The Scorpion - 1 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ સ્કોર્પિયન પ્રકરણ - ૧

Featured Books
  • सर्द हवाएं

    लेख-सर्द हवाएं*******""       यूं तो सर्दियों के मौसम में जब...

  • इश्क दा मारा - 45

    यूवी गीतिका का हाथ पकड़ कर ले जा रहा होता है तभी गीतिका बोलत...

  • लल्लन जी की अद्भुत नौकरी

    गाँव के एक छोटे से कस्बे में रहते थे लल्लन जी। उनका नाम ही उ...

  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

Categories
Share

ધ સ્કોર્પિયન પ્રકરણ - ૧

ધ સ્કોર્પિયન

પ્રકરણ - ૧

 

દેવ રોય એનાં વિશાળ બંગલાનાં દીવાનખાનામાં એનાં હોલ શૂઝની ચેઇન ચઢાવી સૂઝ પહેરી રહ્યો છે એણે એનાં ઘરઘાટી શામુદાને બમ મારી કહ્યું શામુદા મારી પાણીની બોટલ અને કોફીનું થર્મોસ આપો મારે મોડું થાય છે.  ત્યાં એની માં આવીને કહે છે બેટા દેવ બધું તૈયારજ છે આમ ઉતાવળો ના થા આજે સાંજે પાછો આવીશ કે ૨-૩ દિવસ થઇ જવાનાં? દેવની માં અવંતિકા રોય દેવનાં ફરવાનાં શોખ અને એને પ્રોફેશન બનાવીને કામ કરતો દિકરો વારે વારે ઘરની બહાર રહે છે એટલે ચિંતામાં રહે છે.

એમની દીકરી આકાંશા પણ US ભણવા ગયેલી છે. દેવનાં પિતા રાયબહાદુર રોય પશ્ચિમ બંગાળ સ્ટેટનાં DGP છે એ ફરજ દરમ્યાન આખો વખત કામમાં વ્યસ્ત હોય છે સરકારી વિશાળ બાગ બગીચાવાળા  બંગલામાં અવંતિકા રોય એકલાંજ હોય છે.

દેવે કહ્યું માં મારી ચિંતા ના કરો આજે તમારે કોઈ ગ્રુપ પાર્ટી નથી ? તમે પણ કીટી પાર્ટીમાં વ્યસ્ત હોવ છો અથવા પાપા તમને કોઈને કોઈ ફંકશનમાં લઇ જાય છે. મારો અત્યારે તો સમયજ છે ફરવાનો એમ કહી હસી પડે છે.

દેવે કહ્યું મોમ આજે યુરોપથી ઘણાં ટુરિસ્ટ આવવાનાં છે હું એમની સેવામાં આઈમીન ગાઈડ છું મારે કોલકોત્તા અને આપણાં બંગાળની ઘણી પ્રસિદ્ધ જગ્યાઓ બતાવવાની છે મેં એમને અગાઉથી સમય આપી દીધો છે પણ હું તમારાં સંપર્કમાં રહીશ. અને હાં માં ગાર્ડનમાં નવી ગુલાબની ઘણી જાતો રોપવા માટે હું ગઈકાલેજ નર્સરીમાં લાવ્યો છું એ માળીચાચા પાસે રોપાવી લેજે આમેય તને ગુલાબ ખુબ પસંદ છે એટલે ખાસ લાવ્યો છું અને એમાં બ્લેક રોઝ તો અફલાતૂન છે આ ટુરીસ્ટ જાય પછી હું તને મદદ કરીશ.

અવંતિકા રોયે ખોટું ખોટું ખિજાતાં કહ્યું તું બસ કહે છે પણ સમય નથી આપતો. પણ મને ગમ્યું તું બધી ગુલાબની જાત લઇ આવ્યો. બ્લેક રોઝ મને ખુબ ગમે છે સાવ અલગ પડી જાય છે. તારાં આ યૂરોપીયન ગેસ્ટ કઈ હોટેલમાં ઉતર્યા છે ?

દેવે કહ્યું મોમ એક યુનિવર્સીટીનું છોકરાં છોકરીઓનું ગ્રુપ છે અને બધાં ધ ઓબેરોય ગ્રાન્ડમાં ઉતારવાનાં છે મારે જવાહરલાલ રોડ પહોંચવાનું છે. માં હુગલીનાં કાંઠે આવેલું આ મહાનગર બહુ અલબેલું છે હું પાછો આવીશ ત્યારે બધી વાત કરીશ હમણાં હું જઉં શામુદા લાવો થર્મોસ અને બોટલ...                                                

 

શામુદાએ થર્મોસ વગેરે આપ્યું દેવે પોતાની ખભે ચઢાવવાની બેગમાં બાજુનાં ખાનામાં થર્મોસ અને બોટલ મુકી અને બોલ્યો માં હું નીકળું છું. એમ કહી બંગલાનાં પગથિયાં ઉતરતો વિશાળ પાર્કીંગમાં પડેલી એની સ્પોર્ટ્સ લુકની જીપ ,બીજી લઝરીયસ ગાડીઓ જોઈ એ તરફ નજર કરી મલકાયો પછી બાઈક પર સવાર થઇ સ્ટાર્ટ કરીને નીકળ્યો.

બંગલાનાં ગેટ પર ઊભેલાં સીક્યુરીટીએ સલામ ઠોકી એણે ઇશારાથી ઝીલી ને રોડ પર નીકળી ગયો. અને હોટલ ઓબેરોય ગ્રાન્ડ પહોંચવા માટે સ્પીડ વધારી. કાનમાં નાખેલાં વાયરલેસ બ્લ્યુટુથથી એનું ગમતું મ્યુઝીક સાંભળતો જઈ રહ્યો હતો માથે ચઢાવેલી હેલ્મેટ એને પવનના સુસવાટાથી કાનને રક્ષણ આપી રહેલી.

દેવની બાઈક એણે મિલીટ્રી કલરની પસંદ કરી હતી આમ પણ DGP નો પુત્ર હોવાથી એની બધી પસંદગી એવીજ હતી. મ્યુઝીક સાંભળતાં સાંભળતાં એનાં મનમાં વિચારો ચાલી રહેલાં આ યંગ ગ્રુપ કેવું હશે ખાલી વિડીઓકોલ અને મેઈલ પર વાતચીત અને કોમ્યુનિકેશન થયેલું પછી એણે કનફર્મેશન આપેલું એ જે સર્વિસ આપવાનો હતો એની ફી પણ એડવાન્સમાં આવી ગઈ હતી.

ઓબેરૉયની વિશાળ ઇમારત દેખાઈ રહી હતી અને એણે પ્રવેશદ્વારમાં એન્ટ્રી લીઘી દરવાને સલામ મારી અને ધ્યાન આપ્યા સિવાય એણે ગ્રાઉન્ડફ્લોર પરજ બાઈક નજીક પાર્ક કરી અને બાઈક લોક કરી હેલ્મેટ ત્યાં રાખી વાળ સરખાં કરતો મેઈન એન્ટ્રન્સ પસાર કરી અને સીધો રિસેપ્શન પર આવ્યો.

રિસેપ્શન પર ઉભેલી ખુબસુરત રિસેપ્શનિસ્ટે કહ્યું હાય દેવ ગુડમોર્નિંગ. તારાં ગેસ્ટ આવી ગયાં છે. હું એમને સમાચાર આપું છું ઓર  વુડ યુ લાઈક ટુ વિઝિટ ધેર રૂમ્સ ? દેવે કહ્યું ગુડમોર્નિંગ અનિતા...નો નો જસ્ટ ઇન્ફોર્મ ધેમ આઈ એમ વેઈટીંગ હીયર ઓન્લી. ત્યાં સુધી તારી કોફી પીશ ને ? એમ કહી હસી પડ્યો.

અનિતાએ ગાલ પર ખંજન પાડતાં હાસ્ય સાથે કહ્યું ઓહ સ્યોર દેવ અને એણે બે કોફી માટે ઓર્ડર કર્યો અને ફોનથી યુરોપથી આવેલી ટુકડીને ઇન્ફોર્મ કર્યું પછી દેવને કહ્યું એલોકો ફ્રેશ થઈ તૈયારજ થાય છે હમણાં નીચેજ આવે છે.        

ત્યાં બીજા કર્મચારી રીસેપ્સન પર બીજા કસ્ટમરને એટેન્ડ કરી રહ્યા હતાં.  ૩-૪ કર્મચારી રીશેપ્સન પર હતાં. અનિતાએ દેવને કહ્યું આવ આપણે ત્યાં લોન્જમાં બેસીએ. દેવ અને અનિતા લોન્જમાં સોફા તરફ આગળ વધ્યાં અને દેવે એની રીસ્ટવોચમાં જોયું સવારનાં ૧૦ વાગી ગયાં છે એણે સોફા પર બેસતાં કહ્યું આ ટુરીસ્ટ ક્યારે અહીં આવી ગયેલાં ? અમિતાએ કહ્યું એ લોકો ગઈકાલે સાંજેજ આવી ગયેલાં કેમ ?

દેવે કહ્યું નહીં એમજ આ લોકોને જેટલેક જેવું કંઈ હોતું નથી ? પછી હસી પડતાં બોલ્યો હવે બધાને મળું પછી ખબર પડે. અનિતાએ કહ્યું એક પ્રશ્ન પૂછું ? અમિતા દેવને એક વર્ષથી ઓળખે છે એનાં બહારથી આવતાં ગેસ્ટને દેવ અહીં રોકવા માટેજ ભલામણ કરતો હોય છે. અનીતાને ખબર છે દેવ સ્ટેટનાં DGP નો એકનો એક દિકરો છે.

દેવે ગોગલ્સ માથે ચઢાવતાં પગ પર પગ ચઢાવી રિલેક્ષ થઇ પૂછ્યું પૂછને. અમિતાએ કહ્યું તારો શોખ અને પ્રોફેશન તેં એકજ પસંદ કર્યો છે મેં માર્ક કર્યું છે તું ખુબ એન્જોય કરે છે પણ તારાં ફાધર અને ફેમિલી બેકગ્રાઉન્ડમાં બધાં મિલીટ્રી કે પોલીસમાં છે તને મન નાં થયું ? કે તારે એમાંજ જવું જોઈએ ?

દેવ થોડીવાર ચૂપ રહ્યો પછી બોલ્યો એવું ક્યાં જરૂરી છે હું મારુ કામ એન્જોય કરું છું પછી અનિતાની સહેજ નજીક આવીને બોલ્યો તને ખબર છે મને પોલીસ કરતાં વધારે ઇન્ફોર્મેશન મળે છે હું દરેક પ્રકારનાં ટુરીસ્ટ , સેલીબ્રીટી અને ઓફિસર્સને મળું છું બધે ફેરવું છું એટલી વાતો થાય છે કેટલી જાતની પસંદગી-ના પસંદગી - શોખ - સંસ્કૃતિ- ભાષા - પહેરવેશ અને ધંધા - ડીલ બધું જાણવા મળે છે એ પણ કોઈ પોસ્ટ કે કોઈ વધારાની મહેનત વિના...એટલું કહી ખડખડાટ હસી પડે છે. ત્યાં કોફી આવી ગઈ અને બંન્ને જણાં કોફીની મજા માણી રહ્યાં હતાં ત્યાં...

દેવની નજર પડી કે લિફ્ટમાંથી ગોરીયાં છોકરાં છોકરીનું ગ્રુપ નીકળ્યું એમાં ૩ છોકરીઓ અને ૩ છોકરાં હતાં બધાં મસ્તીનાં મૂડમાં હતાં. બધાં ૨૪ થી ૨૫ વર્ષની ઉમરનાં હશે બધાએ રંગબેરંગી બરમુડા- ટીશર્ટ -સ્કર્ટ પહેરેલાં અને દેવે ઉભા થઇને હાય કીધું એમાનો એક છોકરો આગળ આવ્યો અને બોલ્યો હાય દેવ...આઈ એમ જ્હોન એન્ડ માય ફ્રેન્ડ્સ...હાઉ આર યું ? ...દેવની નજર ...

 

વધુ આવતાં અંકે - પ્રકરણ 2