માઁ...તુજે પ્રણામ... 🙏
Wow આજે તો મધર્સ ડે ....
માઁ માટે લખવું કોને ના ગમે
આજે મારે પણ થોડી વાત કરવી છે
માઁ વિષે નાના મોઢે ..માફ કરજો
રહી જાય ક્ષતી કે થાય અતિશયોક્તિ .
કોઈકે સાચું જ કીધું છે આખો સાગર નાનો લાગે
જયારે મ ને કાનોમતર લાગે અને 'માઁ' શબ્દ બને
આપણે માઁ ને તુંકારે બોલાવી એ
કારણ માઁ છે વધુ લાગણી વાળી
માઁ છે વધુ પ્રેમાળ, વ્હાલી અને આપણી નજીક
આપણે પહેલો નિસ્વાર્થ પ્રેમ કરનાર વ્યક્તિ એટલે જન્મ દેનારી આપણી માઁ
આપણે ગમે તેવા રૂપાળા કે કદરૂપા હશું પણ માઁ ના પ્રેમ માં ક્યાય ખોટ ના આવે હો સાહેબ..
કવિ દલપતભાઈ ના સરસ કાવ્ય ની એક પંક્તિ અહીં પ્રસ્તુત કરું છું
હતો હું સૂતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું,
મહા હેતવાળી દયાળી જ માઁ તું.
કવિ બોટાદકર સાહેબ ની પ્રખ્યાત રચના જનની ની જોડ....ની પંક્તિ
મીઠાં મધુને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તે મોરી માત રે,
જનનીની જોડ સખી નહી જડે રે લોલ,.
માઁ ઉપર ની કહેવતો નો ખુબ મોટો ખજાનો છે હો
મા વિના સૂનો સંસાર,
નમાયાંનો શો અવતાર ?
માઁ તે માઁ બીજા બધા વગડા ના વા...
કેટકેટલું લખાયું છે માઁ માટે
પણ જેટલું લખાયું તે બધું ઓછું પડે
માઁ ના નિશ્વાર્થ પ્રેમ, ત્યાગ બલિદાન
અને સમર્થન આગળ
છતાં માઁ ના પ્રેમ મા ક્યાં કચાશ રહી જાય છે
સાહેબ સમજાતું નથી ને વૃદ્ધા શ્રમ ની હાર માળા જોવા મળે છે આજકાલ
સંતાનો મોટા થાય, સંતાનો ના લગ્ન થાઈ ને
પિક્ચર બદલાઈ જાય, જે સંતાનો ને માઁ વગર નહોતું ચાલતું એ સંતાનો નું મોઢું ભાળવા માટે
માઁ ઘણી વાર તરફડતી હોય છે
જેને પૂછી પૂછી ડગલું ભરતા હોય ને એ માઁ જાણે આપણે મોટા થઇ જઈએ એટલે માઁ ને ભૂલી જઈએ અને વાત વાત માં મમ્મી તને નહિ ખબર પડે એવુ કહેતા હોય ત્યારે માઁ હસ્તા મુખે સંતાનો નો આવો વ્રજ ઘા ખમી જાય છે
જે માઁ આપણે દુનિયા મા લાવી દુનિયાદારી શીખવી એ માઁ ને નીચી પાડ્વા મા આપણે જરાય પાછી પાની નથી કરતા ..
માઁ આપણે મોટા કરવા મા પોતાનું અસ્તિત્વ ભૂલી પોતાનું જીવન સંતાનો ના ભવિષ્ય બનાવવા મા સમર્પિત કરી દે છે અને બદલાતા સમય સાથે રહેવા નું ચુકી જાય એ ગુરુ જેવી માઁ આપણે સમય જતા અબુધ sorry outdated લાગવા માંડે છે બોલો
વૃદ્ધ થતા માઁ ને ઘર ના એક ખૂણા માં ફર્નિચર ની જેમ એકલવાયું જીવન જીવવા ની આદત પાડી દઈએ છીએ અથવા તો બહુ વધારે પડતા હોશિયાર સંતાનો પાકે ને તો એ સંતાનો માઁ ના વારા પાડે બે -ત્રણ મહિના ના કા તો ભેગા મળી વૃધ્ધાશ્રમ નો રસ્તો બતાવી દે જન્મ દેનારી જનેતા ને ... ધિક્કાર છે...એવા સંતાનો ને
એક વખત સમય નીકાળી વૃદ્ધાશ્રમ મા જઈ કોઈ પારકા ની માઁ ને જોઈએ ને સાહેબ આપણી હિંમત નહિ ચાલે એ માઁ ની આંખ મા આંખ પરોવી ને જોવા ની..વિચાર આવી જાય શું વાંક હશે એ માઁ નો કે એના સંતાનો એ વૃદ્ધાશ્રમ નો રસ્તો દેખાડ્યો
કોઈ અભણ કે ગરીબ ની માઁ ને તમે વૃધ્ધાશ્રમ મા નહિ જોવો...
બસ ભણેલા લોકો ભણ્યા પણ અફસોસ ગણવા નું ભૂલી ગયા..
ને જન્મ દેનારી જનેતા ને વૃદ્ધાશ્રમ નો રસ્તો દેખાડી દેતા શરમ પણ નથી અનુભવતા હોતા
આપણા દરેક તોફાન મસ્તી ઉપર પડદો પાડનાર માઁ ને કેવા ભૂંડા દિવસો જોવા નો વારો આવે છે
જે ઘરડી માઁ ઘરે હોય છે એમની પરિસ્થિતિ પણ... જવા દો ને યાર વધુ નથી કહેવું નહીંતર લાગશે ક્યાં ભાષણ આપવા બેસી ગયો સાધુ સંત ની જેમ..
વળી આખુ વર્ષ આપણે જે માઁ ને પૂછતાં પણ ના હોય એ માઁ જોડે આજે સેલ્ફીયું પડાવી પડાવી
#
I LOVE U MOM
વાળા ફોટા સોશ્યિલ મીડિયા માં મૂકી ને હેત વરસાવાશે
પછી માઁ બિચારી બીજો મધર ડે આવે એની રાહ જોવે સંતાનો નો પ્યાર પામવા...
માફ કરજો બહુ વધારે બોલાઈ ગયું લખાઈ ગયું પણ શું થાય રેવાનું નહિ... જો એક સંતાન નું પણ આ સાંભળી ને હૃદય પરિવર્તન થશે અને પોતાની જનેતા ને વૃદ્ધાશ્રમ માંથી ઘરે લઇ આવશે તો હું મારી જાત ને ધન્ય માનીશ....
છેલ્લે છેલ્લે એક વાત
ચારધામ છે માઁ ના ચરણો માં
પૃથ્વી નું સ્વર્ગ છે માઁ ના ચરણો માં
ઘર ની બહાર જતી વખતે પગે લાગજો માઁ ને આશીર્વાદ થી જિંદગી સુધરી જાશે
આજ ના દિવસે દરેક માઁ ને તેમના ત્યાગ, સમર્પણ, બલિદાન અને નિસ્વાર્થ પ્રેમ માટે કોટી હિરેન ના કોટી કોટી વંદન...
માઁ તુજે સલામ.... માઁ તુજે પ્રણામ
🙏🙏🌹🌹
હિરેન વોરા