(ગયા અંકમાં વાંચેલુ કે... અંબાલાલના ઈશારે કાંતુએ સટ્ટાક કરતુ ચાબુક કેશવ ની પીઠ પર ફટકાર્યું....) હવે આગળ
"ઓય ઓય માડી.." કેશવના મુખમાંથી ચિત્કાર નીકળી ગયો. ચાબુક નો ફટકો એવો જૉરદાર હતો કે કેશવે જે પહેરણ પહેર્યું હતુ. એની ઉપર પહેલા જ ફટકે લોહીનો ડાઘ ઉપસી આવ્યો હતો. અને અંબાલાલ. કોઈ નાનો છોકરો બીજા છોકરાને ચીડવે એમ કેશવને ચીડવતા પુછ્યુ.
"કાં. કેવુ લાગ્યુ. મારું ચાબુક? મારા ચાબુકે ઘણા દિવસે લોહી ચાખ્યું. હજી ખાવુ છે તારે હજી ખાવુ છે...?"
"ના.. ના.. શેઠ.. મને માફ કરી દો. મારે. મારે એક ફદિયું ય નથી જોઈતું. હુ જાતે વગર પૈસે ચકોરીને તમારે હવાલે કરી દઈશ. પણ મને મારો મા." કેશવ ની આંખમાં આંસુ અને અવાજમા દયનીયતા હતી. અંબાલાલે દાંત પિસતા કટાક્ષ મા કહ્યુ.
"કાં. પાંચ લાખ નથી જોઈતા."
"ભુલ થઈ ગઈ મારી શેઠ. મને છોડિદો. હુ કાલ સવારે ચકોરીને લઈને હાજર થઈ જઈશ."
"ઉઠા કોને ભણાવે છો.? તને હૂ મુકુ અને તુ કાલે પાછો આવ.? તુ સરનામુ દે કે એને ક્યા રાખી છે. મારા માણસો એને લય આવશે. હાલ બોલ ક્યા રાખી છે?"
કેશવ બરાબર નો ફસાયો હતો. શુ કરવુ એને સુજતુ ન હતુ. એને ખામોશ જોઈને અંબાલાલ બરાડ્યો.
"સરનામુ બોલ જટ." અંબાલાલ ના બરાડવાથી કેશવ ગેંગે ફેફે કરવા લાગ્યો.
"મને ભઈ સાબ યાદ નથી સરનામુ."
"હઅ. તને તારા ઘરનુ સરનામુ યાદ નથી." અને અંબાલાલે ફરી કાંતુને ઈશારો કર્યો. ને કાંતુએ બીજો ફ્ટકો કેશવની કમર પર ફટકાર્યો.
"હે. મા. મરી ગયો રે. વોય. બાપા. કવસુ બાપા ક્વસુ." અને એ પોપટની જેમ સરનામુ બોલવા લાગ્યો.
જીગ્નેશ હોશમાં આવી ગ્યો તો. પણ માથામાં લાગેલા ઘા ના કારણે ઢીંમચુ ઉપસી આવ્યુ હતુ. સખત દુઃખાવો એને માથામાં થઈ રહ્યો હતો. કેશવે એના હાથ દોરીથી બાંધી દીધા હતા. એ હાથ દોરીથી છોડાવવા જીગ્નેશ હવાતિયા મારવા લાગ્યો. એ મનોમન કેશવને ભાંડતો પણ હતો. કે આ કાકા માટે મે કેવા કેવા ખતરા ઉપડ્યા. અને એણે મારી આ હાલત કરી. આ માણસને ફ્કત રૂપિયામાં જ રસ છે. મારા પ્રત્યે એને કોઈ લાગણી નથી. અને ક્યાંથી હોય? એ તો ફ્કત પોતાના સ્વાર્થ માટે મને એ ઉપાડી લાવ્યો હતો. પણ ભલે હવે કંઈ પણ થાય. હુ ચકોરીને આંચ નહી આવવા દવ. એ કેટલી માસુમ અને લાચાર છે. કાકાને હુ કદાપિ કોઈ કરતા કોઈ સાથે એનો સોદો નહિજ કરવા દવ. એને ગમે તેમ કરીને એના કાકાને ત્યા પોહચાડીને જ હુ જંપીશ. સીતાપુર અને ચકોરી ના કાકાનું સ્મરણ કરતા જ જીગ્નેશની આંખમાં ઝળઝળીયાં આવી ગયા. હુ અહીંથી એક વાર છૂટું એટલે બસ. આમ એ ધીમે ધીમે બડબડતો જતો હતો. અને પોતાના હાથ ને છોડવવા ની મથામણ પણ કરતો જતો હતો. અને એની એ મથામણ આખરે રંગ લાવી. દોરડુ જરાક ઢીલુ પડ્યુ. અને એણે એમાથી હાથ સેરવી લીધા. હાથ છુટ્ટા થતા જ. આ ઓરડા માથી કેમ નીકળવું એની યોજના એ બનાવવા લાગ્યો. ત્યા બારણે કોઈ તાળુ ખોલતુ હોય એવો એને અણસારો આવ્યો. એને લાગ્યુ કે નક્કી કેશવકાકા આવ્યા હશે. જે લાકડીથી કેશવે એને માર્યો હતો. એ લાકડી એણે હાથમા લીઘી. અને બન્ને હાથે થી કચકચાવી ને પકડીને એ દરવાજાની બરાબર સામે ઉભો રહ્યો. ભૂખના કારણે શરીર મા એને કમજોરી વર્તાઈ રહી હતી. માથુ માર લાગવાથી ફાટફાટ થઈ રહ્યું હતું. પણ કેશવ ઉપર જે એને દાઝ ચડી હતી. એના કારણે એ રાહ જોઈ રહ્યો હતો કેશવની કે દરવાજો ખુલે અને કેશવ ઘરમાં દાખલ થાય એટલી વાર. અને દરવાજો ખુલ્યો....
જીગ્નેશ ચકોરી ને સીતાપુર પોહચડાશે કે અંબાલાલ ના માણસો ચકોરી ને પાછી અંબાલાલ પાસે લઈ જશે?..... વાંચો આવતા અંકમાં.