હવેલીમાં પરત ફરતાં અવની ફ્રેશ થવા માટે બાથરૂમમાં જાય છે. પાણી વડે પગ ધોતાં અવનીને પોતાનાં પગમાં એક નિશાન દેખાયું. અવની ફરી નળ ચાલું કરીને પાણીથી નિશાન ધોવાનો પ્રયત્ન કર્યો. હાથ વડે ઘસીને પ્રયત્ન કર્યો છતાં એમાં કોઈ અસર દેખાણી નહીં.
બહારથી આકાશની કાકી સુધા દિવ્યા અને ચાંદનીને બહાર બોલાવા માટે આવી અને સાથે તમારી ત્રીજી બહેનપણીને પણ કહી દેજો. બાથરૂમની બહાર નીકળેલી અવની તરફ જોતાં સુધા મોઢું ફેરવીને જતી રહી.
દિવ્યા : " અવની ચાલ જલ્દી નીચે બધાં મિત્રો ક્યારનાં રાહ જોઇને બેઠા છે ".
થોડીવાર મથામણ કર્યા છતાં નીશાન પગમાંથી દુર થયું નહીં. બહારથી આવતો અવાજ સંભળીને અવની બહાર આવી. દિવ્યાની વાત સાંભળીને અવની પણ તેની સાથે બહાર જવા નીકળી. મનમાં પોતાનાં પગમાં રહેલું નિશાન કેવી રીતે આવ્યું એ વિચાર મનમાં ફરતો હતો. ધણાં વિઘ્નો પછી બધાનાં ચહેરા પર ખુશી જોતાં અવની પગમાં રહેલાં નિશાનની વાત બધાને કહેવાનું ટાળે છે.
બહાર આંગણામાં જોરજોરથી વાતો કરવાનો ઓછો અને દલીલ કરવાનો અવાજ સંભળાય રહ્યો હતો. બહાર આકાશનાં લગ્નની તૈયારીઓ શરૂ થઇ ચુકી હતી. એકબાજુ બધાં મિત્રો વચ્ચે વાદ - વિવાદ અને વાતો ચાલતી હતી. અવની, દિવ્યા અને ચાંદની ત્રણેય બહાર આવી.
દિવ્યા : " હેલ્લો...કોઈ મને કહેશે કે અહીંયા શું ચાલી રહ્યું છે "? કેમ કે મને અહીંનું વાતાવરણ જોતાં કોઈ ખાસ કારણ પર ચાલતો વિવાદ જે હવે કોલેજના ભાઈગીરી ટાઈપના છોકરાનાં બાધણા જેવું નજરે પડે દેખાય રહ્યું છે ".
અવની દિવ્યા અને ચાંદનીને બાજુમાં આવીને ઉભી રહી. દિવ્યાની વાત સાંભળીને બધાં એકબીજાના ચહેરા તરફ જોવા લાગ્યા.
પિયુષ : " અરે... એમાં વાત એમ છે કે ".
સમીર : " તું રહેવા દે પિયુષ તારા નાના અમથાં મગજને દોડાવવાની તકલીફ નથી આપવી ".
સમીરની વાત સાંભળીને બધાં મિત્રો પિયુષ તરફ જોઈને હસવા લાગ્યા.
ચાંદની : " કોઈ અમને કહેશે શું વાત છે " ?
સમીર : " આપણા કોલેજના ફુટબોલ ચેમ્પિયન મિસ્ટર આકાશની કરતૂતો સાંભળો ".
દિવ્યા : " આકાશ એવું બધું શું થયું કે આજે ચર્ચાનો વિષય તું બન્યો ".
આકાશ : " ના...ના... એવું કશું નથી આ બધાં મારી સામે દલીલ કરી રહ્યા છે ".
સમીર : " દિવ્યા તું મારી વાત સાંભળ, આકાશનાં બે દિવસ પછી લગ્ન છે ". આટલું કહેતાં સમીર અટકી ગયો.
દિવ્યા : " હા બે દિવસમાં લગ્ન થવાનાં છે. તો શું થયું ? તું આગળ બોલીશ ".
સમીર : " તો... આકાશની થનારી પત્ની સાથે આકાશએ હજું સુધી વાત નથી કરી ".
સમીરની વાત સાંભળીને દિવ્યા અને ચાંદનીને પણ આશ્ચર્ય થયો.
દિવ્યા : " Are you crazy....! આકાશ ખરેખર તે તારી થનારી પત્ની સાથે થોડીઘણી પણ વાતો નથી કરી "?
સમોસા અને ચટણી સાથે ચા ની ચુસ્કી ભરતો પિયુષ બોલ્યો : " નાં.. નાં.. દિવ્યા તું સમજી નથી, એણે વાતો નથી કરી કેમ કે આકાશએ પેલી છોકરીને નથી જોઈ ".
ચાંદની : " ખરેખર આવડી મોટી વાત તે છુપાવી બધાં મિત્રોથી " ?
આકાશ : " એમાં છુપાવવા જેવું કશું નથી. અહીંયા ગામડામાં વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. લગ્ન પહેલાં છોકરો અને છોકરી એકબીજાને મળતાં નથી ".
દિવ્યા : " ખરેખર આકાશ કોઈ વ્યક્તિને ઓળખ્યાં વગર એની સાથે આંખી જિંદગી પસાર કરવી એ આજના મોર્ડન જમાના પ્રમાણે અજુગતું કહેવાય ".
આકાશ : " હા... કદાચ તમારી બધાંની વાત સાચી પણ હોઈ શકે છે. છતાં તમારી બધાંની સામે મમ્મી પપ્પા અને કાકા કાકીનુ ઉદાહરણ છે. લગ્નના એટલાં વર્ષો પછી પણ બધાં એકબીજાને સમજી શકે છે ".
પિયુષ: " લગ્નની રાત્રે પહેલી વખત છોકરી છોકરો એટલે લે પતિ પત્ની એકબીજાનો ચહેરા પહેલી વખત જુવે " ?
આકાશ : " હા... પિયુષ તું કેટલો હોશિયાર છે મારાં ભાઈ ".
અક્ષય : " આ વળી ક્યાં પ્રકારના લગ્ન અને રિત રિવાજ કહેવાય કે લગ્ન પહેલાં એકબીજાને મળવાનું તો દુર ચહેરો પણ જોવાની અનુમતિ નથી "?
બધાંની વાતો શાંતિથી સાંભળી રહેલી અવની પાછળથી બોલી.
અવની : " હિન્દુ ધર્મના શાસ્ત્રો અનુસાર લગ્નનાં કુલ આઠ પ્રકાર હોય છે ".
પહેલા લગ્ન બ્રહ્મ વિવાહ :- બ્રહ્મ લગ્ન એ હિન્દુ ધર્મ અનુસાર સૌથી શ્રેષ્ઠ માનવામાં આવતાં લગ્ન છે. જેમાં છોકરા અને છોકરીના માતા-પિતા સારા પરિવારને શોધીને એની સાથે લગ્ન કરાવે છે. ટુંકમાં આજનાં આધુનિક યુગમાં અરેનજ મેરેજે કહેવામાં આવે છે.
બીજા લગ્ન દૈવ વિવાહ :- આ લગ્નમાં છોકરીનાં માતા-પિતા કોઈ સારા ઘરનાં છોકરાની રાહ જોવે છે. દિકરીની ઉમર થતાં છૌ કોઈ સારાં ઘરનાં છોકરાં દ્વારા લગ્નનો પ્રસ્તાવ ન આવે તો જાણીતાં બ્રહ્મણ દ્વારા શોધેલા યુવક સાથે છોકરીનાં માતા-પિતા તેનાં લગ્ન કરાવે છે.
ત્રીજા આર્ષ વિવાહ :- આ લગ્નમાં છોકરીનાં લગ્ન ઋષિ સાથે કરવામાં આવે છે. બદલામાં તેને ગાયો કે સોનાનું દાન આપવામાં આવે છે.
અવનીની વાત સાંભળીને બધાં એકચિત્તે અવનીને સાંભળીવા લાગ્યા.
ક્રમશ....