પ્રકરણ 5માં આપણે જોયું કેવી રીતે કાળો પડછાયો આરોહીના શરીરમાં પ્રવેશી ગયો. ત્યારબાદ રાજુ અને તૃષાન આવતા જ બધું એકદમ થી ગાયબ કરીને આરોહી બારણું ખોલે છે. તેં કાળો પડછાયો તે સમયે શા માટે શાંત પડ્યો? રાજુ અને તૃષાના ગયા પછી હવે ભાગ્યોદય સાથે શું થશે? તે આપણ
આગળ જોઈએ. પ્રકરણ -6માં.
***
ભાગ્યોદય અને આરોહી જમવા બેઠા. આરોહીનો જમવાનો અંદાજ બદલાઈ ગયો હતો. ભાગ્યોદયે એ વાત નોટિસ કરી. તેમને વધુ વાતો ન કરી અને કાલની જેમ આજે પણ તે બંને તૈયાર થયા અને આજે કોઈ જ મુશ્કેલી ન ઉભી થઇ.
આરોહી અને ભાગ્યોદય બંને ત્રણ નંબરના રૂમમાં હતા. તે બંને પોતાની પહેલી મુલાકાત યાદ કરી રહ્યાં હતાં. આરોહી ઘણું બધું ભૂલી ચૂકી હતી. જે યાદ કરવાના પ્રયાસથી તે થાક અનુભવવા લાગતી. ભાગ્યોદયને લાગ્યું બે વર્ષની યાદો બધી યાદ ન રહી શકે કદાચ. આરોહીના માથાં પર ઢાંકેલી ચણિયાચોળીની ચુંદડીને ભાગ્યોદયે ધીમેથી નીચે સરકાવી. ચુંદડી સરકતાં ચાંદની જેમ આરોહીની ઠંડકતા લાવી ગઇ. તેમ છતાં ભાગ્યોદય આજે આરોહિની આંખોમાં આંખ નાખી નથી શકતો. આરોહિની આંખોની ગરમી ઘણા વર્ષો જુની લાગી રહી હતી.
“આજે તારી આગ વર્ષો જુની હોય તેવો એહસાસ થાય છે. તારી આંખોમાં અલગ જ આગ વરસી થી છે.” ભાગ્યોદય બોલ્યો અને આરોહિની નજીક આવ્યો.
કપાળમાં લાલ ચાંદલો, હાથમાં બંગડી, આંખોમાં કાળું કાજળ, હાથમાં મેંદી, કાનની બુટી, નાકની નથ, આંગળીઓમાં વીંટી, કમરબંધ આવા સોળે શણગાર સજીને બેઠેલી આરોહી સ્વર્ગની પરી લાગી રહી હતી. તેની સુંદરતાથી મોહિત થઈને ભાગ્યોદય આગળ વધી રહ્યોં છે. ભાગ્યોદયે અરોહિના પગના પાયલને પડકીને ઘુઘરીનો અવાજ કર્યો.
આત્માને પારકા પુરુષનું વધુ નજીક આવવું બિલકુલ નથી ગમતું અને ભાગ્યોદયના અડકતા જ ભડકી જાય છે. અરોહિને પરસેવોવળી જાય છે. પરંતુ, પ્રેમની દુનિયામાં ખોવાયેલો ભાગ્યોદય આંખ બંધ કરીને. આરોહીના હોઠ તરફ આગળ વધી રહ્યો છે. હજુ તે પોહચે તે પહેલાં જ અરોહીએ તેને લાત મારી અને ભાગ્યોદયને ઉડાડીને ધડામ સલાનો રૂમના બારણાં સાથે પટકાવ્યો.
આરોહી પોતાના સવારના રૂપમાં બદલાવા લાગી. ભાગ્યોદય આશ્ચર્યથી તેને જોઈ રહ્યો હતો. તેના ગળા ફરતે વહી રહેલું લોહી જોઈ ભાગ્યોદય પણ ધ્રુજી ઉઠ્યો. અત્યારે સવારથી વધુ આરોહીના મોંમાંથી સફેદ ફિણ નીકળી રહ્યા હતા. ભાગ્યોદય હજુ અકળાતો-અકળાતો ઉભો જ થઈ રહ્યોં હતો કે તેની સામે દૂધનો ગ્લાસ ફણફણતો આવ્યો. જેવી તેની નજર તે ઉડીને સામે આવતા દૂધના ગ્લાસ ઉપર પડી કે, એકદમ ડાબીબાજુ ઝૂકી ગયો અને ગ્લાસ દિવાલે જઈ અથડાયો. કાચના ટુકડાઓ થઈ વિખેરાઈ ગયા. દિવારનો કલર પણ ત્યાંથી ખરીને કાચની સાથે નીચે જમીન પર વેરાયો.
આરોહીને સામે આવતી જોઈ ભાગ્યોદય જોરથી ચીંખ્યો. “આરોહી... આરોહી...” તેનો અવાજ જાણે આરોહીને અંદરથી જગાડી રહ્યોં હોય, તેમ આરોહીનો અવાજ એકક્ષણ માટે બદલાયો.
“ભાગ્યોદય તમે અહીંયાથી ચાલ્યાં જાવ...”
આરોહીનો અવાજ પછી રૂંધાવા લાગ્યો અને ફરી એક અલગ અવાજ નીકળ્યો. “ભાગ્યોદય!!!” અને પોતાની આંખો પોહળી કરીને ચહેરો જમણી બાજુ આંખો નમાવ્યો. પછી ફરી બોલી. “ભાગ્યોદય!!!” અને મોટી ચીસ પાડવા લાગી.
“હહ..હા..હા.આ...આ.આ.” આરોહીનું આવું વર્તન જોઈ ભાગ્યોદય ઉભો થયો અને બારણાં પાસે આવી પોહોચ્યો. ભાગ્યોદય બારણું ખોલવા માટે પ્રયત્ન કરવા લાગ્યો પરંતુ ડરી ગયેલો ભાગ્યોદય બારણાંના બે સ્ટોપર ખોલીને આંગળીયો ખોલવાનું ભુલી ગયો અને બારણું પોતાની તરફ ખેંચવા લાગ્યો.
આરોહી હવે ટેબલ તરફ જોવા લાગી. ફરી એક મોટું ટેબલ ઉપડ્યું અને ખુબજ ઝડપથી બારણાં તરફ ફંગોળાયું. ભાગ્યોદય હવે પાછળ જઈ શકે તેમ ન હતો, પણ તે પહેલાં બારણું ખુલી ગયું. તેમ છતાં, તેની સાથે એ મોટું ટેબલ અથડાયું અને ભાગ્યોદય ભાન ખોઈ બેસ્યો.
***