Prem - Nafrat - 29 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૨૯

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમ - નફરત - ૨૯

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૨૯

રચનાએ રિક્ષા ઊભી રાખી ત્યાં સંજના ઊભી જ હતી.

'ચાલ જલદી...મને ભૂખ લાગી છે. તું વાતો કરજે અને હું ખાતી રહીશ!' કહી સંજના એનો હાથ પકડી એક ચાઇનીઝ રેસ્ટોરન્ટમાં દોરી ગઇ.

સંજનાએ ઓર્ડર આપીને કહ્યું:'જલદી કહે શું થયું?'

રચનાએ વેઇટરને બોલાવ્યો અને બે આઇસ્ક્રીમનો ઓર્ડર આપી સંજનાને કહ્યું:'મેં તને કહ્યું હતું ને કે લગ્નની શરણાઇ જલદી વાગશે! એ ખુશીમાં પહેલાં આઇસ્ક્રીમ ખાઇએ...'

'વાહ! તું તો ખરેખર જાદૂગરની લાગે છે. શું જાદૂ કરી દીધો છે આરવ પર...' સંજના ખુશ થઇને બોલી.

'મારી વાતો, મારા નખરાં અને આંખોમાં એના માટેનો છલકાતો પ્રેમ એના પર જાદૂ કરવા માટે કાફી હતા. તને ખબર જ છે કે મેં એક બીજા જ આશયથી એની કંપનીમાં નોકરી સ્વીકારી છે અને લગ્નની વાત સુધી પહોંચી છું. પરંતુ દિલના એક ખૂણે એના માટે પ્રેમની લાગણી જરૂર છે...' રચના લાગણીને કાબૂમાં રાખતાં બોલી.

'પણ તારા દિલમાં જે નફરતની આગ છે એને આ પ્રેમ આગળ જતાં ઠારી તો નહીં દે ને?' સંજનાએ ચિંતાથી પૂછ્યું.

'જો પ્રેમ એની જગ્યાએ રહેશે અને નફરત એની જગ્યાએ. મને સંતુલન બનાવી રાખતા આવડે છે. તેં 'સુપર ફાસ્ટ મોબાઇલ' માં રાજીનામું આપી દીધું છે ને?'

'હા, તેં કહ્યું એટલે આપવું જ પડે ને!' સંજના બોલી.

'કોઇને કંઇ શંકા ગઇ નથી ને?' રચનાએ આમતેમ જોઇ ધીમા સ્વરે પૂછ્યું.

'ના, કંપની એટલી મોટી છે કે મારા જેવા બે-ચાર કર્મચારીઓ રાજીનામાં આપી દે તો કંઇ ફરક પડતો નથી. મેં એક જ અઠવાડિયામાં ઝડપથી કામ કરી એટલી લોકપ્રિયતા અને વિશ્વાસ મેળવી લીધા હતા કે મારા નિર્ણયથી એમને આંચકો જરૂર લાગ્યો છે. મેં ભણવાનું બહાનું બતાવી એડમિશન પ્રક્રિયા શરૂ કરવાની હોવાથી રાજીનામું આપ્યું છે એનો ખ્યાલ આવતાં કોઇ વિરોધ થયો નથી. એક મહિનાના નોટિસ પિરિયડમાં પણ હું રહેવાની નથી એટલે મને કોઇ પગાર મળવાનો નથી...' સંજનાએ હકીકત જણાવી દીધી.

'એની ચિંતા ના કરીશ. અને તારા ભણવાની બધી જવાબદારી મેં ઉઠાવી છે એ તને યાદ છે ને? જે પણ ખર્ચ થાય એ તારા પરિવાર પાસેથી નહીં મારી પાસેથી લેવાનો છે...' રચનાએ એને યાદ અપાવ્યું.

'મમ્મીને ખબર પડશે તો એમના પ્રત્યાઘાત કેવા હશે? એ કેમ છે?' સંજનાને મીતાબેનની યાદ આવી ગઇ.

'ના, હજુ વાત કરી નથી પણ આજે જાણ કરવી પડશે. એની તબિયત ઠીક રહેતી નથી....' રચનાના સ્વરમાં ઉદાસી હતી. પછી સ્વસ્થ થતાં બોલી:'ચાલ, હવે આ ભોજનનો આનંદ લે...'

રચનાએ આઇસ્ક્રીમ ખાવાનું શરૂ કર્યું.

સંજના શોખથી ચાઇનીઝ વાનગીઓ ખાવાનો આનંદ લૂંટવા લાગી.

રચના રાત્રે ઘરે પહોંચી ત્યારે માની ખાંસીનો અવાજ સાંભળી એની ચિંતા વધી ગઇ.

તેણે અંદર જઇ કહ્યું:'મા...તેં દવા લીધી કે નહીં?'

'હા... બેટા, તું...આવી ગઇ...' મીતાબેન ખાંસી ખાતા બોલ્યા.

'આપણે કાલે ફરી કોઇ બીજા ડૉકટરને બતાવીએ. આ ખાંસી તારો પીછો છોડતી નથી....લે એક ડોઝ વધારે લઇ લે...' રચના દવાની બોટલમાંથી ચમચી ભરતાં બોલી.

'મારી ચિંતા તારા માટે છે. એક વખત તારા લગ્ન થઇ જાય પછી મને કોઇ વાતની ચિંતા રહેવાની નથી...' મીતાબેન મંદ સ્વરે બોલ્યા.

'જો તું કાલે જ સાજી થઇ જતી હોય તો હું લગ્ન કરવા તૈયાર છું. મેં છોકરો પસંદ કરી લીધો છે...' રચનાએ દવા પીવડાવી પાણીનો ગ્લાસ ભરતાં કહ્યું.

'શું?' મીતાબેન એકદમ પલંગમાંથી ઊભા થઇ ગયા.

'હા, આજે એક છોકરાએ મારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો છે...' સંજના સહેજ શરમાતા બોલી.

'કોણ છે એ? આપણા વિશે એમને વાત કરી છે ને?' મીતાબેનના સ્વરમાં ડર હતો.

'હું જે કંપનીમાં નોકરી કરું છું એના માલિક લખમલભાઇનો છોકરો છે...' રચના બોલવાનું પૂરું કરે એ પહેલાં જ મીતાબેન એના ખભા પકડીને બોલ્યા:'શું કહ્યું તેં? લખમલભાઇ?'

'હા મા, લખમલભાઇ...' રચનાના સ્વરમાં જુસ્સો હતો.

'આ તેં શું કર્યું?' મીતાબેનના સ્વરમાં હવે ગભરાટ ઉમેરાયો હતો.

ક્રમશ: