ચોથા પ્રજાપત્ય વિવાહ :- જેમાં છોકરીનાં માતા-પિતા કોઈ છોકરાની શોધમાં હોય. છોકરાં સાથે લગ્ન કરાવતી વખતે છોકરીનાં પિતા ખુશીથી આશિર્વાદ આપે અને એવું કહેવામાં આવે કે, " તમે બન્ને આખી જિંદગી એકબીજાનો આપ આપજો "એવું વચન આશિર્વાદ થકી કહે. એને પ્રજાપત્ય વિવાહ કહેવામાં આવે છે.
પાંચમા વિવાહ ગાંધર્વ વિવાહ :- આ વિવાહમાં છોકરી અને છોકરો બન્ને એકબીજાના પ્રેમમાં પોતાની આપમેળે લગ્ન કરે એને ગાંધર્વ વિવાહ કહેવામાં આવે છે. જેને આજનાં આધુનિક સમયમાં લવ મેરેજ કહેવામાં આવે છે.
છઠ્ઠા અસુર વિવાહ :- આ વિવાહમાં છોકરાનાં પરિવાર તરફથી છોકરીનાં બદલામાં માતા-પિતાને સંપતિ કે ધન આપવામાં આવે છે. આ લગ્નમાં છોકરામાં કોઈ શારિરીક વિકલાંગતા હોય તો એને પણ કન્યા સંપતિના બદલામાં સ્વીકાર કરે છે.
સાતમાં રાક્ષસ વિવાહ :- આ વિવાહમાં કન્યાનું બળજબરીથી અપહરણ કરવામાં આવે છે. છોકરાનાં માતા-પિતા તેનાં પરિવાર સાથે યુધ્ધ કરીને તેનાં લગ્ન પોતાનાં છોકરાં સાથે કરાવે છે.
આઠમાં પૈશાચ વિવાહ :- કોઈ સુતેલી માનસિક કે વિકલાંગ કન્યા સાથે બળજબરી પૂર્વક કરવામાં આવતાં લગ્નને પૈશાચ વિવાહ કહેવામાં આવે છે.
અવનીની વાત સાંભળીને બધાં મિત્રો એક ધ્યાને અવનીને સાંભળતાં હતાં.
સમીર : " અવની તું સાયન્સની વિધાર્થી હતી અને અચાનક એટલું બધું ધર્મ અને પરંપરાગત રિત રિવાજ વિષેની જાણકારી ક્યાંથી મેળવી ".
અવની : " હું થોડાં મહિનાઓ પહેલાં એક બુક પર કામ કરતી હતી. ત્યારે વિવિધ ગ્રંથોનો અભ્યાસ કરતા જાણકારી મળી ".
બધાં મિત્રો એકબીજા સાથે ફરી વાતો કરવામાં મશગુલ હતા. આકાશ અવનીના ચહેરા પર છવાયેલી ઉદાશી પારખી ગયો. કોલેજમાં દિવસમાં અવનીને નાની અમથી છીંક કે શરદી થતાં પોતે આખી કોલેજ માથે ઉઠાવી લેતો.
સમીર : " આકાશ તે ખરેખર વિચાર કરી લીધો છે "?
આકાશ : " હા... મમ્મી અને કાકા કાકીએ પસંદ કરેલું ક્યારેય ખોટું તો ન હોય શકે ".
બહાર લગ્નની તૈયારીઓ ચાલતી હતી. આકાશની મમ્મી અને સાથે સુધા પણ બહાર આવી. બધાં મિત્રો સાથે ચા નાસ્તો કરી રહ્યા હતાં.
આકાશ : " મમ્મી તમારી ભુખ્યા પેટે લેવાની દવા પીધી "?
સવિતાબેન : " અરે...આ ભાગદોડમાં ભૂલાઇ ગયું. મારા રૂમમાં ટેબલના ખાનામાં પડી છે ".
અવની : " આન્ટી તમે બેસો હું હમણાં તમારાં રૂમમાંથી દવા લઇ આવું છું ".
અવની હવેલીમાં અંદર આકાશની મમ્મીના રૂમમાં જાય છે. દરવાજાની બાજુમાં રજવાડી ટેબલ અને કબાટ પર કરેલી નકશા વાળી ડિઝાઇન અવની પોતાનાં હાથવડે અડીને જોવાં લાગી. અવની જેવો કબાટમાં હાથ લગાડ્યો ત્યાં એકદમ અચાનકથી ઝટકો લાગ્યો. અચાનક પોતાનાં પગમાં ઘૂંટીથી ઉપર બળતરાં થવા લાગી. પોતે પહેરેલાં સુટને હાથવડે ખેંચીને જોવાં લાગી.
નિશાનને જોતાં અવનીની આંખો ફાટી ગય. પોતાનાં પગમાં રહેલું આછાં ભુરા રંગનુ ચિહ્ન અચાનક ચમકવા લાગ્યું. અવનીને તેમાં ખુબ બળતરાં પણ થવા લાગી. નિશાન જોતાં અવનીના ધબકારા વધી ગયા.
બહારથી સુધાનો અવાજ સંભળાયો " દવા મળી કે નહીં ".
અવની પોતાનાં નિશાનને ઢાંકીને ટેબલ માંથી દવા શોધવાં લાગી. પહેલું ખાનું ખોલ્યું એમાં કશું મળ્યું નહીં. બીજું ખાનું ખોલતાં એમાં એક જુની પુરાણી તસવીર મળી. અવની પોતાનાં હાથ વડે તસવીર ઉઠાવીને જોવાં લાગી. એક મહિલા અને સાથે ઉભેલો એનો પતિ હા કદાચ પતિ જ હોઇ શકે. અવની બે ઘડી હાથમાં ફોટો રાખીને જોવાં લાગી. ફોટો હાથમાં લેતાં અવનીને એક વિચિત્ર આભાસ થયો.
એક સળગતી મશાલ સાથે ઉભેલાં બે ત્રણ વ્યક્તિઓ અને પાછળથી આવી રહેલો રડવાનો અવાજ સાંભળીને અવની ડરી ગય. હાથમાં રહેલી તસવીર એકદમ ઝડપથી ખાનામાં મુકી દીધી.
નીચેનાં ત્રીજા ખાનામાંથી દવા લઈને અવની બહાર આંગણામાં આવવાં લાગી. ત્યાં પાછળથી ઝાંઝરનો અવાજ આવ્યો. છમ...છમ...છમ... એકાએક જોરથી દરવાજો બંધ થયો.
પાછળ ફરીને ઉભેલી અવનીને દરવાજો બંધ થતાં એકદમ ચૌકી ઉભી. પોતાને આંખ બંધ થતાં દેખાયેલું ચિત્ર આંખોમાં ફરી એક વખત નજરે તરી આવ્યું. અવનીને દરવાજો બંધ થતાં પાછળ ફરીને જોયું. મોઢામાંથી ચિસ નીકળી ગય. અવનીના ધબકારા વધવા લાગ્યાં, સાથોસાથ ચહેરા પર પરસેવો વળવા લાગ્યો. પોતાની આંખે સ્વપ્નામાં જોયેલું ચિત્ર અને અચાનક સામે ઉભેલી એક સ્ત્રી.
અડધો સળગી ગયેલો ચહેરો, આંખમાંથી નીકળતાં લાલ રંગનો પ્રકાશ અને લાંબા ખુલ્લાં વાળ. પહેરેલી ફાટેલી સાડી અને સળગેલી હાલતમાં હાથમાંથી નીકળી ગયેલી ચામડી.એકદમ ભયંકર અને ડરાવનો ચહેરો જોતાં અવનીના ધબકારા વધવા લાગ્યાં.
" તતતત......તમે કોણ " ? અવની એટલું તો માંડ બોલી શકી. પોતાનાં હાથમાં રહેલી દવાની થેલી નીચે પડી જાય છે. અવનીના પગમાં રહેલું નિશાન ફરીથી બળવા લાગ્યું અને અસહ્ય પીડા થવા લાગી.
સામેથી એકદમ જાડાં અને ડરાવના અવાજમાં પેલી સ્ત્રી બોલી તારૂં અતીત....
ક્રમશ....