Comma and full stop in Gujarati Short Stories by Dr. Pruthvi Gohel books and stories PDF | અલ્પવિરામ અને પૂર્ણવિરામ

Featured Books
  • शून्य से शून्य तक - भाग 40

    40== कुछ दिनों बाद दीनानाथ ने देखा कि आशी ऑफ़िस जाकर...

  • दो दिल एक मंजिल

    1. बाल कहानी - गलतीसूर्या नामक बालक अपने माता - पिता के साथ...

  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

Categories
Share

અલ્પવિરામ અને પૂર્ણવિરામ

ઘરની બધી વ્યક્તિઓ ચિંતામાં હતી. હવે શું કરીશું? નંદિનીને આપણે કેવી રીતે આ વાત કહીશું? ડોક્ટરોએ તો પુરી ઈમાનદારીથી પોતાની ફરજ બજાવી હતી. નંદિનીના બા, બાપુજી, ભાઈ રાહુલ અને ભાભી મંદાકિની બધા ચિંતામાં હતા. બધા ને એક જ પ્રશ્ન સતાવતો હતો કે જ્યારે નંદિની આંખો ખોલશે અને કશું જ જોઈ નહીં શકે ત્યારે શું થશે?

હા. નંદિની એ એક જીવલેણ અકસ્માતમાં આંખો ગુમાવી હતી. એનો જીવ તો બચી ગયો હતો પણ તેણે પોતાની અમૂલ્ય આંખો ગુમાવી દીધી હતી. આમ તો ઈશ્વર એની જિંદગીમાં પૂર્ણવિરામ મુકવા ઇચ્છતા હતા પણ ભૂલથી અલ્પવિરામ મુકાઈ ગયું હતું. ઘરના બધા વિચારતા હતા કે, શાયદ ઈશ્વરે અલ્પવિરામને બદલે પૂર્ણવિરામ મુકવાનું પસન્દ કર્યું હોત તો વધારે સારું થાત. હજુ તો બિચારીની ઉમર જ શી હતી? માત્ર પચીસ વર્ષ. હજી તો એને જિંદગીના અનેક ખેલો નિહાળવાના બાકી હતા અને ત્યાં જ વચ્ચે આ અલ્પવિરામ?!!!

નંદિની હવે ભાનમાં આવવાની તૈયારી જ હતી. બધાના જીવ તાળવે ચોટી ગયા હતા. ત્યાં જ નંદિની એ આંખો ખોલી. એ જોવા મથતી હતી પણ એને કાંઈ જ દેખાતું નહોતું. ચોતરફ અંધકાર જ અંધકાર હતો. એને બિચારીને તો ક્યાંથી ખબર હોય કે, જોવા માટે હવે એની પાસે આંખો જ રહી નથી. એણે એની બા ને પૂછ્યું, "બા, શું અત્યારે રાત પડી ગઈ છે? હું ક્યાં છું?" બા તો કાંઈ જ બોલી શકતી નહોતી. આંખમાંથી અશ્રુની ધારાઓ વહેતી હતી. હિંમત કરીને રાહુલ બોલ્યો, "નંદિની, તું અત્યારે હોસ્પિટલમાં છો. અને... અને... તારી આંખો તે ગુમાવી દીધી છે નંદિની." એટલું બોલતા તો તે રડી પડયો. આંખમાં આવેલા આંસુને તે ન ખાળી શક્યો.

નંદિની રાહુલના ડુસકા નો અવાજ સાંભળીને બોલી ઉઠી. "અરે રાહુલ! એમાં તું રડે છે શા માટે? હું ન જોઈ શકું તો કાંઈ વાંધો નહીં. પણ તમે બધા તો જોઈ શકો છોને? તમે લોકો મારો સહારો બનજો. બા, બાપુજી તમે મારો સહારો બનશોને? રાહુલભાઈ, મંદાકિની ભાભી તમે મારો સહારો બનશોને?"

ઓરડામાં ખામોશી છવાઈ ગઈ. બધાની ધારણા થી બિલકુલ વિપરીત પરિણામ આવ્યું હતું. બધાને તો એમ હતું કે, નંદિની જાણશે તો એ ભાંગી પડશે. પણ એવું તો કશું જ બન્યું નહીં. એ તો બિલકુલ સ્વસ્થ દેખાતી હતી. નંદિની નું આવું વર્તન જોઈને ઘરના બધાના મનમાં એક સંતોષ થયો.

પણ નંદિની ના મગજમાં તો કંઈક બીજી જ ગડમથલ ચાલતી હતી. તે વિચારતી હતી, મારા પાપોની સજા મારા ઘરવાળા શા માટે ભોગવે? આજ સુધી મેં એક પણ પુણ્ય કર્યું છે જ ક્યાં? પાપોનો ઢગલો જ કર્યો છે આટલી જિંદગીમાં. અને એની સમક્ષ એનો ભૂતકાળ તરવરી ઉઠ્યો.

એને યાદ આવ્યું. વસન્તપંચમી ના દિવસે થયેલા એના લગ્ન. અનિકેત જેવો સુંદર પ્રેમાળ પતિ મળ્યો હતો એને. અનિકેત એને ખૂબ જ ચાહતો હતો. પણ એ! એ તો હંમેશા એના પર શંકા જ વ્યક્ત કર્યા કરતી. જો ક્યારેય પણ અનિકેત ને કોઈ છોકરી સાથે વાત કરતો જોતી તો એ મનમાં ને મનમાં સળગી ઉઠતી. એવું ઘણીવાર બનતું. અનિકેત પણ એના શંકાશીલ સ્વભાવથી કંટાળી ગયો હતો. છતાં પણ એ નંદિનીને ખૂબ જ પ્રેમ કરતો હતો.

અને એક દિવસ-

આખરે અનિકેતે જીવનથી કંટાળીને આપઘાત કરી લીધો હતો અને જિંદગી પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. આજે નંદિનીને અફસોસ થતો હતો. પોતાના શંકાશીલ સ્વભાવે એના માત્ર બે જ વર્ષના સુખી દામ્પત્ય જીવનના પાયા હચમચાવી દીધા હતા. નંદિનીને લાગતું હતું મેં જ અનિકેતને આ રસ્તા પર જવા માટે મજબૂર કર્યો હતો. વિચાર કરતા કરતા એ ભૂતકાળમાંથી વર્તમાનમાં આવી. ફરી પાછો એક અંધકાર છવાઈ ગયો.

***

બા, બાપુજી, રાહુલ અને મંદાકિની એ ઓરડામાં આવીને જોયું તો નંદિની ઓરડામાં નહોતી પણ ઓરડામાં એક ચિઠ્ઠી પડી હતી. નંદિનીના બાપુજીએ ચિઠ્ઠી ઉપાડી અને વાંચવાની શરૂ કરી.

પૂ. બા, બાપુજી તથા ભાઈભાભી,

સાદર પ્રણામ. આજે હું જોઈ શકતી નથી. મારી આંખોની રોશની છીનવાઈ ગઈ છે. મારી જિંદગીમાં છવાયેલા આ અંધકારને હું ઉજાસ બનાવવા જઈ રહી છું. મને અનિકેત બહુ યાદ આવે છે. મેં એને કરેલા અન્યાયની ક્ષમા માંગવી જોઈએને? હું અનિકેત પાસે જાવ છું. બા, બાપુજી. હું મારા અનિકેત પાસે જાવ છું. એ મને માફ કરી દેશેને? અને વળી હું તમારા બધાના શિરે બોજ બનવા નથી ઇચ્છતી. વિચારું છું કે, મેં કરેલા પાપોની સજા તમારે બધા એ શા માટે ભોગવવી જોઈએ? ઈશ્વરે મને આંધળી બનાવીને મારી જીંદગી માં અલ્પવિરામ મૂક્યું હતું એ ઈશ્વરની ભૂલ હતી. હું આજે ઈશ્વરની એ ભૂલ સુધારવા જઈ રહી છું. એ અલ્પવિરામને આજે હું પૂર્ણવિરામ બનાવવા જઈ રહી છું. મારા જેવી પાપીણી માટે એથી વિશેષ બીજી શી સજા હોઈ શકે? બની શકે તો મને માફ કરી દેજો.

બસ એ જ.

આપની નંદિની.

નંદિનીના બાપુજીએ કાગળ પૂરો કર્યો અને બધા રડી પડ્યા.

***

બીજા દિવસે છાપા માં સમાચાર હતા.

'જીવનથી કંટાળીને એક આંધળી બનેલી યુવતીની આત્મહત્યા.'

****