વિશ્ચાસઘાત ( લઘુકથા )
આજે રાજેશ ને થોડું મોડું થઈ ગયું, કમલા
સાથે ઘણી વાતો થઈ, સાઈકલ દોરીનેએ હાલતો
થયો ને ધડી ધડી પાછળ ફરી ને જોતો રહ્યો.
આજે હાં આજે ફેંસલો કરવાનો હતો કે પોતાની બિમાર પત્ની હંસા થી છૂટકારો મેળવવા નો મનોમન
વિચાર કરી લીધો હતો.
રાજુ આમતો તેનુ નામ રાજેશ પણ લોકો તેને
રાજુ કહી બોલાવતા, કુટુંબમાં બસ માં દીકરો.
માં એ જીદ્દ કરી ને રાજુ ના લગ્ન હંસા સાથે કરાવી દીધા, રાજુ ના કહેતો રહ્યો પણ મા સામે લાચાર હતો,
હંસા ગરીબ ઘરની પણ સુશીલલ ને સમજદાર હતી, આવતા સાથે ઘર સંભાળી લીધું.
લગ્નને આઠ મહિના થયા હશે ને રાજુ ની માં દેવ થયા.
બસ ત્યાર પછી રાજુ નો વ્યવહાર હંસા પ્રત્યે બદલી ગયો.
હંસા પણ રાજુ ના મારપીટ થી દુઃખી હતી
ને બિમાર રહેવા લાગી.
રાજુ જીંનીંગ ફેક્ટરી માં કામ કરે છે.
કમલા પણ તેજ ફેક્ટરી માં કામ કરે છે.
આજે બન્નેએ મળી ને કઠીન નિર્ણય લીધો હતો.
રાજુ સાઈકલ ઉપર બેસી ને ઘર તરફ ચલાવવા
લાગ્યો.
સંધ્યા નુ આછુ અજવાળું ને ઝાડ ના પાંદળા
માંથી અબળા ના આંસુ ની જેમ પાણી ટપકીને જાણે વરસાદ આવી ગયા ની ચાડી ખાતા હોય !
રાજુ હળવેકથી પેડલ મારતા સાઈકલ ચલાવી રહ્યો હતો,
મનમાં વિચારતો હતો કે આજે નિર્ણય લઈ લેવોછે. કમલાને આજ વચન આપી ને કહી આવ્યો કે આપણા બન્નેની વચ્ચે આ હંસા નો કાંટોકાઢી નાખવો છે.
એવામાં સાઈકલ માઈલ પથ્થરસામે ભટકાઈ ગઈ જાણે આવા અશુભ વિચારો ને રોકવા નો પ્રયત્ન હોય ,
તે નિચે ઉતરીને સાઈકલ દોરીને ચાલવા લાગ્યો.
મનમાં થયું કે હંસા કેટલી માસૂમ ને સમજદાર છે, બહુ રૂપાળી નથી પણ નમણી છે, તેનુ મારા સિવાય આ દુનિયામાં બીજુ કોણછે, બિચારીપાંચ વર્ષની હતી ત્યારે અનાથ થઈ ગઈ હતી,
મામા મામી એ મોટી કરી,કોઈ નો લાડ પ્યાર નસીબ
થયો નથી. અરર હું તેને મારી નાંખવા નું વિચારું છું.
જાણે આ વિચાર ને સહમતી આપતો હોય એમ
ચન્દ્રમા વાદળો માથી નિકળી ને ડોક્યું કરવા લાગ્યો.
પણ કમલા નો ખડખડાટ હસ્તો ચહેરો વારંવાર
કહેતો હતો ..રાજુ આજ આરપાર બસ આપણી વચ્ચે કોઈ પણ નહીં.
રાજુ ઘરે પહોંચી સાઈકલ ને દીવાલ ભેર ઉભી
રાખી ,અવાજ સાંભળીને હંસા બહાર આવી
મંદ અવાજે બોલી આવી ગયા ?
રાજુ એ કંઈ જવાબ ના આપ્યો ને બહાર ના મટકા માં થી પાણી લઈ હાથ મોં ધોવા લાગ્યો.
હંસા પાણી નો લોટો લઈ ને આવી .
પાણી નો લોટો હંસા ના હાથમાંથી ખેંચી લઈ ને
ઘરમાં ચાલ્યો ગયો .
હંસા રાજુનો આવો વ્યવહાર જોઈ ડઘાઈ ગઈ. હાલાંકી આ એમના માટે નવી વાત નહોતી ,
પણ આજ રાજુ નુ રૂપ કઈંક અલગ હતું .
હંસાએ જમવાની થાળી લગાવી ,પોતાની
તબિયત સારી નહોતી એટલે તે જમવા ના બેઠી ,
પણ રાજુ તેને જમવા માટે આગ્રહ પણ નકર્યો .
રાજુ જમીને કશું બોલ્યા વગર બહાર ચલ્યો ગયો
બહાર એક પથ્થર પર બેસી ને બીડી સળગાવી
કમલાની વાતો ને વાગોળવા લાગ્યો , કમલા છેજ બહુ સુંદર ,અણિયાળી આંખો ,એમની ઘુંઘરાળા વાળ
વાંકી લટોમાં અટવાઈ જવાની કોઈને પણ ઈચ્છા થાય,
એની ગજબની વાકછટાના વમળમાં રાજુ એટલો
બધો ઉંડો ઉતરી ગયો કે આજે પોતાની માસુમ ભોળી
હંસાને મારી નાંખવાના નિર્ણય સુધી પહોંચી ગયો.
હંસા ના સુવાની રાહ જોતો રાજુ બહાર બેસી રહ્યો . હંસાનો ખાંસવા નો અવાજ આવતો બંધ થયો એટલે તે અંદર ગયો હળવેકથી દરવાજો બંધ કરી
એ બાજુમાં ખાટલા ઉપર બેસી ગયો .
મનમાં મોટી ગળમથલ ચાલતી હતી ,ફાનસના ધુંધળા અજવાળા માં હંસાનો નિસ્તેજ ચહેરો જોઈ
એને દયા આવતી હતી ,કેટલી માસૂમ દેખાય છે બિચારી,
પણ તુરંત કમલાનો નખરાળો હસ્તો ચહેરો એની
સામે આવી જતો ,બસ આજે ..આજે મારે હંસાથી
મુક્તિ મેળવવી છે .
અને રાજુએ પોતાના હાથ હંસાની ગરદન સુધી
લઈ ગયો એટલામાં તેના હાથ ઉપર ગરોળી પડી, તે ડરીને હાથ પાછા ખેંચી લીધા . જાણે વિધાતા તેને આ દૂષ્કાર્ય કરતા રોકતી હોય .
થોડી વિસામણ પછી ફરી હીંમત બટોરી અને...અને..
સવારે રાજુના રડવાનો આવાજ સાંભળીને અડોશ પડોશના લોકો જમા થઈ ગયા.હંસા ના સગા વહાલાં
કોઈ હતા નહીં મામા તો બે મહીના પહેલા મ્રૃત્યુ પામેલા,
અંતિમ સંસ્કાર પછી બે દિવસ રાજુ કામપર ના જઈ શક્યો .
ત્રીજા દિવસે રાજુ પોતે સારી રીતે તૈયારી કરી
સારા કપડાં પહેરીને ઘરની બહાર નીકળી તાળું મારતો
હતો ત્યાં તેને બાજુ માં બેત્રણ બહેનો ને વાતો કરતાં સાંભળી રાજુને પોતાના કાન પર વિશ્ર્વાસ ના આવ્યો .
એમાંની એક કહેતી હતી, ખબરછે પેલી કમલા ..હાં.. હાં.. શું થયું કમલાને..અરે કમલા એની સાથે કામ કરતા કોઈ બિહરી સાથે ભાગી ગઈ..
આ સાંભળી રાજુને ચક્કર આવી ગયા તે જમીન પર બેસી ગયો ને બબળવા લાગ્યો... વિશ્ર્વાસઘાત..વિશ્વાસઘાત... પણ એના ભિતર થી અવાજ આવ્યો જાણે હંસા કહેતી હોય હાં ..હાં... "વિશ્ર્વાસઘાત " પણ કોણે કોની સાથે કર્યો...?
- હુસેન ડોબાણી