NALIYA in Gujarati Motivational Stories by Tushar books and stories PDF | નળિયા

The Author
Featured Books
  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

Categories
Share

નળિયા

        આજે હું મારા ઘરે નિરાંતે જમવા બેઠો હતો અને અચાનક મારા ઘરનો જાપો ખખડ્યો પપ્પાએ મમ્મીને પૂછ્યું કે કોણ હશે ત્યારે અમે બધા એક નજરે ઘડીયાલ સામે જોયું રાત્રિના કદાચ આઠ એક વાગ્યા હશે. એટલામાં એ વ્યક્તિ મારા ઘરના દરવાજા સુધી પોહચી ગઈ અને દરવાજો ખખડાવ્યો તરત મારા મમ્મીએ દરવાજો ખોલ્યો અને સામે જોયું તો એક ઘરડા બા હતા. બાની ઉંમર એશીથી પંચ્યાસી વરસની હશે. મારા મમ્મીએ એમને ઘરમાં આવવા કહ્યું પણ એમણે ઘરમાં આવવા ઇનકાર કર્યો. અમે એમની સામે જોઈજ રહ્યા પણ અમે એમને ઓળખી ના શક્યા મમ્મીએ બહુ આજીજી કરી પણ એ ઘરમાં આવ્યા નહિ. એમના અવાજમાં કઇક મુજવણ છલકાઈ આવતી હતી મારી મમ્મી અમને મળવા માટે બહાર ગયા બંને કઈક વાતો કરવા બાજુમાં ગયા ત્યાતો મારા મગજમાં વિચારોની ભરતી આવી ગઈ કે કોણ હશે આટલી ઉંમરે કેમ આવવાનું થયું હશે. હું ગામમાં જરા ઓછો સમય રહ્યો છું એટલે ઘણા લોકોને ઓળખતો નથી કદાચ હશે કોઈ મારા મમ્મીના ઓળખીતા.

         મારા મમ્મી એમને મળીને ઘરમાં આવ્યા અને બા તરત પાછા જતા રહ્યા અમે બધા આતુરતાથી મારા મમ્મીની વાત સાંભાળવા બેઠા રહી ગયા. તરત મે પૂછ્યું મમ્મી કોણ હતું અને કેમ આવવાનું થયું. મારા મમ્મીએ કહ્યું સંતોકબા હતા આપના ગામના નાયી જેઠાભાઈના ઘેરથી. મે પૂછ્યું કેમ આવાનું થયું એમને તો મમ્મીએ કહ્યું એ એમના ઘરના માટીના નળિયા તૂટી ગયા છે અને સામે ચોમાસું આવે છે તો એમને ઘર પર પતરા નાંખવા માટે પૈસાની મદદ જોયતી હતી આટલું કહી મારા મમ્મી શાંત થઇ ગયા પણ મારા મગજમાં એ ઉંમરલાયક બાનો ચહેરો જ રમી રહ્યો હતો રાત્રે હું સુવા ગયો તો પણ મને વિચારોને લીધે મોડે સુધી નીંદ જ ન આવી. હું વહેલી સવારે જાગીને ઘરની બહાર બેઠો હતો અને કઈક વિચારોમાં ખોવાયેલો જોઈ મારા પપ્પાએ મને પૂછ્યું કેમ શું થયું? મે મારા પપ્પાને પૂછ્યું કે પપ્પા રાત્રે મમ્મી જે સંતોકબાની વાત કરતા હતા એ કોણ છે અને શું એમના ઘરે કોઈ જ નથી તો એમને આપણે ત્યાં આવવું પડ્યું? મારા પપ્પાએ કહ્યું બેટા સંતોકબા ના પતિ જેઠાભાઈ તો વીસ પચ્ચીસ વરસ પહેલા જ દેવ થઇ ગયા છે અને એમના બે દીકરા છે જે મુંબઈમાં સલુન ચલાવે છે. મે કહ્યું જો તેમના છોકરા મુંબઈમાં સલુન ચલાવતા હોય તો બે છોકરા હોવા છતાયે એમને મદદ કેમ માંગવી પડે?

         મારા પપ્પા જોડે આનો કોઈ જવાબ ન હતો પણ મને મનમાં ધિક્કાર ભાવના પેદા થઇ કે દીકરા મુંબઈ જેવા નગરોમાં રહે અને ઘરડી માંને ગામમાં આ દુઃખો સહન કરવા મૂકી ગયા અને એમને એ પણ પડી નથી કે એમના માં કેવી સ્થિતિમાં જીવે છે. મે નક્કી કરી લીધું કે આ બાબત તો હું પૂરી જાણીને જ રહીશ અને એમના છોકરાઓને ઠપકો પણ આપીશ. હું મારા ગામના પાદરમાં ગયો ત્યાં એક મારા કુટુંબના દાદાજી જગુદાદા બેઠા હતા તેમની ઉંમર પણ એશી થી પંચ્યાશી વર્ષ આસપાસ જ હશે એટલે મને લાગ્યું કે આ બાની સ્થિતિ હું આમની જોડેથી જ જાણી શકીશ એટલે હું પણ તેમની બાજુમાં જઈને બેઠો ને વિગતવાર વાત કર્યા સીવાય એમજ મારા કુતુહલથી પૂછતો હોય એમ વાત શરુ કરી જાણે હું એમની જોડેથી કઇક ગામ વિશે જાણવા માંગતો હોય. મે એમને પૂછ્યું દાદા આપના ગામમાં નાયીના ઘર કેટલા હતા અને કોણ કોણ? મારા દાદાને કઈ પણ નવાઈ ન લાગી એટલે તરત જવાબ આપ્યો કે બેટા આપણા ગામમાં સાત આઠ નાયીના ઘર હતા. મે બધા વિશે પૂછ્યા બાદ જેઠાભાઈ વિશે પૂછ્યું જેથી એમને શક ના પડે અને મને સામે પ્રશ્નો ન કરે. એમને મને કહ્યું જેઠાભાઈ એ આપણું ઘરાકવટુ સંભાળતા હતા બહુ સરળ અને સીધા માણસ અમને બે છોકરા છે જે મુંબઈમાં સલુન ચલાવે છે. મે પૂછ્યું એમના દીકરા એમના ઘરડા માંને અહીંથી લઇ કેમ નથી જતા બિચારા બા પોતાના જીવનની અંતિમ સમય એકલા વિતાવી રહ્યા છે. મારા દાદાએં કહ્યું બેટા એ શું લઇ જાય મુંબઈમાં એમનું જીવન જ બહુ કપરી સ્થિતિમાં વિતાવી રહ્યા છે ત્યાની મોઘવારીમાં જેટલું કમાઓ એટલું ઓછું અને મકાન આપના રસોડા કરતા પણ નાના કઈ રીતે જીવન વ્યતીત કરે. મે પૂછ્યું તો દાદાજી એ શું કામ ત્યાં રહે છે ગામમાં આવી જાય આપણા ગામમાં જે પણ નાયી છે એ બધા ગામની આજુ બાજુના ગામમાં કે આપના ગામમાં ક્યાંકને ક્યાંક સલુન લઈને બેઠા છે એ આરામથી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે અને જીવન બધા જોડે આનંદથી રહીને વિતાવે છે પછી મે એમને ગઈ કાલ રાતનો પ્રસંગ કહ્યો. દાદાજીએ મને સરસ જવાબ આપ્યો કે બેટા આજના જમાનામાં લોકોને પગાર ભલે ઓછો મળે, ભલે ઓછું કમાવે, ભલે ઓછું માન પણ મળે પણ રહેવું છે સીટીમાં ત્યાં રહીને ઘણી તકલીફો વેઠશે પણ ગામમાં રહેવામાં એમનું સ્વમાન ઘવાય છે અને પછી ગામમાં આવીને શહેરમાં રહેવાના ડોળ કરવાના એટલે લોકોને લાગે કે એતો મુંબઈ રહે પણ બેટા બધો વાંક એમનો પણ નથી. આપનો સમાજ પણ એવો જ છે કે જે બહારથી આવે એને અલગ માનપાન અને શહેરમાં રહેતા સાથે જ છોકરીઓ લગ્ન કરવા માંગે છે કે છોકરાને શહેરમાં નોકરી કરવી પડશે આવી શરતો મુકતા થયા છે. એટલે જ તો આપનું યુવા વર્ગ શહેરમાં પોતાના સ્વપ્નોની બલીઓ ચડાવી પોતાના માવતરથી અલગ થઈને રહેવા જાય છે.

         મારા દાદાજીનો જાણે મે સૌથી હદય નજીકનો વિષય છેડ્યો હોય એમ એ આ વાતમાં ખુબજ ખોવાઈ જાય છે કહે છે એ જેઠાભાઈ ફક્ત આપના અડધા ગામના ઘરાકવટુમાંથી એમનું અત્યારનું હયાત જુનું ઘર બનાવી શક્યા હતા પણ એના બબ્બે દીકરા મુંબઈમાં રહેવા છતાં જુના ઘરને પતરા લગાવી નથી શકતા બોલ બેટા કેવો આ સમય આજના આ આધુનિક યુગને સમૃદ્ધ ગણી શકીએ કે પછી એ ચાલીસ વર્ષ પહેલાના સમયને આ શહેરમાં રહેવાની અને ખોટા દેખાવા કરવા પાછળ તો ગામના ગામ ખર્ચાઈ ગ્યા. આપના સમાજની વાત કરીએ તો આપને પણ એવુજ વિચારીએ છીએ કે છોકરો કઈ કરતો નથી ગામમાં રહે છે. ગામમાં રહેવાને આપને એક સમૃદ્ધ જીવન જીવવાની શૈલીમાં નથી ગણતા એટલે જ તો આજે આપણા ગામડાઓની આ સ્થિતિ થઇ છે અને ગામ વૃદ્ધ દેખાવા લાગ્યા છે. આટલું બોલતા સાથે મારા દાદાજીના ચહેરા પર મૌન છવાઈ ગયું. હું જાણતો હતો કે દાદાજી આ બધું સહન કરી ચુક્યા છે કેમકે દુષ્કાળના સમયમાં દાદાજી પણ મુંબઈ જઈને આવેલા અને પોતાની યુવાનીમાં પગ મુકતા પહેલા જ જવાબદારીઓ માથે કરવી પડી હતી. હું અપન વિચારો કરતો મારા ઘર તરફ નીકળ્યો એ અસમન્જસમાં કે આમાં વાક કોનો એક વાર ક્યાંક જીવન લઇ જાય પછી પાછા ફરવું મુશ્કેલ છે કે પાછા ફરી નવી શરૂઆત કરવી મુશ્કેલ છે.