Dashing Superstar - 76 in Gujarati Fiction Stories by Rinku shah books and stories PDF | ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-76

Featured Books
Categories
Share

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-76


આયાનનું નામ સાંભળીને એલ્વિસને ખૂબજ ગુસ્સો આવ્યો.
"કિઆરા,તું તેને નહીં મળે."એલ્વિસે કહ્યું.

"એલ,પ્લીઝ મારું તેને મળવું જરૂરી છે.તેને બતાવવું જરૂરી છે કે તેણે જે કર્યું તે સાવ ખોટું હતું.તેના આવા પગલાના કારણે અહાના,વિન્સેન્ટ અને અહાનાના માતાપિતા કેટલા દુઃખી થયા."કિઆરાએ કહ્યું.

એલ્વિસ કઈ બોલ્યો નહીં પણ તેને કિઆરાનું આમ આયાનને મળવું પસંદ ના આવ્યું.તેને યાદ આવ્યું કે કેવીરીતે રિયાને પણ પોતાનાથી સિમાને અલગ કરી હતી.

એલ્વિસનો ભૂતકાળ:-

એલ્વિસ સેમ્યુઅલને મળીને જતો હતો અને રિયાન તેને ફરીથી મળ્યો.તેણે એલ્વિસને ખૂબજ માર્યો.એલ્વિસે પણ તેને માર્યો.
"તારા કારણે મારા ડેડનો જીવ ગયો.સેમ્યુઅલ અંકલને લાગે છે કે મને નથી ખબર કે મારા ડેડનું ખુન તેમણે કર્યું છે પણ મને ખબર છે.હું કોઈને નહીં છોડું.તને શું લાગે છે કે આ બુઢ્ઢાએ તને કેમ યાદ કર્યો?તેની પાસે પૈસા ખતમ થઈ ગયા છે અને હવે તે કંગાલ થવાની આરે છે.તે હવે તેની પાછલી જિંદગી તારા સહારે કાઢવા માંગે છે.આ બધું જે દેખાય છે તે માત્ર ભ્રમ છે.એલ્વિસ,તારા ખરાબ દિવસો શરૂ થઈ ગયા છે.યાદ રાખજે તને એવી જગ્યાએ અને એવીરીતે મારીશ કે આજીવન યાદ રાખીશ."રિયાને કહ્યું.એલ્વિસને તેની વાત પર વિશ્વાસ નહતો.

રિયાન ત્યાંથી જતો રહ્યો.એલ્વિસ ત્યાંથી નીકળે તે પહેલા સેમ્યુઅલના મેનેજર આવ્યાં.

"એલ્વિસ,મારે તારી સાથે વાત કરવી છે.મે તારી અને રિયાનની વાતો સાંભળી.તેણે જે કહ્યું તે તદ્દન ખોટું છે.સેમ્યુઅલ સર પાસે પૈસાની કોઈ કમી નથી.કમી છે તો પોતાના માણસની અને પ્રેમની.તે તારાથી પણ એ જ ઇચ્છે છે.તારી મોમ અને તેમની વચ્ચે આવો જ એક એકલતાનો અને લાગણીનો સંબંધ હતો.

તેમનો પ્રેમ અપવિત્ર નહતો.તેમણે એકબીજાની સાથે ક્યારેય મર્યાદા નથી ઓળંગી.ડેનિસની નજર વર્ષોથી સેમ્યુઅલ સરની પ્રોપર્ટી પર હતી અને તેના ગયા બાદ તેના મામાના કાન ભંભેરવાથી રિયાન પણ તે જ રસ્તે છે.તે સેમ્યુઅલ સરને મારી તેમની પ્રોપર્ટી પોતાના નામે કરાવવા માંગે છે

સેમ્યુઅલ સર તેને અહીં લઈ આવ્યાં રહેવા માટે તેની દયા ખાઈને પણ તે હવે રોજ સરને શારીરિક અને માનસિક રીતે ટોર્ચર કરે છે."મેનેજરની આ વાત સાંભળીને એલ્વિસ ચોંક્યો.

"હા,રિયાન રોજ રાત્રે તેમને પટ્ટાથી મારે છે.તેમની આ હાલત રિયાનના કારણે જ છે.એલ્વિસ,આવુંને આવું રહ્યું તો સર મરી જશે અને આ પ્રોપર્ટી ખોટા હાથમાં જશે.જે અવળા રસ્તે વપરાશે.હું તને વિનંતી કરું છું કે તું અહીં રહેવા આવી જા અને સેમ્યુઅલ સરને અને તેમની સંપત્તિને ખોટા હાથે જતા બચાવ."મેનેજર કાકાએ બે હાથ જોડીને વિનંતી કરી.

એલ્વિસે ઘરે જઈને આ વિશે વિન્સેન્ટને વાત કરી.
"એલ્વિસ,મને લાગે છે કે તારે સેમ્યુઅલ અંકલના ઘરે જવું જોઈએ.મેનેજર કાકાએ કહેલી વાતની પૃષ્ટિ કરવી જોઈએ અને જો તે વાત સાચી નીકળે તો તારે તેમની મદદ કરવી જોઇએ.જો તો તે રિયાને તને કેવીરીતે માર્યું છે.તેને સબક શીખવવો જ પડશે."વિન્સેન્ટે એલ્વિસને દવા લગાવતા કહ્યું.

"તારે પણ આવવું પડશે.તારા વગર હું કશુંજ નહીં કરી શકું."એલ્વિસે કહ્યું.

"એલ્વિસ,આપણે અલગ નથી થઈ રહ્યા પણ હું કયા સંબંધે તેમના ઘરે આવું?મારા સેલ્ફ રિસ્પેક્ટ માટે મારે ત્યાં આવવાનું ટાળવું જોઈએ.આમપણ હવે હું કોલેજ સાથે સાઈડમાં જોબ કરીને પોતાના પગભેર થવા માંગુ છું.સાથે તારો મેનેજર બનીને તારી સાથે કામ કરીશ.આપણે ભાઈઓ હતા અને ભાઈઓ રહીશું"વિન્સેન્ટે કહ્યું.

વિન્સેન્ટ અને એલ્વિસ ત્યાંથી અલગ થયાં.એલ્વિસ સેમ્યુઅલના ઘરે રહેવા જતો રહ્યો.જ્યારે વિન્સેન્ટ માટે એલ્વિસે પોતાની કમાણીમાંથી લોનરૂપે અમુક રૂપિયા આપ્યા જેમાથી તેણે એક ઘર લીધું.વિન્સેન્ટ ભણવાની સાથે સાથે નોકરી પણ કરતો અને એલ્વિસનું કામ પણ સંભાળતો.કાયદાકીય રીતે સેમ્યુઅલે એલ્વિસને દત્તક લઈ લીધો હતો તેવું તેમના વકીલે બતાવ્યું.જેથી સેમ્યુઅલની તમામ સંપત્તિનો વારસ એલ્વિસ થઈ ગયો.રિયાન તેના બંગલે રહેવા જતો રહ્યો.તેણે આ વાતનો બદલો લેવાનું નક્કી કર્યું.

અહીં સિમા અને એલ્વિસના પ્રેમ સમય સાથે ગાઢ થતો જતો હતો.એલ્વિસના આવવાથી રિયાનને ઝટકો લાગ્યો હતો.રિયાન હવે કાબુમાં હતો.તેનું સેમ્યુઅલને મારવું અને પ્રોપર્ટી માટે ધમકાવવું બંધ થઈ ગયું હતું.રિયાનને એલ્વિસને રસ્તામાંથી હટાવવો હતો પણ તે તેના માટે એક તક શોધી રહ્યો હતો.જે તેને મળી ગઈ.તેણે સેમ્યુઅલ આગળ માફી માંગીને સારા બનવાનું નાટક કર્યું.તે એલ્વિસને બિગ બ્રધર કહેતો કેમકે કાયદાકીય રીતે એલ્વિસ તેનો કઝીન બ્રધર હતો.

સિમાના માતાપિતા તેના લગ્ન એલ્વિસ સાથે કરાવવા રાજી નહતાં.એલ્વિસ અને સિમાએ કોર્ટમાં લગ્ન કરવાનું નક્કી કર્યું.એલ્વિસે આ વિશે સેમ્યુઅલને જણાવ્યું.તેણે તેને આશીર્વાદ આપ્યાં.આજે એલ્વિસના કોર્ટમેરેજ હત‍‍ાં.વિન્સેન્ટે તેને આવીને ખૂબજ સુંદર રીતે તૈયાર કર્યો.બ્લેક શુટમાં તે કોઈ સોહામણો રાજકુમાર લાગતો હતો.

એલ્વિસ અને વિન્સેન્ટ ઘરેથી નીકળી જ રહ્યા હતા કે રિયાન સામે મળ્યો.તેણે શુટબુટ પહેરેલા હતાં.તેની પાછળ સિમાના માતાપિતા આવ્યાં તે પણ તૈયાર થયેલા હતાં.એલ્વિસને ફળકો પડ્યો.તેની પાછળ સિમા આવી જેણે સુંદર સફેદ ગાઉન પહેરેલું હતું.તે કોઈ પરી જેવી લાગતી હતી પણ તે તેની નહીં રિયાનની પત્ની બની ગઈ હતી.

એલ્વિસના પગ નીચેથી જમીન ખસી ગઈ.સિમાના માતાપિતાએ તેને ઈમોશનલ બ્લેકમેઈલ કરીને અને તેને ધમકી આપીને કે તે આ લગ્ન નહીં કરે તો પોતે ઝહેર ખાઈ લેશે તેમ કહીને સિમાને આ લગ્ન માટે તૈયાર કરી.સિમા એલ્વિસ સામે નજર મિલાવી નહતી શકતી.

"સેમ્યુઅલ અંકલ અને બિગ બ્રધર.મે લગ્ન કરી લીધાં.તમારા આશીર્વાદ લેવા આવ્યો છું."રિયાને કહ્યું.

"રિયાન,તે આ જાણીજોઈને કર્યું છે.અાજે હું અને સિમા લગ્ન કરવાના હતાં.તેની જગ્યાએ તે સિમા સાથે લગ્ન કર્યા."એલ્વિસે ગુસ્સામાં કહ્યું.

"બિગ બ્રધર,સિમાના માતાપિતા મારી આગળ આ લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યાં હતાં અને સિમા પણ માની ગઇ.પૂછો તેને.સિમાબેબી,તે આ લગ્ન તારી મરજીથી કર્યા છે ને?"રિયાને પૂછ્યું.

સિમાએ માથું હકારમાં હલાવ્યું.રિયાન સિમાને લઈને જતો રહ્યો.તેણે એલ્વિસને આજે એવી જગ્યાએ માર માર્યો હતો જે ઘાવ ક્યારેય ના પુરાય.સેમ્યુઅલને એલ્વિસ માટે ખૂબજ દુઃખ થયું.

હકીકતમાં એલ્વિસને હરાવવા માંગતા રિયાનને સિમા અને એલ્વિસના પ્રેમ વિશે ખબર પડી.તેણે તેમનો પૂરો ભુતકાળ જાણ્યો.ત્યારબાદ તે સિમાના માતાપિતાને મળ્યો અને સિમા સાથે લગ્નનો પ્રસ્તાવ મુક્યો.સિમાના માતાપિતાને એલ્વિસના માતાના ખરાબ ચારિત્રની શંકા હતી એટલે તે સિમા અને એલ્વિસના લગ્ન ક્યારેય ના કરવતા.રિયાનના ઘર અને તેની સંપત્તિ વિશે જાણીને તે લોકો આ લગ્ન માટે તૈયાર થઇ ગયાં પણ તેમણે રિયાન વિશે તપાસ ના કરાવી.તેમણે તે ના જાણ્યું કે રિયાન એક બગડેલો,વિકૃત મગજવાળો અને ગુસ્સાવાળો છોકરો હતો.

રિયાનનો અડધો બદલો પૂરો થઈ ગયો હતો.તે એલ્વિસને બાકીનો હિસાબ પૂરો કરવા પાછો આવશે તેમ કહીને પોતાની અહીંની સંપત્તિ વેંચીને દુબઈ જતો રહ્યો.અહીં સેમ્યુઅલની તબિયત બગડતી જતી હતી.એલ્વિસે ખરા મનથી તેમની ખૂબજ સેવા કરી પણ તે તેમને બચાવી ના શક્યો.તેમના ગયા પછી એલ્વિસ અને વિન્સેન્ટ તે બે જ એકબીજાનો સહારો હતા.

એલ્વિસે પોતાની જાતને કામમાં ડુબાડી દીધો.તેણે સિમા સાથે તે દિવસ પછી વાત ના કરી.તેણે કઈ પરિસ્થિતિમાં લગ્ન કર્યા તે પણ જાણવાની કોશિશ ના કરી.તેણે આજીવન પ્રેમ ના કરવાનો નિર્ણય લીધો.

તેણે બોલીવુડ ડાન્સ એન્ડ ડ્રામા એકેડેમીની શરૂઆત કરી.જેમા ટેલેન્ટેડ ડાન્સર્સ અને એકટરને યોગ્ય તાલિમ આપીને તેમને આગળ સારી તક મળે તે ધ્યાન રખાતું.વિન્સેન્ટે પણ હવે મેનેજમેન્ટમાં માસ્ટર્સ કરીને એલ્વિસનું બધું કામ સંભાળી લીધું.એલ્વિસે એક એક કરીને કામ લેવાના શરૂ કર્યા.દેશવિદેશમાં સ્ટેજ શો,અલગ અલગ કોમ્પિટિશનમાં ભાગ લેવો અને નાનામોટા પ્રોજેક્ટ લઈને ધીમેધીમે તેનું કામ અને તે ખૂબજ લોકપ્રિય થતાં ગયાં.તે સાથે તે પોતાની એકેડેમીને દેશવિદેશમાં ખોલીને પોતાની સંપત્તિને ચારગણી કરી.સેમ્યુઅલે તેને વારસામા અાપેલી સંપત્તિ તેણે ચાર ગણી કરી દીધી.

તેનો એક મકસદ હતો કે તે બોલીવુડમાં કાસ્ટીંગ કાઉચનું દુષણ ડામવા માંગતો હતો.
અચાનક તે વર્તમાનમાં પાછો આવ્યો.
"યસ,હું મારું મકસદ ભુલી ગયો હતો પણ હવે તે મે યાદ છે અને મારી કિઆરાની મદદથી હું તેને પૂર્ણ કરીશ."
એલ્વિસ બહાર ગયો જ્યાં કિઆરા આયાનને મળવા ગઇ હતી.

કિઆરા બહાર આવી અને આયાનને જોયો.વિન્સેન્ટ સાથે થયેલી મારામારીને કારણે તેના ચહેરા પર અને શરીર પર ઘણાબધા જખ્મ હતાં.કિઆરા તેનાથી સખત નારાજ હતી.

"કિઆરા,કેમ છે તું?"આયાને પૂછ્યું.આયાનને નહતી ખબર કે કિઆરા બધું જ જાણે છે.કિઆરાને ખૂબજ ગુસ્સો આવ્યો અને તેણે આયાનને એક થપ્પડ માર્યો.

"હાઉ ડેર યુ?તું અહાનાને કિસ કરીને તેને હર્ટ કેવીરીતે કરી શકે?તે બધાંની વચ્ચે તેનું અપમાન કર્યું?આજસુધી હું તારી ખૂબજ ઈજ્જત કરતી હતી પણ આજે અાઇ હેટ યુ. મને લાગ્યું કે આ બધું કરવા પાછળ જરૂર કોઈ કારણ હશે.બોલ કેમ કર્યું તે આવું?"કિઆરાએ ગુસ્સામાં પૂછ્યું.

"કેમકે આઈ લવ યુ.તારાથી દૂર થયા પછી મારી માનસિક સ્થિતિ સારી નથી.મે જે કર્યું તે ભુલથી કર્યું."આયાને કહ્યું.તે કિઆરાને ગળે લાગ્યો.દૂરથી જોઈ રહેલા એલ્વિસને તેના પર ગુસ્સો આવ્યો.

શું એલ્વિસ તેનું મકસદ પૂર્ણ કરી શકશે?
રિયાન એલ્વિસ સાથે બદલો લેવા શું કરશે?
આયાનની આ હરકત પર એલ્વિસ શું પ્રતિક્રિયા આપશે?
જાણવા વાંચતા રહો.