Choice of Kalash - 6 in Gujarati Fiction Stories by Payal Chavda Palodara books and stories PDF | પસંદગીનો કળશ - ભાગ 6

Featured Books
Categories
Share

પસંદગીનો કળશ - ભાગ 6

પસંદગીનો કળશ ભાગ – ૬

        આગળના ભાગમાં આપણે જોયું તેમ પલકના પિતાને પલકને સરકારી નોકરી આવે તેવી તેમની ઇચ્છા છે. પલક અને પિયુષની સગાઇ થઇ અને તે સગાઇ એટલી તે શુકનિયાળ નીવડી કે, પલક અને તેનો ભાઇ બીજા લેવલની પરીક્ષામાં પાસ થઇ ગયા. હવે આગળ..........................

         પલક અને તેના ભાઇએ બીજા લેવલની પરીક્ષા પાસ કરી દીધી ને તેમને છેલ્લે  ડોક્યુમેન્ટની ચકાસણી માટે બોલાવવામાં આવ્યા. પરીક્ષામા પાસ થયા માટેનો કચેરીનો પત્ર તેમના ઘરે આવ્યો. પણ આ બધાની વચ્ચે જે કલાસીસનાા લોકો તેમની મશ્કરી કરતા હતા તેમાંથી એકપણ વ્યક્તિ આ પરીક્ષામાં પાસ પણ થઇ શક્યા ન હતા. પછી પલકે વિચાર્યુ કે, ડોક્યુમેન્ટ ચકાસણી માટે પત્ર આવ્યો છે તે વાત હાલ પિયુષને નથી કરવી. નોકરીનો ઓર્ડર આવી જાય એટલે તેને કહીશ.

      બંને ઘરેથી માતા-પિતાના આશીર્વાદ લઇ ડોક્યુમેન્ટ ચકાસણી માટે નીકળ્યા. ડોક્યુમેન્ટ ચકાસણી સારી રીતે પૂર્ણ થયું. હવે તેઓ બંને પરિણામની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. એ જ અરસામાં બંનેના પરિવારના લોકો હવે તેમના લગ્ન માટેની તૈયારીમાં લાગી જાય છે. લગ્ન માટેની તારીખ પણ આવી જાય છે. પલકને ચિંતા હોય છે કે તેને લગ્ન પહેલા નોકરી આવશે કે કેમ? પણ એની ચિંતા કરવી હવે નકામી જ હતી. લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલતી હતી.

        પલક અને પિયુષના લગ્નનો દિવસ હવે નજીક આવી ગયો. પલકના ઘરના આંગણે જાન આવી ગઇ હતી. પલકની માતા જાનના આગમન માટે ગઇ. જાનને વધાવીને વરરાજા લગ્ન મંડપમાં આવી ગયા. પછી મહારાજ દ્વારા કન્યાને લગ્નમંડપમાં આવવા માટે જણાવ્યું. પલક શોળે શણગાર સજી લગ્નમંડપમાં પ્રવેશી. પિયુષની આંખો પલક પરથી હટતી જ ન હતી. લગ્ન વિધિની શરૂઆત થઇ. તે પછી સાત ફેરા ફરવાનો સમય આવ્યો. પિયુષે પલકનો હાથ પકડીને ફેરા ફર્યા. ત્યારબાદ મંગળસૂત્રની વિધિ આવી ને પલક બહુ જ ભાવુક થઇ ગઇ. સાથે-સાથે પલકના માતા-પિતા પણ ભાવુક થઇ ગયા. તેમણે આવેલા સગાં-સંબંધીઓના સ્વાગત માટે કોઇ કમી રાખી ન હતી. લગ્ન બહુ જ ધામધૂમથી થયા.

કન્યા વિદાયનો સમય આવ્યો ને બધાની આંખો ભીની થઇ ગઇ અને તે સ્વાભાવિક જ છે. પલક હવે પિયરનું ઘર છોડી સાસરે પોતાના ઘરે ચાલી. પલકના માતા-પિતાએ તેને ભારે હ્રદયે વિદાય આપી. પલકના માતા-પિતાની એક જ ઇચ્છા હતી કે, તે તેના સંસારમાં ખુશ રહે.

આ બાજુ પલકનો સાસરીમાં ગૃહ પ્રવેશ થઇ ગયો હતો. તેનું સાંસારિક જીવન સારી રીતે ચાલી રહ્યું હતુ. પણ તે પરિણામની આતરુતાથી રાહ જોતી હતી. એક રોજ તે તેના ઘરના કામકાજ કરીને બેઠી હતી ને ત્યાં તેના પિતાએ તેને ફોન કર્યો. ખબરઅંતર પૂછી ને થોડી ઔપચારિક વાતો કરીને તેમણે પલકને પાસ થઇ ગયાના સમાચાર આપ્યા. પલક અને તેના ભાઇ બંનેને નોકરી આવી ગઇ હતી. પલકની ખુશીઓનો તો પાર ન રહ્યો. તે પછી તેણે તરત જ પિયુષને નોકરી આવી ગયાના સમાચાર આપ્યા. પિયુષે કહ્યું કે, તું ડોક્યુમેન્ટ ચકાસણી માટે કયારે ગઇ? મને તો ખબર જ ના રહી? ’’ જવાબમાં પલકે જણાવ્યું કે, ‘‘ હું તમને સરપ્રાઇઝ આપવા માંગતી હતી એટલે આટલા સમયથી તમને કહ્યું નહિ.’’ પિયુષે કહ્યું કે, ‘‘કાંઇ વાંધો નહિ. તને નોકરી મળી એના માટે હું બહુ જ ખુશ છું.’’ ઘરમાં બધા બહુ જ ખુશ થઇ ગયા. સાંજે બંને પરિવારના સભ્યોએ મળીને નોકરી મળ્યાની ઉજવણી કરી. થોડા સમય પછી પલક અને તેનો ભાઇ નોકરીમાં હાજર થઇ ગયા. ને તેમની જીંદગીનો ઉદ્દેશ પૂરી થઇ ગયો. પલક વિચારવા લાગી કે, પિયુષના મળ્યા પછી જ આ બધી શુભ શરૂઆત થઇ. આથી પિયુષ પર ઢોળેલ તેનો પસંદગીનો કળશ તેના અને તેના પરિવાર માટે શુભ જ હતો.

 

  

             - પાયલ ચાવડા પાલોદરા