નાટક પુરુ થયુ અને પડદો પડ્યો ત્યારે વિનોદ સાયાણી ઉપર સહુમિત્રો તુટી પડ્યા...."કેટલી પચાસગોળીવિનોદીયા તારે છોડવી હતી?"ઠુસ ઠુસ કરતો જ રહ્યો ?
"પાછળથી ફટાકડો ન ફુટે ત્યાં સુધી હું એમ સમજીને ગોળી છોડતો હતો કે સાલુ ક્યારેકતો ગોળીછુટશે...."વિનોદે બચાવમાં કહ્યું.
"ફટકડા લેવા કોણ ગયુ હતુ...?મનહરે મમરો મુક્યો..?"
"મારા ઘરે લવિંગીયાની લુમ પડી હતી એટલે હું જ લાવ્યો હતો વિનોદને પહેલેથી જ સુતળી બોમ્બકેલક્ષ્મી છાપ મોટા ટેટા બોંબનુ કહેલું પણ એ લવિંગીયાની તડાતડ લઇ આવ્યો હતો જે હવાઈ ગયેલીહતી ....પણ આવી રીતે ફટાકડો ન ફુટે તો સાલુ શું કરવુ એની ગતાગમ ન પડી ઇ તો ચંદ્રકાંતેસાઇલેન્સર ચડાવીને પુરુ કર્યુ...." વિનોદે બચાવ પુરો કર્યો .
“તો પાછળથી આખા રિહ્રસલમાં ફટાકડા ફોડતો હતો તો સ્ટેજ ઉપર માઇક પાછળ રાખીને ફોડવોહતો ને ?તારાચંદે ઘટસ્ફોટ કર્યો . મનહરે સંસ્કૃત શ્લોક કહ્યો “પડપડાટ પાદમ્ કંદની ગંધમ્ ગુપ્તમ્પાદમ્ બહોત ગંધમ્…” આ જ શ્લોક વરસો પછી થ્રી ઇડીયેટમા થોડાસુધારા સાથે ફરી સાંભળ્યો હતો.
વિનોદ ને કાયમ પેટમાં ગેસની તકલીફ રહેતી એટલે તેના ઉપર અમારી અવાર નવાર મજાક થતીરહી...
......
બીજા આવા જ એક ફંકશનમા એક પાત્ર લેડીઝ ભજવે તો થાય તેમ હતુ પણ કોઇ છોકરીઓ તૈયાર નથઇ એટલે એક એકદમ ભણેશરી સીધાસાદા દેખાતા ખતરનાક એવા રંગે શ્યામ ચશમીસ ને જતિબનાવીને તેની સ્ટેજ ઉપર આવવાની મંછા પુરી કરવામાં આવી ,ત્યારે કે પી સંધવીને માથે ઓઢણીઓઢાડીને લેડીઝનો અવાજ કાઢી બહુ નચાવેલો....એ કેમ ભુલાય?આજે ઇમીટેશન જ્વેલેરીનોબાદશાહ એ પછી ક્યારેય મળ્યો નહી પણ એના સમાચાર મળતા રહ્યા...કે હવે લેંડના ઓફિસ કરીનેકરોડોનોવ્યાપાર કરે છે.
.......
એક બાપુનુ નાટક કરેલુ તેમા ચંદ્રકાંત બાપુ બનેલા મનહર ઘાંયજો (હવે આ શબ્દને નાઇભાઇસમજવો...)જેમા બાપુને ફરીયાદ કરવા ગામના લોકો આવતા જાય અને બાપુ અમલનાં કેફમા મનહરઉર્ફે નાઇને આમાં શુ કરવુ જોઇએ પુછતા રહે ને ન્યાય તોળતા રહે તેમા ગોકળ,તારાચંદ પાઠક એવાઅનેક મિત્રોએ કોલેજ-ડેમા ધમાલ મચાવેલી....પણ એવો ય એક કોલેજ ડે હતો ત્યારે વિધ્યાર્થીઓનાબે તડા વચ્ચે વૈમનસ્ય વધી ગયુ અને અમારા મિત્ર ડાવેરાબાપુને પાછળથી જોરદાર ટપલી મારી ત્યારેઅસલી મિજાજમા બાપુ ધાગધાગા થઇ ગયા...."સંઘવીભાઇ મને ટપલી કુણ મારી ગયુ..?હવે એનેઝાટકે દેવો પડશે. કહી ફંક્શન છોડી જતા રહ્યા બીજીબાજુ નવા કોલેજીયન ગૃપમા જયંત સંધરાજકાઅને દિલિપ સાંગાણી (હાલ જે બી જે પીમાં મોટા નેતા છે )મારા નાનાભાઇ સાથે હતાએ સીટીગૃપેતોફાન મચાવી દીધુ અને એ દાગ સાથે અમે તમામ વિદ્યારથીનીઓને લઇ સલામત રીતે બહાર નિકળીગયા ...આછા અંધારામાં કોલેજરોડ ઉપર તલવાર લાઠી લઇને કાઠી બોર્ડીંગની ટોળી મળી...પણકોલેજમા તેમને ચકલીયે ન મળી...સાવ સુમસામ કોલેજમા હો હા કરી કાઠી જુવાનો પાછા ફર્યા ત્યારેઅમારી આગળ નાળા આગળ છુપાયેલા પટેલ મિત્રો ખડખડાટ હસી પડ્યા.....”આ બાપુડાવકોલેજમાં તલવારુ લઇને ગયા તે કોઇ રાગ જોતું ઉભુ હોય ?
એમને ખબર નથી પચાસ પટેલિયા ધારિયા લઇને નાળા પાછળ લંબાયા હતા .હવેતો
આવતા વરસે કોલેજ ડે થશે કે નહી ?તે અમે આખરી વરસના વિદ્યાર્થીઓ જાણતાનહોતા...ડીસેંબરના વેકેશનમા મીલીટરી એટેચ કેંપમા ઉદેપુર અમારે સહુને એન સી સીનાં કેડેટોએજવાનુ હતુ એટલે આખો ટી વાય બી કોમનો ક્લાસ ઉર્ફે બજરંગીઓ તથા એસ વાઇના ચુનંદાકેંડીડેટોને લઇને અમારા સીતાપરા સાહેબની આગેવાની વચ્ચે અમરેલી રેલ્વે સ્ટેશને કેમ્પમાં જવામાટેજમા થયા હતા...અજાણ્યાં પેસેન્જરો અટલા બધા યુનિફોર્મવાળાને જોઇને બબડતા હતા નક્કી ક્યાંકતોફાન થયા લાગે છે !સહુ યુનીફોર્મમા પરેડ કરાવવામાં આવી .ટ્રેનની રાહમા મસ્તી કરતા ઉભા હતાત્યારે એક મિત્રે મસ્તીમા પોતાની કીટ(બિસ્તરો)ચંદ્રકાંતની પીઠ ઉપર ફેંક્યો....ચંદ્રકાંતનાં મોઢામાંથીચીસ નિકળી ગઇ સ્વાસ રુંધાઇ ગયો...આંખમા પાણી આવી ગયા...ટ્રેન આવી ગઇ હતી ,એટલે ટ્રેનમાંબેઠા ત્યારે માંડ કળ વળી...મનહર અને બીજા મિત્રો "ભડસા એટલે ભડસા...જોતા નથી વાણીયા હારેઆવી મસ્તી હોય..?"બબડતા હતા...સાથે કોટક વિનોદ સાયાણી અને સહીત સહુ ચિંતામા ચંદ્રકાંતનેવિંટંળાઇ ગયા હતા....એ પીઠ ઉપરનો ધાવ આ ચંદ્રકાંતનુ શરીર ક્યારેય ન ભુલ્યુ...દર શીયાળામાડીસેંમ્બરની આજુબાજુ શરીરની સાઇકલ એ ધાવને યાદ કરે છે અને તેની પીડાનાં લબકારા ચંદ્રકાંતઆજે પણ એ દિવસોમા ભોગવે છે...એ પીડા યાદ આવી ગઇ......
આવી જ બીજી પીડા પણ આ જ ગાળામાં વરસો પછી ભયાનક મૃત્યુ સમિપનાં એક્સીડેન્ટે આપેલીએટલે આ મહિનામાં પીઠ ઉપર પીડાની સ્મૃતિ અંકાયેલી રહી જે દર વરસે મનનેવિચલિત કરી દે છે .
ચંદ્રકાંત