Jivan Sathi - 42 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | જીવન સાથી - 42

Featured Books
Categories
Share

જીવન સાથી - 42

આન્યા: નો નો નો... આપણે કંઈ આ લવ બવના ચક્કરમાં પડવા માંગતા નથી. ઓકે ?
અશ્વલ: અનુ, લવ કરવાનો ન હોય એ તો થઈ જાય.
આન્યા: પણ મને તો કોઈની સાથે કંઈ લવ બવ થયો જ નથી અને થશે પણ નહીં...!!
અશ્વલ: કોઈની સાથે નહીં મારી સાથે તને લવ થયો છે અને મને તારી સાથે લવ થયો છે.
આન્યાએ તો પ્રેમનો એકરાર ન કર્યો. અશ્વલ તો ભોંઠો પડી ગયો અને વિચારવા લાગ્યો કે હવે આ છોકરીનું શું કરવું ?
પછી તેને થોડો પસ્તાવો પણ થયો કે, મેં આન્યાને પૂછવામાં થોડી ઉતાવળ તો નથી કરી લીધી ને..? પણ વળી પાછો તે એમ વિચારવા લાગ્યો કે, પણ આ દિલે જે મહેસૂસ કર્યું તે જ તો કહ્યું છે તેમાં વળી ખોટું શું છે ?
તો પછી આન્યાના દિલે તેને કોઈ મેસેજ નહીં આપ્યો હોય કે પછી તે પોતાના દિલની વાત સાંભળવા માટે તૈયાર નથી.

હા, કદાચ તેણે પોતાના દિલની વાત સાંભળી જ નથી. તેણે પોતાના દિલની વાત સાંભળવી પણ પડશે અને અને સ્વીકારવી પણ પડશે પરંતુ તેને માટે મારે તેને થોડો સમય એકલી છોડી દેવી જોઈએ તો તે મારા પ્રેમને મહેસૂસ કરી શકશે અને પછી તે તેને સ્વીકારવા માટે તૈયાર થઈ જશે.
પણ, મને ડર એ વાતનો લાગે છે કે, હું તેનાથી દૂર રહીશ તો કોઈ બીજું તો તેની નજીક નહીં આવી જાય ને ?? ના ના, મારો પ્રેમ પણ એટલો બધો કાચો અને નાદાન નથી કે એમ બીજાને ચાન્સ મળી જાય અને મારા બદલે બીજું કોઈ આન્યાના દિલ ઉપર રાજ કરી બેસે..!!

અને આમ આવા બધા વિચારોની વણથંભી વણઝાર સાથે ક્યારે અશ્વલની આંખ મળી ગઈ તેની તેને ખબર પણ ન પડી અને તે ઘસઘસાટ સૂઈ ગયો.

આ બાજુ આન્યા તો પોતાની ઉપર પ્રેમનું ભૂત સવાર થવા દેવા માટે તૈયાર જ ન હતી એટલે અશ્વલની બધીજ વાતો ઉપર ફુલસ્ટોપ મૂકીને શાંતિથી સૂઈ ગઈ.

બીજે દિવસે સવારે આન્યા ઉઠી એટલે તરત જ વોશરૂમમાં તે બ્રશ કરવા માટે ગઈ અને ત્યાં સુંદર વ્હાઈટ કલરની લાઈટ તેનાં બ્યુટીફુલ ફેસ ઉપર પડતી હતી, બ્રશ હાથમાં લઈને તે મીરર સામે ઉભી રહી અને તરત જ તેને અશ્વલ યાદ આવી ગયો અને તેના ફેસ ઉપર એક મીઠું મધુરું સ્માઈલ આવી ગયું આજે પહેલીવાર તેને પોતાનું સ્માઈલ વ્હાલું લાગ્યું અને તેણે એવું ફીલ કર્યું કે હું સ્માઈલ આપું છું ત્યારે ખૂબજ સુંદર લાગું છું અને આજે તેને પોતાની જાત પ્રત્યે વધુ આકર્ષણ થયું. આજે તેને એમ થઈ ગયું કે હું દેખાઉં છું તેના કરતાં પણ વધારે સુંદર છું અને મારી જાતને થોડી હું વધારે ટપારુ તો હું ખૂબજ એટ્રેક્ટિવ અને બ્યુટીફુલ લાગું.

આવા બધા વિચારો તેને શેને કારણે આવ્યા તેની તેને પોતાને ખબર ન પડી.પણ આજે તેને બીજી બધી વાતો ગૌણ લાગી અને પોતાનું સૌંદર્ય સર્વશ્રેષ્ઠ લાગ્યું અને તે અજાણતાં જ પોતાની જાતને પ્રેમ કરી બેઠી.

જ્યારે કોઈ બીજું આપણને પસંદ કરે અને આપણાં પ્રેમમાં પડે ત્યારે જ કદાચ આપણને પણ આપણી જાતનું, આપણાં સ્માઈલનું અને આપણાં વજુદનું મહત્વ સમજાય છે અને ત્યારે જ આપણને પણ આપણી જાત ગમવા લાગે છે અને આપણે પણ આપણાં પોતાના પ્રેમમાં પડીએ છીએ.

બ્રશ ફીનીશ કરીને તરતજ આન્યા સાવર ચાલુ કરીને સાવરબાથ લેવા માટે સાવર નીચે ઉભી રહી ગઈ અને પોતાના નાજુક નમણાં હાથથી પોતાના કોમળ શરીરને અને કૂણી લાગણીઓને નવડાવતી રહી.

એટલામાં બહાર રાહ જોઈ રહેલી આન્યાની મોમ તેના રૂમમાં આવી અને બાથરૂમના બારણે નોક કર્યું અને તેને કહેવા લાગી કે, " અનુ, જલ્દી કર, લેઈટ થઈ જશે. યોર ડેડ ઈઝ વેઈટીંગ ફોર યુ.."

અને આન્યા એઝયુઝ્વલ પોતાનું બેગ હાથમાં ઉઠાવી ડ્રોઈંગ રૂમમાં આવી અને વ્હાલથી પોતાના પપ્પાને વળગીને ગુડ મોર્નિંગ ડેડ કહીને ડાઈનીંગ ટેબલ ઉપર મોમ અને ડેડ સાથે પોતાનો બ્રેકફાસ્ટ લેવા માટે ગોઠવાઈ ગઈ.

દરરોજની જેમ ડેડ તેને કોલેજ સુધી છોડી ગયા અને હું સ્મિત સાથે રિટર્ન આવી જઈશ ડેડ તેમ કહી તેણે પોતાના ક્લાસરૂમ તરફ પ્રયાણ કર્યું.

કોઈ દિવસ નહીં અને આજે સ્મિત તેની કાગડોળે રાહ જોતો તેના ક્લાસરૂમની બહાર જ ઉભો હતો જેણે તેને પોતાનો હાથ લાંબો કરીને ક્લાસમાં જતાં રોકી લીધી.

સ્મિતની હાલત આજે જાણે કંઈ ખરાબ હોય તેમ લાગી રહ્યું હતું અને તે પોતાની વાત આન્યાને કહેવા માટે જાણે તલપાપડ થઈ રહ્યો હતો.
આન્યા સ્મિતના અચાનક આવા વર્તનથી વિમાસણમાં મુકાઇ ગઈ હતી અને તે એકદમ બોલી કે, " બોલને શું કામ છે યાર ? "
સ્મિત: અરે યાર મારે તારું ખાસ કામ છે. બે મિનિટ મારી સાથે ચાલને.
આન્યા: પણ જે કામ હોય તે બોલને, મારે શ્રુતિ મેમનું લેક્ચર છે અને તને ખબર છે ને કે એટેન્ડન્સની બાબતમાં તે કેટલા સ્ટ્રીક્ટ છે.
સ્મિત: અરે તારા લેક્ચર કરતાં મારી વાત વધુ ઈમ્પોર્ટન્ટ છે. તું અહીં આવને...અને સ્મિત આન્યાનો હાથ પકડીને રીતસર જાણે તેને ખેંચીને પોતાની સાથે બહાર પાર્કિંગમાં લઈ ગયો. રસ્તામાં આન્યા બોલતી રહી કે, શું કામ છે.. જે હોય તે અહીં કહી દે ને..આમ છેક પાર્કિંગમાં ક્યાં લઈ જાય છે.
અને સ્મિત પોતાની ધૂનમાં ધૂનમાં જાણે ચૂપચાપ ચાલ્યો જતો હતો.

સ્મિતે પોતાના હાથમાં રહેલી પોતાની કારની ચાવીથી કારનો દરવાજો ખોલ્યો અને પહેલાં આન્યાને અંદર બેસાડી અને પછી પોતે તેની બાજુમાં બેઠો અને ઉત્સુકતાથી આન્યાના ચહેરો વાંચવા લાગ્યો અને આન્યાની આંખમાં આંખ પરોવીને પોતાની વાતની શરૂઆત કરતાં બોલ્યો કે....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
3/5/22