Words agony in Gujarati Motivational Stories by મનોજ નાવડીયા books and stories PDF | શબ્દોથી વેદના

Featured Books
Categories
Share

શબ્દોથી વેદના

શબ્દોથી વેદના


'નમ્ર બોલવાથી બીજાને સુખ મળે છે'



આ વાત વર્ષે ૨૦૨૦ ની છે. એક ૩૫ વર્ષનાં રેખાબેન પોતાનાં પરિવાર સાથે કચ્છ જિલ્લાનાં ગાંધીધામ શહેરમાં રહેતા હતા. તે એક સારાં ગુહીણી હતાં, દરરોજ ઘરનાં કામ કરતાં રહેતા, બાળકોને સંભાળવાની સાથે તે બધાં જ કામ સારી રીતે પુરુ કરી લેતાં. તેનો સ્વભાવ બહું સરળ હતો.


દરરોજ સવારે રેખાબેન ઘરનાં કામ કરતાં હોય ત્યારે સોસાયટીમાથી એક અવાજ આવતો. શાકભાજી લય લો… તાજાં તાજાં શાકભાજી.. અવાજ સાંભળતાજ રેખાબેન ઘર બહાર દોડી જતા. દરરોજ સવારે શાકભાજી વાળો ભાઈ કરશન રેખાબેનની સોસાયટીમાં શાકભાજી વેચવા માટે આવતો હતો. રેખાબેન છેલ્લાં ૫ વર્ષથી તે કરશન શાકભાજી વાળા ભાઈ પાસેથી શાકભાજી લેતાં હતાં. આથી આટલાં વર્ષોથી રેખાબેનને તે કરશન શાકભાજી વાળા ભાઈ પાસેથી જ રોજ શાકભાજી લેવાનો એક સારો સબંધ બની ગયો હતો.


હવે કોરોના વાયરસના લીધે પુરા શહેરમાં લોકડાઉન થય ગયેલું હતું. બધાં વિસ્તાર લોકડાઉનમા બંધ થઈ ગયાં હતાં. કયાંય માણસો જોવા જ ના મળે. આ કોરોના વાયરસની બીક રેખાબેનને પણ મનમાં બેસી ગઈ હતી, કે તેનાં પરિવારના સભ્યોને કોરોના ના થઈ જાય.


"મુખમાંથી નીકળેલા ખોટા વેણ હંમેશા આપણને જ બોજો આપે છે"


હવે એકવાર આ લોકડાઉનમાં સવારે કરશન શાકભાજી વાળો ભાઈ શાક વેચવા માટે સોસાયટીમાં આવે છે. રેખાબેન તેનો અવાજ સાભળીને ઘર બહાર આવે છે. રેખાબેન તેને જોઈને કોઈ જ ખુશી કે આંનદ થવાના બદલે તેની નજદીક જાય છે, તેના પર ખિજાય જાય છે. રેખાબેન એને કહી દે છે કે આ સોસાયટીમાં શાક વેચવા આવતો નહી. આ લોકડાઉનમા કોઈને બહાર નિકળવાનુ જ નથી. તમારા લીધેજ બધાને આ રોગ બીજામા ફેલાઈ છે. આવા મનમાં રહેલાં ડરને લીધે રેખાબેન તેને ભગાડી મુકી છે. કરશન શાકભાજી વાળો ભાઈને આવા શબ્દોથી વેદના અને દુઃખ તો લાગે છે અને તે રેખાબેનને કઈ પણ કહ્યા વગર જતો રહે છે. આ ખરાબ વર્તન થયાં પછી તે સોસાયટીમાં આવતો નથી..


લોકડાઉન પુરુ થાય છે. કરશન શાકભાજી વાળો ભાઈ પોતાની રેકડી શાકમાર્કેટની બજારમાં વેચતો હોય છે. હવે રેખાબેન એકવાર શાક બજાર મા ખરીદવા જાઈ છે. અચાનક શાક લેતા લેતાં તે જુનાં શાકભાજી વાળા ભાઈ પાસે પહોચી જાય છે. શાકભાજી વાળો ભાઈ રેખાબેનને તરતજ ઓળખી જાય છે અને તેને તે શાક આપવુ ના પાડી ડે છે. કરશન કહે છે કે અમારુ શાક તો કોરોના વાળું છે. તમે તે ખાશો તો તમને કોરોના થઈ જશે.


રેખાબેન તરતજ વાત ને સમજી જાય છે અને થોડા ભોઠા પડે છે. કરશન શકભાજી વાળો ભાઈ કહે છે કે તમે મોટા લોકો લોકડાઉનમાં ઘર બેઠાં જ પૈસા કમાણી કરી લો છો, પણ અમારે તો રોજ જ કામ કરવું પડે અને દરરોજના પૈસા કમાઈને એક દિવસનુ ભરણ પોષણ કરીએ છીએ. અમારે તો કમાવવા માટે આ શકભાજીની લારીજ છે. એટલે અમારે તો ફરજીયાત બહાર નિકળવુ પડે છે.


"નમ્ર બોલવાથી મનુષ્ય મન શાંત અને સંયમિત રહે છે"


આ વાત રેખાબેનને ગળે તો ઉતરી ગઈ. તે શાકભાજી વાળા ને કહ્યુ હા મારે તમને કઠોર વેણ બોલવા ના જોઈએ. જો હું ઇચ્છુ તો શાક જ ના લવ... પણ ખરાબ શબ્દ બોલીને તમને મેં ના પાડી દીધી. શકભાજી વાળો ભાઈ પણ તેના દુઃખની લાગણીને સમજે છે અને શાક બકાલુ લેવાનો આગ્રહ કરે છે..


"મનમાં રાખેલાં શબ્દો જો સાચા હોય તો તે આપણા માટે સારા કર્મ કરે છે"


રેખાબેનના મનમાં આમ તો સારી જ ભાવના હતી એટલે અંત સમયે તેને સારું જ પરિણામ મળે છે.


આથી જ બોલ્યાં પહેલા ૧૦૦ વાર વિચાર કરવો અત્યંત જરુરી છે. કારણ કે આપણને બીજાના જીવન વિશે કઈજ ખબર નથી હોતી.




મનોજ નાવડીયા

Manoj Navadiya

E mail: navadiyamanoj62167@gmail.com