Prem - Nafrat - 27 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૨૭

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમ - નફરત - ૨૭

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૨૭

સંજના આવવાની નથી એ જાણી આરવને મનોમન ખુશી થઇ. પોતાના મનની વાત કહેવાનો આજે સરસ મોકો મળી જવાનો છે. આ મોકો આપવા બદલ પાછળથી સંજનાનો ખાસ આભાર માનવો પડશે. આરવના મનમાં એક તબક્કે એવો વિચાર આવી જ ગયો હતો કે પોતે જ ખાનગીમાં સંજનાને આવવાની ના પાડી દે તો કામ થાય એમ છે. પછી એ યોગ્ય લાગ્યું ન હતું. સંજના પોતાની મિત્ર ન હતી કે એને આ રીતે કહી શકાય! આરવ મેનુ જોતો હતો ત્યારે રચનાએ ચેટીંગથી સંજના સાથે વાત કરી લીધી.

'રચના! બોલ શું મંગાવવું છે?' આરવ મેનુમાં નજર રાખીને બોલ્યો.

'તમારી પસંદની કોઇપણ વાનગી મંગાવી શકો છો..' રચનાએ મોબાઇલમાં જ નજર રાખીને કહ્યું.

'મારી પસંદને જે પસંદ હોય એ ખાવાની મજા કંઇ ઔર હોય છે.' એમ બોલવાનું માંડી વાળીને તેણે કહ્યું:'તારા માટે જ આ પાર્ટી છે. તારી પસંદનું ખાવાનું મને ગમશે...' અને વળી મનમાં બોલ્યો:'ભવિષ્યમાં તારા હાથનું ખાવાનું પણ ગમશે!'

'ઓકે...' કહી રચનાએ મોબાઇલને બાજુ પર મૂકી મેનુમાં નજર નાખી.

ઓર્ડર આપ્યા પછી બંને મૂંગા થઇ ગયા. શું વાત કરવી એ સમજાતું ન હતું. અચાનક લાઇટસ ઝાંખી થઇ ગઇ. હોટલના સ્પીકર પર વાગતું ઇન્સ્ટ્રુમેન્ટલ ગીત બંધ થયું અને એક ગીત ગુજ્યું:'છૂ કર મેરે મન કો કિયા તૂને ક્યા ઇશારા...'

રચનાની નજર આરવની આંખો પર ગઇ. એમાં રોમાન્સ છલકાતો હતો.

'તમારા પ્રિય કિશોરકુમાર અહીં પણ છે!' કહીને તે મધુરું હસી.

'મેં ફરમાઇશ કરી છે કે અમારા ટેબલ પાસે કિશોરકુમારના ગીતો વગાડવાનો આગ્રહ રાખજો!' આરવે ખુલાસો કરી દીધો.

'સરસ! કિશોરકુમારના ગીતો સાથે જમવાની મજા આવશે નહીં!' તે ફરી હસી.

ત્યાં ગીતની એક કડી સંભળાઇ:'બદલા યે મોસમ લગે પ્યારા જગ સારા...'

આરવ મનમાં વિચારી રહ્યો:'મોસમ બદલાય તો સારું છે. પણ વાત કેવી રીતે કરવી એનો ખ્યાલ આવતો નથી...'

'તમે કંઇક વિચારી રહ્યા છો. જે હોય તે કહી દો... મનમાં ના રાખો...' રચનાએ જાણે એના મનોભાવ પકડી પાડ્યા હોય એમ બોલી. આરવને થયું કે એના કહેવાનો અર્થ કંપનીના નવા મોબાઇલ વિશે હશે. પોતાના પ્રેમની વાત કેવી રીતે કરી શકાય?'

'હું અહીં કંપની વિશે વિચારતો નથી...' આરવે ખુલાસો કરી દીધો.

'કંપની વિશે અહીં વિચારવાનું પણ ના હોય. અહીં તો દિલની વાત કરવાની હોય...' સંજના એને જાણે પ્રોત્સાહન આપતી હોય એમ બોલી.

ત્યાં ગીતની બીજી પંક્તિઓ ગુંજવા લાગી:'આજા તેરા આંચલ યે પ્યાર સે મૈં ભર દૂં, ખુશિયાં જહાં ભર કી તુઝકો નજર કર દૂં, તુઝકો નજર કર દૂં...' આરવે પ્રેમભરી નજર રચના સામે કરી અને તે શરમાઇ. ગીત આગળ ચાલતું હતું:'તૂ હી મેરા જીવન તૂ હી જીને કા સહારા, છૂ કર મેરે મન કો કિયા તૂને ક્યા ઇશારા...'

આરવે ધીમેથી હાથ આગળ સરકાવ્યા. રચના પણ એને અનુસરી. બંનેના હાથનો એકબીજા સાથે સ્પર્શ થયો. બંનેના શરીરમાં એક ઝણઝણાટી વ્યાપી ગઇ. બંને એકબીજા સામે જોઇને હસ્યા. આરવને થયું કે હવે વિલંબ કરવો ના જોઇએ. તે ધીમેથી બોલ્યો:'હું તને પ્રેમ કરવા લાગ્યો છું...' રચના રાહ જોતી હોય એમ ખુશીથી બોલી:'હું પણ...' અને નજર ઝુકાવી દીધી. આરવે એની ખુશી વ્યક્ત કરવા રચનાના હાથ સહેજ દબાવ્યા. બંને ફરી એકબીજાની આંખોમાં જોવા લાગ્યા.

આરવને થયું કે તે ખોટું ગભરાતો હતો. રચના તેને ચાહવા લાગી જ હતી. તેણે ઓફિસમાં એક-બે વખત ઇશારો કરી જ દીધો હતો. આજે આટલી જલદી તે પોતે પણ એકરાર કરશે એવી તેને કલ્પના ન હતી.

આરવને હિંમત આવી હોય એમ બોલ્યો:'રચના, ઘણા દિવસથી હું તને મારા પ્રેમનો એકરાર કરવા માગતો હતો પણ કહી શકતો ન હતો...'

'બસ પ્રેમનો જ એકરાર કરવો હતો કે બીજું કંઇક કહેવું હતું?' બોલીને રચના હસવા લાગી.

આરવને થયું કે હવે કહી જ દેવું જોઇએ. તે જાતને સહેજ તૈયાર કરીને બોલ્યો:'રચના, તને પહેલા દિવસથી જોઇ ત્યારથી જ ચાહવા લાગ્યો હતો. કહેવાય છે કે સાચો પ્રેમ થાય ત્યારે દિલમાં ઘંટડી વાગે છે. એનો અનુભવ મને પહેલી મુલાકાત વખતે જ થયો હતો. મારું નસીબ જોર કરતું હશે એટલે તું મારી જ કંપનીમાં આવી...સાચું કહું તો હું તારી સાથે લગ્ન કરવા માગું છું...'

'હું પણ તમને પસંદ કરવા લાગી છું! તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું. પણ તમારો પરિવાર માનશે? એક સામાન્ય પગારદાર કર્મચારી છોકરીનો તેઓ પોતાની વહુ તરીકે સ્વીકાર કરી શકશે?' રચના જાણે લગ્ન માટે તૈયાર જ બેઠી હોય એમ બોલી.

'મને વિશ્વાસ છે કે હું એમને રાજી કરી લઇશ...' આરવ ખુશ થઇને બોલ્યો ત્યારે તેનાથી એક જ ટેબલ દૂર બેઠેલા એક યુગલમાંથી પુરુષે જમણા હાથની મુઠ્ઠીને ડાબા હાથની હથેળી પર ઠોકી દાંત પણ દબાવ્યા.

ક્રમશ: