Chakravyuh - 44 in Gujarati Detective stories by Rupesh Gokani books and stories PDF | ચક્રવ્યુહ... - 44

Featured Books
Categories
Share

ચક્રવ્યુહ... - 44

( ૪૪ )

સવારે નવેક વાગ્યે જયવંતીબેન જાગી ગયા અને તરત જ કાશ્મીરાના નામનો આક્રંદ કરવા લાગ્યા ત્યાં વિજયલક્ષ્મીએ તેમને ખન્ના સાહેબ હોંશમાં આવી ગયાના સમાચાર આપ્યા કે તેઓ દોડતા ખન્ના સાહેબને મળવા ચાલ્યા.  “ખન્ના સાહેબ, આપણી કાશ્મીરા....... આપણી કાશ્મીરા.....” બસ આટલુ જ વાક્ય તેઓ બોલી શક્યા ત્યાં તેઓના ચોધાર આંસુઓ તેના શબ્દો પર હેવી થઇ ગયા.  “મને બધી ખબર છે. એ આઘાત જ સહન ન થયો મારાથી અને આ બધુ બની ગયુ. અત્યારે પોલીસ અને રોહન કાશ્મીરાની શોધમાં છે એ ઉપરાંત મે મારા અંગત અને ખાસ માણસોને કાશ્મીરાને શોધવા માટે કામે લગાડી દીધા છે. એકવાર અહીથી ડિસ્ચાર્જ મળી જવા દે, આ કામ પાછળ જેનો હાથ છે તેને મૂકવાનો તો નથી જ હું.” ખન્ના સાહેબ ધીમા સ્વરે બોલી રહ્યા હતા પણ તેના શબ્દોમાં ખુમારી ભારોભાર છલકી રહી હતી.   “તમે આરામ કરજો પ્લીઝ. તમારા માણસોને જેટલા પૈસા જોઇએ તેટલા આપી દેજો અને જરૂર પડે તો બીજા વધુ માણસોની મદદ લેજો પણ તમે હમણા ક્યાંય દોડાદોડી કરશો નહી.”    “આઇ એમ ઓ.કે. જયવંતી. આ તો અચાનક જ જુવાનજોધ દિકરીના અપહરણના ન્યુઝથી આ બધુ બની ગયુ બાકી ખન્ના હજુ જુનો ખન્ના જ છે. ધારે તો ન કરવાનુ પણ કરી નાખે છે.”   “મિસ્ટર ખન્ના, બહુ વાતચીત નહી પ્લીઝ.” બન્નેની વાતચીત સાંભળી બહારથી નર્સ આવીને સુચના આપી ગઇ.

સાંજ પડી ગઇ, સુરેશ ખન્નાને ડિસ્ચાર્જ પણ મળી ગયુ અને તેઓ પરત ઘરે પણ આવી ગયા. સુબ્રતો અને ગણપત પણ સાથે જ હતા છતા હજુ સુધી રોહનનો કોઇ અતોપત્તો ન હતો. તે ન તો ખન્ના સાહેબના ખબર અંતર પૂછવા માટે હોસ્પીટલ આવ્યો હતો કે ન તો એક કોલ માત્ર કર્યો હતો.   “સર, વ્હેર ઇઝ રોહન? આજે તે તમને મળવા ન આવ્યો?” ગણપતે જાણીજોઇને રોહનની વાત ઉચ્ચારી.   “ગણપત એ તો કાશ્મીરાને સોધવામાં પડ્યો હશે. તે બહુ હોંશીયાર અને માનીતો છે અને વિશ્વાસુ પણ છે અને બીજી એક અંગત વાત કે નેક્ષ્ટ વીક તેની અને કાશ્મીરાની સગાઇ નક્કી કરવાનો છું.”   “સગાઇ??? મેડમ અને રોહનની? પણ મેડમે તો સાફ સાફ ના કહી દીધી હતી ને?” ગણપતે આશ્ચર્યભર્યા સ્વરે પૂછી લીધુ.   “હા, પણ હવે તેને પોતાની ભૂલ સમજાઇ ગઇ છે અને હવે બન્ને એકબીજા સાથે લગ્નગ્રંથીએ જોડાવવા તૈયાર છે તો પછી શું જોઇએ? મારી અધુરી ઇચ્છા પૂર્ણ થઇ ગઇ ત્યાં વળી ખુશીઓને આ ગ્રહણ લાગી ગયુ. સમજાતુ નથી શું થવા જઇ રહ્યુ છે?”    “સર, ખોટુ ન માનજો પણ જે કાંઇ કરો તે સમજી વિચારીને પગલુ ભરજો. આજના જમાનામાં કોઇનો આશાનીથી ભરોસો કરવો યોગ્ય નથી અને એ પણ તમારા જેવા રહીશોએ. અત્યારે દુર્જન માણસ પણ સજ્જનતાના ભેખ ધરી ક્યારેક દગો દઇ બેસે છે.”

“તારો કહેવાનો મતલબ શું છે, ગણપત? માઇન્ડ યોર લેંગ્વેજ. એ ન ભૂલ કે તુ મારો એમ્પ્લોઇ છે, નહી કે ઘરનો સદસ્ય.” સુરેશ ખન્ના બરાડી ઊઠ્યા.   “સોરી સર, માય મીસટેક પણ મારા મનમાં જે હતુ તે મે તમને કહ્યુ.”   “તારા મનની મનઘડત વાતોને તારી અંદર જ દફનાવી દે. નાસમજ સલાહોની કોઇ જરૂર નથી મારે. રોહને મારી કંપનીમાં સૌથી વફાદાર વ્યક્તિ છે અને તુ તેના તરફ જ શંકાની સોઇ ઘુમાવી રહ્યો છે?”   “સોરી સર, પણ તમે આરામ કરો, હું ગણપતને સમજાવી દઇશ.” સુબ્રતોએ વાતને વાળતા કહ્યુ અને ગણપતને ઇશારો કરી બહાર મોકલી દીધો.   “સુબ્રતો તેને સમજાવી દેજે કે હવે પછી આવી વાહીયાત વાતો ન કરે નહી તો મારાથી ખરાબ કોઇ બીજુ નહી થાય.”   “શ્યોર સર, પ્લીઝ કાલ્મ ડાઉન. તમે બસ રેસ્ટ કરો.” કહેતા સુબ્રતોએ ખન્ના સાહેબને સુવાડ્યા અને પોતે બહાર જતો રહ્યો.   “તને મે કહ્યુ હતુ કે ખન્ના સાહેબ સામે પાકા પૂરાવા વિના વાત ન કરજે, જોયુ ને શું પરિણામ આવ્યુ?” સુબ્રતોએ બહાર બગીચામાં ઊભેલા ગણપતને ઠપકો આપતા કહ્યુ.   “જે પરિણામ આવે તે બાકી સો વાતની એક વાત કે નક્કી રોહનમાં કાંઇક તો ભેદ છે અને એ હું જાણીને જ રહેવાનો છું.”   “ઓ.કે. તારી રીતે તપાસ કર અને સબુત સાથે ખન્ના સાહેબ જોડે ચર્ચા કરજે નહી તો આટલા વર્ષોની તારી છબી ખન્ના સાહેબની નજરમાં બગડી જશે.”   “માય ફુટ, જે થાય તે.” કહેતા પગ પછાડતો ગણપત ત્યાંથી નીકળી ગયો.

“સમજાતુ નથી કે ગણપત જે કહી રહ્યો છે તે સત્ય છે કે પછી રોહન પ્રત્યેનો તેના મનનો પૂર્વગ્રહ?” બોલતા સુબ્રતો પણ પોતાના ઘર તરફ ચાલતો થયો.

**********  

“મારી દીકરી આજે જ મને કોઇ પણ ભોગે મારી નજર સામે જોઇએ. ચાહે જમીન આસમાન એક કરો પણ કાશ્મીરા મને અહી જોઇએ અને હા, મીડીયામાં આ વાત ડીકલેર થવી ન જોઇએ. જે કરો તે મીડીયાથી દૂર રહીને જ કરવાનુ છે, અન્ડરસ્ટેન્ડ?” ખન્ના સાહેબે પોલીસ અધિકારી સામે રોફ જમાવતા આદેશ કર્યો.   “ઓ.કે. મિસ્ટર ખન્ના, મને બધી વાતનો ખ્યાલ છે, મારી ટીમ એ કામ બહુ ચતુરાઇથી કરી રહી છે, આજે અથવા કાલ સુધીમાં તમને તમારી પૂત્રી જરૂર મળી રહેશે અને આરોપી અમારી પકડમાં હશે.”   “ગુડ. આઇ લાઇક યોર કોન્ફીડન્સ.” કહેતા ખન્નાએ ફોન કાપી નાખ્યો. એક પછી એક તેના સાગરીતો પાસેથી તે કાશ્મીરા બાબતે ઇન્ક્વાયરી કરી રહ્યા હતા જાણે લાગે જ નહી કે આગલે દિવસે તે હોસ્પીટલમાંથી આવ્યા હોય.”   “મે જે કામ કહ્યુ હતુ તે થયુ કે?” અચાનક સુરેશ ખન્નાએ કોઇને ફોન કર્યો.   “જી સર, મે રોહન વિષે બનતી તપાસ કરી પણ મને લાગતુ નથી કે તમે જે વિચારી રહ્યા છો એવુ હોય. તેના બધી જગ્યાએથી રિપોર્ટ પોઝીટીવ જ આવે છે.”   “તારો રોહન વિષેનો ઓપીનીયન જાણવા તને કોલ કર્યો નથી, જે જગ્યાએ જે તપાસ કરવાનુ કહ્યુ છે તે ચાલુ રાખ, બાકી આખરી નિર્ણય પર મહોર તો ખન્નાની જ લાગશે. હજુ કચ્છ સુધી તપાસ પહોંચી કે દિલ્લીમાં જ તપાસ ચાલુ છે?”   “કચ્છથી કાલ સુધીમાં તપાસ થઇ જશે અને તમને રિપોર્ટ મળી જશે સર.”

“વેરી ગુડ.” કહેતા સુરેશ ખન્નાએ ફોન કાપી નાખ્યો.   “ગણપત, તારા એક વાક્યએ મને જગાવી દીધો ખરો. રોહનને મારી દીકરી સોંપવા જતા પહેલા મને એ યાદ કેમ ન આવ્યુ કે આ વ્યક્તિને પૂરો જાણી તપાસી લઉ. રોહનના ભોળપણ અને ઇમાનદારીની અસર મારા શૈતાન મગજ પર કેમ ભારે થઇ ગઇ? કેમ મે એકવાર પણ રોહન સામે શકની નજરથી તપાસ ન કરી? જ્યારથી કાશ્મીરા ગુમ થઇ છે ત્યારથી સાથે સાથે રોહન પણ ગુમશુદ્દા છે, હજુ શંકાની સોઇ સંપૂર્ણ તો તારા પર જઇ શકે તેમ નથી પણ આજથી મતલબ અત્યારથી જ તુ પણ મારી શંકાના દાયરામાં આવી ગયો છે. એકવાર કાશ્મીરાને મારી પાસે આવી જવા દે પછી એકએકને હું જોઇ લઇશ. મારી અંદર સુતેલા શૈતાનને ફરી કોઇએ જગાડવાની કોશીષ કરી છે. નક્કી હવે ભૂતકાળ રીપીટ થશે. લેટ’સ સ્ટાર્ટ ધી રેસ મિસ્ટર ઉપાધ્યાય. જોઇએ છીએ કે આ વખતે કોણ જીતે છે............... 

To be continued…….