Chakravyuh - 46 in Gujarati Detective stories by Rupesh Gokani books and stories PDF | ચક્રવ્યુહ... - 46

Featured Books
Categories
Share

ચક્રવ્યુહ... - 46

ખન્ના સાહેબની બરબાદી પાછળ કોનો હાથ રહેલો છે? આ હીરાલાલ બાપા છે કોણ જેનું નામ સાંભળતા જ ખન્ના સાહેબ ધૃજી ઉઠ્યા. વર્ષોથી યાદોના પેટાળમાં સંગ્રહીત ભૂતકાલને કોણ ઉલેચી રહ્યુ છે?

પ્રકરણ-૪૬

“આ ગણપત પણ બેવકુફ છે, કાલે મને કહેતો હતો કે અર્જન્ટ કામ છે અને હવે મારી પાર્ટી કેન્સલ કરીને હું તેને મળવા આવ્યો છું તો ફોન ઓફ કરીને બેઠો છે. શું કરવુ હવે?” પાર્ટીમાંથી પરત આવી ગણપતને ફોન કરતા તેનો ફોન ઓફ આવતો હતો ત્યારે ચીડાઇને સુબ્રતો મનોમન બોલી ઊઠ્યો ત્યાં સુરેશ ખન્નાનો કોલ આવ્યો.   “સુબ્રતો, જલ્દી ફટાફટ ઘરે આવી જા, મારે અર્જન્ટ એક મીટીંગમાં જવુ છે, ગણપતનો ફોન ઓફ આવે છે એટલે હવે આપણે બન્ને જ જઇ આવીએ.”

“ઓ.કે. સર, કમીંગ.”

“એક બાજુ ગણપત ફોન ઓફ કરીને બેઠો છે, કાશ્મીરા મેડમનું અપહરણ થઇ ગયુ છે અને આ ખન્ના સર મીટીંગનુ આયોજન કરીને બેઠા છે અને એ પણ રાત્રીના બાર વાગ્યે??? નક્કી દાળમાં કાંઇક કાણુ છે. હોપ એવરીથીંગ વીલ બી ફાઇન.” બોલતા સુબ્રતોએ જ્યોતીને કોલ કરી વાત કરી લીધી અને પોતે ખન્ના સાહેબના ઘર તરફ જવા નીકળી ગયો.

*********  

“સર, ઇઝ એવરીથીંગ ઓ.કે.?” સુબ્રતોએ આવતાવેંત પૂછ્યુ.   “હા સુબ્રતો, કાશ્મીરા ક્યાં છે તે ખબર પડી ગઇ છે, આપણે બન્નેને ત્યાં કાશ્મીરાને લેવા જવાનુ છે.”   “સર તો પોલીસને ઇન્ફોર્મ કયુ કે? એકલા જવુ એ તમારા માટે ખતરનાક સાબીત થઇ શકે ?”   “એ કોઇ ખતરનાક માણસ નથી પણ મારો બહુ નજીકનો જાણકાર વ્યક્તિ છે. ત્યાં તો હું પોલીસને લીધા વિના જ જવાનો છું. જોઇએ શું કરી લે છે તે અને હા, તારે પણ ત્યાં બહાર જ રહેવાનુ છે. મને હું કહું ત્યાં ડ્રોપ કરી ત્યાંથી થોડે દૂર રહેજે, જો મને કાંઇ ગરબડ જણાશે તો હું તને મીસ્ડ કોલ આપું કે તરત જ પોલીસને કોલ કરી મારુ લોકેશન જણાવી દેવાનુ રહેશે.”   “ઓ.કે. સર પણ હજુ કહું છું કે એકલા જવુ મુનાસીબ નથી તમારા માટે.”   “ડોન્ટ વરી સુબ્રતો, હવે જે થશે તે જોયુ જાશે. હવે વાતો કરવાનો બહુ સમય નથી, લેટ’સ ગો.” કહેતા બન્ને ત્યાંથી નીકળી ગયા.   “દિલ્લીથી બહાર નીકળતા એકાદ કિલોમીટર દૂર જ ફાર્મહાઉસ પર ખન્ના સાહેબને જવાનુ હતુ. ત્યાં પહોંચી ખન્ના સાહેબે સુબ્રતોને થોડે દૂર ઊભા રહેવાનુ કહી અંદર ગયા.   “દરવાજે ઊભેલા બે ગાર્ડ ખન્ના સાહેબની તલાશી લીધા બાદ દરવાજો ખોલી દીધો અને જેવા ખન્ના સાહેબ અંદર ગયા કે દરવાજો બંધ થઇ ગયો. અંદર મોટા હોલમાં હળવી રોશની વચ્ચે સુંદર રાચરચીલુ ગોઠવવામાં આવ્યુ હતુ, સોય હાથમાંથી પડે તો પણ તેનો અવાજ આવે તેવી નિરવ શાંતિ છવાયેલી હતી. ખન્ના સાહેબ પણ વિચારમાં હતા કે કોઇ તેને અહી શું કામ બોલાવે? મનમાં અનેક પ્રશ્નોની શળવળતી આગમાં શેકાતા ખન્ના સાહેબ હોલના ખૂણે ખૂણામાં પોતાની નજર દોડાવી રહ્યા હતા ત્યાં ઉપરથી કોઇ આવતુ તેને દેખાયુ. રાજાશાહી ઠાઠથી આવતો તે વ્યક્તિનો ચહેરો મંદ પ્રકાશમાં દેખાઇ રહ્યો ન હતો. ખન્ના સાહેબ ધારી ધારીને તેને જોવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પણ પેલા વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ જોઇ શકાતો ન હતો.

“વેલકમ ખન્ના સાહેબ, આપનુ સ્વાગત છે મારા મહેલમાં, ઓહ આઇ મીન આપના મહેલમાં આપનું સ્વાગત છે. યાદ તો હશે જ આપને કે આ ફાર્મહાઉસ તમારા પૈસાથી જ બન્યુ છે.” બોલતા બોલતા તે યુવાન નીચે આવી રહ્યો હતો.   “તારો બકવાસ સાંભળવાનો મારી પાસે ટાઇમ નથી, જલ્દી કહે કે અહી મને બોલાવવાનો તારો મકસદ શું છે અને તારી પહેચાન શું છે?”   ખન્નાની વાત સાંભળી પેલો યુવાન અટ્ટહાસ્ય કરવા લાગ્યો. “અરે તમે મને ઓળખતા નથી, અવાજ પરથી તો ઓળખી જ લેશો મને પણ સાયદ હવે તમે વૃધ્ધ થવા લાગ્યા છો સસુરજી.” છેલ્લો શબ્દ પૂરો થતા જ આખો હોલ રોશની અને લાઇટથી ઝળહળી ઉઠ્યો અને ખન્ના સાહેબની સામે રોહન ઊભો હતો.

રોહનને જોઇને ખન્ના સાહેબ ચકિત થઇ ગયા. “રોહન તો આ બધુ થવા પાછળ તારો હાથ છે? મતલબ ગણપતનો શક સાચો નીવડ્યો કે મારુ કોઇ અંગત જ મારી પીઠ પાછળ છુરો ભોંકી રહ્યુ છે.”

“ખન્ના સાહેબ પીઠ પાછળ છુરો ભોંકવાની ગંદી આદત તમારી પાસેથી જ શીખી છે. શું કરું, મને આદત તો નથી અને મારા ખુનમાં પણ દગો કરવાની નિયત નથી પણ જેવુ વાગે તેવુ જ નાચવુ જોઇએ તેમ તમારી જ ભાષામાં તમને જવાબ આપવો હતો એટલે આ ચક્રવ્યુહની રચના કરવી પડી.   “મતલબ??? મારી સાથે જે કાંઇ પણ અઘટિત બન્યુ છે તે બધુ તે કરાવ્યુ છે?”   “યસ મિસ્ટર ખન્ના, તમારી મુંબઇ બ્રાચનો ઇન્સ્યોરન્સ ન ભરવો, ઇશાનને અરાઇમા સાથે મળાવવી, અરાઇમાનો ઇશાન સાથે પ્રેમનું નાટક, અરાઇમાનું પ્રેગ્નેન્ટ થવુ, કાશ્મીરા સાથે પ્રેમનું નાટક, તમારી નજરમાં સારી ઇમેજ બનાવવી, છેવટે કાશ્મીરાનું અપહરણ અને તમારા અતિ વિશ્વાસુ તેવા ગણપત શ્રોફને બંધક બનાવવો આ બધા મારા ચક્રવ્યુહના એક પછી એક કોઠા હતા અને જેમા તમે મારા ધાર્યા પ્રમાણે જ ફસાતા ચાલ્યા ગયા અને મારે તમારી કંપનીમાં જે કંઇ પણ કરવુ હતુ તે હું કરતો ગયો. અરે, તમને યાદ પણ નથી કે મારી સારી ઇમેજને લીધે તમે કેટલુ ગુમાવી દીધુ છે?”   “મતલબ??? તુ છે કોણ અને મારી સાથે જ આ બધો દગો શા માટે?”   “ખન્ના સાહેબ તમે ખાનપુર ગામનું નામ સાંભળ્યુ છે? કચ્છ જેવા વેરાન રણપ્રદેશમાં વસેલુ ખાનપુર ગામ, જ્યાં માંડ સો જેવા ઘર હતા.” રોહને સામેના સોફા પર બેસતા પ્રશ્ન પૂછ્યો અને રોહનના મોઢામાંથી ખાનપુર ગામનો ઉલ્લેખ સાંભળતા જ સુરેશ ખન્ના હ્રદયનો એક ધબકારો ચૂકી ગયા.   “ટેઇક ઇટ ઇઝી મિસ્ટર ખન્ના. પ્લીઝ હેવ અ શીટ એન્ડ ટેઇક અ વોટર પ્લીઝ.” જેવુ રોહને કહ્યુ કે સર્વન્ટ પાણી સર્વ કરી ગયો પણ ખન્ના સાહેબની ગળેથી પાણીનો ઘુટડો ઊતરે એવી હાલત હતી નહી.

“એ ખાનપુર ગામમાં હીરાલાલ બાપાનો સન્યુક્ત પરિવાર રહેતો હતો, જેને બે દિકરા અને બે દીકરીઓ હતી. હીરાલાલ બાપાનો પરિવાર ગર્ભશ્રીમંત હતો જેની પાસે એ જમાનામાં અઢળક ધન હતુ, હીરાલાલ બાપાની સાત પેઢી બેઠા બેઠા ખાય તો પણ ધન ખુટે તેમ ન હતુ પણ એક દિવસ અચાનક હીરાલાલ બાપા...........” બોલતા આ બાજુ રોહન અટકી ગયો અને સામે બેઠેલા ખન્ના સાહેબના તો જાણે શ્વાસ અટકી ગયા.   “તુ હીરાલાલ બાપાને કેમ ઓળખે છે? કોણ છે તુ?” સુરેશ ખન્ના અંદરથી ખળભળી ઉઠ્યા અને બરાડી પડ્યા.   “કાલ્મ ડાઉન ખન્ના સાહેબ. હજુ તો ચક્રવ્યુહનું પ્રથમ સોપાન તમારી સામે ખુલ્લુ મૂક્યુ છે, હજુ એક પછી એક સોપાન ખુલવા દ્યો, તમને બધુ સમજાઇ જશે કે મારો હીરાલાલ બાપા સાથે શું સબંધ છે.”

“અચાનક એક દિવસ હીરાલાલ બાપાને હ્રદયરોગનો તિવ્ર હુંમલો આવ્યો અને ખાનપુરનો એ વિરલો ભગવાનના ધામમાં પહોંચી ગયો. તમને યાદ જ હશે કે હીરાલાલ બાપાના મૃત્યુનો શોક આખા ગામે પાળ્યો હતો, તે ગામમાં એક વર્ષ સુધી કોઇ તહેવાર ઉજવાયા ન હતા કે ન કોઇ સારા કામ થયા હતા.”   “એ હીરાલાલ બાપાના બે દિકરા, મોટા દીકરાનું નામ ધરમશી અને નાના દિકરાનું નામ સુધીર. ધરમશીભાઇનો એક દિકરો જે હીરાલાલ બાપાના મૃત્યુ વખતે લગભગ પાંચેક વર્ષનો હતો. પાંચ વર્ષનો હતો પણ તે બહુ સમજદાર હતો. સુધીરભાઇને એક દિકરી હતી જે એક વર્ષની હતી જેનુ નામ હતુ મીરા. હીરાલાલ બાપાનો મોટો દીકરો તેના પિતાજી જેવો જ હતો. તે હંમેશા તેના પિતાજીના સિધ્ધાંતો અને આદર્શ મુજબ જ જીવન જીવતો અને હીરાલાલ બાપાના મૃત્યુ બાદ પણ તેણે હીરાલાલ બાપાના સિધ્ધાંતો મુજબ જીવન પ્રણાલી અપનાવીને હીરાલાલ બાપાને જીવીત રાખ્યા હતા પણ નાનો દિકરો સુધીર હીરાલાલ બાપાના સિધ્ધાંતોથી તદ્દન વિપરીત હતો. દાન ધરમ કે ગરીબોને મદદ કરવી તેને બીલકુલ ગમતુ ન હતુ. આ બધુ તમને પણ યાદ હશે જ અને ખબર પણ હશે. એમ આઇ રાઇટ મિસ્ટર ખન્ના???”   “હીરાલાલ બાપા અને તેના પરિવારની વાત રોહનના મોઢે સાંભળી સુરેશ ખન્ના અંદરથી ખળભળી ઊઠ્યા હતા. આશરે ત્રીસ વર્ષ પહેલાનો ભૂતકાળ રોહનના મોઢે સાંભળી ખન્ના સાહેબ ગડમથલમાં પડી ગયા હતા કે કોણ છે આ વ્યક્તિ જેને હીરાલાલ બાપા અને તેના પરિવાર વિષે આટલી ઝીણવટપૂર્વકની માહિતી અક્ષરશઃ ખ્યાલ છે.”

To be continued………..