ઉદેપુરનો એ મીલીટરી એટેચ કેમ્પ જેમા મીલીટરીમા કેવી કઠોર ટ્રેઇનીંગ આપી જવાનો તૈયાર કરવામાઆવે એ અમારે પણ કરવાનુ હતુ....રાતના ઉદપુર કડકડતી ડીસેમ્બરની ઠંડીમા પહોંચ્યા ત્યારે અંધારુથઇ ગયેલુ.એક મોટા મેદાનમાં તંબુઓ લાગેલા હતા...અમારા દરેક તંબુમા છ જણને માટે લોખંડનાપટ્ટીવાળા પલંગ ,તની નીચે અમારી કીટ રાખવાની હતી સહુ થોડા વધારે જે કંઇ કેશ લાવ્યા હતા તેસીતાપરા સાહેબ પાંસે જમા કરાવી થરથરતા મીલીટરીના જાડા બ્લેંકેટમા પડ્યા હતા ત્યાં સીતાપરાસાહેબે સહુને અંધારામા બોલાવ્યા..."જુઓ છોકરાવ બીજાની માંને.....તમે જલસો કરી લેજો હું બેઠોછુ....સવારે પાંચ વાગે ઉઠાડવા આવીશ...આ લોકો તમારુ તેલ કાઢી નાખશે પણ મારા ઇશારેરહેજો....ભાગો...રોનમા કોઇ આવતુ લાગે છે...સુઇ જાવ..."
સવારે એલ્યુમાનીયમના ટંબલરમા ચા મળી....ચંદ્રકાંતે પાણી જેવી કોફી પીધી...(ચા ન પીવાનારવિશંકર દાદા સામે લીધેલી કસમનુ પાલન કરતા હતા એટલે) વિશાળ પટંગણમા ધડસા જેવી થ્રીનોટ થ્રી રાઇફલ બે હાથ ઉપર કરી ઉંચકીને દોડવાનુ ચાલુ કર્યુ ....મારા જેવાએ થોડીવારમા હનુમાનચાલીસા બોલવાનુ ચાલુ કર્યુ હતુ...બાપરે...અડધા માઇલનુ એક રાઉંડ..?જો ભુલે ચુકે હાથ નીચો કર્યોતો પાંચ રાઉંડ એક્સટ્રા...થરથરતી ઠંડીમા પરસેવાના રેલા ઉતરતા હતા...અમારો ટ્રેઇનર કોઇસાઉથનો કાળો કડક ઉંચા અવાજે કમઓન...બકઅપ...કર્યા કરતો હતો...સીતાપરા સાહેબ હસતાહસતા સાથે દોડતા હતા..."સંધવી...તારી મીલમા શીંગનુ તેલ નિકળે છે અંહીયા તારુ નિકળશે એમલાગે છે..."
હાંફતા હાંફતા સવાલ પુછ્યો "સાહેબ તમે કેમ થાકતા નથી...?"
"અરે વાણીયા અમે ખેતરમા સખત કામ કરેલા છે હજી શનિ રવિ કે રજામા ખેતરે કામ કરુ હોં..."
.......
બે રાઉંડ પુરા થયા ત્યારે પહેલો દિવસ હતો એટલે પગે ગોટલા ચડી ગયા હતા...અટલી વજનદારરાઇફલો મેગેઝીનો બીજી અનેક વસ્તુ લઇ આવી વિષમ પરિસ્થિતિમા આપણા બહાદુર જવાનો કેટલુકઠણ જીવન જીવી આપણા માટે જાનની બાજી લગાડતા હશે..?એ દિવસોથી કોઇ મિલિટરીના જવાનનેજોઇને કાં ઉભો થઇ જતો ચંદ્રકાંત કાં સેલ્યુટ મારતો રહે છે...
નહાઇને ફ્રેશ થઇ લાઇનમા ઉભા રહ્યા ત્યારે નાસ્તામા પરોઠા ભાજી અને એક જોડ બ્રેડ બટર...એકટંબલર દુધ....પણ યારો...ઘરે કેટલા નખરા કરતા ચંદ્રકાંત સહિત સહુ મજેથી કાચુ કડક કે ક્યાકબળેલુ પરોઠુ ખાતા જે લિજ્જત આવી છે શબ્દોમા કેમ ચિતરુ..?
પછી ક્લાસ હતા અગીયાર વાગે જ્યાં આર્ટીલરી ની વિગતો આપતા સરદારજીને સાંભળ્યા...કલાકનાઆરામમાં સહુ પોતાના કપડા ધોઇને તંબુ બહાર સુકવી થોડા આડા પડ્યા ...ત્યારે સીતાપરા સાહેબેફરી સહુને ભેગા થવાનો ઇશારો કર્યો..."છોકરાવ અંહીયાથી બે માઇલ દુર ઉદેપુરમા સીનેમાનુ થીયેટરછે કદાચ બ્લફ માસ્ટર કે જંગલી લાગેલુ છે....પણ દસ દસની ટીમનો વારો બાકીનાંએ જ્યાં સુધી એટીમ પાછી નઆવે ત્યાં સુધી ચોકી કરવાની રોન મારવાની...કોઇ શક..?"
ઉત્સાહમા આવેલા જુવાનીયાઓને સાહેબે જાણે દારુ પાયો હોય તેમ કુદવા લાગ્યા એટલે સીતાપરાસાહેબે સાવધાન કર્યા "કોઇના સાહેબ કે કોઇ કોલેજના છોકરાવને ખબર પડી તો પ્રોગ્રામ કેનસલ.."
બપોરે જે જમવા મળ્યુ તે ખાઇને બધા પતરાના પલંગ પર કીટ પાથરી સુઇ ગયા...સાંજે ચાર વાગે ફરીડ્રીલ એક્સરસાઇઝ ચાલુ થઇ તે જાતભાતની દોડાદોડી અને રસ્સી ખેચની રમતો રમાડી...અનેએનાઉન્ય કર્યુ..."કલ સબકો ફાઇરીંગ રેંજ પર જાના હૈ ઔર આર્મસકો ઓપરેટ કરના હૈ...સુબહમેઆઠ બજે ઉધર પહોચેંગે...નાસ્તા ઉધરહી મિલેગા..."
ફરી સીતાપરા સાહેબે સાંજે ટીપ આપી...."આ લઠ્ઠા તમારી ઉપર ચડીને બેસશે ને રાઈફલ થ્રીનોટ થ્રીપકડાવી ફાયર કરીને બોલશે એટલે ધડાકો અન ખભા ઉપર એટલુ જોરથી રીટર્ન પ્રેશર આવશે એટલેજાડો નેપકીન ખભા ઉપર રાખજો અને રાઇફલ બરાબર ખભા ઉપર ચીપકાવી રાખજો...સમજ્યાં....?કોઇ શક?"
એ દિવસે બે રાઉંડ મારીને થાકીને ટેં થઇ ગયેલાવને મીલીટરીના ખટારાઓમા ઉંચકીને નાખ્યા ત્યારેઅંદાજ આવ્યો કે કેટલુ ઉંચુ ચડીને ટ્રક પકડવાની હતી....ફાઇરીગ રેંજમા દસ દસની ટુકડીઓ બનાવીસહુને દુરથી ટારગેટ બતાડીને" એઇમ...ફાયર...ધુડુમ..."કરવાનુ હતુ...ચંદ્રકાંતનો નંબર આવ્યો ત્યારેબિતારાના ભાગ્યમા કડદમજી જેવા સરદારજી તેના ઉપર ચડી બેઠા..."ઓયે જવાન પૈરકો સીકુડનાનહી હૈ ખોલ..ઔર...ખોલ...હમ...અબ એઇમ લો...સામને જો બોર્ડ હે ઉસમે સબ ગોલ ગોલ હૈ ઉસમેસેંટરમે કાલા દિખતા હૈ ઉસકો યે ખાંચેસે સીધી લાઇનમે દેખો ઔર ફીર એઇમ બરાબર આવે કીફાયર કરના....બંદુક કોઇ ખીલોના નહી હેૈ બરાબર એઇમ લે....શાબાશ પઠ્ઠે...દાગો...ફાયર...
એઇમમા બેઠેલા જવાને મેગાફોનમાં કહ્યુ બોર્ડ પર લગા હૈ ઔર સેંટર લગાવ ...પાછો એઇમનીખાડીમા સફેદ વાવટો લગાવી ઘુસી ગયો....બસ...આ રીતે ચંદ્રકાંત મિલિટરી જવાન બનતા બનતારહી ગયા...
પણ રાતના જે અનંતકડીને અને દાસ્તાનગીરો જમા થયા એમની.....”ગંદી બાત...ગંદી બાત..”
કાલે
ચંદ્રકાંત