચૂમી રહી છે. દેવે કહ્યું હેય સોફીયા વોટ આર યું ડુઇંગ ? સોફીયાએ એને ફરીથી ચૂમતાં કહ્યું આઇ એમ ફોલિંગ ફોર યું આઈ થિન્ક આઈ લવ યું દેવ. અને એણે દેવનો વિરોધ હોવાં છતાં એનાં શર્ટમાં હાથ નાંખીને સ્પર્શથી પ્રેમ કરવા માંડી દેવનાં ચહેરાંને ગળાને ચૂમવા લાગી એનાં હોઠ થરથરતાં હતાં એણે દેવને જોરથી પકડી એનાં હોઠ પર હોઠ મૂકી ચૂસવા લાગી દેવ આઈ લવ યું પ્લીઝ લવ મી દેવે જોયુ વાનમાં અંધારુ હતું બધુજ શાંત હતું સોફીયા એને બધે સ્પર્શ કરી ઉત્તેજીત કરી રહી હતી દેવે કહ્યું પ્લીઝ સ્ટોપ ઇટ પ્લીઝ પણ પેલી સાંભળતીજ નહોતી એ લગભગ દેવને વળગી ગઇ હતી અને એને બધે ચૂમવા લાગી હતી દેવ પણ ઉત્તેજીત થઇ રહ્યો હતો એણે સોફીયાને જોરથી અળગી કરીને કહ્યું સોરી આઇ એમ નોટ ધેટ મેન વોટ યું મીન. પ્લીઝ ગો એન્ડ સીટ ઈન યોર પ્લેસ. પેલીને ઇન્લસ્ટ ફીલ થયું હોય ત્યાંથી ઉભી થઇને એની જગ્યાએ જતી રહી.

       દેવની નીંદર સાવ ઉડી ગઇ એ ઉભો થઇ એની બેગ લઇને એની આગળની સીટ પર જતો રહ્યો. એણે જોયુ બધાં ધસઘસાટ ઊંધે છે એ ડીસ્ટર્બ થયેલો સ્વસ્થ થયો એ ઉઠીને પાછો જોસેફ પાસે કેબીનમાં ગયો. જોસેફે કહ્યું સર હવે રસ્તો થોડો ખરાબ આવ્યો છે તમે જાગી ગયાં ?

       દેવે કહ્યું હાં તારો રસ્તો ખરાબ આવ્યો એ છેક છેલ્લી સીટમાં પહેલી ખબર પડે એટલે આગળ આવી ગયો જોસેફ હસવા લાગ્યો એણે કહ્યું સર સસપેન્સરમાં છેલ્લી સીટ બધી ટાયરની ઉપર આવે એટલે ત્યાં જર્ક આવતાં હોય છે.

       દેવે કહ્યું હાં જર્ક આવ્યો એટલેજ અહીં આવી ગયો. એમ કહી હસવા લાગ્યો. ટર્નીંગ પર ટર્નીંગ આવી રહેલાં અને વાન ખાસી પહાડની ઉપરની તરફ આવી ગઇ હતી. થોડો સમય પછી પહોળી જગ્યા આવી ત્યાંથી નીચે તરફ મેદાનનો ભાગ હતો અને દેવે કહ્યું જોસેફ અહીં વાન ઉભી રાખ મારે બહારનું લોકેશન જોવું છે. આપણે પેલા રીસોર્ટથી આશરે કેટલા કિ.મી. આગળ અહીં છીએ ?

       જોસેફે વાનનાં કિ.મી. રીડીંગ જોતાં કહ્યું સર લગભગ 80 km આગળ આવ્યાં છીએ. જોસેફે સૂચના પ્રમાણે વાન એ પહોળી જગ્યા પર રોડની કિનારે વાન ઉભી રાખી. દેવ અને જોસેફ બંન્ને ઉતર્યા. દેવે કહ્યું જોસેફ મારી બેગમાંથી કેમેરા લાવી આપ. જોસેફે કહ્યું હાં સર અને એ પાછો વાનમાં ગયો અને બેગમાંથી કેમેરા લઇને આવ્યો. કેમેરાં આપતાં કહ્યું સર અંદરતો બલ્યુ ફીલમ ચાલે છે. દેવે ના સમજ થઇને પૂછ્યું એટલે ? જોસેફ કહ્યું સર અંદર પછી એ બોલી ના શક્યો દેવે આશ્ચર્યથી કેમેરા સાથે અંદર ગયો અને દરવાજા થીજ અંદર જોયું તો ઝ્રેબા અને માર્લો એકબીજાને વળગીને પ્રેમ કરી રહેલાં અને ઉત્તેજનાનાં છેલ્લાં આવેગમાં હતાં દેવે હસ્તાં હસ્તાં નાઇટવીઝન મોડ પર મૂકી કલીક કરીને બહાર આવી ગયો અને બોલ્યો આ પરદેશીઓમાં સામાન્ય છે.

       એણે કેમેરાથી બધે ક્લીક કરવા માંડી ત્યાં ખીણનાં ભાગમાં સપાટ મોટું મેદાન હતું ચારે બાજુ જંગલ ઝાડી અને ત્યાંથી ઝરણાં અને ધોધ પડતાં હતાં અને એ નદીમાં સમાઇ જતાં હતાં એણે ઘણાં ફોટાં લીધાં અને બોલ્યો આ બેસ્ટ લોકેશન છે કેમેરામાં પણ લોકેશન લોકેટ કર્યું અને સેવ કર્યું પછી કહ્યું ચાલ જોસેફ હું હવે તારી બાજુમાંજ બેસુ છું આવા લોકેશન આવે આપણે ક્લીક કરીશું. બંન્ને વાનમાં બેઠાં.

       જોસેફે વાન સ્ટાર્ટ કરતાં કહ્યું સર આવાં અંધારામાં પણ ફોટા લેવાય ? જોઇ શકાય ? દેવે કહ્યું હાં લેવાય અને આ ચાર્મ આ બ્યુટી આવાં સમયે કેદ થાય એવું સવારે પણ જોવા ના મળે આતો ખજાનો છે નેચરનો ચાલ દ્રાઇવ કર આગળ આવા લોકેશન મળી જાય તો સારુ.

       દેવે પાછી અંદર નજર કરી પેલાં બંન્ને જણા અર્ધ ખૂલા વસ્ત્રેજ પાછાં વળગીને સૂઇ ગયાં હતાં. અને સોફીયા પણ સીટનાં ટેકે સૂઇ રહી હતી. દુબેન્દુ પણ નીંદર ખેચી રહેલો. દેવે કહ્યું જોસેફ તારી બોટલ કાઢ એકાદ ઘૂંટ લઇ લઊં ઠંડી ખૂબ વધવા માંડી છે.

       જોસેફ કહ્યું સર સીટની પાછળજ છે સીટ કવરમાં લઇલો. મસ્ત માલ છે અહીંની લોકલ બાન્ડ છે પણ એક ઘૂંટમાં મજા પડી ગઇ હતી. જોસેફે કહ્યું એમ દેવ પાછળ બોટલ કાઢી હાથથી ઢાંકણ અને નાકુ લૂછ્યું અને મોઢેજ માંડી બે ઘૂંટ પીધાં અને બોલ્યો વાહ આતો કોઇ વનસ્પતિનો ટેસ્ટ છે જોરદાર છે એમ કહી બીજા બે ઘૂંટ માર્યા અને બોટલ પાછી મૂકવા જાય છે ત્યાં વાન કોઇ ખાડામાં પટકાઇ અને જોરથી આંચકો આવ્યો...

વધુ આવતા અંકે ---- પ્રકરણ-8