નિશબ્દ દિલ આજે વાચા ખોલે છે,
હૈયું આજે મુખ ના માર્ગે બોલે છે.
શું હશે પ્રત્યુત્તર એની પરવાહ નથી,
બસ એક-મેક ની લાગણી ખુલે છે.
બને ને એકબીજા પ્રત્યે પ્રેમ ભાવ હતોજ એ એકબીજાને પણ ખબર પડવાજ મડી હતી, એટલે વિરલે પૂછીજ લીધું કે તું મને પસંદ કર છો? જિંકલે જવાબ સીધોજ આપ્યો હા હું પસંદ કરું જ છુ. અતુરતામાં વિરલે પ્રેમ નું પણ પૂછીજ લીધું તું મને પ્રેમ કરછો ? સહજતાથી જિંક્લપણ બોલીજ ગઈ હા કરું જ છું. કેમકે વિરલ ને જિંક્લ એવા અવસર આપતીજ કે એ એને પ્રેમ કરે છે અને એની સાથે એવી રીતે વાત કરતીજ એટલે મનમાં એ ભાવ ઉત્પન્ન થાય જ, થોડી વાર મેસેજ માં નોર્મલી વાતો કરી અને વિરલે કીધું કે તું મને ફોન માં પ્રપોઝ કર, જિંકલે નાજ પાડી કે ફોન માં નય ક્વ મેસેજ માં મેં કીધું એટલે ફોન માં તું મને કે, એટલે ફોન માં કહેવાની સહમતી થઇ, શિયાળાનો સમય હતો રાત લાંબી થઇ ગય હતી બધા સુતા હોય એટલે જિંક્લ ઘરમાં ફોન પર વાત ના કરી શકે માટે તે ઘર માંથી ફળિયામાં ગય અને ફોન કર્યો,
વિરલે એને કહેવા મુજબ પ્રપોઝ કર્યો અને જિંક્લ પણ સામે જવાબ આપ્યો સમય ને માન આપી થોડીજ વાર વાત કરી અને સવારે જયારે સમય મળશે ત્યારે ફોન પર વાત કરવાનું નકી કર્યું. ને રાતે મેસેજ માં વાત કરવાનું નકી કરતું મોડી રાત સુધી બને એ એમજ વાત કરી, નોર્મલી બધું જાણી લીધું મેસેજમાં.
હજારો સપના સહજોડે સાકાર કરીશું,
હજારો દુઃખ સહજોડે સહન કરીશું,
ખબર એમને પણ નોતી આ સબંધ ની,
કે જિંદગી ભર સાથ નિભાવી શું.
સવારના પહોરમાં સામેથી વિરલે ફોન કર્યો ત્યારે જિંક્લ કપડાં ધોતીતી અને ફોન દૂર હતો ફોન આવ્યો એટલે એના માસીએ જોયો તો કીધું વી પરથી કોઈ છે, જિંક્લ બોલી વિશાલ નો હશે તો માસી બોલ્યા નાના વિરલ લખેલું છે એટલે જિંક્લ ના મનમાં થઇ ગયું કોણ હોઈશકે એટલે વાત ફેરવવા ફોન કાપીને કીધું કે પુરી નો છે એનુંય નામ વિરલ જ છેને, પછી એજ વિરલ ને ફોન કરીને વાત કરવા લાગી અને ત્યારે પછી એના દાદા એ કીધું કે કંશુ ના દેર નું નામ વિરલ નથી? તો માસીએ કીધું હા એનુંય નામ છે પણ એ થોડો આને ફોન કરે ! પછીજિંકલે સીધો ફોન કરવાની નાજ પાડી દીધી. પછીની રાતે આખી રાત વાત કરી વિરલ હોસ્પિટલ હતો અને ત્યાં એની પાસે સમય હતો, પછીના દિવસે જિંક્લ ને અહમેદાબાદ જવાનું હતું એટલે સિંગલ ના સોફામાં બેઠી વાત કરવા કેમકે નવા સબંધ ની નવી નવી વાત કરવાની તાલાવેલી ઉત્પન્ન થતીજ હોય છે ને વિરલ એના મિત્ર ના લગ્ન માં હતો એટલે બોવ ખાસ વાત ના કરી શકતો બને ના પ્રશંગ પુરા થયા એટલે વિરલ ઘરે જઈને એના મમ્મી ને વાત કરે છે જિંક્લ સાથે વાત ચલાવે તો કેવું રહે? પછી એના મમ્મી એ જિંક્લ ના મામી ને માસીને વાત કરી ત્યારે એ એક પ્રશંગ માંજ હતા, વિરલ જયારે જિંક્લ ના માસી ના ઘરે બેસવા ગયો ત્યારે પૂછીજ લીધું તને જિંક્લ ગમેછે ? વિરલ હતાશામાં જવાબ આપે છે નાના એવું કઈ નથી કેમકે એને એ બીક હતી કે કઈ ખબર ના પડી જાય બેયની. માસી બોલ્યા ગમતું હોય તો કેજે આપણે કરાવી દેશું, જન્મ સગપણ ને કોઈ સબંધ સમયાંતરે કોઈના થકીજ થતા હોય છે એનું કોઈને કોઈ માધ્યમ હોયજ છે સમયે સમયે એમાં કોઈને નિમિત્ત બનાવી દે છે પણ બને સાચા હતા પણ આજે એનો સમય નોતો એટલે વિરલ નાજ પડતો તો કેમકે બને ઘણા પ્રશંગ માં મળ્યા તા એ બધાને ખબર જ હતી.
રાતે બધા જોડે સુતા હોય જિંક્લ એના મમ્મી સાથે સુતીતી એટલે ફોન પર વાત થાય નય એટલે મેસેજ માં નકી કર્યું ને વિરલ બે કલાક સુધી મેસેજ કરી શક્યો એને ગમતું નય મેસેજ માં એટલે એમ વિચાર્યું વીરલ ફોન માં બોલે ને જિંક્લ મેસેજ માં રીપ્લાય આપે એવી રીતે પેલીને છેલ્લી વાર એમને વાત કરી કેમકે મેસેજ કરવાનો કંટાળો આવે ને ક્યારેય એવી રીતે ઘણી વાર વાત કરી જ નહોય પછી ફોન પરજ વાતો કરતા...
ક્રમશઃ...