Prem - Nafrat - 28 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૨૮

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પ્રેમ - નફરત - ૨૮

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૨૮

એ અવિનાશ હતો. આરવ અને રચનાના પ્રેમના શબ્દો સાંભળીને એના રુંવે રુંવે આગ લાગી હોય એમ એ મનોમન ગુસ્સો વ્યક્ત કરી રહ્યો હતો. આરવના ભાઇ કિરણે તેના સાળા સચિનને આરવની જાસૂસીનું કામ સોંપ્યું હતું. કિરણને શંકા થઇ રહી હતી કે આરવ અને રચના વચ્ચે કોઇ ચક્કર ચાલી રહ્યું છે. બંને વચ્ચેની મુલાકાતો એક કંપનીના માલિક અને કર્મચારી તરીકેની જ રહેતી હતી પણ એમની વાતો અને વલણ બે મિત્રો વચ્ચેની મુલાકાત જેવા લાગી રહ્યા હતા. કિરણે પોતાના દાંડ ગણાતા સાળા અવિનાશને એમની જાસૂસીનું કામ સોંપ્યું હતું. આરવ અવિનાશને ઓળખતો હતો એટલે એણે પોતાના એક મિત્ર સચિનને કામ સોંપ્યું હતું. આરવ રોજ કંપની પરથી નીકળે એટલે કિરણ સીસી ટીવી કેમેરામાં જોઇને અવિનાશને જાણ કરી દેતો હતો. કિરણને ડર હતો કે આરવ એક સામાન્ય ગરીબ ઘરની છોકરીને પરણી જશે તો એ પણ આ કંપનીની માલિક બની જશે અને પોતાના ભાગે ઓછો નફો આવશે. તે આરવના લગ્ન કોઇ મોટા ઉદ્યોગપતિની છોકરી સાથે કરાવવા માગતો હતો. જેના સહકારથી 'ઓલ ઇન વન મોબાઇલ' કંપનીનો વિસ્તાર કરી શકાય એમ હતો. સચિને ચોરીછૂપી આરવ અને રચનાના ફોટા પણ પાડી લીધા હતા. સચિનને પોતાના મિત્ર અવિનાશના બનેવી માટે રચના ખતરો લાગવા લાગી હતી. તેણે તરત જ અવિનાશને ફોન જોડી દીધો:'ભાઇ, તમારી શંકા સાચી છે. બંને પ્રેમી પંખીડા છે. અને વાત લગન સુધી પહોંચી ગઇ છે. હવે શું કરવાનું છે?'

અવિનાશ કંઇક વિચારીને બોલ્યો:'તું એમના પર નજર રાખજે. આ તો બહુ ગંભીર મામલો છે. મારે જીજાજીને સતર્ક કરવા પડશે. પેલીએ આરવ પર જાળ નાખી લાગે છે...'

'લાગે છે તો એવું જ. દેખાવમાં ઠીક છે. કોઇ મોટી સુંદરી નથી. આરવ તેના પર કેમ મોહી પડ્યો એ સમજાતું નથી. આવી તો આપણે કોલેજમાં ઘણી ફેરવી છે. કહેતો હોય તો આજે રાત્રે એને ઊંચકી લઉં...' સચિન ગળામાં પહેરેલી સોનાની ચેઇનને ફેરવતાં બોલ્યો.

'ના ભાઇ, તું ઉતાવળ ના કરીશ. જીજાજીને એનો જે ઇલાજ કરવો હશે એ કરશે. આ કામમાં ટપોરીઓની જરૂર હોતી નથી. ચાલ તું ફોન મૂક હું જીજાજીને જગાડું છું.'

સચિન ક્યારનોય આરવ તરફ જોઇને જ વાત કરતો હતો. એ વાત આરવના ધ્યાનમાં આવી રહી હતી.

આરવ સતર્ક થઇ ગયો. તેણે ધીમેથી પોતાના હાથ ખેંચી લીધા. રચનાને થયું કે આરવ શરમાઇ ગયો છે. આરવે વેઇટરને નજીક બોલાવીને સ્પીકરનો અવાજ થોડો વધારવા કહ્યું. પછી ત્રાંસી આંખે સચિન પર નજર નાખી લીધી. તે ચેતી ગયો હોય એમ પાણી પીવા લાગ્યો.

સ્પીકર પર વાગતા ગીતનો અવાજ મોટો થયો:'પલ પલ દિલ કે પાસ, તુમ રહતી હો, જીવન મીઠી પ્યાસ યે કહતી હો...'

રચનાને લાગ્યું કે આરવ પર તેના પ્રેમનો નશો ચઢ્યો છે.

રચના બોલી:'તારો પરિવાર એક સામાન્ય નોકરી કરતી છોકરીને ખરેખર સ્વીકારશે? મને એમ થાય છે કે તમે આ વાત ના કરશો. મારા કારણે તમારા ઘરમાં કોઇ તોફાન ઊભું થવું ના જોઇએ. હું મારા પ્રેમનું બલિદાન આપી દઇશ. તમે કહેશો તો આ નોકરી છોડીને જતી રહીશ...'

આરવ ગંભીર થતાં બોલ્યો:'રચના, મેં તારો હાથ છોડી દેવા માટે પકડ્યો નથી. મેં પહેલી વખત મારા દિલની વાત સાંભળી છે. મને વિશ્વાસ છે કે હું પપ્પાને મનાવી શકીશ. પપ્પાને રાજી કરી લીધા પછી મારે કોઇની ચિંતા કરવાની નથી...' અને ફરી પેલા અજાણ્યા વ્યક્તિ પર નજર ફેંકી. આરવ ચમકી ગયો. એ માણસ જતો રહ્યો હતો.

'તારા પપ્પા તો ગ્રેટ છે. મારું કેવું સન્માન કર્યું. મારા કામની કદર કરી....પણ તમારા ભાઇઓ થોડા ઓછા બોલા છે નહીં?' કહી રચનાએ આરવના ચહેરા પર જોયા કર્યું.

'હા, એમનો સ્વભાવ થોડો અલગ છે. તું ઘરમાં આવીશ એટલે તને ખ્યાલ આવી જશે...' આરવ મોઘમ બોલ્યો.

'આરવ, તને મારા પ્રત્યે પ્રેમ કેમ જાગ્યો? હું એટલી સુંદર નથી....' રચના આંખો નીચી કરીને બોલી.

'રચના, તારું દિલ સુંદર છે. અને તારી સાદગીમાં જ સુંદરતા છે...જો સુંદરતા જ પ્રેમનો માપદંડ હોત તો મેં વિદેશમાં જ કોઇ છોકરીને પસંદ કરીને લગ્ન કરી લીધા હોત. અને અહીં પણ સુંદર છોકરીઓની ક્યાં કમી છે. મને આંખ કરતાં દિલની પસંદ પર વધારે વિશ્વાસ છે...' આરવ અચાનક તેના હાથ પકડીને ભાવવાહી સ્વરે બોલ્યો.

'આરવ...' રચનાએ તેના હાથ દબાવ્યા.

બંને જમીને હોટલમાંથી બહાર નીકળ્યા.

આરવ કહે:'તને તારા ઘરે છોડી દઉં છું...'

'આરવ ફરી ક્યારેક...' કહી રચનાએ ઓટો રિક્ષા માટે આમતેમ નજર દોડાવી.

'મારે તારું ઘર તો જોવું પડશે ને? મારા મમ્મી- પપ્પાને લઇને આવવું પડશે ને?' આરવ હસીને બોલ્યો.

'તમારે ચોક્કસ આવવાનું છે. પણ હું ઘરે માને પહેલાં વાત કરી લઉં અને એમની મંજુરી લઇ લઉં પછી ગોઠવશો...' રચનાએ કંઇક વિચારીને કહ્યું.

'ઓકે...' આરવ માની ગયો.

રચનાએ રિક્ષા પકડી લીધી. અંદર બેસતાની સાથે જ તેણે ફોન લગાવ્યો:'હું આવું છું. આપણે કેટલીક મહત્વની વાત કરવાની છે...'

ક્રમશ: