Konkam in Gujarati Health by Tr. Mrs. Snehal Jani books and stories PDF | કોંકમ

Featured Books
Categories
Share

કોંકમ

લેખ:- કોકમ વિશે માહિતી
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની





નમસ્તે મિત્રો.

આજે જ્યારે લીંબુના ભાવ માત્ર શ્રીમંતોને જ પોષાય એવાં થઈ ગયાં છે ત્યારે મધ્યમ વર્ગ અને નીચલા વર્ગ માટે લીંબુ એક સપના સમાન થઈ ગયું છે. આવા સંજોગોમાં દાળ બનાવવી ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ જો થોડું આપણાં ભૂતકાળમાં જઈએ તો આપણાં વડવાઓ પાસેથી એનો ઉકેલ મળી જશે.



આવો જ એક ઉકેલ મને મારાં જ ઘરમાંથી મળ્યો. એ છે લીંબુના વિકલ્પ તરીકે કોકમનો ઉપયોગ. તો ચાલો, આજે માણીએ કોકમને!



ભારતીયો બે હજાર વર્ષ પૂર્વેથી રસોઈમાં આ મસાલા વાપરતા આવ્યા છે. ભારતના મહાન રાજા- મહારાજાઓના સમયમાં પણ આ મસાલા જાણીતા હતા તે આપણો પ્રાચીન ઈતિહાસ કહે છે. ભારતના વિદ્વાન પંડિતોએ, વૈદ્યોએ આ મસાલામાં રહેલાં ગુણો અને ઔષધિય ગુણો વિષે ઘણું સંશોધન કર્યું છે.મસાલા નું ભારતીય રસોઈ ની અંદર ખુબજ મહત્વ રહ્યું છે. અને આપણે સૌ જાણીએ છીએ કે મસાલા ના ઉપયોગ થી ભોજન ખુબજ સ્વાદિષ્ટ બંને છે.સુકા મસાલા ની અંદર કોકમ જેને અંગ્રેજી માં સ્ટાર એનીસ પણ કહે છે તે મસાલા નું એક મુખ્ય ઘટક છે અને દક્ષિણ ભારત ની અંદર આ મસાલા નો ખુબ ઉપયોગ કરવામાં આવે છે. ઘણા પ્રાચીનકાળથી કોકમનો ઉપયોગ થાય છે. વૃક્ષ સુશોભિત છે, જેમાં લીલા પાંદડાં અને લાલ રંગના, કોમળ, યુવાન પાંદડાઓની ગાઢ છત્ર છે.



કોકમ આમલી કરતાં વધુ પથ્ય કારક છે. દાળ-શાકમાં ખટાશ લાવવા માટે તેનો ઉપયોગ થાય છે. તેનાં સુંદર ઝાડ કેરાલા અને કર્ણાટકમાં પુષ્કળ થાય છે. તેનાં પાન ત્રણ-સાડા ત્રણ ઇંચ લાંબો અને ગાઢા લીલા રંગનાં હોય છે, તેને નારંગી જેવાં રાતાં ફળો આવે છે. આ ફળને રાતાંબા પણ કહે છે.ફળનો મગજ ખાવામાં અને અંદરનું પાણી પીવામાં વપરાય છે. તેનાં ફળોને કોકમ કહે છે.




તેને ઉપરથી સૂકવી નાખેલી છાલને પણ કોકમ કહે છે.ગોવા અને કેરાલામાં થી સેંકડો મણ કોકમ વેચાણ માટે બહાર જાય છે. ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો દાળ-શાકમાં કોકમ બહુ વાપરે છે. હાલમાં કોકમ કરતાં કોકમનાં ફૂલ વધારે પ્રમાણમાં વપરાવા લાગ્યા છે. કોકમ ના ફળ ની ચટણી બનાવાય છે. ગોવામાં તેનાં ફળોના રસનું શરબત પણ બનાવે છે.




કોકમ (G. indica) નાજુક ઘટાદાર સદાહરિત વૃક્ષ છે અને ઢળતી શાખાઓ ધરાવે છે. તે દેખાવમાં આંબા કે દેશી આસોપાલવ જેવાં હોય છે અને નર અને માદા વૃક્ષો જુદાં જુદાં હોય છે. પર્ણો સાદાં, સંમુખ, અંડાકાર કે લંબચોરસ-ભાલાકાર, 6.25 સેમી. -8.75 સેમી. લાંબાં અને 2.5 સેમી. -3.5 સેમી. પહોળાં, ઉપરની સપાટીએથી ઘેરાં લીલાં અને નીચેની સપાટીએથી આછા લીલા રંગનાં હોય છે. નર પુષ્પો અગ્રીમ કે કક્ષીય, 4-8 ગુચ્છમાં ગોઠવાયેલાં હોય છે. માદા પુષ્પો એકાકી હોય છે. ફળ અનષ્ઠિલ અને ગોળાકાર હોય છે તથા 2.5 સેમી.થી 3.5 સેમી. વ્યાસ ધરાવે છે. તે પાકે ત્યારે 5-8 બીજવાળાં હોય છે. તેના ફળને રાતાંબા કહે છે. તે પશ્ચિમ ઘાટનાં ઉષ્ણકટિબંધીય વર્ષાજંગલોમાં કોંકણથી શરૂ કરી દક્ષિણમાં મૈસૂર, કૂર્ગ અને વાયનાડ સુધી થાય છે. તે મહારાષ્ટ્રની દક્ષિણે આવેલા જિલ્લાઓમાં પણ ઘણી વાર વાવવામાં આવે છે. તે નીલગિરિના નીચેના ઢોળાવો પર સારી રીતે થાય છે. તેનું પુષ્પનિર્માણ નવેમ્બર-ફેબ્રુઆરી દરમિયાન થાય છે અને ફળ એપ્રિલ-મેમાં પાકે છે.





પ્રસર્જન બીજ દ્વારા થાય છે. વાવેતર માટે બીજમાંથી રોપ તૈયાર કરી 15 મી. × 15 મી.ના અંતરે વાવી શકાય છે. સામાન્ય રીતે શિયાળાની ઋતુ દરમિયાન 15 દિવસના અંતરે અને ઉનાળામાં 10 દિવસના અંતરે ખામણા દ્વારા પાણી આપવામાં આવે છે. પાંચથી સાત વર્ષ પછી ફળ આવવાની શરૂઆત થાય છે. દસથી ચાલીસ વર્ષનો ગાળો ફળના ઉત્પાદન માટે શ્રેષ્ઠ ગણાય છે. એક વૃક્ષ પરથી વર્ષે લગભગ 50થી 60 કિગ્રા. ફળ ઉતારી શકાય છે. વૃક્ષ ઘટાદાર હોવાથી તેનું વાડમાં પણ વાવેતર કરવામાં આવે છે.





કોકમનાં ફળ ગોળ અને ઘેરા લાલ રંગનાં હોય છે. તે વિશિષ્ટ સુવાસ અને ખાટો મધુરો સ્વાદ ધરાવે છે. આથી કોંકણ પ્રદેશમાં તેની બહારની છાલની સુકવણી કરીને અને ગરના રસમાં વારંવાર ડુબાડીને સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે. કોકમ અને કોકમનાં ફૂલ દાળ-શાક અને અન્ય વાનગીઓને સ્વાદિષ્ટ કરવા વાપરવામાં આવે છે. કોકમમાં આશરે 10 % જેટલો મૅલિક ઍસિડ અને અલ્પ પ્રમાણમાં ટાર્ટરિક કે સાઇટ્રિક ઍસિડ હોય છે. ઉનાળામાં તેનો ઠંડાં શરબત બનાવવામાં ઉપયોગ થાય છે. કોકમની ભારતમાંથી ઝાંઝીબારમાં નિકાસ થાય છે.



કોકમનું ફળ કૃમિધ્ન (anthelmintic) અને હૃદ-બલ્ય (cardiotonic) છે અને મસા, મરડો, અર્બુદ (tumours) અને હૃદયની ફરિયાદોમાં ઉપયોગી છે. ફળનો રસ પૈત્તિક (bilious) રોગોમાં આપવામાં આવે છે. મૂળ સ્તંભક (astringent) ગુણધર્મ ધરાવે છે.




બીજના વજનના 23 % – 26 % મીંજ(kernal)ના વજનના આશરે 44 % જેટલું કોકમનું ખાદ્ય તેલ (જે માખણ અથવા ઘી પણ કહેવાય છે) મેળવવામાં આવે છે. મીંજને કચરીને કે પાણીમાં ગરને ઉકાળીને ઉપરથી તેલને નિતારી લેવામાં આવે છે.




તેલના કેટલાક ગુણધર્મો આ પ્રમાણે છે : વિશિષ્ટ પ્રકાશિક ધૂર્ણન (n4040°D), 1.4565-1.4575; સાબુકરણ-આંક (sap. ral.) 187-191.7; આયોડિન-આંક (iod. val.), 25-36; અસાબુકરણ-દ્રવ્ય (ansapon. matter) 2.3 %; ગલનબિંદુ (m.p.) 40o સે. – 43o સે. અનુમાપાંક (titre), 60o સે.




ક્લુસિયાસી પરિવાર સાથે સંકળાયેલી ગાર્સિનિયા જાતિમાં જૂના વિશ્વના ઉષ્ણકટિબંધમાં જોવા મળતી લગભગ 200 પ્રજાતિઓનો સમાવેશ થાય છે, મોટાભાગે એશિયા અને આફ્રિકામાં. ગાર્સિનિયા ઇન્ડિકા એ એક સદાબહાર, મોનોસીસ વૃક્ષ છે, જે પિરામિડ આકાર પ્રાપ્ત કરીને પરિપક્વતા પર 18 મીટર ઉંચા સુધી વધી શકે છે. ફળ, માંસલ એન્ડોકાર્પ સાથેના નારંગી-કદના જાંબલી બેરીમાં પાંચથી આઠ બીજ હોય ​​છે, જે ફળના વજનના 20-23% જેટલા હોય છે. કર્નલો બીજના વજનના 61 ટકા અને તેના તેલના લગભગ 44 ટકા હિસ્સો ધરાવે છે. બીજ સંકુચિત અને એસિડિક પલ્પમાં એમ્બેડ કરવામાં આવે છે.




ગાર્સિનિયા ઇન્ડિકા ભારતના ઉષ્ણકટિબંધીય વન પ્રદેશોમાં સ્વદેશી છે. ભારતમાં જોવા મળતી 35 પ્રજાતિઓમાંથી 17 સ્થાનિક છે. તેમાંથી સાત પશ્ચિમ ઘાટમાં, છ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં અને ચાર ભારતના ઉત્તરપૂર્વીય પ્રદેશમાં સ્થાનિક છે. ભારતમાં મહારાષ્ટ્ર રાજ્યના દરિયાકાંઠાના કોંકણ પ્રદેશમાંથી રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લાની કોકમ વિવિધતાને GI (ભૌગોલિક સંકેત) ટેગ મળ્યો છે. ગાર્સિનિયા ઈન્ડિકા જંગલની જમીન, નદી કિનારો અને પડતર જમીનોમાં જોવા મળે છે. આ છોડ સદાબહાર જંગલો પસંદ કરે છે, પરંતુ કેટલીકવાર તેઓ પ્રમાણમાં ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પણ ખીલે છે. તેની ખેતી પણ નાના પાયે થાય છે. તેને સિંચાઈ, જંતુનાશકો કે ખાતરના છંટકાવની જરૂર નથી.




આમસુલ અથવા કોકમ મેળવવા માટે ફળોના બાહ્ય આવરણને તડકામાં સૂકવવામાં આવે છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે મહારાષ્ટ્ર, આસામ, કર્ણાટક, ગોવા, ગુજરાતમાં ખાટા એજન્ટ તરીકે થાય છે. કોકમ એક વિશિષ્ટ સ્વાદ અને ઊંડા-લાલ રંગ આપે છે. ખાટા એજન્ટ તરીકે, તેનો ઉપયોગ દક્ષિણ ભારતની કરી અને અન્ય વાનગીઓમાં આમલીના વિકલ્પ તરીકે થાય છે. તેનો ઉપયોગ ગુજરાતના રાંધણકળામાં પણ થાય છે, જ્યાં તેનો સ્વાદ સંતુલન માટે દાળમાં સ્વાદ અને તીખું ઉમેરવા માટે વારંવાર ઉપયોગ થાય છે. આસામી રાંધણકળામાં તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે જેમ કે માસોર ટેંગા (ખાટી માછલીની કરી) અને ટેંગા દાલી (ખાટી દાળ).




ગાર્સિનિયા ઇન્ડિકાના બીજમાં 23-26% કોકમ બટર હોય છે, જે ઓરડાના તાપમાને નક્કર રહે છે. તેનો ઉપયોગ ચોકલેટ અને સુગર કન્ફેક્શનરીની તૈયારીમાં થાય છે.



કોકમનું ઘી આછા ભૂખરા કે પીળા રંગના અંડાકાર ગઠ્ઠા આકારે કે ગોળાકાર-સ્વરૂપે બજારમાં વેચાય છે. તેનો ખાદ્ય ઘી તરીકે અને ઘીના અપમિશ્રક તરીકે પણ ઉપયોગ થાય છે. પરિષ્કૃત અને સુંગંધ વિનાનું તેલ સફેદ હોય છે અને હાઇડ્રોજનીકૃત (hydrogenated) તેલ સાથે તેની તુલના થાય છે.




કોકમનું ઘી, અન્ય ગાર્સિનિયા તેલની જેમ સંયોજિત સ્ટિયરિક અને ઓલિક ઍસિડ પુષ્કળ પ્રમાણમાં ધરાવે છે. તે લગભગ 75 % જેટલા મૉનો-ઓલિયોડાઇસેચ્યુરેટેડ ગ્લિસરાઇડો ધરાવે છે. તેનું ગલનબિંદુ નીચું હોય છે અને તે કઠણ અને બરડ હોય છે. તેનો મીઠાઈમાં ઘી તરીકે ઉપયોગ કરી શકાય છે. જોકે તેનું ઘનીભવન થતાં સપાટી ખરબચડી બનતી હોવાથી આ ત્રુટી સુધારવા બીજું તેલ ઉમેરવું જરૂરી બને છે. તે મીણબત્તીઓ અને સાબુ બનાવવામાં ઉપયોગી છે. કોકમના ઘીમાંથી સ્ટિયરિક ઍસિડ(45.7 %)નું ઉત્પાદન કરી શકાય છે. તે અજકર્ણ(vateria indica)માંથી બનાવાતી ચરબીના જેવા ગુણધર્મો ધરાવે છે; અને સુતરાઉ કાપડમાં છિદ્રપૂરક દ્રવ્ય (sizing material) તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.




કોકમનું ઘી પોષક, શામક (demulcent) અને સ્તંભક (astringent) ગુણધર્મો ધરાવે છે. તે મલમો અને દવાની પિંડલીઓ(suppositories) બનાવવા અને અન્ય ઔષધીય હેતુઓ માટે ઉપયોગમાં લેવાય છે. તે ચાંદાં, હોઠ અને હાથ પર પડતા ચીરાઓ પર લગાડવામાં આવે છે. ઘીના નિષ્કર્ષણ પછી વધતો અવશેષ ખાતર તરીકે ઉપયોગી છે. કોકમ આમલી કરતાં પથ્યકારક છે.




આયુર્વેદ અનુસાર, તેનાં કાચાં ફળ તૂરાં, રુચિકારક, ખાટાં, ઉષ્ણ, અગ્નિદીપક, પિત્તકર, ગુરુ, કફકર અને તીખાં હોય છે. તે વાતોદર, વ્રણ, વાયુ અને અતિસારનો નાશ કરે છે. કોકમનાં પાકાં ફળો મધુર, રુચ્ય, ગ્રાહક, તીખાં, લઘુ, ઉષ્ણ, ખાટાં, તૂરાં, રુક્ષ અને અગ્નિદીપક હોય છે. તે કફ, વાયુ, તરસ, આમાતિસાર, સંગ્રહણી, આમવાત, રક્તદોષ, પિત્ત, અર્શ, શૂળ, ગુલ્મ, વ્રણ, કૃમિ, હૃદયરોગ અને વાતોદરનો નાશ કરે છે. કોકમના વૃક્ષના ગુણધર્મો પણ ઉપર દર્શાવ્યા મુજબ છે.




ઉપયોગો :

હાડ દુખતું હોય તો કોકમના વૃક્ષનાં પર્ણો વાટી ગરમ કરી તેનો પાટો બાંધવામાં આવે છે. રક્તયુક્ત મરડા ઉપર તેની કૂંપળો કેળનાં સૂકાં પર્ણોમાં વીંટાળી અંગારામાં શેકી, બારીક વાટી, તેની ગોળી કરી, ગાયના તાજા દૂધમાં મેળવી, તે દૂધ ખૂબ ઝડપથી પિવડાવાય છે; અથવા કોકમનું ઘી ગરમ કરી તે ઠરી જાય તે પહેલાં પ્રત્યેક વખતે 20-22 ગ્રા. પિવડાવવામાં આવે છે. શીતપિત્ત ઉપર કોકમના 125 મિલી. પાણીમાં જીરું અને ખાંડ નાખી પિવડાવવામાં આવે છે. અમ્લપિત્ત અને પિત્તરોગ ઉપર કોકમ, એલચી અને સાકરની ચટણી આપવામાં આવે છે. હાથ અને પગના તળિયે દાહ થતો હોય તો કોકમનું ઘી ચોળવામાં આવે છે. મૂળ વ્યાધિ ઉપર કોકમનું પંચાંગ ત્રણ ભાગ. ભિલામાનું મગજ એક ભાગ અને મરી એક ભાગનું ચૂર્ણ કરી આપવાથી અંદરના અને બહારના મસા નાશ પામે છે. ઘી ખાવાથી અજીર્ણ થયું હોય તો કોકમનો કાઢો પિવડાવાય છે.




કોકમની બીજી એક જાતિ(G. cambogia)ને મરાઠીમાં ‘ધરાંબે’ કહે છે. તેનાં ફળ અંડાકાર, 5.0 સેમી. વ્યાસવાળાં, પાકે ત્યારે પીળાં કે લાલ રંગનાં અને 6-8 ખાંચવાળાં હોય છે. તેમાં 6-8 બીજ હોય છે, જે રસાળ બીજોપાંગ (aril) વડે ઘેરાયેલાં હોય છે.




ધરાંબેનાં ફળ ખાદ્ય હોય છે. કાચાં હોય ત્યારે ખૂબ ખાટાં હોય છે. તેની સૂકી છાલ ત્રાવણકોર-કોચિન અને મલબારમાં આમલી અને લીંબુની જગાએ કઢીને સુગંધિત બનાવવામાં વપરાય છે. શ્રીલંકામાં કાચાં ફળનાં પતિકાં પાડી તડકામાં સૂકવી; પરિરક્ષિત કરી તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેના સૂકવેલા દ્રવ્યમાં મીઠું ઉમેરી માછલીની સુકવણી કરવામાં આવે છે. તે પુષ્કળ પ્રમાણમાં ઍસિડ અને પ્રતિરોધી (antiseptic) ગુણધર્મ ધરાવે છે. તેનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : ટાર્ટરિક ઍસિડ 10.6 %, અપચાયક (reducing) શર્કરાઓ (ગ્લુકોઝ તરીકે) 15.0 % અને ફૉસ્ફૉરિક ઍસિડ (કૅલ્શિયમ ટ્રાઇ ફૉસ્ફેટ તરીકે) 1.52 % કુલ ઍસિડના 90 % જેટલો ઍસિડ અબાષ્પશીલ (non-volatile) હોય છે. સૂકી છાલ સોના અને ચાંદીને ચકચકિત કરવા અને રબરના ક્ષીરની જમાવટ કરવા ઍસેટિક અને ફૉર્મિક ઍસિડની અવેજીમાં વાપરવામાં આવે છે.




ધરાંબેના બીજમાંથી લગભગ 31 % જેટલું કોકમના ઘી સાથે સામ્ય ધરાવતું તેલ નીકળે છે. તેલ કણિકામય હોય છે. ધરાંબેનું ઝાડ પારભાસક પીળી રાળ ઉત્પન્ન કરે છે, જે પાણી સાથે પાયસ (emulsion) બનાવતી નથી. તે ટર્પેન્ટાઇનમાં દ્રાવ્ય છે અને પીળી વાર્નિશ બનાવે છે. રાળ રેચક ગુણધર્મો ધરાવે છે.




ફળની છાલનો કાઢો સંધિવા અને આંતરડાની ફરિયાદમાં અને પશુઓના મોંના રોગમાં ઉપયોગી છે.




કોકમની બીજી એક જાતિ મૅંગોસ્ટીન(G. mangostana)નાં ફળ ગોળ, 5.0-6.0 સેમી. વ્યાસવાળાં, બંને છેડેથી સહેજ ચપટાં અને લીસી, રતાશ પડતી કે જાંબલી છાલ ધરાવતાં હોય છે. બીજ ચપટાં, 5-8 અને બરફ જેવાં સફેદ તથા જેલી જેવાં બીજોપાંગ વડે ઘેરાયેલાં હોય છે. બીજોપાંગ ખાદ્ય, મીઠું અને સુગંધિત હોય છે.




ઉષ્ણકટિબંધીય ફળોમાં તે સૌથી સ્વાદિષ્ટ ફળ ગણાય છે. તેનો ગર મોઢામાં આઇસક્રીમની જેમ ઓગળી જાય છે. આ ફળ જમ્યા પછી આપવામાં આવે છે. તેની ડબ્બાબંધી (canning) થઈ શકે છે. તેને પરિરક્ષિત પણ કરી શકાય છે.




ફળનો ખાદ્ય ભાગ (31 %) પુષ્કળ પ્રમાણમાં શર્કરાઓ ધરાવે છે અને પ્રમાણમાં ખૂબ ઓછો ખાટો હોય છે. ભારતીય ફળના ખાદ્ય ભાગનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 84.9 %, પ્રોટીન 0.5 %, લિપિડ 0.1 %, ખનિજ દ્રવ્ય 0.2 %, કાર્બોદિતો 14.3 %, કૅલ્શિયમ 0.01 મિગ્રા., ફૉસ્ફરસ 0.02 % અને આ આયર્ન 0.2 મિગ્રા./100 ગ્રા. બીજા એક નમૂનાના ગરમાં કાર્બનિક ઍસિડ (નિર્જલીય સાઇટ્રિક ઍસિડ તરીકે) 0.42 %, અપચાયક શર્કરાઓ 3.86 %, અને કુલ શર્કરાઓ 16.42 % હોય છે. ફળના ગરમાં સુક્રોઝ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ હોય છે.



ફળની છાલ સ્તંભક ગુણધર્મ ધરાવે છે. તેમાં 7-14 % ટેનિન (કૅટેચોલ) હોય છે. ઔષધીય ર્દષ્ટિએ તે જ્વરઘ્ન (febribuge) છે. તેનો ક્વાથ અતિસાર (diarrhoea) અને મૂત્રાશયશોથ(cystitis)માં વપરાય છે. મરડાની ચિકિત્સામાં છાલના ચૂર્ણનો ઉપયોગ કરવામાં આવે છે. સક્રિય ઘટક તરીકે પીળા રંગનું મગોસ્ટીન નામનું રંજકદ્રવ્ય હોવાનું મનાય છે. ફ્લાવરણનો મલમ ખસ, ખૂજલી અને અન્ય ત્વચાના રોગોની સારવારમાં ઉપયોગી છે.




રાળ રેવચીનીના શીરા (gamboge) જેવી હોય છે. થડમાંથી મેળવેલી રાળમાં α- અને β-મૅંગોસ્ટીન (C23H24O6), એક સ્ટૅરોલ અને એક બાષ્પશીલ તેલ હોય છે.




કુકુમ બટર નામના તૈલી અર્કનો ઉપયોગ મલમ અને સપોઝિટરીઝમાં થાય છે. તે ત્વચા અને વાળના ઉત્પાદનો, ખીલ ઉત્પાદનો અને ચામડીના ટોનિક્સમાં ઉપયોગ કરે છે. ફળની છાલ એ હાઇડ્રોક્સાઇટ્રિક એસિડનો સારો સ્ત્રોત છે જે લિપિડ ચયાપચયને સંશોધિત કરવાનો દાવો કરવામાં આવ્યો છે.



કોકમનાં ફાયદાઓ:-



હ્રદયની તંદુરસ્તી માટે:-

કોકમમાં ફાઈબર ભરપૂર હોય છે. જ્યારે કેલેરીનું પ્રમાણ એકદમ ઓછું હોય છે. કોકમમાં કોલેસ્ટ્રોલ અને સેચ્યુરેટેડ ફેટ તદ્દન હોતા નથી. તેમાં રહેલા મેગ્નેશિયમ, પોટેશિયમ અને મેંગેનીઝના કારણે હાર્ટ તંદુરસ્ત રહે છે. બ્લડપ્રેશર પણ સામાન્ય રહે છે.

યુવાન દેખાવા માટે:-

કોકમમાં એન્ટી-ઇનફ્લામેટરી અને એન્ટિઓક્સિડેટિવના ગુણ ભરપૂર હોય છે. જે ત્વચાને એજિંગથી બચાવે છે. ત્વચા પર ખીલ કે ફોડલી થતાં નથી. સ્કિન ડાઘ વગરની થઈ જાય છે.

લીવર શુદ્ધ કરવા:-

જો કોકમનું નિયમિત સેવન કરવામાં આવે તો તે લીવરમાં ઓક્સિડેટિવના ડીજનરેશનને ધીમુ કરે છે. પરિણામે શરીર ઠંડું રહે છે. કોકમના સેવનથી લીવર પોતાનું કામ ખૂબ સારી રીતે કરી શકે છે અને તંદુરસ્ત રહે છે.

વજન ઘટાડવા:-

કોકમના જ્યુસમાં HCA જોવા મળે છે. જે હાયપોકોલેસ્ટેરોલેમિક એજન્ટ તરીકે કામ કરે છે. તે કેલેરીને ફેટમાં બદલાતા એન્ઝાઇમ્સને નિયંત્રિત કરે છે. વજન ઓછું કરવા માટે 400 ગ્રામ કોકમના ફળને 4 લિટર પાણીમાં ઉકાળો અને જ્યારે 1 લીટર પાણી વધે ત્યારે તેને ગાળી લો. તેનું સવાર-સાંજ સેવન કરો. વજન ઝડપથી ઘટશે.

સ્ટ્રેસને ઓછું કરવા:-

કોકમમાં હાઇડ્રોક્સિલ-સાઇટ્રિક એસિડ હોય છે. જે ચિંતા અને તાણને ઓછા કરવામાં મદદગાર છે. તમારે દરરોજ કોકમનું એક ગ્લાસ શરબત પીવું જોઈએ.

પાચન ક્રિયા સુધારવા:-

કોકમ આંતરડાના બેક્ટેરિયાને સુરક્ષા પૂરી પાડે છે. તેમાં હાજર એન્ટીબેક્ટેરિયલ ગુણ અજીર્ણ, ગેસ, પેટનું ફૂલવું, ઝાડા અને કબજિયાત જેવી સમસ્યાઓને આપણાથી દૂર રાખે છે.

એન્ટિ-એલર્જિક ગુણધર્મ હોવાથી બળતરામાં રાહત:-

શરીરમાં એલર્જીની તકલીફ, ત્વચા પર ફોલ્લીઓ થાય તો પછી તમે કોકમનો ઉપયોગ કરી શકો છો. તમે તેને દાઝેલા અથવા ચીરો પડ્યો હોય તે ભાગ પર લગાવી ઝડપથી રાહત મેળવી શકો છો.

ડાયેરીયા માટે:-

ડાયેરીયા એ સ્થિતિ છે જ્યારે કોઈ વ્યક્તિ ને દિવસમાં 3-4 વાર પાતળા જાડા થાય છે તો આવી સ્થિતિમાં, કોકમ નું ફળ થોડી રાહત આપી શકે છે. ખરેખર, કોકમ ના ફળમાં ઝાડા-વિરોધી ગુણધર્મો છે, જેના કારણે તે ઝાડા ની સારવારમાં મદદ કરી શકે છે. આ સ્થિતિમાં, કોકમ ફળનો રસ ડાયેરીયાથી પીડિત વ્યક્તિને આપી શકાય છે.

એન્ટી-ફંગલ અને એન્ટીઓક્સિડેન્ટ તરીકે:-

એન્ટી ફંગલ અને એન્ટીઓક્સિડેન્ટ તરીકે પણ કોકમ ફળ ખાઈ શકાય છે. કોકમ ફળમાં એન્ટી-ફંગલ અને એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે. ઉંદર પર કરવામાં આવેલા એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે કોકમ ફળમાં રહેલા એન્ટી ફંગલ પ્રોપર્ટી અલ્સરની અસર ને દૂર કરવામાં મદદ કરી શકે છે.

તે જ સમયે, કોકમ ફળનો ઉપયોગ એન્ટીઓક્સિડેન્ટ તરીકે પણ થઈ શકે છે. ખરેખર, કોકમમાં એન્થોસાયનિન્સ નામના ફાયટોન્યુટ્રિએન્ટ્સ હોય છે, જેમાં સક્રિય એન્ટિઓક્સિડેન્ટ ગુણધર્મો હોય છે. તેના એન્ટીઓક્સિડેન્ટ ગુણધર્મ ત્વચાને ફ્રી-રેડિકલ નુકસાન થી બચાવામાં મદદ કરી શકે છે. તેથી, ડોક્ટર ની સલાહ મુજબ આ ફળ સવારે ખાઈ શકાય છે.

ટયૂમરને રોકવા માટે:-

ટયૂમર સામે રક્ષણ આપવા માટે કોકમ ના ફળનો વપરાશ સક્રિયપણે પોતાનો ગુણધર્મ બતાવી શકે છે. ખરેખર, કોકમ ફળમાં એન્ટિ-ટ્યુમર પ્રવૃત્તિ છે, જે ગાંઠ થવાનું જોખમ ને ઘટાડે છે. આ ઉપરાંત, ઉંદરો પરના પરીક્ષણોમાં જાણવા મળ્યું છે કે તેના સેવનથી ત્વચા પર બનેલા ગાંઠોને મટાડવામાં મદદ મળી શકે છે. અલબત્ત, ઉંદરો પર લેવામાં આવેલા પરીક્ષણોમાં તેના પરિણામો સારા મળ્યાં છે, છતાં તે ફક્ત ડોક્ટરની સલાહ પર જ લેવુ જોઈએ.

રક્તવાહિની સ્વસ્થ રાખવા માટે:-

કોકમ ફળનું સેવન કરવાથી હૃદયની બીમારીઓથી બચી શકાય છે. વૈજ્ઞાનિક સંશોધન મુજબ, કોકમ ફળમાં બી-કોમ્પ્લેક્સ વિટામિન, પોટેશિયમ, મેંગેનીઝ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. આ તમામ ગુણધર્મો હાર્ટ રેટ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. સ્ટ્રોક અને હ્રદય રોગના જોખમને ઘટાડવામાં ફાયદાકારક અસરો પણ બતાવી શકે છે. આ ઉપરાંત, તેમાં કાર્ડિયોપ્રોટેક્ટીવ ગુણધર્મો (કાર્ડિયોપ્રોટેક્ટીવ – હૃદય આરોગ્ય માટે રક્ષણાત્મક ગુણધર્મો) હોવાનું પણ જાણવા મળે છે. ડોક્ટરની સલાહ પર તેને આહારમાં શામેલ કરી શકાય છે.

પેટના ગેસ માટે:-

મોટાભાગના લોકો પેટના ગેસથી પરેશાન હોય છે, પરંતુ કોકમના ફાયદા આવા લોકોની અગવડતાને દૂર કરી શકે છે. કોકમનું સેવન કરવાથી ઘણી પાચક સમસ્યાઓ, જેમ કે પેટનું ફૂલવું, કબજિયાત અને અપચો વગેરે મટાડી શકાય છે. આ એસિડિટીને ઘટાડી શકે છે અને તે જ સમયે શરીરને હાઇડ્રેટેડ રાખે છે. જો કે, આ બધી સમસ્યાઓમાં કોકમ કેવી રીતે ફાયદાકારક હોઈ શકે છે તેના પર હજી વધુ વૈજ્ઞાનિક પુરાવાઓની જરૂર છે.ગેસની સમસ્યાને દૂર કરવા માટે, કોકમનો ઉપયોગ તબીબી સલાહ પર કરી શકાય છે.

લીવરનાં સ્વાસ્થ્ય માટે:-

લીવરનાં સારા સ્વાસ્થ્ય માટે કોકમ ફળ ખાવાનું પણ ફાયદાકારક હોઈ શકે છે. વૈજ્ઞાનિક સંશોધન મુજબ, કોકમ ફળમાં ગારસિનોલ જેવા વિવિધ બાયોએક્ટિવ સંયોજનો છે, જે એન્ટીઓકિસડન્ટ, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિફંગલ જેમ કામ કરી શકે છે. આ ગુણધર્મો લીવર ને સ્વસ્થ રાખવામાં અને કેન્સર સામે રક્ષણ આપવામાં મદદ કરી શકે છે. આવી સ્થિતિમાં, ડોક્ટર ની સલાહ મુજબ તબીબી સારવાર વિશે પણ માહિતી મેળવો.

તે જ સમયે, એનસીબીઆઈ (નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફર્મેશન) ની વેબસાઇટ પર પ્રકાશિત મેડિકલ રિસર્ચમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કોકમ ફળનો ઉપયોગ લીવર ડિસઓર્ડર ને દૂર કરવામાં મદદ કરી શકે છે.

બવાસીરમાં:-

કોકમ ખાવાના ફાયદાઓમાં બવાસીર નું જોખમ ઘટાડવાનું શામેલ છે, કારણ કે તેમાં એન્ટી-પાઇલ્સ ગુણધર્મો છે. આ અવ્યવસ્થાથી બચવા માટે, તેના ફળો, છાલ અને કોકમના ઝાડના પાન નો રસ પણ વાપરી શકાય છે. અત્યારે આ સંદર્ભમાં વધુ તબીબી સંશોધન જરૂરી છે. સાથે જ ગંભીર સ્થિતિમાં તબીબી સારવાર પણ જરૂરી છે.

બળી ગયેલી ત્વચામાં:-

બળી ગયેલ સ્થિતિ માં કોકમ ફળનો ઉપયોગ પણ થાય છે. દહનની સ્થિતિમાં, કોકમ ફળનો ઉપયોગ આયુર્વેદિક દવા તરીકે થઈ શકે છે. આ માટે, તમે ફળોના પલ્પને દહીં સાથે ભેળવી શકો છો અને તેને અસરગ્રસ્ત વિસ્તારમાં લગાવી શકો છો. જો બર્નની સ્થિતિ વધુ ગંભીર છે, તો પછી વિલંબ કર્યા વિના તબીબી સારવાર કરવી જ જોઇએ.

ત્વચા બળતરા માટે:-

કોકમના ફાયદા ત્વચાની બળતરા ના સારવાર માટે પણ છે. કોકમ ફળના શરબત નો ઉપયોગ કરવાથી સૂર્ય અને અન્ય કારણોને લીધે થતી ત્વચાની બળતરા ઓછી થાય છે અને ત્વચાના નુકસાનને અટકાવવામાં મદદ મળે છે. તે જ સમયે, કોકમનો ઉપયોગ કોસ્મેટિક માં પણ થાય છે, કોકમ માખણનો ઉપયોગ ફૂટ ક્રીમમાં થાય છે. જો કે, તે કયા વિશેષ ગુણધર્મોને મદદ કરી શકે છે તેનું વૈજ્ઞાનિક સંશોધન હજી પણ ચાલુ છે. તેથી, ડોક્ટરની સલાહ લીધા પછી તેનું સેવન કરી શકાય છે.

કોકમમાં હાઇડ્રોક્સી સાઇટ્રિક એસિડ (એચસીએ) છે. વજન ઘટાડવા માટે તે ફક્ત ચરબી બર્નિંગ એજન્ટ તરીકે જ વાપરી શકાય નહીં, પરંતુ તે કોલેસ્ટરોલ અને અસ્વસ્થતાની સમસ્યાને ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે.

કોકમનાં ફળનો ઉપયોગ:-

કોકમ ફળ ધોયા પછી, ટોચની છાલ કાઢી ને તેને અન્ય ફળોની જેમ ખાઈ શકાય છે.

કોકમ ફળનો રસ પીવા માટે વાપરી શકાય છે.

તેનો ઉપયોગ સ્મૂધિ તરીકે પણ થઈ શકે છે.

તેનુ શરબત બનાવીને પણ પી શકાય છે.

કોકમનો ઉપયોગ ફળોના કચુંબર તરીકે થઈ શકે છે.

ખોરાકનો સ્વાદ વધારવા માટે કોકમનો ઉપયોગ ફ્લેવરિંગ એજન્ટ તરીકે પણ થઈ શકે છે. તેનો ઉપયોગ દાળ, સંભાર અને શાકભાજીમાં ખાટાપણું લાવવા માંટે થાય છે.

ક્યારે ખાવું?

સવારના નાસ્તા પછી આ ફળ ખાઈ શકાય છે.

તમે ઉનાળામાં રસના રૂપમાં તેનું સેવન કરી શકો છો.

તે ઠંડક આપવા ઉપરાંત પેટની ગેસની સમસ્યાને દૂર કરવા માટે ફાયદાકારક હોય છે.

ભોજન કર્યા પછી તેનું સેવન કરી શકાય છે.

દિવસમાં કેટલું ખાવું- 1-3 ફળ ખાઈ શકો છો, પરંતુ તેના સેવનની યોગ્ય માત્રા માટે ડાયટિશિયનની સલાહ લો.

કોકમની આડઅસર:-

કોકમ ફળ ખાવાના ઘણા ગેરફાયદા નથી, પરંતુ તેમ છતાં તેનો ઉપયોગ મર્યાદિત માત્રામાં કરો. અહીં આપણે વધારે પ્રમાણમાં કોકમ ફળ ખાવાથી થતી કેટલીક આડઅસરો વિશે વાત કરીશું.

જે લોકોને ત્વચાની કોઈપણ એલર્જી હોય, તેઓએ તે લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

જો કોઈ ગંભીર બીમારીની સારવાર લઈ રહ્યા છે, તો તે કિસ્સામાં તે ફક્ત ડોક્ટરની સલાહ પર જ લો, નહીં તો તે સારવારની અસરને પણ ઘટાડી શકે છે.

અન્ય માહિતી:-

આયુર્વેદની દૃષ્ટિએ કોકમ ખાટા, સ્વાદિષ્ટ, મંદાગ્નિ, અતિસાર, અરૂચિ, ઉબકા, ઊલટી, આફરો, કૃમીની સમસ્યા, હૃદયરોગમાં ફાયદાકારક છે. આ સિવાય તે કફ અને વાયુનાશક, હરસ-મસામાં લાભકારી, લોહી વિકારને દૂર કરનાર છે. આમલી અને આમચુર કરતાં કોકમ ચડિયાતાં છે. પાકું કોકમ પચવામાં ભારે, ઝાડાને સૂકવનાર, તીખું, તૂરું, હલકું, ખાટું, ગરમ, ભોજન પર રુચિ ઉત્પન્ન કરનાર, અગિનને પ્રદીપ્ત કરનાર તથા કફ અને વાયુ વધારનાર છે.

તે હરસ, સંગ્રહણી અને હૃદયરોગ મટાડે છે. એનાથી મળનો સડો અટકે છે અને આંતરડાં કાર્યક્ષમ રહે છે. કોકમને ચટણી જેમ પીસી, પાણીમાં મિશ્ર કરી સાકર નાખી શરબત બનાવી પીવાથી પિત્તની બળતરા, અનિદ્રા અને તરસ મટે છે. આ શરબત થોડું થોડું પીવાથી પિત્તનું શમન થાય છે. દહીંની મલાઈમાં મેળવીને સવાર-સાંજ લેવાથી દૂઝતા હરસ મટે છે.

કોકમ ના બી માંથી તેલ નીકળે છે. તે મીણ જેવું ઘટ્ટ અને સફેદ રંગનું હોય છે. તે કોકમના ઘી તરીકે ઓળખાય છે. કોકમનું તેલ ખાવામાં અને ઔષધોમાં વપરાય છે. શિયાળાની ઠંડીથી હોઠ ફાટે કે હાથ-પગની ચામડી ફાટીને ચીરા પડે ત્યારે તે પર કોકમનું તેલ ગરમ કરીને ચોપડાય છે. કોકમનું તેલ મલમો અને મીણબત્તી બનાવવામાં તેમજ બાળવા માં વપરાય છે. રોજિંદા ખોરાકમાં કોકમની વપરાશ બહુ હિત કારી છે. તેનાથી ખોરાકનું પાચન થાય છે, મૂળ નો સડો અટકે છે અને આંતરડાં કાર્યક્ષમ રહે છે.

કોકમનું શરબત એક સ્વાસ્થ્યવર્ધક પાચક પીણું છે. નાળિયેરના દૂધ સાથે કોકમની બનાવેલી કોકમ સાલમ કરી ખૂબ પ્રખ્યાત છે.કોકમનું તેલ ક્ષય, ફેફસાંના રોગો, કંઠમાળ, મરડો અને સંગ્રહણીમાં સારો ફાયદો કરે છે. તે ત્રણ રોપણ કરનાર પણ છે. કોકમ, એલચી અને સાકરની ચટણી બનાવીને ખાવાથી અમ્લપિત્ત અને પિત્ત મટે છે. કોકમ ની ચટણી માફક પીસી, પાણી સાથે મેળવી, ગાળી, સાકર નાખી તેનું શરબત બનાવીને પીવાથી પિત્ત ના દાહ, તરસ, વ્યાકુળતા, નિદ્રાના મટે છે. તે પિત્તનું પણ શમન કરે છે.

કોકમનો કાઢો (ઉકાળો) કરીને ઘી નાખી પીવાથી થયેલું અજીર્ણ મટે છે. કોકમનું તેલ ગરમ કરીને ઠરી જાય તે પહેલાં દિવસમાં બે-ત્રણ વાર બબ્બે તોલા જેટલું પીવાથી લોહી વાળો મરડો–રક્તાતિસાર મટે છે.દસ તોલા કોકમને પાણીમાં ભીંજવી રાખી, ગાળી, તેમાં જીરું અને ખાંડ નાખીને પીવાથી શીતપિત્ત ( શીળસ) મટે છે.

કોકમનું ચૂર્ણ કે ચટણી દહીં ની ઉપરની તર( મલાઈ)માં મેળવીને ખવડાવવાથી રકતાર્શ-દૂઝતા મસા મટે છે. કોકમનું તેલ ગરમ કરીને ચોપડવાથી હાથપગની તળિયા માં દાહ-બળતરા મટે છે. વૈજ્ઞાનિક મત પ્રમાણે કોકમનું તેલ પોષક, ઉપલેપક અને સ્નિગ્ધ છે. કોકમનું તેલ પુષ્ટિકારક હોઈ કૉડલિવરઑઈલને બદલો વાપરી શકાય છે. એ મરડા અને આમાતિસાર પર પણ વપરાય છે.




તો તૈયાર થઈ જાઓ કોકમ વાપરવા અને લીંબુના ભાવથી થતાં તાણથી મુક્તિ મેળવવા...

સૌજન્ય:-ઈન્ટરનેટ

સ્નેહલ જાની