bhed bharam - part 6 in Gujarati Detective stories by Om Guru books and stories PDF | ભેદ ભરમ - ભાગ 6

The Author
Featured Books
  • Reborn to be Loved - 2

    Ch 2 - Psycho शीधांश पीछले भाग में आपने पढ़ा…ये है हमारे शीध...

  • बन्धन प्यार का - 27

    बहू बैठो।हिना बैठ गयी थी।सास अंदर किचन में चली गयी थी।तब नरे...

  • कुआँ

    धोखा तहुर बहुत खुश हुआ था अपने निकाह पर। उसने सुना था अपनी ब...

  • डॉक्टर ने दिया नया जीवन

    डॉक्टर ने दिया नया जीवनएक डॉक्टर बहुत ही होशियार थे ।उनके बा...

  • आई कैन सी यू - 34

    अब तक हम ने पढ़ा की लूसी और रोवन उनके पुराने घर गए थे। वहां...

Categories
Share

ભેદ ભરમ - ભાગ 6

ભેદભરમ

ભાગ-6

વંશિકાની વાત હકીકત કે ભ્રમ???


હરમન મનોરમાબેનની વાત સાંભળી. હવે એની પાસે એમને પૂછવા માટેના બીજા કોઇ સવાલો મગજમાં ન હતાં અને એટલે એણે રાકેશભાઇના દીકરા અને દીકરી સાથે પૂછપરછ કરવાની ઇચ્છા રાકેશભાઇ સામે જાહેર કરી હતી.

"હરમનભાઇ, મારો દીકરો ધૈર્ય તો મુંબઇ જોબ કરે છે એટલે એ ત્યાં જ છે. પંદર દિવસ પછી આવવાનો છે ત્યારે તમે એને મળી શકશો. જો ફોન ઉપર વાત કરવી હોય તો હમણાં જ તમને વાત કરાવી દઉં પરંતુ છ મહિનાથી એ મુંબઇ જ છે એટલે આ વાસણોની બાબતમાં અમે એને કહ્યું છે એટલું જ એ જાણે છે. જ્યારે મારી દીકરી વંશિકા જોડે તમે વાતચીત કરી શકો છો. એ MBAના છેલ્લા વર્ષમાં ભણી રહી છે." આટલું બોલી રાકેશભાઇએ વંશિકાને ડ્રોઇંગરૂમમાં બોલાવી હતી.

વંશિકા 5-7" હાઇટ ધરાવતી આજની યુવા પેઢી પહેરે એવા મોડર્ન કપડાં એણે પહેર્યા હતાં. એની આંખો પર ચશ્મા હતાં.

"હા પપ્પા, મને બોલાવી? શું કામ હતું?" વંશિકાએ રાકેશભાઇને પૂછ્યું હતું.

"વંશિકા, આ હરમનભાઇ છે. ધીરજકાકાએ એમને આપણા ગેટ બહાર મળતા વાસણોની શોધખોળ માટે બોલાવ્યા છે. જેમ હું અલગ-અલગ વસ્તુઓની શોધખોળ કરી સાયન્સની સેવા કરી રહ્યો છું એમ હરમનભાઇ ક્રાઇમના કેસ ઉકેલી અને કાનૂનની સેવા કરી રહ્યા છે. તેઓ પ્રખ્યાત જાસૂસ છે. માટે તને એ જે સવાલો પૂછે એનો તું બરાબર યાદ કરીને જવાબ આપજે." વંશિકાને માહિતી આપીને રાકેશભાઇ હરમન સામે જોઇ હસ્યા હતાં.

વંશિકા હરમનની સામે આવેલ સોફાચેર પર બેસી ગઇ હતી અને હરમનના સવાલોની રાહ જોવા લાગી હતી.

"વંશિકા, તને ખબર છે કે સોસાયટીની બહાર આ વાસણો કોણ મુકી જાય છે?" હરમને વંશિકા સામે જોઇ પૂછ્યું હતું.

હરમનની વાત સાંભળી વંશિકા ચમકી ગઇ હતી.

"મને કઇ રીતે ખબર હોય!!!" વંશિકાએ હરમનના સવાલથી આશ્ચર્યચકિત થઇ પૂછ્યું હતું.

"એવી કોઇ ઘટના તને યાદ છે કે જે અજૂગતી બની હોય?" હરમને વંશિકાને બીજો સવાલ પૂછ્યો હતો.

હરમનના સવાલથી વંશિકા વિચારમાં પડી ગઇ હતી.

"હા, એક વાત યાદ છે જે મને અજૂગતી લાગી હતી. મહિના પહેલા હું એક મુવી PVR થિયેટરમાં જોઇ ઘરે પાછી આવી હતી એ વખતે જેવી હું સોસાયટીના ગેટમાં દાખલ થઇ એક દાઢીવાળો માણસ મને સોસાયટીના ઝાંપા પાસે મળ્યો હતો. એ માણસને જોઇ હું ખૂબ ડરી ગઇ હતી. મેં એને પહેલીવાર જ સોસાયટીમાં જોયો હતો. પરંતુ એ કોના ઘરમાંથી નીકળ્યો હતો એ મને ખબર પડી નહોતી એટલે મેં બીજા દિવસે સવારે અમારા ઘરમાં અને બાકીના ત્રણે ઘરમાં પૂછપરછ કરી હતી પરંતુ આવો દેખાવવાળો વ્યક્તિ કોઇના ઘરે આવ્યો ન હતો. પરંતુ અઠવાડિયા પહેલા ફરીવાર રાત્રે જ્યારે હું મારા ઉપરના બેડરૂમમાં વાંચતી હતી ત્યારે એ જ માણસને મેં સોસાયટીના ક્લબ હાઉસમાંથી બહાર નીકળતા જોયો હતો. એના પછીના દિવસે પણ મેં ત્રણે ઘરમાં પૂછપરછ કરી પરંતુ એ માણસ કોઇના ઘરે આવ્યો ન હતો અને ધીરજકાકાએ પણ ક્લબ હાઉસમાં આવા કોઇ માણસને કામ માટે રાખ્યો નથી એવું એમણે જણાવ્યું હતું. ત્રણ નંબરમાં રહેતા બ્રિજેશકાકા જે MBBS ડોક્ટર છે એમણે મારી વાત સાંભળી અને બે વાર મેં આ રીતે પૂછપરછ કરી એટલે એમને થયું કે મને ભ્રમ થાય છે એટલે એમણે મને અઠવાડિયા માટે બરાબર રાત્રે ઊંઘ આવે એની દવા આપી હતી. આ વાત તમારા માટે કેટલી કામની છે એ મને ખબર નથી પરંતુ સોસાયટીના બધાં એવું માને છે કે આ મારા મનનો ભ્રમ છે. પરંતુ હકીકતમાં એ ભ્રમ નથી, સત્ય છે. મારી આંખે જોયેલા માણસને હું કઇ રીતે નકારી શકું? માની લો કે એ ભૂત-પ્રેત હોય કે કોઇ આત્મા હોય તો એ થોડા એમના શર્ટના ખિસ્સામાં ઉપર મોબાઇલ લઇને ફરતા હોય. માટે મેં હકીકતમાં પહેલી નજરે ડર લાગે એવા માણસને જોયો હતો જેના મોબાઇલના પાછળના ભાગમાં ઉપરની સાઇડ લાલ કલરના સ્ટારનું સ્ટીકર એણે લગાડેલું હતું. હવે આ વાત તમારે માનવી હોય તો માનો. આનાથી વધારે મને કશી ખબર નથી." આટલું બોલી વંશિકા ચૂપ થઇ ગઇ હતી.

"હરમનભાઇ, વંશિકાની વાતની સત્યતા માનતા નહિ. એના કહેવા પ્રમાણે જે માણસને એણે જોયો છે એવી કોઇ વ્યક્તિ ચારે બંગલામાંથી એકેય બંગલામાં આવી નથી કે કોઇએ બોલાવી નથી. ધીરજભાઇએ પણ સોસાયટીના કોઇ કામકાજ માટે બોલાવ્યો હોય એવું પણ નથી. પરંતુ વંશિકા ઘણીવાર બીયર પીતી હોય છે. જે દિવસે પિક્ચર જોઇને આવી એ દિવસે પણ એણે બીયર પીધું હતું અને જે રાત્રે એણે આવો માણસ જોયો છે એવો દાવો કરે છે એ રાત્રે પણ એણે બીયર પીધી હતી. માટે એની વાત સાવ સત્યવિહીન છે એ ચોક્કસ છે." રાકેશભાઇએ વંશિકાની વાત ખોટી છે એવું કહ્યું હતું.

"રાકેશભાઇ સાચી વાત કહે છે." ધીરજભાઇએ પણ એમના સૂરમાં સૂર પુરાવ્યો હતો.

"પપ્પા, તમે શું વાત કરો છો? એક કેન બીયર પીવાથી કંઇ નશો થઇ જતો હોય? કોઇને પહેલીવાર પણ બીયર પીવડાવો તો પણ એને એક કેનમાં નશો ના થાય. જોયું મી. હરમનભાઇ, મારા ઘરમાં આ જ તકલીફ છે. મારી વાત કોઇ સમજવાનું તો છોડો, સાંભળવા પણ તૈયાર હોતું નથી." આટલું બોલી વંશિકા ઊભી થઇ એના બેડરૂમમાં જતી રહી હતી.

"હરમનભાઇ, વંશિકા તરફથી હું આપને સોરી કહું છું. હજી નાદાન છે, નાના-મોટાનો વિવેક જાળવવાની હજી સૂઝબૂઝ નથી." રાકેશભાઇએ હરમન સામે જોઇ કહ્યું હતું.

"રાકેશભાઇ, તમારે સોરી કહેવાનું જ ના હોય. વંશિકા ઘણી કામની બાબત જણાવીને ગઇ છે. પરંતુ એ વાત હું તમને સમય આવે સમજાવીશ. કાલે મારો આસીસ્ટન્ટ જમાલ જે સ્કેચ આર્ટીસ્ટને લઇને આવે અને મનોરમાબેનના કહેવાથી એ જે સ્કેચ બનાવે તમે એ સ્કેચ વંશિકાને પણ બતાવજો, કારણકે હું જાણવા માંગુ છું કે મનોરમાબેને જોયેલો બિસ્કીટવાળો ફેરિયો અને વંશિકાએ જોયેલો માણસ બંન્ને એક તો નથીને? જો બંન્ને એક હોય તો એ બિસ્કીટવાળા ફેરિયાને આ વાસણો કોણ મુકે છે અને કેમ મુકે છે એનું રહસ્ય ચોક્કસ ખબર હશે. તેમજ એ સ્કેચ ઉપરથી એ માણસને પકડવો પણ આસાન થઇ જશે. જો મનોરમાબેને જે ફેરિયાને જોયો છે એનો સ્કેચ જોઇ વંશિકા એમ કહે કે આ એ વ્યક્તિ નથી તો આપણે વંશિકાએ જોયેલા વ્યક્તિનો પણ સ્કેચ બનાવડાવીશું. હું જાણું છું કે હું અંધારામાં ગોળીબાર કરી રહ્યો છું પરંતુ જો એ ગોળીબાર બરાબર નિશાના પર લાગશે તો આપણને આ રહસ્યને ઝડપથી ઉકેલવામાં સહાયભૂત થશે. ધીરજભાઇએ મારા પર મુકેલો વિશ્વાસ હું સાચો સાબિત કરી આપીશ." હરમને રાકેશભાઇ અને ધીરજભાઇ સામે જોઇ કહ્યું હતું.

ક્રમશઃ.....

(વાચકમિત્રો, ભેદભરમ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું... - ૐ ગુરુ)