Choice of kalash - 5 in Gujarati Fiction Stories by Payal Chavda Palodara books and stories PDF | પસંદગીનો કળશ - ભાગ 5

Featured Books
Categories
Share

પસંદગીનો કળશ - ભાગ 5

પસંદગીનો કળશ ભાગ – ૫

        આગળના ભાગમાં આપણે જોયું તેમ પલકના પિતાને પલકને સરકારી નોકરી આવે તેવી તેમની ઇચ્છા છે. જે પરીક્ષાના પરિણામની પલક અને તેનો ભાઇ જોતાં હતા. તેમાં તે બંને નિષ્ફળ રહ્યા ને બીજી બાજુ લગ્નની વાત નકકી થવા આવી રહી હતી. ને પલકે બધાને પિયુષને ફરી એકવાર મળીને જ લગ્ન માટે હા પાડશે તેમ જણાવીને ચિંતામાં લાવી દીધા. હવે આગળ...................

        પલકે તેની દલીલમાં જણાવ્યું કે, મારે આખી જીંદગી તેની સાથે કાઢવાની છે. એક વારમાં હું કઇ રીતે નિર્ણય કરી શકું? પલકના માતા-પિતાને તેની વાત યોગ્ય લાગી. પણ હવે વાત પિયુષથી અટકતી હતી. કેમ કે, પિયુષ તો પલકને તેની જીવનસાથી બનાવવાના સપના જોવા લાગ્યો હતો. ને પલક પણ તેને ચાહતી હતી પણ તેની પરીક્ષા લેવા માગતી હતી. પલકના માતા-પિતાએ તેની વાત માની લીધી. આથી પલકે પછી પિયુષને ફોન કરીને જણાવ્યું કે, ‘‘મને તમે પસંદ તો છો જ. પણ હું તમને મળવા માંગું છું. મળ્યા પછી જ હું નકકી કરીશ કે આપણા લગ્ન થશે કે કેમ? અને હા તમારા ઘરમાં એમ જ કહેજો કે, મારે તે છોકરીને મળવું છે. પછી જ લગ્ન કરીશ એમ એટલે મારા માથે કાંઇ ના આવે. સમજયા?’’ પિયુષની આંખમાં આંસુ આવી ગયા પણ તેણે પલકને જાણ થવા ના દીધી. તેને દુ:ખની સાથે ડર પણ હતો કે કદાચ હું પલકને રૂબરૂમાં પસંદ નહી આવું તો તે મને છોડીને જતી રહેશે. તેણે સ્વસ્થ થતાં પલકને વચન આપ્યું કે તે ઘરમાં એમ જ કહેશે જેમ તે ઇચ્છે છે. પલક બહુ જ ખુશ થઇ ગઇ. પછી પલકે પછી વાત કરુ તેમ કહી ફોન મૂકી દીધો.  

        થોડા સમયમાં તો પલક અને તેના ભાઇનું કલાસીસ પણ પૂરું થઇ ગયું. તેઓ બંને ઘરે જ પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા. ફરી એકવાર પરીક્ષા આવી ને તેઓ બંનેએ ફોર્મ ભર્યુ. એ પરીક્ષા ત્રણ લેવલમાં હતી. પછી કલાસીસ પૂરૂં થતા બંનેના નસીબ સારા કે તેઓ બંને પહેલા લેવલમાં પાસ થઇ ગયા. હવે બીજા લેવલની પરીક્ષા આપવાની બાકી હતી. ત્યાં તો પલક સામે તેના જીવનસાથીનો પ્રશ્ન આવી ગયો.

        પલકની યોજના સફળ રહી. તેને અંદરથી એવો ખ્યાલ આવી ગયો કે, પિયુષ તેને પ્રેમ કરવા લાગ્યો છે અને તેને દુ:ખ પણ હતું કે તે આમ પિયુષને રાહ જોવડાવે છે. તેના પછી બંનેએ ભેગા મળીને દસ દિવસ પછી મળવાનું નકકી કર્યુ. દસ દિવસ તો આમ જ જતા રહ્યા. ને આખરે પલક અને પિયુષની મુલાકાત થઇ. પલક પિયુષની પસંદગીના કલરનો ડ્રેસ પહેરીને તૈયાર થઇ ગઇ અને પિયુષની રાહ જોવા લાગી. પિયુષના આવ્યા બાદ બંને ત્યાના પ્રખ્યાત મંદિરે દર્શન કરવા ગયા. દર્શન કરીને આવ્યા પછી તેઓ સાથે જમ્યા. ત્યાં સુધી પલકે શું નિર્ણય લીધો તેની પણ ચર્ચા ના કરી. પછી પિયુષ પલકને ઘરે મૂકવા આવ્યો અને બસ એક જ વાકય કહ્યું કે, ‘‘હું તારા વગર નહી રહી શકુ. હું તને હવે પ્રેમ કરવા લાગ્યો છું. તારી સાથે મારે લાગણીના સંબંધો બંધાઇ ગયા છે અને જો આપણા લગ્ન નહી થાય તો હું આજીવન સંન્યાસ લઇ લઇશ.’’ પલકે હસીને કહ્યું કે,‘‘એવું ના કરાય યાર જીવનમાં બધી વસ્તુ સ્વીકારતા શીખો ને ભગવાન પર છોડી દો.’’ બસ આટલું બોલી તે પાછળ જોયા વગર જતી રહી પણ આ બાજુ પિયુષ તેની પાછળ ફરવાની રાહ જોતો હતો. પલકને એ વાતની અહેસાસ હતો કે પિયુષ તેને જ જોવે છે. છતાં પણ પાછળ વળીને તેને જોયો જ નહી. પલક પાછળ ના ફરી એટલે તેની ના છે એમ સમજીને તે ઘરે જવા નીકળી પડયો.

        પલકના ઘરે આવતા જ તેની માતાએ પહેલો પ્રશ્ન એ જ પૂછયો કે તારો નિર્ણય શું છે?  પલકે બધાને પોતાનો આખરી નિર્ણય જણાવી દીધો જે તેણે પહેલેથી જ નકકી કર્યો હતો. તેણે પિયુષ સાથે લગ્ન માટે હા કહી દીધી અને તે અંદરથી મરક-મરક હરખાતી હતી. પલકના માતા-પિતાએ તરત જ પિયુષના માતા-પિતાને ફોન લગાવીને જાણ કરી દીધી. પિયુષ ત્યારે ઘરે પણ પહોચ્યો ન હતો. તે જેવો ઘરે પહોચ્યો ત્યાં તેની બહેને તેને જણાવ્યુ કે છોકરીએ હા પાડી છે. પિયુષ તો એટલો ખુશ થઇ ગયો કે, એ કોઇને મળવા પણ ના રોકાયો ને સીધો જ ફોન પલકને લગાવ્યો. ને પૂછવા લાગ્યો કે, ‘‘આટલું બધી રાહ કેમ જોવડાવી? જો હા જ કહેવી હતી તો?’’ પલકે કહ્યું કે,‘‘ હા તો મારી તમને પહેલા દિવસે જોયા ત્યારથી હતી. બસ તમારી પરીક્ષા લેવા માંગતી હતી.’’ બંનેના પરિવાર વચ્ચે ખુશીઓનો માહોલ થઇ ગયો. પલક અને પિયુષ બંને બહુ જ ખુશ હતા.

        પછી પલકે તેને પહેલા લેવલની પરીક્ષામાં પાસ થઇ એના વિશે પિયુષને વાત કરી ને આગળ બીજા લેવલની પરીક્ષા વિશે જણાવ્યું. પિયુષે તેને કહ્યું કે, ‘‘તું ચિંતા ના કર. તારે સરકારી નોકરી આવશે જ. મને વિશ્વાસ છે.’’ એ જ અરસામાં પલક અને પિયુષની સગાઇની વાતો થવા લાગી.

        બંને ઘરવાળાઓએ મળીને સગાઇની તારીખ નકકી કરી. તેમની સગાઇ ખૂબ ધામધૂમથી કરવામાં આવી. પલક માટે તેની સગાઇ બહુ જ શુકનિયાળ સાબીત થઇ. તેને અને તેના ભાઇએ બીજા લેવલની પરીક્ષા પાસ કરી દીધી ને તેમને છેલ્લે ડોક્યુમેન્ટની ચકાસણી માટે બોલાવવામાં આવ્યા. હવે આગળ............................

 

શું ડોક્યુમેન્ટ ચકાસણીમાં તેઓ બંને પાસ થશે?

 

કે તેણી ગૃહિણી બની જશે?

 

 -     પાયલ ચાવડા પાલોદરા