Kone bhulun ne kone samaru re - 84 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | કોને ભૂલુંને કોને સમરુ રે - 84

Featured Books
  • क्या लड़की होना गुनाह है

    आज की कहानी उन सभी लड़कियों के लिए जो अपने परिवार के बीच होत...

  • Black Queen ( A Mysterious Girl )

    Rathore's club ( काल्पनिक नाम )यह एक बहुत बड़ा क्लब था ज...

  • Revenge Love - Part 1

    जय द्वारिकाधिश..जय श्री कृष्ण.. जय भोलेनाथ...... ॐ नमः शिवाय...

  • My Devil Hubby Rebirth Love - 48

    अब आगे थोड़ी देर बाद डॉक्टर का केबिनरूही और रुद्रा डॉक्टर के...

  • जिंदगी

    खुद के एहसासों को कुछ इस तरह बिखेरना चाहती हूमैं रहूं तुझमें...

Categories
Share

કોને ભૂલુંને કોને સમરુ રે - 84

કાનમા આરતીનો ઢોલ પડઘાતો રહ્યો ...પ્રસાદ આપતી વખતે શીવજીબાપા પુજારી નજીકઆવ્યા..."બેટા કેમ ઉદાસ થઇ ગયો?..."

પહેલી વખત શીવજીદાદાનો ભીનો અવાજ સાંભળી ચંદ્રકાંતની આંખોય ભીની થઇ ગઇ...

"દાદા હવે ખબર નથી અમારુ ભાગ્ય ક્યાં લખાયુ છે...ભણવાનુ હવે પુરુ થયુ એટલે હવે ચુલ્હે ચડવાનુછે...તપવાનુ છે....ત્યારે ભગવાન દત્તાત્રય નહી ભુલી શકીયે ...શીવજી દાદાનો આશિર્વાદ દેતો હાથમાથા ઉપર નહી હોય...હશે ધોમધખતો તાપ...બળબળતી લુ .જો બેટા નિંભાડાની આગથી માટલાબને એમ આગળની જીંદગીની સફરમાં તમને સહુને ભગવાનના આશિર્વાદથી મંઝીલ મળી જશે...કર્મકરતા રહેજો...હાર નહી માનતા...મારા ખુબ આશિર્વાદ...લ્યો આજે ટોપરાને ગોળનો પ્રસાદ ખાવ સદાસુખી રહો..."

ત્રણેય જણા દાદાને પગે પડ્યા...અને ઢળતી સાંજના એકબીજાના હાથભીડીને મંદિરને ઓટલે કેટલીયેવાર બેસી રહ્યા... સાંજ હજી ચંદ્રકાંતને યાદ છે....

.......

"નારણભાઇ આપ કડવા પટેલ બોર્ડીગના ગૃહપતિ છો પણ મારા માર્ગદર્શક છો...શું કરવુ?પ્રદિપકણસાગરા એને જગદીશ કણસાગરા એમબી બી એસ નાં આંખરી વરસમાં હતા ચંદ્રકાંતના મિત્રબન્યા તેનું કારણ અસલ ગાંધીવાદી સાવ સીધા સાદા નાણભાઇ . વિધાનસભ્ય કણસાગરાએ બોર્ડિંગ ઉભી કરવામાં લોહીપાણી એક કરેલું અને ચંદ્રકાંતના ઘર થી પચાસ કદમ દુર બોર્ડિંગમાંપહેલાં ગૃહપતિ એટલે નારંણભાઇ . ચંદ્રકાંતને બાજુમાં બેસાડી પૂછપરછ ચાલુ કરી . “મારે મનહરનીજેમ નોકરી કરવી કે ઉદ્યોગ કરવો...%?બાપુજીના ટ્રેક્ટરનાં ધંધામા મારુ ભવિશ્ય શુ...."?

જો ચંદ્રકાંત...તુ બીકોમ થઇશ એટલે તારે નોકરી કરવી હોય તોજ ભણતર કામ આવશે પણધંધામા ભણતર હિસાબ કિતાબ સિવાય બહુ કંઇ કામમાં નહી આવે પણ નોકરી કરવી હોયબેઠકમાં કે એલ આઇ સી કે ક્યાંય પણ તો ઘાણીનાં બળદની જેમ જોતરાઇ જવાનું બસ , બાકી સિવાય કામ નહી આવે....તારે વેપાર કે ઉદ્યોગ કરવાનો પહેલા પ્રયત્ન કરવો જોઇએ .પછી જામે તોનોકરી કરવા બેસી જવાનુ..ખોટા અહમ કે વાણીયો નોકરી કરે એવુ નહી રાખવાનુ....હું પણ ખાદીગ્રામઉદ્યોગમાંથી આવુ છુ એટલે સાબુ સહુથી પહેલી પસંદગી ઉદ્યોગધંધામાટે રાખજે....તેમા બહુવિશાળ તકો છે..સાબુ કપડા અને માણસનો સહુથી અગત્યનો સંગાથી છે . દંત મંજનમાં તો ગામડામાંકોલસો ને ગેરુ અને દાતણ કરી લેશે પણ હવે કોઇ માટી કે રાખથી હાથ પણ નથી ધોતા ,એટલેસાબુની ભવિષ્યમાં બહુ માંગ વધશે “.

સાંજે ચંદ્રકાંતે બાપુજીને નારણભાઇ વાળી ભવિષ્યની શું કરવું વાત કરી...

"ચંદ્રકાંત,આપણા ભાણીયાબાપા અત્યારે ગઢડા સ્વામીનામા ખાદીવાડીમા છે ત્યાં લીંમડા અનેજાતભાતના સાબુ બને છે ...આપણી મીલમા શીંગ પીલ્યા પછીનુ બગરુ આપણે ઠેઠ મુંબઇપોસ્ટમેનવાળા મારા દોસ્તાર અહેમદ ઉમરને મોકલીયે છીએ તો તું ટ્રાઇ કરી જો મને સરકાર ઉદ્યોગમાટે જગ્યા પણ નજીવી કિમંતમાં આપશે...એક કામ કર...તને નારણભાઇવાળી વાત ગમી છે તો તુંગઢડા જા અને સાબુ બનાવતા શીખી જા પછી આગળ જોઇએ..." જગુભાઇએ ભાણીયાબાપાને વાતકરી કે વેકેશનમા ચંદ્રકાંતને નહાવ ધોવાના જે આપણેસાબુ બનાવીએ છીએ તેની પ્રોસેસશીખવાડજો .

જગુ તું એની ચિંતા છોડી દે..હું એને સાબુ અગરબત્તી જે કંઇ અંહીયા બંને છે તે શીખવાની નેજમોકલીશ .લ્હેર કરપછી તેમણે તેમનું બ્રાંડેડ સુડુડુ હાસ્ય કર્યું

.........

ચંદ્રકાંત ગઢડા પહોંચ્યા અને ખાદીવાડીમા મોહનબાપાને ધરે પહોંચ્યા ત્યારે શાંતાભાભુ બહુ રાજીથયા .સાચા દિલથી પ્રેમ કરનારી મારી મોટી બેન મારા જેવડી વચલી બેન નાનો તોફાની ભાઇ તેનાથીનાની બેન અને સૌથી નાનો ભાઇએમ મોટી ફોજ આનંદમા આવી ગઇ...મોહનબાપાએ ઉર્ફ અમારાભાણીયાબાપાએ સાંજે જમ્યા પછી પુછ્યુ...."શું કરવુ છે તારે ચંદ્રકાંત???"

"મારે બધાને ધોઇ નાખવા છે બાપા...."છોકરાવ બધા હસી હસીને બેવડ વળી ગયા .બાપા પણબ્રાંડેડ હાસ્ય રોકી શક્યા તેનો બહાર આવી ગયેલો જળશિકરો એક હાથ આડો રાખી સુડુડડ કરતા પાછો લીધો ત્યારેચંદ્રકાંતપણ મુક્ત મને હસ્યા .ગાદલામાં સહું સાંજે દાસ્તાનગોઇ ચંદ્રકાંતનેવિંટળાઇને બેઠા હતા.ભાણીયાબાપા એકલા હીંચકે હીંચકતા હતા .શાંતાભાભુ બોલ્યાચંદુભાઇ મનેનીંદર આવે છેબધા છોકરાને ચંદ્રકાંતને શાંતાભાભુની રહસ્ય કથા કહી દીધી .

ચંદુભાઇ , મારી બા ને રસોઇ કરતી વખતે પંપવાળો પ્રાઇમસ ચાલુ કરે અને એનો અવાજઆવે એમાં નીંદર આવે તો રોજ શાક દાળ ચડતા હોય ને ભાભુ સુઇ જાય બોલો …”

શું વાત કરો છો ? પછી દાળશાક બળી જાય ?”ચંદ્રકાંતે વાતને વળ દીધો .

નાનાચંદુ કહેતા ભાણીયાબાપા મસ્તીમાં જોડાયા …”મારે નોકરીને જવાનું હોય છોકરાવતગારું એક ખાય તો મારે તેની સાથે બેસવું પડે . જેવા દાળ શાક મુકે ને મસાલો કરે એટલે તારીભાભુપાટલા ઉપર ઘસઘસાટ ઉંચી જાય પછી શું મારે હલાવ્યા કરવાનું ,શાક ચડી જાય દાળ ચડીજાય ત્યારે પ્રાઇમસ બંધ કરીને ઉઠાડવાની. હવે ભાભુ શરમાઇને હસતા હસતા કહેવા લાગ્યાના હોરોજ કંઇ એવું નથી ખાતું પણ તારા બાપા ને છોકરાવ ખોટેખોટું લઇ હાલ્યા છે ,બાકી કોઇ વાતકરાવતુ બાજુમાં બેસે તો થોડી નીંદર આવે ? સવારે તમે આવ્યા ત્યારે મારી બાજુમાં બેઠા અને આપણેકેવી મજાની વાતો કરતા હતા અને હું રોટલી કરતી કે નહી ? સાચુ કેજો . પણ મને ટ્રેનના અવાજમાંયેઉંધ આવે બાજુમાં સ્વામિનાયણ મંદિરમાં ઝાલર વાગે આરતી થાય એનીયે નીંદર આવે બોલોપછી શંખ વગાડે ને એટલે હું જાગી જાંવ હોં .”

છોકરાવ આપણે શંખ લઇ આવીશું એટલે બાની નીંદરબંધચંદ્રકાંતે ઉપાય કર્યો પણ રાત્રે ઉંઘમાવિચારતા હતા કે હાલરડા એક રીધમ છે એમ ભાભીને અમુક રીધમ મનમાં ગોઠવાઇ ગયું છે (વરસોપછી મુંબઈની લોકલમાં બેસી ઘસઘસાટ ખુદ પોતે એને એવા સેંકડો પેસેન્જરો ગહેરી નીંદમાં જોયા છેઅનુભવ્યું છે) વહેલી સવારે વાગે બાપાએ રેડીયો ઉપર ભજન ચાલુ કર્યાહે જાગને જાદવાચંદ્રકાંતને સંધવી કુટુંબની પેટન્ટ યાદ આવી ગઇ .ગઢડા સ્વામીનારાયણની ખાદીવાડીનાં આંબાલીમડા ઉપર પોપટોની કાબરોના ચકલીના પ્રભાતગાન સાથે ચંદ્રકાંત ઊઠ્યા .


ચંદ્રકાંત