Kidnaper Koun - 27 in Gujarati Fiction Stories by Arti Geriya books and stories PDF | કિડનેપર કોણ? - 27

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

કિડનેપર કોણ? - 27

(અગાઉ આપડે જોયું કે શિવ નો ડિટેકટિવ મંત્ર ના ઘર મા જ કામ કરે છે,અને જોશી ના કહેવા મુજબ જે શાળા ને એ મકાન દાન માં દેવાનું હતું,કાવ્યા ત્યાં જ કામ કરે છે.તો શું આ બધા પાછળ કાવ્યા નો ક્યાંય હાથ હોઈ શકે. જોઈએ આગળ...)

જોશી એ જ્યારે બંને ને કાવ્યા વિશે પૂછ્યું ત્યારે બંને સફાળા થઈ ગયા.

હા કાવ્યા અમારી પણ ફ્રેન્ડ છે,અને એ આવી કોઈ શાળા માં કામ કરે છે એ પણ ખબર છે...

હા અને મોક્ષા ઘણીવાર તે શાળા ની મુલાકાતે ગયેલી પણ છે.રાજ ની વાત ને વચ્ચે કાપતા મંત્ર બોલ્યો.

ત્યાં જ રાજ નો ફોન રણક્યો.સ્ક્રીન પર પોતાના કોઈ કોન્સ્ટેબલ નું નામ વાંચતા જ રાજે ફોન રિસીવ કર્યો,પણ સામે થી જે વાત થઈ તેને રાજ ને હચમચાવી મુક્યો.

રાજ ફોન મૂકી ને વિચાર માં બેસી રહ્યો,અલી મંત્ર અને જોશી તેની સામે જોતા રહ્યા.મંત્ર કાઈ પૂછવા જતો હતો , પણ રાજે તેને ઇશારાથી પાંચ મિનિટ એમ કહી ચૂપ કરાવી દીધો.

પાંચ મિનિટ ની શાંતિ એ બધા માટે પાંચ યુગ જેવી હતી. થોડીવાર માં રાજ બોલ્યો,પેલા બે માણસો પકડાયા તેમના
ફોન મા જે નંબર હતા,તેની તપાસ કરવામાં આવી તેમાંના લગભગ ઘણા નંબર પહેલા જ્યાં માતૃવિહાર આશ્રમ હતો તેની આસપાસ ના છે.

આ સાંભળી બધા વિચાર મા પડી ગયા.અને એકાએક અલી તેના મોબાઈલ માં જોવા લાગ્યો.અને બોલ્યો.

રાજ તારો મોબાઈલ આપ .બધા અલી સામે આશ્ચર્યથી જોતા હતા.રાજે કોઈ પૂછપરછ વગર તેને મોબાઈલ આપ્યો.અલી એ પહેલાં રાજ નો અને પછી પોતાનો ફોન જોયો અને થોડીવાર પછી એક તરફથી હસ્યો.

રાજ આપડા ગ્રૂપ માં તે કે મેં મુકેલ મોક્ષા અપહરણ ને લાગતા કોઈ પણ ન્યૂઝ હોઈ તે કાવ્યા એ જ સૌથી પહેલા જોયા છે.હવે આ જોગાનુજોગ બન્યું કે પછી તે આપડા પર નજર રાખી રહી છે!એ તો તેને મળી ને જ ખબર પડશે.

સારું તો બાકી ની વાત કાલ કાવ્યા ને મળ્યા પછી કરીએ. એમ કહી રાજ અને અલી ત્યાંથી નીકળ્યા.

બીજા દીવસે બંને એ પહેલાં કાવ્યા ને મળવાનું નક્કી કર્યું.અલી એ કાવ્યા ને મેસેજ કર્યો,કે તે ક્યાં છે.તેના જવાબ મા કાવ્યા તેની શાળા માં હોઈ એવું કહ્યું,એટલે અલી અને રાજે ત્યાં જ જવાનું નક્કી કર્યું.

રસ્તા માં અલી બાળપણ ની યાદો મા ખોવાય ગયો.ત્યારે અલી અને કાવ્યા એક જ એરિયા માં રેહતા હતા,બંને ના ઘર વચ્ચે માંડ પાંચેક મિનિટ નો રસ્તો હશે.ત્યારે મોક્ષા અને કાવ્યા પાકી ફ્રેન્ડ હતી.કાવ્યા પહેલે થી જ જરા જેલેસ .એટલે મોક્ષા ને બીજી ફ્રેન્ડ બનવવામાં પણ તકલીફ પડતી.પણ જુહી એ આવી અને તે બંને વચ્ચે જગ્યા લઈ લીધી,અને પછી તે બંને અલગ થઈ ગયા.

ત્યાં જ રાજ ની ગાડી એ બ્રેક મારી,અને અલી તંદ્રા માંથી બહાર આવ્યો.તેઓ એક ટ્રાફિક સિગ્નલ પાસે ઉભા હતા. ત્યાં જ રાજ નું ધ્યાન એક લેડી પર ગયું.

અલી જો આ પેલી સ્મિત શાહ ની બહેન છે.સ્મિતા ચાલ પેલા એની પાછળ જઈએ.અને સિગ્નલ ખુલતા જ રાજે તેની પાછળ ગાડી દોડાવી.રાજે તેને સ્મિત ના ઘર મા લાગેલા ફોટા મા જોઈ હતી.સમીતા પહેલા શહેર ના કાપડ બજાર માં ગઈ,ત્યાંથી થોડી ખરીદી કરી તેને તે સમાન ટેમ્પો માં મોકલાવી દીધો.અને પછી પોતે ત્યાં નજીક મા આવેલી એક હોટેલ માં ગઈ ત્યાં તેને કોઈ ને ફોન કર્યો અને પોતે ત્યાં જ કોઈ ની રાહ જોતી બેસી રહી.

થોડીવાર પછી એક સ્ફુટી ત્યાં આવી ને ઉભું રહ્યું, તેના પર એક એજેડ,લગભગ પચાસેક વર્ષ નો લાગતો એક વૃદ્ધ બેઠો હતો,જે હોટેલ ની અંદર ગયો અને સ્મિતા સાથે બેઠો.થોડીવાર વાત કરી પેલા સ્મિતા અને પછી પેલો વૃદ્ધ ત્યાંથી બહાર નીકળ્યા.સ્મિતા ત્યાંથી પોતાની કાર માં નીકળી લગભગ બાજુ મા જ આવેલા તેના ગામ માં.

હવે રાજ અને અલી પેલા વૃદ્ધ નો પીછો કરવા લાગ્યા. ત્યાં જ રાજે કાંઈક એવું જોયું કે તેના ચેહરા પર સ્મિત આવી ગયું.અલી ને તે અજુગતું લાગ્યું અને તેને આંખ ના ઇશારાથી શું થયું તેવું પૂછ્યું.

એટલે રાજે અલી ને પોતાના મોબાઈલ માંથી એક ફોટો બતાવ્યો.જે જોઇ ને અલી પણ હસ્યો.હવે બંને તે વૃદ્ધ ની પાછળ પાછળ ગયા.તે વૃદ્ધ ગલીગુચી માંથી એક ખંડેર ઘર તરફ ગયો.અલી અને રાજ પણ થોડે અંતરે તેમની પાછળ ગયા,અચાનક રાજ ને લાગ્યું કે કોઈ આપડને જુએ છે. રાજ તરત પાછળ ફર્યો,પણ ત્યાં કોઈ જ નહતું.

(કોણ છે તે વૃદ્ધ?શું હશે તેનો સ્મિતા સાથે નો સંબંધ?
અને શું ખરેખર કોઈ રાજ અને અલી નો પીછો કરી રહ્યા છે!કે ફક્ત તેમનો વહેમ છે?જોઈશું આવતા અંક માં...)

✍️ આરતી ગેરીયા...