દિપક વાત કરતા કરતા ઝરણા પાસે પહોંચ્યો.જોર જોરથી પોતાના મોઢા ઉપર પાણી ફેંક્યું.આજે પણ એ બેલાને ભૂલી શક્યો નથી.એ વાત પોતે પણ નકારી શકે તેમ નથી.ત્યાં જ તેને પાણીમાં બેલા દેખાઈ.જરા પણ આશ્ચર્ય વગર એ પોતાના બંને હાથે પાણી પી બોલ્યો બેલા તારો ચહેરો ખરેખર ચંદ્રમાના તેજ જેવો છે. શીતળ તારી આંખો માંજરી બિલાડી જેવી.
બેલા હસી પડી.કીકીની ફરતે બોડર ઘાટા બ્લેક રંગની. વચ્ચે બિલાડીની જેમ ભુરી કીકી. વચ્ચે ગોળ આછા કાળા રંગનું.
એ આગળ બોલ્યો તારા આખા શરીરનો રંગ એકદમ ગોરો.ઘાટી આઈબ્રોને લાંબીને કાળી પાપણ.નમણુ તારું નાક. તેથી કોમળ તારા હોઠ. તારા ગાલ, લાંબા આછા કાળા તારા વાળ.કેટલી સુંદર દેખાય છે!!!! ખરેખર ઈશ્વરે આ જગતમાં તારા જેવી છોકરી બનાવી જ નહીં હોય. જ્યારે હું... હું તો તારા સામે ઠીક ઠાક લાગુ.
બેલા મારા ગાલ ઉપર હાથ મૂકી બોલી તું પણ સુંદર છે. ઈશ્વરે બધા માણસોને ઘઉંવર્ણા બનાવ્યા છે.દિપક.પરંતુ ઘઉંવર્ણા કરતાં સહેજ ગોરો. તું નમણો છે.તારા બંને ગાલમાં ખાડા પડે છે.હું આટલી બધી સુંદર હોવા છતાંય મારા ગાલમાં ખાડા પડતા નથી.કાળા ભમ્મર વાળ અને એક મસ્ત મજાનો પુરુષ.મને મનગમતો.તું પણ સુંદર છે. એમ પણ તું સમજે છે તારી બેલાની પસંદ ઠીકઠાક હોઈ શકે???મારી પસંદ તો જોરદાર છે. પોતાના પર ગર્વ કરતા એ દિવસે બેલા બોલેલી.દીપક મનીષાને કહી રહ્યો.
વળી પાછો પથ્થર ઉપર આવી બેસીને બોલ્યો.મનીષા આ બધું સાંભળી રહી.આ રીતે મારા અને બેલા વચ્ચે પ્રેમની શરૂઆત થઈ પછી આપણે કોલેજ શરૂ કરી.આપણે બધા જોડે જ હતા પરંતુ તને યાદ જ હશે હુંને બેલા એકબીજાથી થોડીવાર પણ દૂર નહીં.
તરત જ મનીષાને એક કિસ્સો યાદ આવ્યો અરે!!! બેલા!!! તું વ્યવસ્થિત બેસ મારી બાજુમાં આવીજા.
બેલા તરત જ બોલી હું અહીં ઠીક છું અને એમ પણ કોલેજ ક્યાં દુર છે?? હમણાં પહોંચી જઈશું.
તરત જ વચ્ચે દિપક બોલ્યો મનીષા તું બેલાની ચિંતા ના કર.એમ પણ એ કેવડી મોટી થઈ ગઈ છે. પોતાનું ધ્યાન ખુદ રાખી શકે છે.દિપકે બેલા સામે ઈશારો કર્યો એ મનીષાએ જોયેલો.
મનીષા તરત જ બોલી હા... દિપક મને યાદ છે.એ દિવસે માંડ માંડ રિક્ષામાં બેલા તારી બાજુમાં બેસી શકી પરંતુ મારી બાજુમાં જગ્યા હોવા છતાંય તને છોડી મારી બાજુમાં ના આવી.તારી વાત એકદમ સાચી છે.હું જ ન સમજી શકી. એ મનમાં વિચારી રહી હું જ પાગલ કે મનોમન તને પ્રેમ કરતી રહી.
એ દિવસે અમે બંને ખૂબ જ મજાક કરી.એકબીજાને સ્પર્શ કરતા નખરા કરતા કરતા તળેટીમાંથી કોલેજમાં પહોંચેલા.સાચું કહું તો બેલાને ભીડમાં સ્પર્શ કરવાનો મોકો મે ક્યારેય છોડ્યો જ નથી.એમ પણ પ્રેમ થાય એટલે ઈચ્છાઓ તો જાણે પાગલ બની જાય.ઇચ્છાઓને પણ જાણે ભાગી છૂટવાનું મન થાય.આવા સમયે બન્ને પ્રેમીના મક્કમ મન જ બંનેને પવિત્ર રાખી શકે. બસ હું ને બેલા માંડ માંડ કંટ્રોલ કરતા.આમાં છુપાવવા જેવું કશું નથી. મનીષા જે સાચું છે એજ તને બતાવું છું.
હમમ.તું ભલે ગમે તે બોલે.પણ સાચું બોલે છે તેની મને ખુશી છે. એ વધારે કંઈ બોલવા કરતા ચૂપ થઈ ગઈ.
તને ખબર છે મનીષા???સૌથી મોટો ફાયદો શેનો હતો?? તું અને હું એક કલાસમાં હતા પરંતુ બેલા અલગ ક્લાસમાં હતી એટલે અમને બંનેને ગિરનારમાં રખડપટ્ટી કરવાની ખૂબ જ મજા આવતી.કેમ કે હું બહાર જાવ તેની તને ખબર હતી પરંતુ બેલા... બેલા વિશે કોઈને ખબર નહોતી. એટલે જ આપણા બધાથી અલગ કલાસ હતો.જેનો સૌથી મોટો ફાયદો મને અને બેલાને હતો.
અમે તમારા બધાથી છુપાઈ છુપાઈને રિસેસ પહેલા રિસેસ પછી ભાગી જતા.પુરા ગિરનારમાં અમે બંને જોડે ફરી ચુક્યા.બીજું આપણે નેહડા વાસી, મનીષા આપણા લોકો શહેરમાં ઓછા દેખાય.એટલે ચિંતા પણ નહીં અને શહેરના લોકો આપણા લોકોને ઓળખે પણ નહીં એટલે એ પણ ચિંતા નહીં.
મનીષા ઊભી થઇ ગઈ.એ પણ ઝરણાની બાજુમાં ગઈ. પોતાનું મોં ધીમે ધીમે બે-ત્રણ વાર ધોયું પછી ઝરણા કાંઠે જ એક પથ્થર ઉપર બેસી ગઈ એ બોલી દિપક આગળ વાત કર હું સાંભળું છું...મનીષા પોતાના પર કન્ટ્રોલ રાખવા મથી રહી.આંસુ ઝરણાં ભેગા ભળી પાણી થઈ ગયા
ત્યાં જ બેલા મનીષાની બાજુમાં આવી બેસી ગઈ અને બોલી તારાથી સહન નથી થતું.એટલા માટે તું અહીં આવીને બેસી ગઇ.પરંતુ તારે સાંભળવું પડશે.મારી અને દિપકની પ્રેમ કહાની.તારે સાંભળવી જ પડશે પછી જ તું દીપકને છોડીશ.
તે સાંભળ્યુંને દિપક માટે હું કેટલી મહત્વની છું.હું તેની જિંદગી છું.મારા સિવાય એ કોઈને પ્રેમ નહીં કરે. જિંદગીભર મને પ્રેમ કરતો રહેશે.મારા સિવાય બીજી કોઈ છોકરીને પ્રેમ નહીં કરે.તેની જિંદગીમાં પણ બીજી કોઈ છોકરી નહિ આવે ત્યાં સુધીની વાત દિપકે તને કરી છે તો પછી હજુ તારા મનમાં દિપક પ્રત્યે કેમ લાગણી છે?તેને તું આ ઝરણામાં ફેંકી દે એટલે એ વહેતી થઈ જાય.તારા આંસુની જેમ.
મનીષા હું જીવતી હતી ત્યારે તો મને ખબર નહોતી કે તું પણ દીપકને પ્રેમ કરે છે પરંતુ હવે જ્યારે હું આત્મા બની ગઈ છું ત્યારે મને ખબર છે,મને ખબર છે તું દિપકને પ્રેમ કરે છે.પરંતુ દીપકને તારે છોડવો પડશે.
ઘણી બધી વખત આપણી આંખની સામે જ આપણને છેતરી જાય તો પણ ખબર રહેતી નથી.તેની વાતને ચાલચગત જ એવી હોય કે બીજાને શક પણ જતો નથી. આવું જ મનીષાને થયું.તેને ક્યારેય દીપકને બેલા પર શક જ ન થયો.