Jivan Sathi - 41 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | જીવન સાથી - 41

Featured Books
Categories
Share

જીવન સાથી - 41

અશ્વલે કેમ ફોન કર્યો હતો અને તે શું કહેવા માંગે છે તે જાણવા માટે આન્યાએ સામેથી અશ્વલને ફોન લગાવ્યો તો તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો..ઑહ નૉ યાર..આન્યાથી બોલાઈ ગયું. હવે તેણે જ ફરીથી અશ્વલનો ફોન ક્યારે આવે છે તેની રાહ જોવી રહી અને તે પાછો ફોન બેડની નીચે જમીન ઉપર મૂકીને સૂઈ જવાનો નિરર્થક પ્રયત્ન કરતી રહી અને વિચારતી રહી કે, હવે પાછો ક્યારે આવશે અશ્વલનો ફોન ? અને એટલામાં ફરીથી રીંગ વાગી એટલે તેણે ઝડપથી ફોન હાથમાં લીધો અને ઉપાડી લીધો.

હા, હવે તેના બેસબરીભર્યા ઈંતજારનો અંત આવ્યો હતો અને આ અશ્વલનો જ ફોન હતો. કદાચ બંને બાજુ એકબીજાની સાથે વાત કરવાની એક સરખી જ તડપ હતી માટે જ તો અશ્વલે ફોન ચાર્જિગમાં ભરાવી આન્યા સાથે વાત કરવા લાગી ગયો.

અશ્વલ: બોલ, શું કરે છે ?
આન્યા: બસ કંઈ નહિ તારા ફોનનો વેઈટ કરતી હતી.
અશ્વલ: અચ્છા તો એવું છે.
આન્યા: હં
અશ્વલ: હું તને અનુ કહું તો તને વાંધો તો નથીને ?
આન્યા: ના ના કંઈ વાંધો નહીં એમાં શું ? તારે જે કહેવું હોય તે તું કહી શકે છે.
અશ્વલ: મને તને પ્રેમથી અનુ કહેવું ખૂબ ગમશે.
આન્યા: હા, મને પણ ગમશે. બોલ બીજું શું કહેતો હતો ?
અશ્વલ: આજે યાર ખરું થયું મારી સાથે...!!
આન્યા: કેમ શું થયું ?
અશ્વલ: અરે યાર, દરરોજ કોલેજથી થાકીને આવું ને પછી પથારીમાં પડું એટલે તરત જ ઊંઘ આવી જાય અને આજે તો તને મળવા આવ્યો હતો ખૂબ થાકી ગયો છું અને તો પણ આંખ જ નથી મીંચાતી, ખબર નહીં કેમ ?
આન્યા: I also feel same here
અશ્વલ: Really ?
આન્યા: હં
અશ્વલ: એનું શું કારણ હશે યાર ?
આન્યા: ખબર નહીં પણ એટલું જ નહીં મને તો તારી સાથે આજે કરેલી બધીજ વાતો પણ મનમાં ને મનમાં રીપીટ થયા કરે છે અને નજર સામે પણ તું જ દેખાય છે.
અશ્વલ: મારી સાથે પણ એવું જ કંઈક થઈ રહ્યું છે મને પણ તું જ નજર સામે દેખાયા કરે છે. અને સાંભળને યાર..
તને ખરાબ ન લાગે તો એક વાત કહું...
આન્યા: હા, બોલ ને
અશ્વલ: આઈ લવ યુ.
આન્યા: શું ? શું બોલ્યો તું ?
અશ્વલ: એ જ તે જે સાંભળ્યું. આઈ લવ યુ.
આન્યા: U mean, you love me ?
અશ્વલ: Not only I, but you also love me...
આન્યા: નો નો નો... આપણે કંઈ આ લવ બવના ચક્કરમાં પડવા નથી માંગતા ઓકે ?
અશ્વલ: અનુ, લવ કરવાનો ન હોય એ તો થઈ જાય.
આન્યા: પણ મને તો કોઈની સાથે કંઈ લવ બવ થયો જ નથી.
અશ્વલ: કોઈની સાથે નહીં મારી સાથે તને લવ થયો છે અને મને તારી સાથે લવ થયો છે.
આન્યા: એટલે કોઈ છોકરી તારી સાથે સીસીડીમાં કોફી પીવા માટે આવે, એટલે તેને તારી સાથે લવ થઈ ગયો તેમ તું સમજે છે ? એમ કોઈપણ છોકરી કોઈની પણ સાથે એક કપ કોફી પી લે તો તેને તે છોકરા સાથે પ્રેમ થઈ ગયો છે. તેવું ના સમજી લેવાય.
અશ્વલ: અરે યાર, ખાલી કોફી પીવાની વાત નથી અત્યારે તું જે રીતે મને યાદ કરે છે. મારા માટે જે બીહેવ કરે છે અને જે રીતે મારી સાથે વાત કરે છે તે ઉપરથી હું તને કહું છું.
આન્યા: ના ના, એવું કંઈ નથી. એ તો કદાચ આજે આપણે આખો દિવસ સાથે રહ્યા એટલે પણ એવું બન્યું હોય.
અશ્વલ: એટલે તું માનવા તૈયાર નથી કે, તને મારી સાથે પ્રેમ થઈ ગયો છે.
આન્યા: ના બિલકુલ નહીં.
અશ્વલ: ઓકે તો હવે, જ્યાં સુધી તું મને સામેથી આઈ લવ યુ નહીં કહે ત્યાં સુધી હું તારી સાથે એવી કોઈ જ વાત નહીં કરું. ઓકે ?
આન્યા: ઓકે. બોલ બીજું કંઈ અને તું પહોંચી ગયો શાંતિથી. કેટલા વાગે પહોંચ્યો ?
અશ્વલ: એક કલાક થયો. આવીને હાથ પગ મોં ધોયા અને પછી ડ્રેસ ચેન્જ કરીને આડો પડ્યો તો તને ફોન કરીને તારી સાથે વાત કરવાની ઈચ્છા થઈ એટલે તને ફોન લગાવ્યો.
આન્યા: ઓકે, બોલ બીજું ?
અશ્વલ: ના બસ, બીજું કંઈ નહીં. ચલ તો મૂકું ફોન પછી વાત કરીએ
આન્યા: ઓકે ચલ બાય.
અશ્વલ: ઓકે બાય.

આન્યાએ તો પ્રેમનો એકરાર ન કર્યો. અશ્વલ તો ભોંઠો પડી ગયો અને વિચારવા લાગ્યો કે હવે આ છોકરીનું શું કરવું ?

હવે આન્યા પાસેથી તેના પ્રેમનો એકરાર કરાવવા માટે અશ્વલ શું કરશે કે પછી છોડી દેશે તે આ વાતને ? એ તો સમય જ બતાવશે...
અને હજી તો સ્મિત પણ આ જ લાઈનમાં ઉભો છે. અશ્વલ અને સ્મિત બંનેમાંથી કોણ બાજી મારી જશે તે આપણે જોવાનું રહ્યું કે પછી આન્યા આ બંનેમાંથી કોઈનો પણ પ્રેમ સ્વિકારવા માટે તૈયાર નથી. કે પછી બંનેની લડાઈમાં કોઈ ત્રીજો જ ફાવી જાય છે ? તે આપણે આગળના ભાગમાં જોઈશું....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
25/4/22