Kone bhulun ne kone samaru re - 82 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | કોને ભૂલુંને કોને સમરુ રે - 82

Featured Books
Categories
Share

કોને ભૂલુંને કોને સમરુ રે - 82

દિવસ મિલીટરી એટેચ કેમ્પમા ચંદ્રકાંત મનહર વિનોદ સાયાણી કોટક એવા નાજુક સૈનિકોનેસાંજના સાત વાગે શીયાળાની અંધકાર ભરી સાંજે સીતાપરા સાહેબનો ઇશારો મળ્યો કે આખાશરીરમા ગરમાટો આવી ગયો....જાણે જેલ તોડીને ભાગવાના હોય તેવી ઝણઝણાટી પ્રસરીગઇ...ઉદેપુરની ભયાનક ઠંડીમાં ભયનું લખલખું પસાર થઇ ગયું.રૂંવાડા ઉભા થઇ ગયા .આઝાદીનીલડાઈમાં ભાંગેલાં જેલ તોડેલા અમર શહીદો ક્યાં અને ક્યાં અમે ફિલ્મ જોવા બહાર મસ્તી કરવામીલીટરી કાનુન નો ભંગ કરનાર ચંદ્રકાંત અને સાથીદારો ? પણ જુવાનીનાં પાગલપનનાં દિવસોહતા .બસ થોડો સાહસી આનંદ લેવાની ભાવના હતી .

સમયે સેકન્ડ ક્લાસની થીયેટરની ટીકીટો દસ રુપીયાની હતી અને દસ રુપીયામા પેટ ભરીને નાસ્તોમળવાનો હતો પણ સાહેબે પાંચ વધારે આપી સહુને ઇશારો કર્યો "મજા કરી નથી તો પનીશમેન્ટમળશે...પછી પોતે ખડખડાટ હસ્યા...અંધારામા કેમ્પના પાછળના તારની વાયરફેન્સીંગ ઉંચી કરીએક એકને ધક્કો મારી પોતાની બેટરી અમારા હાથમા પકડાવી અંધારામા અલોપ થઇ ગયા ત્યાં રૌનમા નિકળેલા મિલીટરી જવાનથી છુપાવા પાંચેય ક્રાઉલીંગ પોઝીશનમા ધાંસ વચ્ચે સુઇગયા...દીલતો ધડકધડક થતુ હતુ ....હમણા પકડશે તો આખી રાત રાંઉડ મરાવશેએવી બીકમા શ્વાસઅટકી ગયા હતા....જવાને અંધારામા બેટરીની લાઇટ ચારે તરફ આમતેમ કરી નિકળી ગયો...સવારેઅમને સીતાપરા સાહેબે કહ્યુ કે બીજી કોલેજના બાજુના તંબુવાળાએ આપણી કોલેજના છોકરાવ મજાકરવા રાતે બહાર જાય છે એવી ચુગલી કરેલી....એટલે સાહેબે કીટ નીચે કપડા ગોઠવી માણસ જવોદેખાવ કરી છોકરાવ ગણાવી દીધેલા....!!!!

રોન મારતો મીલીટરીનો જવાન ગયો એટલે સીતાપરા સાહેબે મોઢેથી સીટી મારીને સબ સલામતનુંસિગ્નલ આપ્યું .આશરે પાંચસો કદમ દુર મને રોડ પહોંચવા એવી દોડ લગાવી હતી કે છાતીશ્વાસધમણ થઇ ગઇ

સાબજી વો શમ્મી કપૂરકા ફિલ્મ લગા હૈ વો કોનસા થિયેટર જી “?રસ્તે જતા એકમારવાડીને પુછ્યુ . અમારા સહુનાં હાંફ ચડેલા મોઢા જોઇ તેણે મજાક કરી

ક્યું રે ભાયે,પુલીસ પીછે પડી હૈ ક્યાં ?”

અરે ભાયા ગુજરાતસે ઇસ્કુલમે કેંપમે આયે હૈ સાબને ચીન ધંટેકી છુટ્ટી દી હૈ આપ તો હમારા પાંચમિનીટ ખા ગયો …”

યહાંસે પહેલે દાહીને મોડ પર મુંડ જાના સામણે અલંકાર થીયેટરમે શ્મ્મી કપુરકી ફિલ્મ લગી હૈ દૌડોજલ્દી શો કાં ટેમ હો ગયા હૈ

રાતે શમ્મી કપુરની ફિલ જોઇ સમોસા રગડો પાંવ પેટ ભરીને જમ્યા અને કોઇકને પાન ખાવાનીઇચ્છા થઇ પણ લાલ હોઠ સવારે પકડાય તો ચોરી પકડાઇ જાય...ચુગલીખોર દિલજલાઓ "પાનખાયે સૈંયા હમારો "કરે બીકે વિમટો અડધો અડધો પી ને પાછા ભાગ્યા ...ત્યારે રાતનાં સાડાબાર વાગ્યા હતા .રાતના ઘોર અંધકારમા વાયરફેન્સીંગ પાંસે પહોંચ્યા ત્યારે ધીમી તીણી સીટીવાગી..."છોકરાવ કમઓન . જલ્દી અંહીયાથી આવી જાવ...."

બધા સીતાપરા સાહેબની કાળજીથી સાહેબને ભેટી પડ્યા.......

.........

આજે કેમ્પનો આખરી દિવસ હતો...આજે મીઠાઇ ફરસાણ સાથે "બડા ખાના"મળવાનુ હતુ અને સાંજેકેમ્પફાયર મહેફિલ સજવાની હતી....સહુ સાંજની રાહ જોતા બડાખાના ખાઇને આડા પડ્યાહતા...અમારે કંઇક પ્રોગ્રામમા ભાગ લેવાની તૈયારી કરવાની હતી...

મોડી સાંજે કેમ્પફાયર પ્રગટાવી સહુ ચીચીયારી પાડતા રેકોર્ડ ડાંસ પર નાચતા હતા.....થોડીવાર પછીઅનંતકડી શરુથઇ...મનહરે મુકેશના અવાજમા "હમ તુજસે મુહોબત કરકે સનમ ...રોતે હી રહે હસતેહી રહે....જેને સીતાપરા સાહેબે ઝીલી લીધુ...પછીતો ધારલા સીંગરો પતરાના ડબ્બા અને ટંબલરનેવાદ્ય બનાવી બેકલાક મહેફિલ ચાલી....કેટલાં મિત્રો સુંદર કંઠમાં રફીલતા મુકેશને જીવતા કર્યાત્યારે સીતાપરા સાહેબેતારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલએકલો ..પછી પોતેજ પોતાનાં ઉપરમજાક કરીખબરદાર મારી મોતીનું નામ લીધું તો ..! સહુ ખડખડાટહસી પડ્યા ..રાતના એક વાગે સીતાપરા સાહેબે વોર્નિંગ આપી છોકરાવ સવારના આઠ વાગ્યાની ટ્રેનછે એટલે આપણે કેમ્પમાંથી સાડા વાગે નિકળી જવું પડશે ..મોટાભાગના કેડેટો વિખરાઇગયા...હતા..

હવે ,ચુંટેલા ચુનંદા મિત્રો સિવાય કોઇ નથી તેવુ ચેક કરી અને પછી જે મહેફિલ શરુથઇ સાવ અંગત મિત્રો વચ્ચે ખાનગીમં જે જોક્સ શરુ થયા તેમા ધારેલા" સજ્જનો "છાકટા થઇને ગાળગીતાથીશરુ કરીને ....આગળ...ઔર આગળ...વધતા ગયા ...શીયાળાની કડકડતી ઠંડીમાં ગરમાટો ફલાઇગયો હતો....બસ..."ગંદી બાત ગંદી ગંદી ગંદી બાત...."....જીંદગીકા હૈ મજા જીનેમે ,પીલે ઘૂંટ ઘૂંટમે,નહીતો પ્યાસા રહે જાયેગા

ચદ્રકાંત