The Scorpion - 2 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ સ્કોર્પિયન પ્રકરણ -૨

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ધ સ્કોર્પિયન પ્રકરણ -૨

ધ સ્કોર્પિયન - પ્રકરણ -૨

 

 

દેવ હોટલ ઓબેરોયમાં અનીતા સાથે કોફી પુરી કરી અને લીફ્ટમાં યુરોપીયન ટુરીસ્ટ દેવ તરફ આવ્યાં. અનીતા રીસેપશન પર જતી રહી. ગ્રુપ લીડર જેવો લાગતો ગોરીયો આગળ આવ્યો અને દેવને જોઈને બોલ્યો હાય દેવ આઈ એમ જ્હોન એન્ડ ધીસ આર માય ફ્રેન્ડ્સ હાઉ આર યું ? દેવની નજર બધાં ઉપર પડી અને સ્કેન કરી રહ્યો પછી ઉત્સાહથી બોલ્યો હાય આઈ એમ ફાઈન હોપ યું ઓલ હેડ ગ્રેટ જર્ની .

દેવે હાથનાં ઇશારાથી બધાને ત્યાં બેસવા આમંત્ર્યા અને પછી કહ્યું જ્હોન વેલકમ ટુ ઇન્ડીયા એન્ડ બ્યુટીફૂલ વેસ્ટ બેંગાલ આઈ એમ અવેર યું નો અવર લેન્ગવેજ ..મારુ કોલકોત્તા ખુબ બ્યુટીફૂલ અને જોય સીટી છે મેં નક્કી કર્યું છે કે કેવી રીતે આખી ટ્રીપ શરૂ કરવી મેં તમને બધીજ પ્લેસીસ એની બધી ડિટેઈલ્સ મોકલી છે આપણી ટુરની શરૂઆત મેઈન સીટી કોલકોતાથી કરવી છે કે આઉટડોર જવું છે ?   

જ્હોને બધાની સામે જોયું અને પછી એ બધાં અંદર અંદર ડીસ્કસન કરી રહેલાં ત્યાં સુધી દેવ બધાંના ચહેરાને ઓળખવા અને યાદ કરી રહેલો અને બધાનાં ચહેરાનાં હાવભાવ નોંધી રહેલો એમાં એક છોકરી થોડી જુદી લાગી એ જોહનને સાંભળી રહેલી મૌન હતી અને વારે વારે દેવને પણ જોઈ રહેલી દેવે એ માર્ક કર્યું થોડી ચર્ચા પછી જ્હોને કહ્યું સીટી વીઝીટ છેલ્લે રાખીશું પહેલાં આઉટડોર પ્લેસીસ જવું છે એટલે બધી ટુરની થાક સીટી આવીને ઉતારીશું.

દેવે કહ્યું વેલ...ગુડ એ પ્રમાણે કરીએ મેં અહીં હોટેલનીજ ટુરીસ્ટ વેન રીઝર્વ કરી છે જેમાં બધીજ વ્યવસ્થા છે અને ખુબ કમ્ફર્ટેબલ છે. વેન રેડી છે મને પાંચ મીનીટ આપો હું મારાં લેપટોપમાં ટ્રિપની બધી માહીતી પ્લેસીસ વગેરે નક્કી કરી તમને મેઈલથી શેર કરું છું એટલે તમારી પાસે પણ ટ્રીપ પ્લાન અને બધી માહીતી રહેશે. પછી વાનમાં બધાની ઇન્ટ્રોડકશન કરી લઈશું એટલે સમય બચી જાય.

જ્હોને ખુશ થતાં કહ્યું ડન...પછી એણે પૂછ્યું દેવ દિવસ દરમ્યાન બ્રેકફાસ્ટ,ડ્રિન્ક,કોફી,લંચ  ડિનર બધીજ વ્યવસ્થા જ્હોન આગળ બોલે પહેલાં દેવે કહ્યું ડોન્ટ વરી બધીજ અરેન્જમેન્ટ થઇ ગઈ છે અને જે ટુરીસ્ટ પોઈન્ટ્સ આવે ત્યાં એ જગ્યાની જે ખાસ ડીશ હશે એ પણ ટેસ્ટ કરાવીશ. યું ડોન્ટ વરી ઓલ અરેન્જમેન્ટ ઇસ ડન.

દેવે લેપટોપમાં ટ્રિપની સિક્વનશ નક્કી કરવા માંડી અને રૂટ પ્રમાણે બધું નક્કી કરી રહેલો. ગ્રુપ અંદર અંદર વાતો કરીને જોવા માટે એક્સાઈટેડ હતાં. 

દેવે નક્કી કર્યું કોલકોતાથી બહાર ચિંતોમણી કાર બર્ડ સેન્ચ્યુરી પછી કોલકોતા સ્નેક પાર્ક નીલદીપ ગાર્ડન ત્યાં રાત્રી રોકાણ પછી બીજા દિવસની ટુર નક્કી થશે. એણે જ્હોનને મેઈલ કર્યો. દેવને બધું બધું કોમ્યુનિકેશન જ્હોન સાથેજ હતું અને જ્હોન એનાં ફ્રેન્ડ્સને શેર કરી દેતો.

દેવે કહ્યું હું ટુરિસ્ટ વાનને ગેટ પર બોલાવી લઉં છું આપણે પછી ટુર માટે નીકળી જઈએ. હું આશા કરું છું કે ટુર માટે તમે પૂરતો તમારો સામાન દવાઓ વગેરે લીધી હશે તમારાંમાંથી કોઈને કોઈ એલરજી કે કોઈ એડીક્શન નથીને ? તો એ પ્રમાણે અહીંથી મેડીસીન્સ લઇ લેવાય. એમ કહી આડકતરી રીતે પૂછી લીધું.

જ્હોને કહ્યું નો નો ઍવેરીથીંગ ઇઝ ઓકે લેટ્સ મુવ એમ કહી બધાં ઉભા થઇ ગયાં. દેવ પણ એની બેગ લઈને ઉભો થઇ ગયો બધાં ગેટ તરફ જઈ રહ્યાં હતાં.

દેવે એનો મોબાઈલ કાઢ્યો અને પહેલાં મોમને ફોન કર્યો એની મોમે તરતજ રીસીવ કર્યો દેવે કહ્યું મોમ હું ટુરીસ્ટને લઈને નીકળું છું મને લગભગ ૨-૩ દિવસ થશે તું ચિંતા ના કરીશ અને આકસુ જોડે વાત થાય તો મારી યાદ આપજે. હું ડેડી સાથે પણ વાત કરી લઈશ. માં એ કહ્યું ભલે પણ તારું ધ્યાન રાખજે તું કંઈ મારી વાત માનવાનો નથી મને ખબર છે ...ટેઈક કેર પણ તું નાસ્તાનું જમવાનું ધ્યાન રાખજે. અને તારી સાથે તારો જોડીદાર છે ને ? દેવે કહ્યું હાં માં એ વાન લઈને હમણાં આવશેજ મારી ચિંતા ના કરીશ તારું ધ્યાન રાખજે ચાલ મુકું છું ડેડીની સાથે વાત મુકું છું હવે... એમ કહી ફોન મુક્યો.                                

  ત્યાં ગેટ પર વાન આવી ગઈ એમાં દ્રાયવર જોસેફ સાથે દેવનો ફ્રેન્ડકમ આસિસ્ટન્ટ દુબેન્દુ ઘોષ આવી ગયાં. દેવે વાન તરફ નજર કરી દુબેન્દુએ ડોર ખોલ્યો અને દેવને કહ્યું હાય દેવ ગુડ-મૉર્નિંગ..રેડી ? દેવે જ્હોનને કહ્યું ચાલો વેનમાં બેસી જાઓ અને દુબેન્દુએ બધાને વેલકમ કહ્યું બધાં વેનમાં ચઢી ગયાં છેલ્લે દેવ અંદર ગયો અને દરવાજો લોક થયો.

ત્યાં જ્હોનની ટીમમાંથી એક છોકરીએ કહ્યું હેલો એવરીવન વેઇટ અ મીનીટ. એણે આગળ કહ્યું આઈ એમ સોફિયા..મારે એક વાત કરવી છે. જ્હોને જે પ્રોગ્રામ સેન્ડ કર્યો એ જોતા એવું લાગે છે કે આપણે કોઈ સ્કૂલની કે કોલેજની ટુરમાં જઈએ છીએ આઈ એમ સોરી આઈ એમ નોટ ઈન્ટરેસ્ટેડ...આપણે બર્ડ સેન્ચ્યુરી -ગાર્ડન ને બધે નથી જવું આટલે દૂર ઝૂ જોવા નથી આવ્યા. આપણે મોઉન્ટેઇન અને ફોરેસ્ટમાં જઈએ જ્યાં કંઇક એક્સાઇટમેન્ટ હોય સમથીંગ ડેરીંગ આમ ફાલતુમાં સમય વેડફવો નથી. આવું સાંભળી દેવે જ્હોન સામે જોયું જ્હોને કહ્યું વેલ બધાની ઈચ્છા હોય એમ કરીએ. બીજો ગોરીઓ ઉભો થયો એણે કહ્યું યસ આઈ સપોર્ટ સોફિયા પ્લીઝ એરેન્જ ધીસ ટુર એટ ફોરેસ્ટ એન્ડ માઉન્ટેઇન. પછી બધાએ એકસાથે સોફિયાની વાત વધાવી લીધી.                             

દેવ અને દુબેન્દુએ એકબીજા સામે જોયું અને દેવે ત્વરીત નિર્ણય લેતાં કહ્યું ઓકે ડન...આપણે કલિંગપોંન્ગ તરફ જઈએ અને અહીંથી ત્યાં જતાં અનેક કુદરતી જગ્યાઓ આવશે અને એ પ્રમાણે આગળ ટુર શરૂ કરીએ જ્યાં વચ્ચે એવી જગ્યાઓ આવશે ત્યાં રોકાઈશું અને આગળ વધીશું. બધાએ તાળીઓથી વાત વધાવી લીધી. દેવે જોસેફને કહ્યું જોસેફ કલિંગપોંન્ગ તરફ લઇ લે જેટલો સમય લાગે એ અહીંથી ફરતાં ફરતાં ત્યાં પહોંચીશું અને જોસેફે વાનને શેલ માર્યો સ્ટાર્ટ કરી.

વાન સ્ટાર્ટ થઈ અને હોટલ કમ્પાઉન્ડમાંથી બહાર નીકળી અને આખા ગ્રુપે ચીચીયારીઓ કરી ખુશી વ્યક્ત કરી દેવે પછી બધાની સામે ઉભા રહી કહ્યું હાય ફ્રેન્ડ્સ આપણે કોલકોતા જોય સીટીથી નીકળી કલિંગપોંન્ગ તરફ જઈ રહ્યાં છીએ આઈ વીશ કે બધાને આ ટુરમાં ખુબ આનંદ આવશે અને જે તમારી અપેક્ષા છે એ બધું જોવા મળશે. બાય ધ વે તમારો ઈન્ટ્રો અમને કરાવી લો. મારી પાસે તમારી બધી ડીટેઈલ્સ છે જ પણ રૂબરૂ એકબીજાને ઓળખી લઈએ.                  

જ્હોન, સોફીયા પછી બીજા છોકરાઓએ પોતાની ઓળખ આપી એક માર્લો, ડેનિશ - ઝેબા અને મૉરીન. દેવ બધાનાં નામ અને ઓળખ ધ્યાનથી સાંભળી રહેલો...એણે અમુકનાં નામ સાંભળી થોડું કુતુહલ થયું પણ શાંત રહ્યો એણે કંઈ રીએક્ટ ના કર્યું..સોફીયા દેવને ધારી ધારીને જોઈ રહેલી એણે એનાં કેમેરાથી દેવનો ફોટો લીધો. અને મનમાં મલકાઈ. દેવે સોફિયાને કહ્યું આર યું બ્રિટિશ ઓર ...?સોફિયાએ કહ્યું આઈ એમ જર્મન બસ આઈ સ્ટડી ઈન યુએસ બટ જોઈનીંગ ધીસ ટુર વિથ ઝેબા. દેવે કહ્યું ઓહ ઓકે ઇન્ટરેસ્ટિંગ...

વાન ઝડપથી દોડી રહી હતી. દેવે દુબેન્દુને કાનમાં કંઇક કહ્યું અને દુબેન્દુએ વનમાં ઈંગ્લીશ મ્યુઝીક સ્ટાર્ટ કર્યું સોફીયા એનાં ફોનમાં કંઇક ચેટ કરી રહી હતી અને પછી એણે કોલ કર્યો અને દેવ સામે જોઈ વાત કરી રહી હતી અને દેવનું ધ્યાન અચાનક ઝેબા તરફ ગયું અને...

 

વધુ આવતા અંકે -પ્રકરણ 3