ANUBANDH - 6 in Gujarati Fiction Stories by ruta books and stories PDF | અનુબંધ - 6

The Author
Featured Books
Categories
Share

અનુબંધ - 6

                આજનો ચાંદલિયોં મને ખૂબ સોહામણો લાગતો હતો.ઋત્વિની અનુરાગભીની  સંવેદના અને પ્રેમ મળ્યો તેનાથી રૂડો બીજો શું અવસર હોય મારી જીંદગીનો ? પ્રેમ પણ એક અવસર જ છે ને....! પ્રેમિકાના નાજુક મુખને બે હાથમાં પકડીને ચૂમવું એ માત્ર પ્રેમ નથી. એ ચહેરાની જેમ જ એની તમામ લાગણીઓને પણ હથેળીમાં કાળજીપૂર્વક સમાવીને એનું જતન કરવું એનું નામ જ " સાચો પ્રેમ "... હું ઋત્વિના પ્રેમનું જતન કરીશ એવો મેં નિર્ધાર કરી લીધો. મારી બસ મુકાઈ ગઈ હતી.મારા નંબરની સીટ પર જઈને બેઠો.બેઠા બેઠા ઋત્વિના જ વિચારો કરતો હતો.બહાર વર્ષા ઋતુ જામી હતી.ઝરમર વરસાદ ચાલુ હતો.આ ભીની મૌસમમાં ઋત્વિને બાહોમાં સમાવીને ચૂમી લેવાનું મન થતું હતું.બસે અમદાવાદ છોડયું, અને મુંબઈની તરફ પ્રયાણ શરૂ કર્યું. મુંબઈની મુસાફરીનો સમય લગભગ બાર કલાકનો હતો.વિડીયોકોચવાળી બસ હતી,રાત્રિનો સમય હોવાથી વિડીયો ચાલું કર્યો નહોતો.ધીમું ધીમું  સુરીલું સંગીત રેલાતું હતું. મારું તનમન યાદોમાં ખોવાઈ ગયું હતું.તે કહી રહ્યું હતું.....

                                          જોયેલું એક સ્વપ્ન અચાનક"

                                          ફરતું કેમ લાગ્યું !

                                          અજાણ્યું એક ગામ અપરિચિત કેમ લાગ્યું ?

                                          કોઈકની યાદમાં ધબકાર ચૂકી જતું હૈયું,

                                           પોતાનું નથી એમ કેમ લાગ્યું ?

             આજે ૧૯ મી તારીખ હતી અને ઓગસ્ટ મહિનો હતો.આખરે હું અને ઋત્વિ પ્રેમનાં તાંતણે બંધાઈ ગયા.એક યાદગાર દિવસ,પરંતુ  અમારા માટે આ ક્ષણની વિરહ પણ  વેદનાથી ઓછી નહોતી. મિલન અને જુદાઇ બન્ને સંજોગો કેમ બનાવ્યાં હશે ભગવાને.....? બાર કલાકની મુસાફરીમાં પ્રેમવિરહના ઘણાં વિચારોએ મને ઘેરી લીધો હતો.સવારના અગિયાર વાગ્યા હતાં.મુંબઈની  ધરતી પર પગ મૂકતાં જ પારદર્શક પ્રેમની અનુભૂતિ તો થઈ,પરંતુ બધુ વ્યર્થ હતું.ગંગાજમનાનું મિલન શકય ન હોતું.અત્યારે હું દરિયો હતો અને ઋત્વિ કિનારો હતી.જેની વચ્ચે અમારૂ દિલ હિલોળા લેતાં હતા.કાંશ ઋત્વિ સાથે આવી હોત તો..... દિલ ચિંતક બની ગયું.

                મારે અંધેરી વેસ્ટ જવાનું હતું. જ્યાં મારું હોટલ ગુલબર્ગમાં બુકિંગ કરવામાં આવ્યું  હતું. ટ્રાવેલ-ટેક્સી લીધી.મુંબઈની સવાર અને લોકોની ભાગદોડની વચ્ચેથી પસાર થતી ટેક્સી હોટલ ગુલબર્ગ પર આવીને રોકાઈ ગઈ. ટેક્સીનું ભાડું ચૂકવી, હોટલના મેઇનગેટમાં દાખલ થયો.થ્રી સ્ટાર હોટલ હતી.તે મુજબ ભરપૂર સુવિધાઓ ઉપલબ્ધ હતી.રિસેપ્સનિસ્ટ કાઉન્ટર પર જઈને મેં મારી કંપનીનું નામ આપ્યું,અગાઉથી મારા રૂમનુ બુકિંગ થયેલું હતું.કાઉન્ટર પરથી હોટલબોયને અગાઉથી બુક થયેલા રૂમ નંબર ૧૦૭ ની ચાવી આપી,મને હોટલબોય સાથે જવાનું કહ્યું. હું હોટલબોય સાથે લીફ્ટમાં રૂમ પાસે ગયો.હોટલબોયે  રૂમમાં સામાન રૂમમાં મૂક્યો અને રૂમ અંગેની જરૂરી માહિતી આપી.કોઈ હેલ્પની જરૂરિયાત માટે 112 નંબર ડાયલ કરવાનું કહીને નીકળી ગયો. હું ડનલોપના પલંગ પર આડો પડી વિચારી રહ્યો હતો કે આ લોકોની સગવડ અને વ્યવસ્થા કેટલી સુંદર અને સરળ હોય છે.જો તમારી પાસે પ્રવાહિત નાણાંભંડોળ હોય તો તમે જરૂર બધા પ્રકારની સગવડતાના ઉપભોક્તા બની શકો છો.વિચારમાથી બહાર નીકળીને થોડો ફ્રેશ થયો અને  કાઉન્ટરનો 112  કોડ ડાયલ કર્યો.ચાહ - નાસ્તાનો ઓર્ડર આપ્યો.પંદર મિનિટ પછી રૂમનો બેલ વાગ્યો. કમિંગ..... ...મેં કહ્યું ," ગુડ આફ્ટરનુન સાહેબ"....વેઇટરે કહ્યું. મેં પણ તેનો પ્રત્યુત્તર આપ્યો "સેઇમ ટુ યુ".તે ટેબલ પર ચાહ -નાસ્તો મૂકીને ચાલ્યો ગયો.મોનસુનની સિઝન હોવાથી અહીં પણ વરસાદ જામેલો હતો. ભીનીભીની આ મોસમમાં અત્યારે ઋત્વિ મારી સાથે હોત તો ....! ચાહનો ધૂંટ ભરતાં મેં કલ્પના કરી.હજુ તો ભેંસ ભાગોળે અને છાશ છગોળે જેવી વાત છે.અરે હું પણ કેવો પાગલ છું..... 

          હનીમૂન માટે હું અને ઋત્વિ આવી જ વૈભવશાળી હોટલ માં બુકિંગ કરાવીશું.આ માટે મેં મનોમન વિચાર કરી લીધો. ...રિસ્ટવોચમાં જોયું તો સાંજના સાડા પાંચ થયા  હતા. તૈયાર થઈને રૂમની બહાર નીકળ્યો.રૂમ લોક કરી લીફ્ટમાં નીચે ઉતર્યો.રીસેપ્શન કાઉન્ટર પર આવીને બિરાજમાન યંગમેન પાસે પહોચ્યો. યંગમેને મને" ગુડઈવનિંગ સર,"....મેં સામે એવો જ રિપ્લાય આપયોં" ગુડ ઈવનિંગ....યંગમેન,...",મેં તેની હેલ્પ માગી.લોખંડવાલા કોમ્પ્લેક્ષનું સરનામું  પૂછી હું હોટલની બહાર નીકળ્યો અને બહાર ઊભેલી ઓટોરિક્ષામાં બેઠો.ઓટોડ્રાઈવરને      લોખંડવાલા કોમ્પ્લેક્ષ જવા માટે સૂચન કર્યું.સાહેબ ત્રીસરૂપિયા ભાડું થશે,ઓટોડ્રાઇવરે કહ્યું. મેં કહ્યું .....ચાલો ભૈયા,મુંબઈ જેવા શહેરમાં માથાકૂટ કરવી યોગ્ય ન હતું.ઓટોરિક્ષા લોખંડવાલા કોમ્પ્લેક્ષ પાસે પહોચી.ભાડું ચૂકવી હું કોમ્પ્લેક્ષમાં દાખલ થયો.ફોર્થ ફ્લોર પર અમારી ઓફિસ હતી. લિફ્ટ દ્વારા હું ઓફિસમાં પહોચ્યો.અમારા સહતંત્રીને મલ્યો અને તનમય સાહેબે આપેલા પેપર્સ આપ્યા. તેમણે બે દિવસ પછી મિટિંગ કરવા જ્ણાવ્યું.તેમની પરમીશન લઈને ઓફિસમાંથી બહાર નીકળ્યો.અત્યારે અંધકારે દિવસના અજવાળા પર બરાબર ભરડો લીધો હતો.મને ફરવાની ઈચ્છા થઈ હતી.જુહુનું નામ સાંભળ્યું હતું પણ હું આ બાબતમાં નવો નિશાળિયો હતો.મને તો જુહુ જવાનો નિર્ણય લઈ જ લીધો હતો એટલે મેં  એક દુકાનદારની મદદ લીધી અને તેમને પુછ્યું કે સાહેબ,અહીંથી જુહુબીચ કેવી રીતે જઇ શકાય ?અહીંથી જમણી તરફ જુહુ સ્ટેન્ડ છે ત્યાંથી ઓટો મલશે એમ તેમણે જણાવ્યુ.હું ઓટોસ્ટેન્ડ પર આવ્યો ને જુહુબીચની રિક્ષા પકડી.ઓટો જૂહુ બીચના રસ્તા પર પુરપાટ દોડતી હતી.દુકાનો.... વૈભાવશાળી ઇમારતો.....હાઈરાઇઝ બિલ્ડીંગો.....મુંબઈનગરીની શોભા વધારતાં હતાં. મુંબઈનગરી જાણે ઝાકમઝોળ રોશનીમાં  પણ પોતાનું અજવાળું પાથરતી હતી.હું ઓટોમાં બેઠો બેઠો આ માયાનગરીની માયા અને કમાણી જોતો હતો.એટલામાં ઓટોચાલકે પુછ્યું," સાહેબ  જુહુબીચ કહાં જાના હૈ ?" બીચ પર જાના હૈ..."! મેંકહ્યું " બીચ પર લે લો.... ઓટો જેમ જેમ બીચની નજીક જતી હતી તેમ તેમ ઘૂઘવતા દરિયાના મોજાનો આવાજ મને સ્ંભાળાતો હતો. મારી અંદર પણ એક દરિયો ઘૂઘવાટ કરી રહ્યો હતો." તે પ્રેમનો સમુંદર,ડીપ પ્રેમનો દરિયો "

             આજે હું હકીક્તમાં દરિયો જોઈશ. જુહુબીચ પર ખાણીપીણીની લારીઓનાં દીવાઓ તમતમી રહ્યા હતાં." કેટલું અલૌકીક લાગતું હતું આ અજવાળું ......!" એકદમ ઓટોચાલકે બ્રેક મારી, કહ્યું સાહબ આપકો યહીં ઉતરના પડેગા.ભાડું ચૂકવી દરિયો જ્યાં ઘૂઘવાટ કરી રહ્યો હતો તે દિશા તરફ આગળ વધ્યો. ભૂખ પણ લાગી હતી. લગભગ પચીસ થી ત્રીસ જેટલી ચાટની લારીઓ જોવા મળી.એક લારી પર રોકાઈને  મેં મુંબઈનાં સ્પેશિયલ ચાટની મઝા માણી અને દરિયા તરફ આગળ ગયો.વિશાળ દરિયો જોઈ હું ગાંડોતૂર બની ગયો." રાત્રિના અંધકારમાં કેટલો સરસ લાગે છે દરિયો....." તેનાં ઘૂઘવટા અવાજો કરતાં આ મોજા....તેમાંય પણ આ સૂનકાર રાત્રિ..... જાણે સૂરમય સંગીત રેલાતું ન હોય.... હું દરિયામાંથી આવી રહેલાં મોજાને સ્પર્શવા આગળ  નજીક ગયો...પગને અડીને જતાં મોજાંઓનો સ્પર્શ મને ઋત્વિના મુલાયમ હાથ જેવો લાગ્યો. અહીંથી ઉઠવાનું મન જ નહોતું થતું. ગાઢ અંધકાર અને તેમાંય પણ નિર્જન થતી રાત્રીનો ખ્યાલ આવતાં હું સપાટાભેર ઊભો થયો. પરંતુ આજની આ અવર્ણનીય રાત્રિનાં સૂનકાર અને મોજાંઓના ધ્વનિ મારાં રોમેરોમમાં વસી ગયા હતાં.   

              હોટલપર પહોચ્યો ત્યારે રાત્રિના અગિયાર થયાં હતાં.હોટલ પણ સુનકાર લાગતી હતી. માત્ર તેની ઝબૂકઝબૂક થતી દીવાબત્તીઓ જાગે છે તેવી અનુભૂતિ મને કરાવતી હતી.મારા રૂમમાં જઇને  પથારીમાં આડો પડ્યો. દિવસનાં થકાનને લીધે આરામથી ઊંધ આવી ગઈ. સવારે જ્યારે બ્રેકફાસ્ટ માટે રિંગ વાગીત્યારે મારી આંખ ઉઘડી.શરીરમાં કળતર થતી હતી.જવર જેવું લાગતું હતું.મેં વિચાર્યું ગઇકાલે  ભીની રેતી અને ઠંડા વાતાવરણને લીધે જ મારી આવી દશા થઈ હોવી જોઈએ.મેડિસિન લીધી અને નીચે બ્રેકફાસ્ટ લેવા ગયો.બ્રેકફાસ્ટ લેતાં હું બે દિવસનું પ્લાનિંગ પણ  કરી રહ્યો હતો.શું કરવું.... ક્યાં જ્વું..... ખરીદી કરવી..... અને ત્યાં તો મગજમાં પ્લાન પણ ગોઠવાઈ ગયો.....પ્લાનિંગ મુજબ સૌથી પહેલા મેં મહામયી  મુંબઈનગરી  બે દિવસમાં ફરી લીધી.ઋત્વિ માટે "LOVE YOU" ની કિચન ગિફટ લીધી.હોટલ પર આવ્યો અને લોખંડવાલા કોમ્પ્લેક્ષમાં જવા માટેનું પ્લાનિંગ કરવા લાગ્યો.ચાર દિવસ સુધી ઓફિસમાં મિટિંગો જ એટેન કરવાની હતી. બીજે દિવસે હું સમયસર લોખંડવાલા કોમ્પ્લેક્ષમાં આવેલી મારી ઓફિસે પહોચી ગયો.ઓફિસમાં ડાબી બાજુ આવેલ સહતંત્રીની ઓફિસ નો દરવાજો ખોલી મેનર્સથી મેં સાહેબની પરવાનગી લીધી અને ઓફિસમાં દાખલ  થયો. અમે કોન્ફરન્સનાં રૂમમાં ગયા.સાહેબે આપેલાં પેપર્સને લગતી થોડી ચર્ચા કરી. લંચ લીધો. ઓફીસમાથી બહાર નીકળ્યો ત્યારે સૂરજ અસ્ત થવાની તૈયારીમાં હતો. થકાન મહેસુસ થતી હતી.હું સીધો હોટલપર પહોચી ગયો. આ ત્રણ દિવસ એક જ પ્રકારનું રૂટિન રહ્યું.મુંબઈ છોડવાની આગલી રાત્રે મેં મમ્મીને..... કાકીને.... અને ઋત્વિને ફોન કર્યા. ખૂબ ભાવુક બની ગયો હતો. ઋત્વિનો ભાવુક અવાજ સાંભળીને તેને બાથમાં જકડી લેવાનું મન થઈ ગયું હતું... "દોડીને ક્યારે એને જકડું....." ખૂબ તીવ્ર ઈચ્છા થઈ હતી..... હું કેટલો અહોભાગી છું....આ પળે હું મારી  ઝંખનાને તૃપ્ત કરી શકતો નથી...... અકળામણ અનુભવતો હતો. સંદિગ્ધ લાગતું હતું. મનને સમજાવી લીધું કે હવે મારી અને ઋત્વિ ની વચ્ચે એક જ દિવસની  સફર જેટલું જ અંતર છે.પછી અમારી લવસ્ટોરીની શરૂઆત થશે.વાહ....હું મનોમન બબડ્યો.   

       ચાર દિવસ તો મિટિંગમાં એવા પસાર થઈ ગયા કે ખ્યાલ પણ ન આવ્યો.રાત્રે  મારે મુંબઈ છોડવાનું હતું. ઓફિસથી કામ પૂરું કરીને હું હોટલ પર આવ્યો. પેકિંગ કર્યું. ટ્રેનનો ટાઈમ રાત્રિના સાડા આઠનો હતો. મારી પાસે અડધો કલાકનો સમય  હતો. ટેલિફોન પર ટિકીટ કન્ફર્મેશન અંગેની માહિતી મેળવી લીધી.મારી ટિકિટ કન્ફર્મ  થઈ ગઈ હતી એટલે શાંતિ હતી.પોણાઆઠ વાગે હું નીચે કાઉન્ટર પાસે આવ્યો, બિલ લીધું અને ચેકઆઉટ કર્યું.રેલ્વેસ્ટેશન પર પહોચ્યો ત્યારે એનાઉન્સમેન્ટ થતું હતું.શતાબ્દી એક્સ્પ્રેસ નિર્ધારિત સમય સે દેરી સે ચલ રહી હે.કેટલાં ઉત્સાહથી રેલ્વેસ્ટેશન પર પહોચ્યો ."ત્યારે..... નસીબના પડિયા કાણાં.............હું મનોમન બોલી રહ્યો હતો." એક બાંકડા પર જઈને બેઠો. મુંબઈ રેલ્વેસ્ટેશન પર લોકોની ચહલપહલ..... મુમ્બિયા ભાષા..... મરાઠી...... મહારાષ્ટ્રીયન ભાષા..... આ બધાનો તાદ્ર્શ્ય નજારો જોઈ રહ્યો હતો.એવામાં  ટ્રેનનું એનાઉન્સમેન્ટ થતાં હું ઊભો થયો. નવ વાગે ટ્રેન અંધેરી સ્ટેશને આવી પહોંચી. હું મારા કોચ તરફ દોડ્યો. એ-૬ માં ચઢી મારા સીટ નંબર પર ગોઠવાયો. પંદર  મિનિટમાં ટ્રેને મુંબઈ છોડ્યું. મારો અંતનાર્દબાય ...બાય..... મુંબઈ .... મોહમયી નગરીને  એવું કહી રહ્યો હતો. 

             ....."ખરેખર મુંબઈનગરી મહાનગરી છે....." મોહમયી પણ છે...... અને તેની કમાણી..... પણ અહીંયા  જ સમાઈ..... મને ગુજરાતી શબ્દો યાદ આવી ગયાં.  હવે પાંચ સ્ટેશન બાકી રહ્યા હતાં.પાંચ કલાક બાદ મારી ટ્રેન મણિનગર સ્ટેશને આવી પહોંચી.મણીનગરથી કાલુપુર સ્ટેશને પહોંચતાં વીસ મિનિટ લાગવાની હતી. હું  તૈયાર થઈ ગયો. મારી ધીરજ ખૂટતી હતી.ઘરે જવાની ઉતાવળ નહોતી,પણ સીધા ઓફિસ પર પહોચવું હતું.મારો પહેલો પ્રેમ ..... મારી ઋત્વિ .... તેને જોવાની મારી તીવ્ર  ઝંખના હતી. અમદાવાદની  ધરતી પરથી એક સંભારણું લઈને ગયો હતો.આ સંભારણાને સંભવ બનાવવાનો આ ઉચિત સમય હતો એવું મેં વિચાર્યું .

            મારા હદયના ધબકારા ટ્રેનની ગતિથી પણ વધારે તેજ ધબકી રહ્યાં હતા. ટ્રેનની ગતિ ધીમી ..... અને મારાં હદયના ધબકી રહેલાં ધબકારાની ગતિ..... આ બન્ને વચ્ચે દ્વંદ યુધ્ધ ચાલી રહ્યું હતું. ધીમીધીમી ગતિએ ચાલી રહેલી ટ્રેને મણિનગર છોડયું. મેં બારી બહાર જોયું ,સવારનો સૂર્યોદય થઈ ગયો હતો. સૂરજનાં કિરણો માથે ચઢી ગયાં હતાં.કાલુપુર સ્ટેશન પાંચ મિનિટમાં આવવાનું હતું  પેસેન્જરોની ઉતારવા માટેની ચહલપહલ શરૂ થઈ ગઈ હતી.મેં પણ તૈયારી કરી લીધી. ટ્રેન કાલુપુર સ્ટેશને આવી ઊભી રહી.સ્ટેશન પર પગ મૂકતાં જ  અમદાવાદની ધરતીનાં ઋજુતાનો સ્પર્શ મહેસુસ કર્યો.સ્ટેશન પર ઉતરી સીધો વેઈટિંગરૂમમાં ગયો.ફ્રેશ થઈને હું સ્ટેશનની બહાર નીકળ્યો.રિસ્ટવોચ તરાફ જોયું.ટાઈમ સાડા દસ બતાવી રહયો હતો.સામાન સાથે ઓફિસમાં જવું અટપટું લાગ્યું.પરંતુ  હવે દિલ ઋત્વિ થી વધુ વખત દૂર રહેવા માંગતું નહતું.હવે તો જેવા પડશે તેવા દેવાશે."માઇન્ડ હેવ ટેઇકન ફાઇનલ ડીસીઝ્ન ".રિક્ષા પકડી ડ્રાઇવરને નહેરુબ્રિજ લઈ જવા કહ્યું. ઓફિસો દુકાનો ખુલવાનો સમય હોવાથી રસ્તા પર ટ્રાફિક વધુ જોવા મળતો હતો. તેમાંય ટ્રાફિક સિગ્નલ અડચણરૂપ..... મને અડધો કલાક  ઓફિસે પહોંચતા થયો.લગેજ સાથે હું ઓફિસમાં દાખલ થયો ત્યારે મારાં કલિગ્સ મારી સામે એકધારું જોઈ રહ્યા હતાં.આ બધાને મારૂ આવી રીતે આવેલો જોઈને ચોક્કસ આશ્ચર્ય જરૂર થતું હશે. હું મારો લગેજ મારી જગ્યાએ મૂકીને  સીધો સાહેબની કેબિનમાં ગયો.સાહેબ પણ અચંબામાં પડી ગયા. અરે, પ્રથમેશ..... તું આવી ગયો..... ? " ઉતાવળ શું હતી..આરામ કરીને આવવું હતું ને ....સર સવાલો પર સવાલો કરવા લાગ્યા.મેં સરના સવાલોને વચમાં તોડી કહ્યું,ના સર.... "આજનું કામ આજે પૂરું કરવું સારું..." સાહેબને મારો આ જવાબ ગમ્યો.

              સાહેબે મને ઇશારાથી ખુરશીમાં બેસવા કહ્યું. બેલ મારીને પ્યુનને ચાહનો ઓડર આપ્યો.પ્યૂનના ગયા પછી સરે પુછ્યું પ્રથમેશ મુંબઈ કેવું રહ્યું ? પહેલાં આ જવાબ આપ! મેં કહ્યું સર, " ખૂબ જ સરસ, વાતાવરણ પણ સરસ હતું. આપની મુંબઈની ઓફિસ કેવી લાગી...? સાહેબે બીજો પ્રશ્ન કર્યો. મેં ઉત્તર આપ્યો કે સ્પેસ ઓછી લાગી પણ ખૂબ સુંદર અને મોકાની જગ્યા છે.સાહેબ ત્રીજો પ્રશ્ન કરે તે પહેલાં જ મેં ઝટપટ મુંબઈ ઓફિસમાં થયેલી મિટિંગોની ચર્ચા બાબતે જ્ણાવ્યું.પટાવાળો ચાહ મૂકી ગયો.સાથે પ્લેટમાં બિસ્કિટ પણ મૂકી ગયો.પ્રથમેશ આ તારા માટે જ  છે.... સાહેબે કહ્યું. તું ટ્રેનથી સીધો ઓફિસે આવ્યો છું,એટલે તારે આની જરૂર છે.સર તમે શું કામ .... નો.... નેવર.... યુ થીન્ક ..... આઈ એમ યોર બોસ ....એન્ડ...આઈ એમ ડુઈંગ ધીસ  ઓર વોટએવર ફોર માય ડ્યૂટી... નો...વી ઓલ આર કલિગ્સ સો.... કેરી ઓન.સાહેબ સાથે ચાહ નાસ્તો કરતાં થોડી કુટુંબની પણ વાતો કરી. મેં સાહેબની રજા મંજૂરી લઈને ખુરશીમાંથી ઊભો થતો હતો ત્યારે  સાહેબે મને એક બંધ કવર આપ્યું.કવર લઈને કેબિનમાંથી બહાર નીકળ્યો.

          મારી જગ્યાએ આવી ખુરશીમાં બેઠો. ધીમે રહીને મેં ઋત્વિના ટેબલ સામે નજર ફેરવી. મારી અને તેની નજર એક થઈ. તેણે મારી સામે જોઈને સ્માઇલ કર્યું તેની મેં નોંધ લીધી. મેં પણ તેનો રિપ્લાય સ્માઇલથી આપ્યો.મને લાગ્યું તેની આંખમાં ઘણા બધા પ્રશ્નો છે.મને પણ આમ જોઈને તેણે  જરૂર આશ્ચર્ય થતું હશે.તેની સ્માઈલે તો એવો તો ઘાયલ કરી દીધો હતો કે કામમાં ચિત્ત લાગતું નહોતું.હવે તો સમય બરબાદ કર્યા વિના ઝડપથી ઋત્વિને મળવું  હતું.ઋત્વિ સાથે કાલે મળવાનો કાર્યક્રમ ગોઠવવો હતો.કેવી રીતે વાત કરું.... ફોન પર કરું....કે ઓફિસમાં તક મળે ત્યારે કરું......આમ ઘણી પ્રશ્નોત્તરી મારા મનમાં  ઉદભાવતી હતી.જેના ઉત્તરો મારી પાસે ન હતાં.મેં મારા દિલ અને મનને કંટ્રોલ કર્યા અને મારાં કામમાં મન પરોવવા પ્રયત્ન કર્યો. છતાંય હું દર અડધા કલાકે કામમાં વ્યસ્ત ઋત્વિ પર નજર ફેરવી લેતો હતો.ક્યારેક કોઈ તક મળી જાય એ આશાથી.પણ તેના તરફથી કોઈ તક મળતી ન હતી.ઘડીયાળ તરફ નજર કરી.કાંટો આજે ઝડપથી દોડી રહ્યો હતો.એવું મેં અનુભવ્યું.

            ઘડીયાળમાં આઠ પર કાંટો આવતાં જ ઋત્વિ તેની જ્ગ્યા પરથી પર્સ લઈને ઊભી થઈ અને ઓફિસના દરવાજાની બહાર નીકળી ગઈ.હું મૂઢ બનીને જોતો રહ્યો.હવે હું શું કરું.....? એની પાછળ જવું તો શક પડી જાય.....એક માધ્યમ ફોન છે.હું તેની સાથે ફોન પર વાત કરીશ જરૂર.એમ વિચારી મારા ઉદ્વિગ્ન મનને શાંત પાડ્યું. આજે મારી પાસે કામ નહોતું.તેથી હું પણ સાહેબની રજા લઈને નીકળ્યો.લગેજની સાથે બસની મુસાફરી કરવી મને યોગ્ય ન લાગ્યું.રિક્ષા પકડી અને ઘર તરફ પ્રયાણ કર્યું."  આવતીકાલે ઋત્વિને કયા  સ્થળે બોલવું..? " તે મારી સાથે આવશે....? "મન તેની ગડમથલમાં હતું.મળવાનો કયો સમય આપું..." આમ પર્યાય ગોઠવી રહ્યો હતો.પીસીઓ પાસે ઓટોરિક્ષા છોડી દીધી.પીસીઓબૂથ પર જઈને ઋત્વિના ઘરનો નંબર ડાયલ કર્યો.સામે છેડેથી ઋત્વિની મમ્મીએ ફોન ઉપડયો. હેલો તમે કોન બોલી રહ્યા છો ..? હેલો આન્ટી હું પ્રથમેશ બોલું છું,નમસ્કાર આન્ટી,"મુંબઈથી ક્યારે આવ્યા ...? આન્ટીએ પૂછ્યું.બસ આજે આવ્યો આન્ટી.તમારી તબિયત સારી છે ને.મઝમાં છો.... "આન્ટીએ કહ્યું, સારી છે મઝામાં  છું".મેં કહ્યું,આન્ટી ઋત્વિને આપશો?આપું.....પ્લીઝ હોલ્ડ ઓન લાઇન."ઋત્વિ, ઓ ...ઋત્વિ. તેની મમ્મીની બૂમો ફોનમાં સંભળાતી હતી." રિસીવર હાથમાં લઈ  ઋત્વિ બોલી,બોલ પ્રથમેશ " હું ઋત્વિ બોલું છું" 

          મેં કહ્યું ,"ઋત્વિ  આવતીકાલે આપણે બપોરના બે વાગે  લોગાર્ડનમાં મળીએ છે.જાણે હુકમથી કહેતો  ન હોય તેમ....પરંતુ પ્રથમેશ તે ક્ષણિક રોકાઈ ગઈ.સારૂ,ધીમેથી બોલી."બિલનાં રૂપિયા ચૂકવી હું ઘર તરફ ચાલવા લાગ્યો.પીસીઓ અને ઘર વચ્ચેનો ફાંસલો લાંબો ન હતો.વોકિંગ ડિસટન્ટ હતું.ઘરે પહોંચ્યો ત્યારે નંદુ ઘરમાં  હતો."અરે પ્રથમેશભૈયા,ક્યારે આવ્યા... ? નંદુએ પૂછ્યું, " સવારે ડાયરેક્ટ ઓફિસ પર ગયો હતો."હું ફ્રેશ થઈને આવું છું.મેં નંદુને કહ્યું "ઓ....કે...." કાકા-કાકી આજુબાજુ ન દેખાતા  મે નંદુને પૂછ્યું કાકીકાકા  ક્યાં?તો નંદુએ જવાબ આપ્યો  "બહાર ગયા છે મોડા આવવાના છે.ફ્રેશ થઈને નીચે નંદુ જોડે થોડા ગપાટાં માર્યા.થોડી સફરની વાતો કરી.તેના માટે જર્સી ખરીદી હતી તે આપી.ગામડે પણ મમ્મી સાથે ફોન પર વાત કરી.વાતચીત કરીને હું મારા કમરામાં આરામ કરવાં ગયો.   નવાઈ લાગે છે પ્રેમે મને નવો રંગ અને રૂપ આપ્યું. મારી આવતીકાલની સવાર નવી ગઝલ બનીને ઊગશે."સાવ અજાણ્યા નિર્મળ સ્મિત ક્યારે આ તણખાને પ્રેમળ જ્યોતિમાં ફેરવી નાખ્યો તે સમયની ખબર  જ ના રહી સાવ અબુધ.આજે પ્રેમ મોહાંધ બની ગયો.સ્વભાવગત વાત  કરતાં હું પડખું ફેરવીને  સૂવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.વારંવાર કરવટ બદલ્યા કરતો  હતો.

                                                       શું ઋત્વિની હાલત મારાં જેવી જ હશે.....! મારી અંતર દશા આ સવાલ કરતી હતી.               

                         

                         ***************************&&&&&&&&&&&&&&&&&&&&&&&************************

 

 

 

                                   

                          

 

 

 

 

 

                           

 .