For the first time in life - 24 in Gujarati Love Stories by Nidhi Parmar books and stories PDF | For the first time in life - PART 24

Featured Books
Categories
Share

For the first time in life - PART 24

એ દિવસે તું અને આદિ બંને જોડે ઉતાવળમાં આવતા હતા. તારા વાળ હવા માં લહેરાતા હતા અને તારા ચહેરા પર તારો દુપટ્ટો આવતો હતો જેનાથી તું ચિડાઈ ગઈ હતી અને
તું તારા ચહેરા પર થી તારો દુપટ્ટો ઉતરતી હતી અને દોડીને આવતી હતી તારા મોઢા પર ચિંતાની લકીરો દેખાતી હતી અને હું બસ તને જ જોઈ રહ્યો હતો અને મને પણ ખબર ન પડી કે ક્યારે મને સોહિલે ધક્કો માર્યો અને હું તને અથડાઈ ગયો. તારો હાથ મારા હાથ માં હતો પણ તે તરત પાછો લઈ લીધો હતો.તારો હાથ એકદમ મુલાયમ હતો.

તું ઉતાવળમાં હતી એટલે મને કઈ કહેવાનો મોકો જ ના મળ્યો. મને તારા જોડે વાત કરવી હતી . ભલે ને તું એક મિત્ર તરીકે જ વાત કેમ ના કરતી..એ મને ચાલી જાત ..બસ મને તારા જોડે વાત કરવી જ હતી. અને ભગવાને પણ મને સાથ આપ્યો હતો....અને બીજા દિવસે જ્યારે તું રિક્ષામાં બેસી ને ત્યારે જ મને સોહીલે ફોન કરીને કહી દીધું હતું કે તું રિક્ષામાં આવે છે એટલે મે મારું બાઇક રોડની સાઈડમાં પાર્ક કરી ને એજ ઓટોમાં બેસ્યો હતો પણ તારા જોડે વાત કરવાની હિંમત ન હતી થતી.
તારું નામ મે પહેલા થી જ જાણી લીધું હતું પણ મને ડર લાગતો હતો કે ક્યાંક તને કઈ ખોટું લાગી જશે અને તું મારા જોડે નહિ બોલે તો...? અને આટલું વાંચી મે બીજું પાનું ફેરવું તો ત્યાં પાછી એજ તારીખ લખી હતી પણ સમય અલગ લખ્યો હતો...અને એમાં હું એણે પાછળથી એણે પકડીને ઊભી હતી એ ફોટો હતો અને લખ્યું હતું...
मेरी दुनिया है तुजमे कही
तेरे बिन में क्या कुछ भी नही
તને મળવા અને તારા જોડે વાત કરવા મારા બધા મિત્રોએ અમારા પ્રોફેસર ના જોડેથી તમારા જોડે કામ કરવાની પરવાનગી લીધી હતી અને એ લોકોએ જ મને તારા જોડે મોકલ્યો હતો તને અવાજ ઓછું કરવા માટે...તારા જોડે આવતા પહેલા જ મારા હાથ ફફડતા હતા અને પગ પણ ...હવે બીજો કોઈ રસ્તો જ ન હતો તારા જોડે આવ્યા વગર નો...
આ ડાયરી ના દરેક પાને એણે એની લાગણી મારા પ્રત્યે નું વ્યક્ત કરી હતી આ વાંચતા સમયે હું એના જોડે જે પણ છેલ્લા સમય થી થયું હતું ને એ ભૂલી ગઈ હતી અને એના ડાયરીમાં લખેલા કિસ્સાઓ વાંચીને ખુશ થઈને હસતી હતી અને અમુક વાતો પર રડી જતી હતી અને એણે દરેક પાના ની નીચે લખ્યું હતું કે જે ભી થાય તું ખુશ જ રહે જે કારણ કે મારી ધ્યાની દુઃખી સારી નથી લાગતી . મારે આ ડાયરી વાંચતા ત્રણ દિવસ લાગ્યા હતા. મારી આદતો, મારી ખૂબીઓ , મારી કરેલી મસ્તીઓ , હું એનું ધ્યાન રાખતી હતી અને ખાસ એમાં શ્રેયા વાળી વાત માં એ બધું જ રડ્યો હતો મને ખોવાના ડર થી અને હું એના માટે જે પણ કરતી હતીને એ બધું આમાં જ લખેલું હતું.જ્યારે મારે આના છેલ્લા બે પાનાં વાંચવા ના બાકી હતા એ સમયે જ મારા ઘરેથી મારા મમ્મી પપ્પા મને મળવા આવ્યા એટલે મે આ ડાયરી એમનાથી છૂપાવીને મૂકી દીધી. એ બંને મને જોઇને ખુશ થઈ ગયા હતા કારણ કે હું પેલા કરતા સારી હાલતમાં હતી અને એમને કહ્યું કે હવે આપડે પણ બહાર વિદેશ રહેવા જતા રહીશું .જ્યાં તું તારા માટે કઈ નવું કરી શકે અને આપનો વ્યવસાય ને પણ ત્યાં આગળ વધારી શકાય અને વગેરે વગેરે...

આ બધું સાંભળી ને લાગતું હતું કે આ બંને મને આટલે થી બસ દૂર લઈ જવા માંગે છે ખબર નહિ કેમ પણ આ બંને અચાનક જ કેમ આવ્યા એ પણ મને કઈ કીધા વગર.. આ બધું મને ખટકતું હતું અને પેલા પ્રોફેસર ની વાત પણ ...? મારા આ બધા પ્રશ્નો ના જવાબ તો મારા મમ્મી પપ્પા જોડે પણ હતા પણ એમને કેમ નું હું આ બાબતમાં વાત કરી શકું એમ કરતા મને અજુકતું લાગતું હતું કે પૂછું કે ના પૂછું...?હું આ બધા વિચારોમાં જ હતી અને અચાનક જ મારા પપ્પાને અભિનવ ની ડાયરી મળી મારા રૂમ માંથી અને એ મારા પર ગુસ્સે થઈ ગયા કે હજુ સુધી કેમ તું આટલે જ અટકી છે...? પણ મારા જોડે આનો કોઈ જવાબ ન હતો એટલે હું એક બાજુ ઊભી રહીને બસ એ બોલતા હતા અને હું એમની સામે જોઈ રહી હતી.

આ બધું આદિ પણ જોઈ રહી હતી અને પછી એણે મારી મમ્મીને કઈ કીધુ તો મારા મમ્મી એ પપ્પા ને અટકાવ્યા અને આ બધા માં મે જોર થી બુમ પાડીને બોલી કે જયાં સુધી મને અભિનવ ના જવાબ નહિ મળે ત્યાં સુધી હું આગળ નહિ વધી શકું. અભિનવ મારા મન માં અને દિલમાં ઘર કરીને બેસી ગયો હતો અને એ કેમ ના બેસે ...? છેલ્લા ઘણો સમય અમે બંનેએ જોડે વિતાવ્યો હતો . ક્યાં લગ્ન કરશું, કયા ખરીદી કરવા જઈશું , કેટલા બાળકો લાવશું , ક્યાં ઘર બનાવીને રહીશું અને વગેરે. વગેરે....

જ્યારે માણસનું મન હારી જાય છે ને એ સમયે એણે બધાના સહારાની જરૂર પડતી હોય છે.મારા જોડે તો બહુ બધા સહારા હતા પણ મારે જે જોઈતું હતું એ ન હતું અને મારે આજે ડાયરીમાં છેલ્લાં બે પાનાં વાંચવા જ હતા . જ્યારે મારા મમ્મી પપ્પા સુઈ ગયા એ સમયે મે એ ડાયરી છુપાઈને લઈ લીધી અને બાથરૂમ માં જઈને વાંચવા લાગી . છેલ્લા થી બીજે પાને આદિ વિશે હતું.