વેકેશન પુરુથયુ .મનહર પાછો અમરેલી આવી ગયો એટલે ચંદ્રકાંતના જીવમા જીવ આવ્યો...!!! આવુકેમ થતુ હશે કે એક સરખા વિચારો આવે ને કોઇ વાત ન આવે...? આ બે શરીર એક જાનની કથાકહેવા બેસુ તો વરસોના વરસો લાગે એવુ છે પણ થોડુ થોડુ અમૃતપાન તો કરાવુ ને ?
રોજ સ્કુલમા નાની મોટી રીસેસમા બન્ને સાથે જ હોય...બન્ને કલાના શોખીન પારખુ . ચીનની લડાઇપછી અમરેલી પ્રોગ્રામમા આવેલા રાજકોટ બેડી ગેટના કીરીટ વ્યાસનાં ચીનની લડાઇના... અદભુતઅવાજો બોંબાર્ડીંગ અને ટ્રેનના અવાજો બન્ને એ સાંભળ્યા ...અનેક ગાયકોના અવાજમા એમણેકિશોર કુમારનુ ઝુમરુ રજુ કર્યુ એટલે બન્ને સાથે નાચ્યા...પ્રોગ્રામ પુરો થયે બન્ને કીરીટભાઇને મળ્યાઅભિનંદન આપ્યા...
"મનહર આમાંથી આપણે શું શિખ્યા ?"
"નકલ.."મનહર
"આપણે પણ કંઇક કરવુ જોઇએ "ચંદ્રકાંત
"આપણે ઘરે જવુ જોઇએ ...ઘડીયાલ જો... કેટલા વાગ્યા ?(ત્યારે બે માંથી એકેય પાંસે ઘડિયાલનહોતી )
.......
“સ્કુલના વાર્ષિક પ્રોગ્રામમાં કંઇક કરવું જોઇએ “મનહર.
ચંદ્રકાંતે પ્રોગ્રામ સંચાલક કિશોરભાઇને મનોરંજન વિભાગમાં પેરોડી ગીતો પશુ પક્ષીઓના અવાજોટ્રેનના વિગેરે અવાજોની નકલ બતાવી .અને સૌથી રસીક માઇમ બતાવી .
સ્કુલમા પહેલા વેરાઇટી પ્રોગ્રામમાં બન્ને એ પશુ પંખીના અવાજો ટ્રેનના અવાજો મુકેશનુ એક ગીતમનહર અને તલતનુ ગીત ચંદ્રકાંતે ગાઇને ડબ્બા ,થાળી વેલણના વાજીંત્રો બનાવી રજુ કરેલા ગીતોનેદાદ મળી ...એક હાથે તાલી પડે તે ચંદ્રકાંતે માઇક ઉપર પાડી બતાવી .વેલણથી થાળીનુ સુદ્રશન ચક્રફેરવ્યુ (આચાર્ય દશાણી સાહેબનો એટલો કડપ હતો કે પોતે તાલી વગાડી કલાકારને વધાવે એટલે વિદ્યાર્થીઓ એ તાલીના ગડગડાટ કરવાનાં જ એ પાછળથી ખબર પડી..)પણ શુભ મુહ્રત સાવધાનથયુ....પછી વક્તૃત્વ સ્પર્ધામા છટાથી ચંદ્રકાંતે છાકો પાડ્યો તો મનહરે હેટ સ્પીચ અર્થાત
શીઘ્ર વકતૃત્વમા જમાવટ કરી ..એની ખાત્રીમા સ્કુલતરફથી ઇનામમા બુકો મળતી એ ચંદ્રકાંતે સાચવીરાખીછે
……..
જેમ વડોદરાની યુનાઇટેડની નવરાત્રી પ્રખ્યાત એમ અમરેલીની ખત્રીપાની ગરબી પ્રખ્યાત...અમરેલીએએક ભીખુદાન ગઢવી આપ્યા તો એક ભજનિક પ્રાણલાલ વ્યાસ આપ્યાજય ભવાની હોટલમા તાવડાઉપર વણેલા ગાંઠીયા કે ફાફડાના કસબીના અમર કંઠની "મેરુતો ડગે જેના મનડા ડગે નહી"પાનબાઇની અદભુત રચનાઓ ગાનારા મળ્યા તો અમારા બેચના અમારી સાથેના ફોરવર્ડ સ્કૂલનાપ્રફુલ દવે ટોચના લોક ગીત કલાકાર બનાવ્યા .તો જાદુગરે કે લાલ પણ ફોરવર્ડ સ્કુલનાં વિદ્યાર્થી …હતા ,ચાલો અમરેલીની એ અદ્ભુત નવરાત્રી ઉત્સવની થોડી વાત માણીયે...
ચંદ્રકાંતને બહુ નવરાત્રીના ડાંડીયા રમવાના ચસકા હતા એટલે પરાણે મોટાભાઇને લઇને ડબલસવારીમા દેરાસર પાંસે સાંકડા ખાંચામા સાઇકલ મુકી ચંદ્રકાંત ગરબી રમવા જાય...ત્યારે આવીગરબી રમવામા ઢ એવા મોટાભાઇ અને ચિતનભાઇ મોટા ભાગે મંડપની બરાબર ઉપર પડતી ગેલેરીમાઆદરણીય મધુભાઇ બેન પૌલોમી સાથે ગોઠવાઇને જુએ.
બોમ્બે ટેલરવાળા બચુભાઇ કનુભાઇઅને મોટાભાઇ બાબુભાઇ વાજાપેટી તબલા ને મંજીરા ઉપર હોયઅમારા માનીતા હરકીસન પારેખ ઉર્ફે"દાસ"ની એન્ટ્રી થાય ને બહુ જ શિશ્તબધ્ધ રીતે ગરબી શરુથાય "એ ...હાલો ... હાલો “હે માંડી અંબા અભય પધરાયણી રે...હે માં પાવ તે ગઢથી ઉતર્યા માંકાલી રે...સંપુર્ણ શીસ્તબધ્ધ સર્કલ મોટુ થતુ જાય .કોઇનો તાલ તુટે તો નાચતા નાચતા બાબુકાકા તેનેમંજીરા વગાડતા વગાડતા વચ્ચે લઇ તાલ ઠેકા શીખવી પછી સર્કલમા ગોઠવી દે..
લગભગ પોણા કલાકે એક સર્કલ પુરુ થાય ...એ કેટલું મોટું સર્કલ બનતું હશે ? આજે વડોદરાનાંયુનાઇટેડનાં ગરબા જોઇએ ત્યારે એ ખત્રી પા જરૂર યાદઆવે , સહુ એટલા આનંદથી ગરબીલેતા....મોદી શેરીમા સોનારણો ખાસ તો રાધાભાભી ગવડાવે પાંચ ગરબા રમે પછી જ છોકરાવગરબી રમે ડાંડીયા લે .શેરીએ શેરીએ ગરબી મહિલાઓ પાંચ ગરબા તો કરેજ એ પછી ચોરાપા હોયકે ભાટીયા શેરી ઉર્ફે રમેશપારેખ રોડ કે કંસારાપાની એકમાત્ર ચાંદીની ગરબી હોયતો જેસીંગપુરાનીજષભરરમતા પટેલીયાની ગરબી હોય અને પટરાણીઓના હલકદાર કંઠે ગરબા ગવાતાહોય કેમાણેકપરામા પીટણપરામાં રમાડી ગરબી હોય એ રસભીની વાતો કેમ ભુલાય? પણ મનહર રહેતાહતા તે સ્ટેશન રોડ ઉપર જે કોલોનીમા રહેતો ત્યાં કે બીજે ક્યાય એવી ઝાકઝમાળ નહોતી એટલેબીજે દિવસે ચંદ્રકાંત પાંસેથી વાત સાંભળી ખુશ થવાનુ મનહર માટે રહેતુ..કારણમા અમારારસીકકાકા...પણ ખરા જ ,એમનુ કડક લોખંડી શાસન...એ ધરમા ચંદ્રકાંતનો પ્રવેશ પણ ઐતિહાસીકછે... એટલોજ રસીક છે .રસીકકાકા એટલે નારિયેળ .બહારથી કડક કોચલું પણ અંદર કેટલું ઋજુરહ્દય ધરાવતા એ તો ઘરમાં પ્રવેશથી નહી દિલમાં પ્રવેશની વાત કરવી છે
ચંદ્રકાંત