સૂર્ય ના કિરણો બારી માંથી ચહેરા પર પ્રકાશ પાથરી રહ્યા છે, પંખી ઓ નો મધુર કલરવ કાનો માં ગુંજી રહ્યો હતો. ત્યાં અચાનક એ સાંભળો છો ઉઠો ઉઠો નો મારી શ્રીમતી અમૃતા સાદ શાંત વાતાવરણ વચ્ચે ગુંજવા લાગ્યો.
જલ્દી જલ્દી ઉઠી ને દિનચર્યા પતાવી ને નાસ્તા માટે બેઠા, એ સાંભળો છો આજે શોપિંગ કરવા જવું છે તો બજારે જઈશ આવતા મહિને માસી ની છોકરી ના લગ્ન છે તો ખરીદી કરી આવું,
અમૃતા ભલે જઈ આવજે અને એમના માટે કોઈ સારી ભેટ પણ લઈ લેજે..
સારું, અને હું નાસ્તો કરી ને ઓફિસે જવા નીકળી ગયો.આખો દિવસ કામ માં ક્યાં નીકળી ગયો ખબર ન પડી.
સાંજે પરત આવ્યો , એ જોવો તો બે સિલ્ક ની સાડી લઇ આવી ને માસી ની દીકરી માટે પણ ભેટ માં સોના ની કાન ની બુટી લઈ આવી.
સરસ છે અમૃતા ખૂબ અને તને જ્યારે ત્યાં જવું હોય જજે પ્રસંગ છે તો સાથે બધા રહી શકો.
મહિનો વીતી ગયો અને લગ્ન માટે જવાનો સમય આવી ગયો.
5 દિવસ બાકી હતા અને અચાનક મારી તબિયત બગડી , 101 તાવ, પેટમાં દુઃખાવો ડૉક્ટર પાસે દવા લીધી પરંતુ તબિયત માં સુધારો આવતો ન હતો.
અમૃતા અહિયાં બેસ ને સાંભળ તું સવારે નીકળી જજે લગ્ન છે તો જઇ આવ હું અહીંયા મારુ કરી લઈશ ચિંતા ન કરજે ત્રણ દિવસ નો સવાલ છે.
ના હું નહીં જાવ એમ મૂકી ને કઈ રીતે જઈ શકું, પ્રસંગ તો આવતા રહેશે મારી માટે તમે સૌથી મહત્વ ના છો પ્રસંગ નહીં.
લગ્ન ના સાત ફેરા ના વચનો એક મેક ને સાથ આપવા માટે લીધા એમ મૂકી ને નહીં જાવ તમને,
અમૃતા જઈ આવ ...
ના નહીં જાવ તમને સારું થઈ જશે તો જશું, નહીંતર નહીં જાવ..
ભલે, અમૃતા તારી જેવી ઈચ્છા ન જાજે બસ પણ આપણે વ્યવહાર તો કરવો પડશે માટે તું એક દિવસ માટે જઈ આવજે તને મારા સેમ, મારા લીધે તને કોઈ કહી ન જાય બસ..
ના કહ્યું ને એકવાર કે નહીં જાવ એટેલ નહીં જાવ કહેવા વાળા ભલે કહે બે દિવસ બોલશે પછી કહી નહીં. કોઈ પૂછા કરવા એ નહીં આવે મારા માટે તો તમે જ છો.
અમૃતા જો સંબંધ સાચવવા પડે સમજ હું બરાબર છુ સંભાળી લઇશ.
ના હવે એક વાર પણ જવાનું કહ્યું ને તો જોઈ લેજો બોલિસ નહીં
ત્યાર બાદ બે દિવસ બાદ તાવ ઉતરી ગયો મારી શ્રીમતી ની અથાગ સેવા થકી ..
અમૃતા હવે સારું થઈ ગયું છે, ચાલ હવે તો જઈ આવ.સંબંધ પણ સચવાઈ જાય
ભલે એકજ દિવસ જઈશ ને સાંજે પાછી આવી જઈશ ને હા ઘરે બનાવી ને જઈશ સમયસર ખાઈ લેજો ને દવા પણ લઈ લેજો હજી થોડી સુસ્તી છે.
હા ભલે હવે તું નીકળ ને અમૃતા માસી ને કેજે પછી આવીશ લગ્ન ના પ્રસંગ માં કામ ન આવી શક્યો માફી માગજે.
લગ્ન પુરા થઈ ગયા એ પાછી આવી ગઈ હવે તો ખૂબ સારું છે.
અમૃતા તારો સાથ ન હોત તો હું ઉભો ન હોત કદાચ
સુ તમે પણ એકમેક ના સાથી છીએ
ધન્ય છે દરેક ને આવી જ પત્ની મળે એને જવું હોય તો જઇ શકતી હતી પરંતુ ન ગઈ
આ બંધન છે જન્મોજન્મ નો , જીવન છે એકમેક નું શ્વાસ ના સથવારે ....
આશિત ધોળકિયા "આશ"
ભુજ કચ્છ.