ગતાંકથી ચાલુ....
પાંડવોએ પોતાનાં શારિરીક બળ અને આવડતથી પડોશી રાજ્યોને પોતાને આધીન કરી લીધાં હતાં અને સુખપૂર્વક અને ધર્મ અનુસાર પોતાની પ્રજાનું પાલન કરતાં હતાં.
પાંચેય પાંડવોની પત્ની દ્રૌપદી પોતાનાં બધાં પતિઓના અનુકુળ રહેતી હતી. દ્રૌપદી ઍક વર્ષનાં નિશ્ચિત સમય સુધી ઍક પાંડવ ભાઈ સાથે રહેતી હતી અને તેનો ઍક વર્ષનાં સમયની અવધિ સમાપ્ત થયા બાદ બીજા પાંડવ ભાઈ સાથે પોતાનાં પત્ની ધર્મનું પાલન કરતી હતી. આ કારણથી બધાં ભાઇઓ દ્રૌપદીથી ખૂબ જ ખુશ અને સંતુષ્ટ હતાં.
ઍક દિવસની વાત છે... પાંડવોના રાજ્યમાં લૂંટેરાઓએ ઍક બ્રાહ્મણની ગાયો લૂંટી લીધી અને તેં બ્રાહ્મણ મદદ માટે અર્જુન પાસે આવ્યો અને કહ્યુ "લૂંટેરાઓ મારી ગાયોને લૂંટીને લઇ જાય છે, મારી પાસેથી ગાયો છીનવી લેવીએ મારા ધર્મનાં નાશ સમાન છે, તેથી જ આપ પોતાની પુરી શક્તિ સાથે મારી ગાયોની રક્ષા કરો"
બ્રાહ્મણની ફરીયાદ સાંભળીને અર્જુને બ્રાહ્મણને વચન આપ્યું કે તેઓ લૂંટેરાઓને મારીને ગાયોને પરત લઇ આવશે પરંતું ત્યારે જ અર્જુનને યાદ આવ્યુ કે તેઓનાં અસ્ત્ર-શસ્ત્ર તેં જ રાજભવનમાં પડ્યા છે જયાં રાજા યુધિષ્ઠિર અને દ્રૌપદી એકાંતવાસ કરી રહ્યાં છે અને નિયમ અનુસાર અર્જુન તેં રાજભવનમાં જઇ શકતા નહોતા. તેથી તેઓ ઘણા અસમંજસમાં પડી ગયા.
અર્જુન વિચારવા લાગ્યા કે બ્રાહ્મણનું ગૌધન પાછું અપાવીને તેનાં આંસુ લુંછવાએ મારુ કર્તવ્ય છે અને જો હું આની ઉપેક્ષા કરીશ તો રાજા યુધિષ્ઠિરનું અધર્મ થશે અને ચારે તરફ પાંડવોની નિંદા થશે અને પાપ લાગશે. બીજી તરફ હું મારા અસ્ત્ર-શસ્ત્ર લેવા એ રાજભવનમાં જાવ છું તો પણ નિયમભંગ કરવાનું મને પાપ લાગશે અને સાથે બાર વર્ષનો વનવાસ પણ ભોગવવો પડશે.
પરંતું અંતમાં અર્જુને બ્રાહ્મણની ગાયોની રક્ષા કરવી એ જ પોતાનો ઉચિત ધર્મ સમજ્યો અને પોતાનાં શસ્ત્ર લેવા એ રાજભવનમાં પ્રવેશી ગયા જયાં રાજા યુધિષ્ઠિર અને દ્રૌપદી એકાંતવાસ કરી રહ્યાં હતાં. તે રાજભવનમાં જઇને યુધિષ્ઠિરની આજ્ઞાથી અર્જુને પોતાનાં શસ્ત્ર લઇને તેં બ્રાહ્મણની રક્ષા કરવા નીકળી ગયા.
થોડા સમય સુધી લૂંટેરાઓનો પીછો કર્યા બાદ અર્જુન તેં લૂંટેરાઓ સુધી પહોચી ગયા અને તમામ લૂંટેરાઓને પોતાનાં બાંણોથી મારીને બ્રાહ્મણની ગાયોને પાછી લઇ આવ્યાં. અર્જુનનાં આ કાર્યની સૌ લોકોએ ખૂબ પ્રસંશા કરી પરંતું અર્જુને યુધિષ્ઠિર પાસે જઇને કહ્યુ કે "મેં તમારાં એકાંત ભવનમાં આવીને નિયમભંગ કર્યો છે તેથી હવે આપણાં ભાઇઓ દ્રારા બનાવેલા નિયમ અનુસાર મને બાર વર્ષ સુધી વનવાસ કરવાની આજ્ઞા આપો"
અચાનક અર્જુનની આ વાત સાંભળી યુધિષ્ઠિર શોકમાં પડી ગયા અને અર્જુનને સમજાવતા કહ્યુ કે "જો તારા દ્રારા નીયમભંગ કરવાનો અપરાધ થયો પણ છે તો પણ હું તેને ક્ષમા કરૂ છું કારણ કે તારા ત્યાં આવવાથી મને જરા પણ દુખ નથી થયું અને આમ પણ મોટો ભાઈ જ્યારે પોતાની સ્ત્રી સાથે બેઠો હોય ત્યારે ત્યાં નાના ભાઈનું જવું એ અપરાધ નથી માનવામાં આવતો અને તું તો ત્યાં ઍક સારા કાર્ય માટે આવ્યો હતો. તારા આ કાર્યથી ન તો ધર્મનો લોપ થયો છે કે ન મારુ અપમાન થયું છે એટલાં માટે વનવાસ જવાનો વિચાર પોતાનાં મનથી ત્યાગી દે"
યુધિષ્ઠિરની આ વાત સાંભળીને અર્જુને કહ્યુ કે "ધર્મ પાલન કરવામાં કોઈ બહાના ન કરવા જોઈએ અને હુ મારી પ્રતિજ્ઞા ક્યારેય તોડી નથી શક્તો"
આ પ્રકારે યુધિષ્ઠિરનાં ઘણાં સમજાવવા છતાં અર્જુને તેમની વાત ન માની અને વનવાસની દીક્ષા લઇને બાર વર્ષ સુધી વનવાસ કરવા માટે નીકળી પડ્યા. અર્જુનનાં આ રીતે વનવાસ ચાલ્યા જવાથી દ્રૌપદી સહીત બધાં ભાઇઓ ખૂબ જ વ્યથિત થઈ ગયા પરંતું પ્રજા અર્જુનની આ સત્ય નિષ્ઠાની પ્રસંશા કરવાં લાગ્યા.
વધું આવતાં અંકે.......