ANTON CHEKHOV - 1 in Gujarati Short Stories by Tanu Kadri books and stories PDF | એન્ટોન ચેખવ - 1

Featured Books
Categories
Share

એન્ટોન ચેખવ - 1

ઠંડીની એક કાળી રાતમાં એક નગર સેઠે પોતાની હવેલીના એક વિશાલ કક્ષમાં આમથી તેમ આટાફેરા મારતો હતો. તે યાદ કરતો હતો ૧૫ વર્શ્પહેલાની એક પૂનમની રાત જે જે દિવસે એને ધના લોકોને જમવા માટે બોલાવ્યા હતા. તેમાં બહુ મોટા વિદ્વાનો આવ્યા હતા.અને તેમની વચ્ચે અલગ અલગ જાત ની વાતો ઉપર ચર્ચા ચાલતી હતી. એ ચર્ચા છેવટે એક ગંભીર વિષય ઉપર આવી ને થોભી, કે મુત્યુદંડ ની સજા સારી કે ઉમરકેદની. ? અતિથીમાં કેટલાક ખુબ જ વિધવાન હતા તેમજ કટલાક પત્રકાર પણ હતા. જે લોકો મુત્યુ દંડનાં વિરોધી હતા. અને માનતા હતા કે આ મુત્યુ દંડની પ્રથા નાબુદ થવી જોઈએ. કેમ કે મુત્યુ દંડની જગ્યાએ આજીવન કેદની સજા રદ થવી જોઈએ.

            ઘરનાં માલિકે કહ્યું લે આમાં હું અસહમત છું. મને ન તો મુત્યુદંડ નો અનુભવછે ન તો આજીવન કેદ  વિષે મને કઈ પરતું મારા માટે મુત્યુ દંડએ આજીવન કેદથી વધારે નૈતિક તથા માનવીય છે. ફાંસીની સજા આપવાથી તાત્કાલિક મુત્યુ થાય છે. પરતું આજીવન કેદ વ્યક્તિને ધીરે ધીરે મુત્યુ સુધી લઇ જાય છે. હવે તમે લોકો જ જણાવો કે કયો વધારે દયાળુ કહેવાય. થોડીક ક્ષણોમાં જીવન સમાપ્ત કરે એ કે ધીરે ધીરે તરસાવીને મારે તે.

            એક મહેમાન બોલ્યો બંને જ અનૈતિક કહેવાય કેમ કે બંને નો ધ્યેય તો જીવનને સમાપ્ત જ કરવાનું હોય છે. સરકાર પરેમ્શ્વર તો નથી જ કે તેને એ અધિકાર હોય કે તે કોઈના પાસેથી એનો જીવન લઇ શકે છે અને પાછો જીવન આપી ન શકે.

            આ બધા મહેમાનોમાં એક 25 વર્ષીય યુવક હતો જે પોતે એક વકીલ હતો તેને જ્યારે પૂછવામાં આવ્યું તો એને કહ્યું કે મુત્યુદંડ અને કારાવાસ બંને જ અનૈતિક છે. પરતું જો મને આ બંને માંથી કોઈ એક ની પસંદગી કરવાનો મોકો મળે તો હું આજીવન કારાવાસ ને જ પસંદ કરું. ના જીવન કરતા કોઈ રીતે જીવવું એ વધારે સારું કહેવાય.

            હવે આ વિષય ઉપર ઉગ્ર ચર્ચા થવા લાગી. જે ઘરનો માલિક હતો તે સમયે યુવાન હતો અને અત્યત અધીરા સ્વભાવનો હતો. તે એકદમ ઉભો થયો અને ગુસ્સામાં આવી ગયો. તેને પોતાનો હાથ ટેબલ ઉપર પછાડ્યો અને જોરથી કહ્યું કે તું જૂથ બોલે છે. આ પ્રકારના કારાવાસમાં પાંચ વર્ષ પણ ન રહી શકે. આના ઉપર યુવાન વકીલે કહ્યું કે જો તું શરત લગાડતો હોય તો હું પણ શરત લગાડવા તૈયાર છું. પાંચ વર્ષ તો શું હું પંદર વર્ષ રહીને બતાવી શકું છું. બોલો લગાડો છો શરત ?  હા, તો વાત પાકી મને મંજુર છે. ઘરનાં માલિકે કહ્યું. હું બે કરોડ રૂપિયા લગાડું છું. ૧૫ વર્ષ મારી સ્વતંત્ર જીવન દાવ ઉપર મુકું છું. હવે તું તારો નિર્ણય પાછો નહિ લઇ શકે.

            અને આ રીતે એક અનોખી શરત લાગી ગઈ. તે સાહુકાર પાસે એ સમયે એટલા રૂપિયા હતા જેનો એને અભિમાન હતો. તે ખુબજ બગડેલ અને ઘમ્ડી વ્યક્તિ હતો. જમવાના સમયે એ પેલા યુવાન વકીલ પાસે આવી એની મજાક ઉડાડવા લાગ્યો અને કહ્યું કે હજુ પણ સમય છે સાચવી લે મારા માટે બે અક્રોડ રૂપિયા કોઈ મોટી વાત નથી. પણ તારા માટે તારા જીવન માંથી ત્રણ ચાર વર્ષ ખોવા ખુબ જ મોટી વાત છે. હું ત્રણ ચાર વર્ષ એટલા માટે કહ્યું છે કે મને પાકું વિશ્વાસ છે કે આનાથી વધારે તું નહિ રહી શકે . મને તારા ઉપર ખુબ જ દયા આવે છે.

          આજે આ સાહુકારને પેલા દિવસની વાતો યાદ કરી રહ્યો હતો. જો આવી શરત કે લાગાડી? આનાથી કોણે ફાયદો થયો પેલા વકીલે પોતાના મહત્વનાં ૧૫ વર્ષ નષ્ટ કરી દીધા અને મેં મારા બે કરોડ રૂપિયા ફેકી દીધા. શું  આનાથી એ સાબિત થાય છે કે મુત્યુ દંડ થી આજીવન કેદ સારી છે. અથવા નથી ? મારા અંદર એ વખતે માલદાર વ્યક્તિ નો અભિમાન હતો અને પેલા વકીલને માલદાર બનવું હતું.

 

                                        કમશ......