"મેઘાએ પ્રપોઝ કર્યું તો મને તારી યાદ આવી ગઈ!" નેહલ કોઈ અસહાય વ્યક્તિ જેવો લાગી રહ્યો હતો. આખરે એની પાસે શું વાતની કમી હતી? એના પપ્પા એની દરેક ઇચ્છા કહેવા પહેલા જ પૂરી કરી દેતા હતા. તો પણ એણે તો બસ લાઇફમાં ગીતા જ જોઈતી હતી. શું આટલું બધું હેપ્પી હોવા છતાં એક ચીજ માટે કોઈ ખરેખર આટલું દુઃખી થઈ શકે?!
"જો, પ્લીઝ સમજ, બહુ ટાઈમ લાગ્યો છે મને તને ભૂલવામાં! તું પ્લીઝ ફરી મને રડાવવાના એ બનાવટી સંબંધને ફરી ના બાંધ!" ગીતાના આંસુઓ નીકળી પડ્યા.
"જો મારા પ્યારને તું બનાવટી ના કહીશ.." નેહલની પણ આંખો કોરી ના જ રહી શકી!
"બોલ, શું કહેવા મને બોલાવી છે.." ગીતા એ બીજી તરફ જોતા કહ્યું, જાણે કે જો હવે એણે વધારે એની તરફ જોઈ લીધું તો એણે ફરી એનાથી પ્યાર જ ના થઈ જવાનો હોય!
"બહુ યાદ આવે છે તારી.. ઘરમાં બધું જ છે, બધી જ સુખસાહ્યબી, ડેડ કહ્યાં વિના બધું જ અપાવે છે, પણ મને તારા વિના એ કઈ જ નહી ગમતું!" ટેબલ સામે બેઠેલ ગીતાના હાથને એણે પકડવા ચાહ્યો પણ એ પહેલાં જ ગીતાએ હાથ લઈ લીધો હતો, એવી જ રીતે જેમ એણે બહુ સમય પહેલા બંને ના સંબંધને દૂર લઈ લીધો હતો!
"મેઘાને હા કહી દે ને!" ગીતા રડતાં રડતા બોલી.
"કેવી રીતે એણે હા કહી દઉં, જેને હું ક્યારેય પ્યાર કરતો જ ના હોઉં!" નેહલ ના ગાલ થી દળદાર આંસુઓની ધારા નીકળી ગઈ.
"અરે! હજી પણ રડવાનું બાકી છે કે એટલે જ બોલાવી મને!" ગીતા બનાવટી હસવું હસી.
"એક વાતનો જવાબ આપ તું.. તું બસ એમ જ ચાહે છે ને કે હું મેઘાને પ્યાર કરું તો.."
"ના, હું તો ચાહું છું કે તું કોઈને પ્યાર કર જ નહી!" ગીતાની લાગણીઓ એની ઈચ્છા વિરુદ્ધ બહાર આવી રહી હતી!
"આઇ મીન, તું એણે પ્યાર કરવા લાગીશ તો શાયદ તું મને ભૂલી જા, અને જો તું મને ભૂલીશ તો અને તો જ હું પણ તને ભૂલી શકીશ! યાર, તારી સાથે વાત કર્યા વિના મને ખાવાનું ગળે નહી ઉતરતું!" ગીતા એ કહી જ દીધું.
"જેવી તારી ઈચ્છા, હું એવું જ કરીશ જેવું તું કહીશ." નેહલે કોઈ ડાહ્યા છોકરાની જેમ કહ્યું અને પાછળથી હળવેકથી એ કહ્યું કે જે એણે ખરેખર કહેવું હતું - "હવે તો કરી લે મને પ્યાર!"
"શું?!" ગીતાએ સાંભળ્યું પણ હતું, પણ એણે એ વાત જ નહોતી છેડવી!
"બોલ બીજું, મેં તો પ્યાર કરી લઈશ મેઘાને, તું શું કરવાની?!" નેહલે સીધું જ પૂછ્યું.
"મારું તો શું છે, હું ખરેખર કોઈને પ્યાર નહી કરું! હું ખરેખર કોઈને પ્યાર કરી જ ના શકું ને!" ગીતા બોલી.
"ઓય યાદ છે તને? મેં તને કેટલી મુશ્કેલીથી પ્યાર માટે મનાવી હતી!" ગીતા પણ એના શબ્દે શબ્દે ભૂતકાળમાં જવા માંડી!
🔵🔵🔵🔵🔵
"વૉટ રબીશ! તારી હિંમત શું થઈ મને આવું કરવાની?!" ગીતાએ બધા વચ્ચે એણે આપેલ ગુલાબને નેહલ પર ફેંકી સાફ સાફ મનાઈ કરી દીધી હતી. નેહલ ત્યારે કઈ જ નહોતો બોલ્યો, કેમ કે આખરે એનાથી બહેતર ગીતાને કોણ સમજી શકતું હતું?!
બીજે દિવસે એ જ ગીતાએ ગુલાબના ગુચ્છા સાથે બધા વચ્ચે જ નેહલને માનવતા કહેલું - "ભૂલ થઈ ગઈ મારી, પ્લીઝ માફ કરી દે મને! હું પણ તને બહુ જ પ્યાર કરું છું, પણ તને તો ખબર છે ને.." એના એ કારણને પણ જાતે જ જાણી જઈને નેહલે એણે બસ ગળે જ લગાવી દીધી હતી. નેહલ જાણતો હતો કે પોતે બહુ રિચ છે એટલે જ આગળ લગ્ન નહી થઈ શકે એટલે ગીતા શુરૂમાં ના કહી રહી હતી! પણ એણે વિશ્વાસ પણ હતો કે પોતાના પ્યારને એ ના કહી જ નહી શકે! બંને આવનારા તુફાન થી ત્યારે વાકેફ જ ક્યાં હતા?!
વધુ આવતા અંકે..
એપિસોડ 2(અંતિમ ભાગ - કલાઈમેકસ)ની એક ઝલક: એકમેકને જોઇને બસ રડી જ રહ્યાં હતાં, નેહલ ગીતાને આમ બિલકુલ નહોતો જોવા માંગતો એણે વાત બદલતા કહ્યું, "તું કેમ મને મેઘા સાથે જ પ્યાર કરવા કહે છે?!"
"મેઘા સારી છે, અમીર છે! તમે બંને એકમેક માટે બરાબર છો!" ગીતાએ રડતાં રડતાં જ કહ્યું.
"પણ જો તું મને પ્યાર નહી કરે તો પણ હું મેઘાને તો પ્યાર નહી જ કરું! હું તો શિવાનીને પ્યાર કરીશ!" નેહલે કહ્યું.