એક પૂનમની રાત
પ્રકરણ-101
ઝંખના અને સિદ્ધાર્થ સાથે કમીશ્નર વિક્રમસિહજી હોટલ પર પહોચ્યાં અને ઝંખનાએ દરવાજો ના ખુલતાં પોતાની કળથીજ દરવાજો ખોલી નાંખ્યો. આંખ બંધ કરીને ટૂચકા કરવામાં વ્યસ્ત એવી રૂબીને વાળ પકડીને ખેચીને ઉભી કરી અને એની જે આ કાળી વરવી લીલાને ભંગ કરી. રૂબી વધારે વિકરાળ સ્વરૂપ બતાવીને બોલી તું પિશાચીની અહીં કેવી રીતે આવી ? મારી બાજી બાજુ ઊંધી વાળવા આવી છે ? હું તને નહીં છોડું..
પણ ઝંખના એક અઘોરી પ્રેતયોનીની હતી એની પાસે અગાધ શક્તિઓ હતી એનો પરચો એણે આપવા માંડ્યો એણે કહ્યું હું ધારું તો તને ભસ્મ કરી શકું છું તારી શક્તિઓ ઉધારની છે કોની છે એ પણ મને ખબર છે તને જીવતી ભોંયમાં દાટી દઇશ. સાલી રાંડ ભર્યા ભરેલાં ઘરને બરબાદ કરવા બેઠી છે, તારી વાસના, લાલચ અને વેશ્યાવ્રુત્તીએ મીલીંદનો જીવ લીધો હવે વંદનાની પાછળ પડી છે. અને આ રાંડવો ભંવર.. એનાં પોતાનાં કુટુંબનું નખ્ખોદ વાળવા બેઠો છે. ભંવરતો ઝંખનાને જોઇને જે થર થર કાંપવા લાગ્યો. હાથ જોડીને ઉભેલો હતો.
ઝંખનાનું વિકરાળ રૂપ પહેલીવાર સિધ્ધાર્થ જોઇ રહેલો એ અને કમીશ્નર ફાટી આંખે બધું દશ્ય જોઇ રહેલાં. ઝંખનાનાં હાથમાં કોઇ ભસ્મ હતી એણે એ ભસ્મ બેઉ હાથે મસળી અને ભંવર તથા રૂબી ઉપર છાંટી. છાંટીવાની સાથે ભંવરતો બેભાનજ થઇ ગયો અને રૂબી ચીસો પાડવા માંડી ઝંખનાએ એને અધ્ધર લટકાવીને ગોળ ગોળ ફેરવવા માંડી રૂબીની કારમી ચીસો બધે ફેલાઇ રહેલી એની આંખોનાં ડોળા બહાર આવી ગયેલાં પછી એ ઉપરથી નીચે પટકાઇ અને બેભાન થઇ ગઇ.
ઝંખના ધીમે ધીમે શાંત થઇ અને એનાં અસલી સ્વરૂપમાં આવી એણે કહ્યું આ બેઊ ગુનેગાર છે એ કુટુંબનાં મીલીંદનાં મૃત્યું સમયે કાળી શક્તિ રૂપે એક પીશાચી આત્માં ત્યાં હાજર હતો અને હું પણ ત્યાં એની પાછળ આવેલી ત્યારે સિધ્ધાર્થ તમને પ્રથમવાર જોયેલાં.
સિધ્ધાર્થ હમણાં આ બંન્ને ભાનમાં આવશે એમનાં મોંઢેજ હું કબૂલાત કરાવીશ તમે એમનો ઓડીયો વીડીયો રેકર્ડ કરજો ફોટા લેજો સાક્ષીમાં સર પણ હાજરજ છે.
કમીશ્નરતો અવાક બની બધો ખેલ હોય એમ જોયાં કરતાં હતાં. ઝંખનાએ આછું હસતાં કહ્યું સર હમણાં તમે બધુ જોયાં કરો પછી શાંતિથી બધોજ ચીતાર તમને આપીશ અને બાકીનાં પુરાવા પણ હસ્તગત કરાવીશ આ ભંવર અને રૂબીજ એ મૃત્યુ માટે જવાબદાર છે ભંવરતો આનાં હાથે રમતી કડપૂતલીજ છે એને ભાન જ નથી કે એ આ રાંડનાં હાથમાં કેવી રીતે રમી રહ્યો છે તમારાં મોઢે બધુ હું બોલી નહીં શકું સિધ્ધાર્થ બધુજ તમને સમજાવશે.
પછી ઝંખનાએ બાજુનાં પડેલાં જગમાંથી હાથમાં પાણી લીધું અને કંઇક મંત્ર ભણીને બંન્નેનાં ચહેરાં ઉપર છાંટયું ધીમે ધીમે બંન્નેને હોંશ આવી રહેલાં. રૂબીને હોંશ આવતાંજ બેઠી થઇ ગઇ અને એનાં નીકળેલાં આંખનાં ડોળાથી ચકળવકળ બધે જોવા લાગી.
ઝંખનાએ કહ્યું એય જીવતી ડાકણ આમ મારી સામે જો અને તારાં આ ભાડુતી ભરથારને બેઠો કર એ હોંશમાં આવી ગયો છે કર ઉભો એને.
રૂબીએ ભંવરને ઉઠાડયો બેઠો કર્યો. રૂબીનો ચહેરોજ બદલાઇ ગયેલો એ વિકરાળ અને ભધ્ધી લાગતી હતી સુંદરતાની જગ્યાએ સામેજ જીવતી ડાકણ લાગી રહી હતી.
રૂબીએ કહ્યું તું મારી વચ્ચે આવીને ખોટું કરી રહી છે મારાં તાંત્રિકને ખબર પડશે કે તું અમારી વિધીમાં વચ્ચે આવી છું તું આમ પણ મરેલી છે પણ તારીજ યોનીમાં તને હેરાન પરેશાન કરી અવગતિએ મોકલી દેશે.
ઝંખનાએ ખડખડાટ હસતાં કહ્યું પહેલાં તારી ખેર મનાવ તું હમણાં ચપટીમાં ખલાસ થઇ જઇશ તારાં એ તાંત્રિક મૌલવીને હું પછી જોઇ લઇશ એમ કહી રૂબીને ભસ્મવાળાં હાથે એક એવી જોરથી ચપાટ મારી કે પેલી રડવા માંડી એને થયુ કે આ કોઇ પ્રખર શક્તિ ધરાવતી અઘોરી પ્રેતની છે એણે હાથ જોડવા માંડ્યા ભંવરતો હાથ જોડીનેજ બેઠેલો.
ઝંખનાએ કહ્યું મારી પાસે વધું સમય નથી આ લોકો સામે ફટાફટ બધું કબૂલ કરવા માંડ નહીંતર આ તારાં ડોળાં કાઢી લઇશ અને તારાં હાથ પગ ખરાબ કરી નાંખીશ જીવતાં દોજખમાં જીવવાનો વારો આવશે હવે ચલ બોલવા માડં.. એમ કહીને ઝંખનાએ રૂબીનો જમણો હાથ ખભાથી ઉતારી નાંખ્યો.
રૂબી ચીસો પાડવા માંડી એનાંથી પીડા સહન નહોતી થતી એ રાડારાડ કરવા માંડી એણે કહ્યું હું બધુ કબૂલું છું મને વધુ પીડા ના આપશો.
હોટલની અંદર બધાં ચીસો સાંભળીને ગભરાઇ ગયાં હતાં. ભંવરનાં રૂમની બહાર લોકો એકઠાં થઇ ગયાં હતાં. હોટલનો મેનેજર બધાને ત્યાં ઉભા રહેવા માટે રોકી રહેલો એનેય સમજ નહોતી પડતી કે અંદર શું ચાલી રહ્યું છે કમીશ્નર પોતે એમનાં ખાસ ઇન્સપેક્ટર સાથે અંદર હતાં એટલે કોઈ મોટો ગુનેગાર હશે એટલી સમજ પડી ગઇ હતી એલોકો પણ ગભરાઇ રહ્યાં હતાં કે એમની ઉપર કોઇ પસ્તાળ ના પડે. એ બધાંને ત્યાંથી હટાવી રહેલો.
ઝંખનાએ કહ્યું બોલવા માંડ જેટલી વાર કહીશ એમ એમ તારાં એક એક અંગ હું નિષ્કીય કરી નાંખીશ પછી ભંવરની સામે જોઇ બોલી તું કેમ કંઇ બોલતો નથી ? એનાં હાથની કઠપૂતળી છે ? તું એટલોજ જવાબદાર છે સાલા તને તારાં દીકરાની દયા ના આવી ? એટલો નરાધમ થઇ ગયો ? આ રાંડની ચાલે ચાલીને વંદનાને હોસ્પીટલથી ઘરે લઇ આવ્યો. ઘરમાં તું બધાં સામે શાણો થાય છે એમની સાર સંભાળ લે છે એવું બતાવે છે અને પછી હોટલ પર આવને આની જોડે એનાં ખોળામાં બેસી તંત્ર મંત્ર કરીને પોતાનાં સંતાનોનેજ પજવે છે બોલ એમ કહીને લાત મારી.
ભંવરે હાથ જોડીને કહ્યું મને કંઇ ખબર નથી આમાં મને રૂબીએ કહ્યું આપણી પ્રગતિ અને સુખ માટે બધી વિધી કરું છું એણે તો મને એવું કીધેલુ કે મીલીંદને એનાં મિત્રએજ કાળી શક્તિથી મારી નાંખ્યો છે એની નજર વંદના ઉપર છે એની એ બધી ચાલ મને સમજાઇજ નથી. અત્યાર સુધી એણે મારી ખૂબ કાળજી લીધી પ્રેમ આપ્યો એટલે એનાં કહેવામાં આવી ગયો હતો મને શું ખબર કે આજ બધી કાળી વિધીઓ તંત્ર મંત્ર કરે છે એને મારાં બંગલામાં અને પૈસામાં રસ છે.
સિધ્ધાર્થે કહ્યું તું એનાં શરીરસુખ પાછળ એની જુવાનીમાં ડુબી ગયેલો વાસના પૂર્તિ કરવામા તું ભાન ભૂલ્યો કે તારો છોકરો તું ગુમાવી બેઠો છે હજી તને ભાન નથી આવ્યું હવે વંદનાનો ભોગ લેવો છે ? મીલીંદ કરતાં વંદના વધુ મજબૂત નીકલી એણે પીડા સહી પણ વશ ના થઇ એનાં વિવાહ થયાં એ અભિષેકની મતિ પણ ભ્રષ્ટ કરી તને થયું નહીં કે મારાં સંતાનો હેરાન થઇ રહ્યાં છે. પેલાં રામુનો જીવ લીધો ?
ભંવરે હાથ જોડીને કહ્યું રામુનો જીવ મેં નથી લીધો મેં કંઇજ કર્યું નથી સાચુ કહું છું.
ઝંખનાએ કહ્યું સિધ્ધાર્થ રામુનો જીવ આ પીશાચીનીનાં સાથીદાર અને પેલો તાંત્રિક મૌલવીએ લીધો છે એક વિધીમાં એનો માનવબલી ચઢાવેલો એ વાત પછી કબૂલ કરાવીશ હમણાં મીલીંદનું કબૂલ કરાવ એ ખાસ જરૂરી છે. ધીમે ધીમે બધાં સહસ્ય બહાર આવશે આણે ક્યાંથી ક્યાં છેડા જોડ્યાં છે એ બધાંજ ઘટસ્ફોટ હું કરાવીશ...
ત્યાં ઝંખના રૂબી તરફ ફરી... અને બોલી તારાં બધાં ખેલ મને ખબર છે એ દિવસે દિવાળી સમયમાં બરાબર વર્ષ પહેલાં તારે એ ઘરમાંથી બહાર નીકળવું પડ્યું તારો સ્વીકાર ના થયો એની ગાંઠ તારાં મનમાં હતી અને તેં મેલી વિદ્યાઓનો સહારો લીધો. પણ એ પહેલાં મીલીંદ પર નજર કેવી રીતે ગઇ ? એ છોકરાએ તારું શું બગાડેલું ? તું તો એ પછી એ ઘરમાં આવેલી ત્યારે મીલીંદ મૃત્યુ પામી ચૂકેલો ?
તું મીલીંદ ને નિશાન બનાવીને કેમ આવી ? એ કબૂલ કર અને બંધીજ વાત સવિસ્તાર જણાવ નહીંતર તારો બીજો હાથ નક્કામો કરતાં મને વાર નહી લાગે.
રૂબીએ ચીસ પાડતાં કહ્યું. હું કહુ છું બધુંજ કહું છું.
વધુ આવતા અંકે - પ્રકરણ - 102