Chamatkaar in Gujarati Fiction Stories by Darshna Patel books and stories PDF | ચમત્કાર

Featured Books
Categories
Share

ચમત્કાર





શું થશે જયારે ભૂત કરશે ટાઈમ ટ્રાવેલ અને કરશે પોતાને ઝિંદા ? ભૂત સાથે જયારે માણસોનો ટકરાવ થશે , મરેલા સાથેના મિલનથી હલબલી ગયેલ સ્વજનો અને કદાચ....... કદાચ એ ખૂન હશે તો ફફડી ગયેલા ખૂનીઓનો ચેહરો . આ કદાચમાં છુપાયેલ રહસ્ય જ છે એક તાંતણો ભૂતને ટાઈમ ટ્રાવેલ કરવાની જરૂરિયાત . એ રહસ્ય માટે ચાલો લવ મોદી ઉર્ફ લવ . . . ના ઘરે .


* * *

" હાશ ! સવાર તો પડી . હવે કામ કરીશ . " મનોમન એવુ વિચારી લવ પથારીમાંથી ઉભો થયો અને પોતાની મમ્મીને બુમ મારી . પણ આ શું પોતાની એક બૂમ પર આવનારી માતા આજે આટલી બોલાવવા છતાં ન આવી . પછી બહાર આવી તેણે શોધખોળ કરી અને ઘરમાં વચોવચ પડેલા શરીરને જોઈને એ ચોકી ગયો . એ તો પોતાનું શરીર હતું. એને લાગ્યું કે આ સપનું છે પણ આ તો હકીકત હતી .

" તો શું એ મૃત્યુ પામ્યો હતો ? ? " આ સવાલ તેને ઘેરી વળ્યો. પોતાના શરીરની આગળ બેસીને રડી રહેલ માતા-બહેન અને ભાભી અને એમના અંગ પર રહેલ સફેદ વસ્ત્રો પોતાના મૃત્યુની ચાડી ખાતા હતા. આજુબાજુ ટોળે વળીને બેઠેલા સ્વજનો અને એક ખૂણામાં ઉભેલ જાણીતો ચહેરો....... સંજના ! લવની સંજુ હતી એ. આંખોમાં વિરહની વેદના અને ચહેરા પરની ઉદાસી! લવ સામે જોઈ જ ન શક્યો. બધાને કેવું હતું કે હું અહીં છું પણ કઈ કરી નથી શકતો.

લવ મોદી! વૈજ્ઞાનિકોની દુનિયામાં હલબલાટ મચાવવાંને બે દિવસ બાકી હતા ને એનું મૃત્યુ એક આશ્ચર્ય હતું. લવે ટાઈમ ટ્રાવેલની શોધ કરી હતી. જે બે દિવસ બાદ જગને મળવાની હતી.25 વર્ષની નાની ઉંમરે આ શોધ કરીને એ ખુબ ખુશ હતો. સંજના કે જે એની પ્રેમિકા હતી તે પણ આ વાત જાણતી હતી. પોતાનો આખો પરિવાર આ વાતથી અજાણ હતો. તો કોણ આ રહસ્ય જાણી ગયું?

પણ લવને એ સમજ ન આવ્યું કે પોતે મૃત્યુ પામ્યો છે તો અહીં કરે છે શું? અને આ મૃત્યુ હતું કે ખૂન? આ સવાલે એને હલબલાવી મુક્યો. પોતાને નખમાય રોગ નહોતો તો અચાનક શું થયું!!? એને પાછલી રાત યાદ આવી અને સાથે એમાં ઘટેલ ઘટના.

લવ હલબલી ગયો . એનું ખૂન કોઈ કેમ કરે ? અને એ પણ સંજના ! હા સંજુ . . . એને રાતની ઘટના યાદ આવી ગઈ .

એ સૂતો હતો ને અચાનક એને કાને કોઈનો અવાજ અથડાયો . એ અવાજ સાંભળીને ચોક્યો કારણ કે એ સંજનાનો અવાજ હતો . સંજનાનો અવાજ ઓળખવામાં એ થાપ ખાય એમ નહોતું જ. અડધી રાત્રે સંજુનો અવાજ સાંભળીને તે બારી પાસે આવ્યો તો તેણે સંજનાને કોઈ સાથે વાત કરતા જોઈ . બીજા માણસનો ચહેરો તો એ ઓળખી ન શક્યો પણ એનો વેશ એને બરાબર યાદ હતો . કાળો કોટ અને સફેદ બુટ અને આંખ પર ગોગલ્સ . માથા પરની ગુલાબી ટોપી જે એની વિચિત્રતાનું એક લક્ષણ હતું .


લવે સંજુને બૂમો મારી પણ તેણે ન સાંભળ્યું એટલે તે રૂમનો દરવાજો ખોલી બહાર આવ્યો અને જેવું એને ઘરનો મેઈન ડોર ખોલ્યો કે કોઈએ એને પાછળથી ફટકો માર્યો અને બેભાન થઇ ગયો . પછી શું થયું તે એને યાદ નહોતું પણ કલાકેક પછી જાણે કોઈએ એને ચપ્પુ માર્યું અને એ . . .


લવ સ્થિર ઉભો ન રહી શક્યો . એનો ભરોસો તૂટી ગયો સંજુ પરથી . લવની સ્થિતિ ખુબ ખરાબ હતી . એ પોતાના ખૂનની ફરિયાદ કોને કરે . મરેલો માણસ પોતાની આપવીતી કોને કહે . લવ વિચારોમા હતો ત્યાં જ જાણે કોઈ એની પાછળ આવીને ઉભું રહ્યું હોય એવો અહેસાસ તેને થયો .તે પોતાના રૂમમાં આવી ગયો . હવે એ ભૂત હતો . કેવું અજીબ ! !


લવને શું કરવું એ સમજ જ ન આવ્યું . જો એ મૃત્યુ પામ્યો છે તો એ પૃથ્વી પર શું કરે છે . કદાચ કોઈ સંકેત......


" કદાચ એમ જ હશે લવ...... " કોઈ યુવતીનો અવાજ સાંભળીને એ ચોક્યો. કોણ હશે જે એને જોઈ શકતું હશે ?