The Scorpion - 3 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ સ્કોર્પિયન પ્રકરણ-3

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ધ સ્કોર્પિયન પ્રકરણ-3

ધ સ્કોપીર્યન

પ્રકરણ-3

       બધાં વાનમાં બેઠાં પછી વાન કલીંગપોંગ તરફ જવા નીકળી ગઇ. સોફીયા દેવ સામે જોઇને ચેટ કરતી હતી પછી એણે ફોન જોડ્યો અને ફોનમાં વાત પણ દેવ સામે જોઇને કરી રહી હતી એને દેવનું ધ્યાન અચાનક ઝેબા તરફ ગયું અને એણે જોયું એણે પણ દેવનો ફોટો લીધો અને ચેટ કરી રહી હતી. ઝેબા અને સોફીયા એકબીજા સામે જોઇને સ્માઇલ આપી રહી હતી. હવે દેવે એલોકો સામે જોવાનું બંધ કરી પોતાની સીટ પર બેઠો એણે દૂબેન્દુને ઇશારો કર્યો દૂબેન્દુ સમજી ગયો હોય એમ ઉભો થયો અને કેબીનમાં જઇને પાછો આવ્યો. પોતાની સીટ પર બેસી ગયો.

       દેવે ફોન લઇને એનાં ડેડીને ફોન કર્યો પણ વ્યસ્ત આવ્યો. એટલે એણે ફોન મૂક્યો એણે વાનમાં ફરીથી બધાં પર નજર કરી બધાં પોતપોતાનાં ડીવાઇસમાં બીઝી હતાં અને માર્લો વીન્ડોમાંથી બહારનાં ફોટાં લેવાં પ્રયત્ન કરી રહ્યો હતો.

       ત્યાં દેવનાં મોબાઇલમાં રીંગ આવી એણે તરતજ ફોન ઉપાડ્યો અને બોલ્યો હાય ડેડી ગુડમોર્નીંગ... એણે કહ્યું હું યુરોપથી આવેલાં ગ્રુપને લઇને કલીંગપોંગ જઇ રહ્યો છું મેં મોમ સાથે વાત કરી લીધી છે. હાં ડેડી ઓલ ડન. અને એનાં ડેડીએ એવી કંઇક વાત કરી એ ગંભીર થઇ ગયો એણે માત્ર હાં હાં માં વાત કરી અને બોલ્યો યસ મુખર્જી સરનાં કોન્ટેક્ટમાં રહીશ. હાં.. ઓહ ઓકે એમનો ફોન આવે પછી હું વાત કરી લઇશ. એનાં ડેડીએ કહ્યું મેં જે કીધું છે એમાં ધ્યાન રાખજે અને મુખર્જીનાં ફોન આવ્યા પછી તું સંપર્ક કરજે. બાય ધ વે બેસ્ટ લક એન્ડ એન્જોય યોર ટ્રીપ. દેવે કહ્યું યસ ડેડી ટેઇક કેર બાય લવ યુ. એમ કહી ફોન મૂક્યો.

       ફોન પર વાત કર્યા પછી દેવ વિચારમાં પડી ગયો એણે બધાં ટુરીસ્ટ છોકરા છોકરીઓ તરફ ધ્યાનથી જોવા માંડ્યુ અને બધાને જોઇ રહેલો અને સૂક્ષ્મ અભ્યાસ કરી રહેલો. ત્યાં દૂબેન્દુએ કહ્યું દેવ કલીંગપોંગ જતાં પહેલો બ્રેક મોરગ્રામ લઇ લઈશું. પછી સીધા માલ્દાજ ઉભા રહીશું. દેવે કહ્યું ઓકે પછી એણે એની બેગમાંથી લેપટોપ કાઢ્યું અને ચાલુ કરતાં પહેલાં એણે કહ્યું હાય ફ્રેન્ડ્સ આઇ હોપ યું ઓલ આર એજોઇંગ.. એની વન વોન્ટ કોફી ઓર કોક સમથીંગ ? સોફીયાએ કહ્યું યપ કોફી પ્લીઝ.. જેને કોક જોઇતી હતી એને કોક એને કોફી દૂબેન્દુને આપવા કીધું.

       જ્હોને કહ્યું દેવ જે ટ્રેક પર જઇ રહ્યાં છીએ ત્યાં ટ્રાફીક ઘણો છે કલીંગપોંગ પહોચ્તાં કેટલો સમય લાગશે ?

       દેવે હસતાં હસતાં કહ્યું ઘણીવાર છે પહેલાં મારેગ્રામ - માલ્દા જલઇપાઇ ગુડી પછી ક્લીંગપોગ લગભગ નાઈટ થઇ જશે. પણ આપણે વચ્ચે વચ્ચે બ્રેક લેતાં જઇશું વચ્ચે જે કંઈ બ્યુટીફુલ પ્લેસીસ આવશે આપણે ત્યાં ઉતરીશું જોઇશું.

       જ્હોને કહ્યું ઓહ ઓકે માર્લો અને ડેનીશ ઇયર ફોનથી મ્યુઝીક સાંભળવામાં વ્યસ્ત હતાં. મોરીન, જ્હોન સાથે વાતો કરી રહી હતી અને ઝોબા અને સોફીયા ચેટમાં હતાં.

       દેવે એનું લેપટોપ કાઢ્યું અને એ એમાં વ્યસ્ત થયો. દૂબેન્દુ જોસેફ સાથે વાતો કરી રહેલો. રસ્તામાં ટ્રાફીક જામ થયો વાન ધીમી પડી અને બધાંની નજર ટ્રાફીક પર હતી. દેવે દૂબેન્દુને સજેસ્ટ કર્યુ તું સ્ક્રીન પર કોઇ ઇગ્લીશ મૂવી શરૂ કર આ લોકો કંટાળે નહીં અને દૂબેન્દુએ ઇગ્લીંશ મૂવી સ્ટાર્ટ કર્યું મેટ્રીક્સ.. બધાંએ એ જોવામાંમ ધ્યાન પરોવ્યું. દેવની નજર વારે વારે ઝેબા અને સોફીયા તરફ જતી હતી. દેવને થયું આ લોકો ટુરની સાથે સાથે કોઇ બીજી વાતમાં વધારે બીઝી છે એ પણ ફ્રી હતો એટલે વારે વારે એ લોકો તરફ ધ્યાન જતું હતું.

       લગભગ 3 કલાકની મુસાફરી થઇ હશે અને દૂબેન્દુએ કહ્યું દેવ મારેગ્રામ આવી ગયું છે લંચનો પણ સમય થઇ ગયો છે હું હોટલ પર વાત કરીને આ લોકોને અનૂકૂળ પડે એવું વેસ્ટર્ન લંચ એરેન્જ કરાવી લઊં છું. દેવે કહ્યું યપ તું કરી લે બધાં થોડાં રીલેક્ષ પણ થશે અને પછી આગળ નીકળી જવાય.

       મારેગ્રામ પહોચી દૂબેન્દુએ નક્કી કરેલી હોટલમાં બધાં પહોચ્યાં દેવે કહ્યું આ નાનું સેન્ટર છે અહીં લંચ લઇને તરતજ માલ્દા જવા નીકળી જઇશું. બધાં હોટલને જોઇ થોડાં ચહેરાં બગડ્યાં પણ કોઇ બીજો રસ્તો નહોતો. દેબેન્ડુએ થઇ શકે એટલી વ્યવસ્થા કરી બધાને નોનવેજ પણ ટેસ્ટીં આઇટમ ખવરાવી બધાં થોડાં પગ છૂટા કરવા આમતેમ આંટા મારી રહેલાં. દેવની ફરીથી નજર પડી કે સોફીયા ક્યારની કોઇ સાથે વાત કરી રહી છે અને સોફીયાનો ચહેરો વારે વારે ઊગ્ર થતો હતો. દેવ એની તરફ ગયો અને પૂછ્યું એવરીથીંગ ઓકે ? યુ વોન્ટ એનીથીંગ એલ્સ ?

       સોફીયાએ કહ્યું યસ આઇ વોન્ટ વ્હીસ્કી આઇ વોન્ટ ટૂ ડ્રીંક હેવ યુ ? દેવે કહ્યું યસ યસ આઇ હેવ. એમ કહી એમ કહી સોફીયાને વાનમાં બોલાવી એની પાછળ ઝેબા અને બાકી બધાં આવી ગયાં. દેવે કહ્યું દૂબેન્દુ જોસેફને કહે એ ડ્રાઇવ શરૂ કરે હું આ લોકોને બોટલ આપુ લેટ ધેમ એન્જોય. દૂબેન્દુ એ અંદરથી બ્લેક લેબલ બોટલ કાઢીને જ્હોનને આપી. બધાં ખુશ થઇ ગયાં. સોફીયાએ દેવને થેંક્સ કહ્યું દેવે વેલકમ કહી એનો ફોન હાથમાં લીધો. એણે જોયુ બે મીસ કોલ હતાં એક તો મુખર્જી અને બીજો અનનોન નંબર હતો. એણે જોયું ટુરીસ્ટ ગ્રુપ ડ્રીંક લેવાની મસ્તીમાં હતાં.

       એણે પહેલો મુખર્જી સરને ફોન લગાવ્યો. મી.મુખર્જી હોમ મીનીસ્ટરનાં સચીવ હતાં. દેવે ફોન લગાવ્યો સામેથી તરતજ ઉપાડ્યો અને બોલ્યાં હાય દેવ મેં તને ફોન કરેલો તું ટુર પર છે જાણવા મળ્યું મારે ખાસ વાત કહેવાની છે કે મારાં ખાસ મિત્ર રમાકાન્ત બરૂઆ બરૂઆ તું જાણે છે એમને? એ આપણી કોલકતા ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝનાં જાણીતા પ્રોડ્યુસર ડાયરેક્ટર છે એમને એમની એક હોરર ફીલ્મ માટે તારી મદદની જરૂર છે એમને જોઇએ એવાં લોકેશન તારે આપવાનાં છે હું જાણું છું તને એનું ખૂબ નોલેજ છે. એટલે તારી ભલામણ કરી છે એમને મેં તારો નંબર આપ્યો છે એ તને ફોન કરશે મારે તારાં ડેડી સાથે પણ આ અંગે વાત કરી છે. મને લાગ્યું તારાં માટે પણ સારી તક છે તું વાત કરી લેજે.

       દેવે એમને સાંભળ્યાં કર્યુ પછી કહ્યું કોઇ અનનોન નંબર પરથી મારાં પર ફોન હતો પણ હું થોડો વ્યસ્ત હતો એટલે રીસ્પોન્સ નથી કરી શક્યો હું વાત કરી લઊં છું થેંક્સ સર મી. મુખર્જીએ કહ્યું ઓકે કેરીઓન બેસ્ટ લક કહી ફોન મૂક્યો.

       દેવ થોડો એક્સાઇટેડ થયો એણે આવેલા અનનોન નંબર પર ફોન કર્યો સામેથી મી. બરૂઆએ કહ્યું હાય દેવ આઇએમ બરૂઆ આઇ એમ.. દેવે કહ્યું હાં સર મુખર્જી સર સાથે હમણાંજ વાત થઇ આપને કેવાં લોકેશન જોઇએ ? તમે મને મારો ફોન પર સ્ક્રીપ્ટ અને જરૂરીયાતની ડીટેઇલ્સ મોકલો પછી હું તરત આપને રીસ્પોન્સ કરું છું. બરૂઆએ કહ્યું મને તારી ડીટેલ્સ મળી છે મેં તારાં મેઇલ પર ડીટેઇલ્સ ઓલરેડી મોકલી છે પ્લીઝ સ્ટડી કરીને રીસ્પોન્સ કર બાકીની ફોર્માલીટી આપણે ડીસ્કસ કરી લઇશું. ખાસ કે આ મારી બીગ બજેટ હોરર ફીલ્મ છે એમાં બધાની ફેવરેટ અપરાજીતા હીરોઇન છે અને સાથે માલવિકા ઐયર છે નેગેટીવ રોલમાં તું શાંતિથી સ્ટડી કરીને જણાવ. ઓકે બાય, દેવ એક્સાઇટમેન્ટ સાથે વિચારમાં પડ્યો.

વધુ આવતા અંકે ---- પ્રકરણ-4