My Gujarati Poems - 56 in Gujarati Poems by Hiren Manharlal Vora books and stories PDF | મારો કાવ્ય ઝરૂખો ભાગ 56

Featured Books
Categories
Share

મારો કાવ્ય ઝરૂખો ભાગ 56

કાવ્ય 01

ગુજરાત સ્થાપના દિન...

શું છે ગુજરાત? કોણ છે આ ગુજરાત?
કોના કોના થી બનેલું છે ગુજરાત??

ભારત ની મજબૂત ભુજા સમુ છે ગુજરાત
ભારત ની અર્થ ઉપાર્જન નો ઉર્જા સ્ત્રોત છે ગુજરાત

સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાત
દક્ષિણ ગુજરાત ને મધ્ય ગુજરાત થી શોભે ગુજરાત

અલંગ, ભાવનગર, રાજકોટ, ગાંધીધામ,
બરોડા, અમદાવાદ, મહેસાણા, સુરત, દાહોદ
ગોધરા, ડાંગ, જૂનાગઢ વેરાવળ ને ભુજ

નામ લ્યો એટલા ઓછા પડે એટલા
બધા વિખ્યાત નગરો છે ગુજરાત ના

વીરપુર, અંબાજી, સોમનાથ, દ્વારકા,
ડાકોર, ગઢપુર, પાટણ, ખંભાત મોઢેરા છે
ગરવી ગુજરાત ની સાંસ્કૃતિક વારસો

એક બાજુ ગિરનાર પર્વત, શેત્રુજય પર્વત
તો બીજી બાજુ ઘૂઘવતો સમુદ્ર કિનારો

ગીર નું જંગલ, કચ્છ નું રણ, તુલસી શ્યામ ના
ગરમ પાણી ના ઘરા, મીઠાં નું રણ છે ગુજરાત ની
ખાસિયત

થેપલા, ખાખરા ખાંડવી, ખમણ ઠોકળા, ઘારી
છે વિશ્વ વિખ્યાત ગુજરાત ની પેર્ટન્ટ વાનગીઓ

નવરાત્રી ના ગરબા છે ટ્રેડ માર્ક છે ગુજરાત ના
મીઠી વાનગી ઓ ની જેમ મીઠાં માણસો છે ગુજરાત ના

અદાણી અંબાણી જેવા વેપારી ટક્કર મારે
વિશ્વ ના મોટા મોટા મહારાથી વેપારી ઓ ને

નરસિંહ, નર્મદ, બોટાદકાર, મેઘાણી, મુન્શી
જેવા વિશ્વ પ્રસ્સીદ્ધ કવિ લેખકો ગુજરાત ના

ભૂકંપ, હોનારત, પ્લેગ, વાવાઝોડા ને ખો આપી
બમણી ઉર્જા થી ઉભા થાઈ ગુજરાત ના ગુજરાતી

વિશ્વ ના ખૂણા ખૂણા મા વસે છે ગુજરાતી
વિશ્વ ના ખૂણા ખૂણા મા વસે છે નાનું ગુજરાત

ગાંધી બાપુ અને સરદાર વલ્લભભાઈ થી
વિશ્વભર મા નામ રોશન છે ગુજરાત નું

લખીએ એટલું ઓછું છે ગુજરાત માટે
ગુજરાત વિના ભારત શું વિશ્વ છે અધૂરું

દરેક ગુજરાતી ઓને ગુજરાત સ્થાપના ના દિવસે
ખુબ ખુબ વધાઈ... ખુબ ખુબ વધાઈ

કાવ્ય 02

ખમીરવંતો ગુજરાતી

ખમીર વાળું ખંતીલુ છે મારું ગુજરાત ,

ભારત નું હૃદય છે મારું ગુજરાત,

ભારત નો શ્વાસ છે મારું ગુજરાત,

ભારત નો પ્રાણ છે મારું ગુજરાત,

વાવાઝોડા, અતિવૃષ્ટિ, દુકાળ ને ધરતીકંપ જેવી આફતો ને રમતા રમતા પચાવી જાય એવું છે મારું ગુજરાત,

પ્લેગ ને સ્વાઈન ફ્લુ ને પણ ગોટાળે ચડાવે એવું છે મારું ખંતીલુ ગુજરાત,

કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિ ને ધૂળ ની જેમ ખંખેરી ઊભું થાય એવું છે મારું ગુજરાત,

સિંહો ને માફક આવે અહીં ની ધરતી એવું છે મારું ગૌરવશાળી ગુજરાત,

સિંહ જેમ બે ડગલાં પાછા ભરી કરે શિકાર એમ અમે ગુજરાતી ઓ કરીશું હવે કોરોના નો વિનાશ,

કામ કાજ અર્થે ચડીશું પાછા અમે હોંશે હોંશે ને ફરી કરશું ભારત ના અર્થતંત્રને દોડતું.. ..

છું હું ખમીરી વાળો ખંતીલો ઉન્નત મસ્તકે જીવનારો ગુજરાતી ને ગૌરવશાળી છે મારું ગુજરાત...



કાવ્ય 03

ક્રોધ....

પ્રાણઘાતક શત્રુ, જ્વાળામુખી સમો
પોતાની જાત ને સળગાવી બીજા ને
સળગાવતો ક્રોધ છે માનવ માટે ભૂંડો

વિવેક બુદ્ધિ ને કર્તવ્ય ને ભુલાવતો
ઉકળતા પાણી સમો બુદ્ધિ ને ભ્રષ્ટ કરતો
માનસિક સમતુલા ને જોખમ મા મુકતો ક્રોધ

અશક્તિ નો પડછાયો, શરીર ને પ્રજવાળતો
ઝેર ની જેમ લોહી ના કણ કણ મા ફેલાય
શરીર ને કમજોર કરી નાખતો ક્રોધ છે ભૂંડો

અહંકાર માંથી ઉત્પન્ન થઈ મૂર્ખ મા ખપાવતો
દુર્ગતી કરાવી અંતે પસ્તાવા મા પરિણમતો
નિષ્ફળતા અપાવતો ક્રોધ છે ખુબ ભૂંડો

શરીર ને બાળતો હૃદય મા બળતરા કરાવતો
લોહી ના પરિભ્રમણ ને અનિયમિત કરતો
વાણી ને કર્કશ કઠોર બનાવતો ક્રોધ છે મહા ભૂંડો

ધૈર્ય, વિદ્યા,જ્ઞાન, વિવેક, મર્યાદા ને નાશ કરતો
કલ્યાણ ભૂલી હડકાયા કુતરા જેવો બનાવતો
ખુદ નો મહાશત્રુ બનાવતો ક્રોધ છે ખુબ ભૂંડો

અપૂર્ણતા અસંતોષ ને અશાંતિ થી રહે ક્રોધ
નિર્બળ માણસો ની નિશાની છે ક્રોધ
વેર ઝેર નું કારણ ને વિનાશ ને નોતરે છે ક્રોધ

ક્રોધ કરવો છે સહેલો, કાબુ કરવો છે અઘરો
વિવેક બુદ્ધિ ને સહનશીલતા છે ક્રોધ ના મારણ
સળગાવજો ક્રોધ ને નહીંતર સળગાવશે ક્રોધ તમને કરશે પાયમાલ બધી રીતે છેલ્લે તમને..