BELA:-EK SUNDAR KANYA - 6 in Gujarati Fiction Stories by VANDE MATARAM books and stories PDF | બેલા:એક સુંદર કન્યા - 6

Featured Books
Categories
Share

બેલા:એક સુંદર કન્યા - 6

ઉભા-ઉભા બેલા રડી રહી.મનીષા દીપકને મેળવવો એ સહેલી વાત નહોતી.મેં દિપકને પ્રેમ કરી હંમેશ માટે દીપકથી દુર જવાનું દુઃખ સહન કર્યું છે અને તું માત્ર દીપકને લાસ્ટ યર પૂરું કરાવી તેનો પ્રેમ મેળવવા માંગે છે???હવે પોતાના આંસુને ગુસ્સામાં લૂછતાં બેલા બોલી રહી..એ. એ શક્ય નથી.બેલાએ ફરીવાર ધડાધડ પોતાની આંખના આંસુ લૂછી, ટટ્ટાર થઈને બોલી "મનીષા હવે તો સાંભળ???હવે તો સાંભળ??? દિપકની વાત કાન દઈને. ત્યારે તને સમજાશે કે બેલા એ દીપકને કેવો પ્રેમ કર્યો???

મારા બાપુ મુખીના ઘરે જઈ તેના પગમાં પડી ગયા. ચોધાર આંસુએ રડી રહ્યા.બેલાના બાપુ એ પોતાના દોસ્તને બંને હાથે પકડી ઉભો કર્યો. મારા બાપુ તેને પકડી-પકડીને રડવા લાગ્યા.હાથ જોડી રહયા. મારા બાપુનું વર્તન હું સમજી ન શક્યો.મારા બાપુ અમસ્તા જ વાતનું વતેસર કરી રહ્યા.મારા બાપુ એ શાંતિપૂર્વક વાત કરી હોતને તો કદાચ મેં ક્યારેય બેલાને ગુમાવી ન હોત.નિરાશ થતા દિપક બોલ્યો....

પરંતુ તેણે જે પગલું ભર્યું તેનાથી મેં મારી બેલાને ગુમાવી. બેલાના બાપુ મુખી પૂછી રહ્યા દોસ્ત!! અગર તને કોઈ મુશ્કેલી છે,પૈસાની જરૂર છે.ઘરમાં ભાભી કે તારા સંતાનને કંઈ થયું છે તો તું મને કહે.તારો દોસ્ત ચપટી વગાડતા તારા બધા જ દુઃખ દૂર કરી દેશે.આ બધું બેલા અંદર સાંભળી રહી.એ બહાર ન આવી.પરંતુ બેલાના બા દોડીને બહાર આવ્યા અને બોલ્યા "ભાઈ!!! તમે રડો નહી. તમને જે પણ કોઈ દુઃખ છે,એ તમારા ભાઈને કહો. એ તમને જરૂર મદદ કરશે.બીજું અમીર અને ગરીબ, મોટા અને નાના આવું વિચારી તમે જરા પણ નાનપ ન અનુભવતા."

બેન વાત એવી બિલકુલ નથી.બાપુ સીધા થઈ બોલ્યા.

બેલાના બાપુ બોલ્યા તો વાત કેવી છે દોસ્ત !!! તું બોલ.

વાત એમ છે કે.... હું તને કયા મોઢે વાત કરું??? હું તને શું કહું??? મને કશું સમજાતું નથી.દોસ્ત!!!હું તને મારું આ કાળું મોઢું બતાવવાની હિંમત કેમ કરું?? એ પણ મને સમજાતું નથી. મારા બાપુના આંસુ દુઃખ અને વ્યથા જોઈ હું પણ દુઃખી દુઃખી થઈ ગયો.

મનીષા મને પણ ન સમજાયુ કે સમયનો વિચાર કર્યા વગર જ મારા બાપુને આ વાત કેમ કરી દીધી??? તેને સમજવું જોઈતું હતું.મારા બાપુએ આ વાતને બહુ મોટી બનાવી દીધી..દિપક ગળગળો થઈ ગયો.

દોસ્ત!!! હું તારા આગળ બે હાથ જોડું છું.મારા દીકરાને માફ કરી દે.તું આપણા નેહડાનો મૂખી છે.તારી પાસે બધી સત્તા છે. તું ચાહે તો મારો દીકરો જીવશેને તું ચાહે તો મારો દીકરો મરશે.બેલા અંદર તરત જ બધું સમજી ગઈ.બેલાને ખબર હતી કે હું મારા બાપુને વાત કરવાનો છું.

બેલા એ મને કહેલું કે તારા બાપુ અને મારા બાપુ બંને ખૂબ સારા દોસ્ત છે.મને પણ ખબર જ છે.એમની દોસ્તીની.એ એકબીજાની વાત નહીં ટાળે. પરંતુ મને અને બેલાને ખબર નહીં કે આ વાત બે દોસ્તોની છે કે પછી બે દુશ્મનોની??? અમે બંને એ ખૂબ સારું વિચાર્યું.અમારી જિંદગીના સોનેરી સપના જોઈને મારા બાપુને વાત કરી.પરંતુ મારા બાપુ એ તરત જ બેલાના બાપુને વાત કરી.

બેલાના બાપુ બોલ્યા તારો દીકરો જીવતો રહેશે.હું નેહડા વાસીઓનો મુખી છું.એ વાત સાચી પરંતુ એ પહેલા હું તારો દોસ્ત છું.તું મને તારા દોસ્તને નાતે કોઇ પણ વાત કહી શકે છે.હું તારી વાત શાંતિપૂર્વક સાંભળીશ. પરંતુ રડ્યા વગર અહીં ખાટલે બેસીને વાત કર.મારા બાપુ ખાટલે બેસવા કરતા નીચે બેસવાનું પસંદ કર્યું.એ નીચે બેસી ગયા.

બેલાના બાપુ ખાટલા ઉપર બેલાના બા થોડા દૂર ઊભા રહ્યા.મારા બાપુ મુખીના બંને પગ પકડીને બોલ્યા દોસ્ત!!!! મારા દીકરાએ મને જે કહ્યું એ હું તને કહેવા માટે દોડાદોડ કંઈ પણ વિચાર્યા વગર હું આવ્યો છું.પછી મારા બાપુ એ બધી જ વાત કરી.બેલાના બાપુ ગુસ્સે થવાને બદલે મારા બાપુને ખભેથી પકડી ઊભા કરી પોતાની બાજુમાં ખાટલા ઉપર બેસાડી બોલ્યા...

બસ,આટલી જ વાત છે.હું અને બેલા મનોમન ખુશ થઇ ગયા.મતલબ બેલાના બાપુ પણ દોસ્તીને સંબંધમાં ફેરવવા ઈચ્છે છે.એટલે જ ગુસ્સે ન થયા.