Room Number 25 - 5 in Gujarati Fiction Stories by yuvrajsinh Jadav books and stories PDF | રૂમ નંબર 25 - 5

Featured Books
Categories
Share

રૂમ નંબર 25 - 5

મિત્રો પ્રકરણ 4માં ભાગ્યોદય ચુડીદાર ચણીયાચોળી ચોળી જોય અને જેવો તે પચ્ચીસનંબરના રૂમે પોહોચ્યો કે તે ગાયબ. ભાગ્યોદય વધુ વિચારે તે પેહલાજ અરોહિનો નીચે પડવાનો અવાજ આવ્યો અને તે તેણી પાસે ગયો. ભાગ્યોદયે જે જોયું તે સાચું હતું કે નહીં તે સમજવું તેના માટે મુશ્કેલ બન્યું. હવે આગળ પ્રકરણ 5માં જોઈએ.

***

સવારે વહેલા જાગીને ભાગ્યોદય ઓફિસ જવા નીકળે છે. આરોહીને પગમાં સોજો ઉતરી ગયો હતો. એટલે તે કામ કરવા લાગે છે. આજે કામવાળી હજુ પણ આવી ન હતી. આરોહી કિચનમાંથી નીકળીને પોતાના રૂમ તરફ જઈ રહી હતી કે, ઉપરના રૂમમાંથી કંઈક અવાજ આવ્યો. તેની નજર ઉપર પડી. આરોહીને એ નોર્મલ લાગ્યું. ટેરેસ ઉપર આજે વહેલી સવારથી એ સફેદ કબુતર બેસી ગયું હતું. આરોહી રૂમની અંદરથી કામ પુરુ કરીને હજું કિચન તરફ જાય છે કે ફરી પચ્ચીસ નંબરના રૂમનું બારણું પટકાવવા લાગ્યું.

આરોહી ત્યાં કોણ છે તે જોવા સીડી પર ચડવા લાગી. ધીમે-ધીમે તે એક-એક પગથિયું ચડી રહી હતી. સીડી પર બારણું ખખડવાના પડઘા ખૂબ તીવ્ર પડી રહ્યાં હતાં. વીસ નંબરના રૂમ પાસે આવીને તેને જોયું. સાચે જ પચ્ચીસ નંબરના રૂમનું બારણું ધડાધડ પટકાઈ રહ્યું હતું. આરોહી કઠણ પગે આગળ વધી. થોડીવારમાં તે એકવીસ, બાવીસ, ત્રેવીસ અને ચોવીસ નંબરના રૂમ પાસે પહોંચી કે અવાજ બંધ. એકદમ સન્નાટો. જાણે કંઈ જ નો થયું હોય એમ થઈ ગયું.

આરોહી હિંમત કરીને પચ્ચીસ નંબરના રૂમ પાસે આવી બારણું ખોલવા ધક્કો લગાવતી જ હતી કે, તેની નજર રૂમની બહાર લગાડેલ લાલ તાવીજો લગાવેલા તાળા પર પડી. જોકે, આરોહી ભૂત-બુતમાં માનતી ન હતી, એટલે તેને અવગણ્યું. આરોહીને રૂમ ખોલવાની જિજ્ઞાસા વધી પરંતુ તેને એ તાળાની ચાવી મળી રહી ન હતી. પછી આમતેમ ડાફોળ્યા મારીને થાકી, એટલે તે પાછી ચાલવા લાગી. હજુ સીડીના પગથિયાં પાસે પહોંચી જ હતી કે રૂમ નંબર વીસની અંદર કંઈક નીચે પડયાનો અવાજ આવ્યો.

આરોહીએ વીસ નંબરના રૂમનું બારણું ખોલ્યું અને ત્યાં જ તેની સામે એક ચાવી નીચે લોબી ઉપર પડી હતી. આરોહીએ નીચે પડેલી ચાવી લીધી. તેને નીરખીને જોયા પછી તેને યાદ આવ્યું કે (કદાચ આ ચાવી પચ્ચીસ નંબરના રૂમના તાળાની જ હશે.)

પછી આરોહી ફરી પચ્ચીસ નંબરના રૂમ તરફ ચાલવા લાગી. તેના ચહેરા પર પરસેવો વળી ગયો. તે પચ્ચીસ નંબરના રૂમનું તાળું ખોલી રહી હતી. ગળું સુકાઈ ગયું હોય તેવું લાગી રહ્યું હતું. ‘ખણ-ખણ ટક...’ અવાજ થયો અને તાળું ખુલ્યું. આરોહીના શ્વાસની ગતિ વધી ગઈ. હૃદય ખુબ જ ઝડપથી ધબકવા લાગ્યું. તેના ધબકારાનો અવાજ નોર્મલથી વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું અને ધીમેથી બારણું ખોલ્યું.

બારણું તેના નકુસાના અવાજ સાથે ખુલી રહ્યું હતું અને દસ સેકન્ડમાં તો બારણું આખું ખુલી ગયું. આરોહીને ગભરામણ થઈ રહી હતી. તેનું કપાળ પરસેવેથી રેબઝેબ થઈ ગયું હતું. બારણું ખુલતા જ તેને ઠંડા પવને સ્પર્શ કર્યું. આરોહીએ પવનની દિશામાં પોતાની નજર કરી અને મોટો નિસાસો લીધો. તેની સામે ખુલ્લી બારી હતી. મતલબ કે તે બારીના બારણાં અથડાતા હશે. એવું તેને વિચાર્યું અને રૂમની અંદર જઈને બારી બંધ કરી પાછી આવી. બીજું કંઈ જ તેને ન જોયું કેમકે હજુ તેને ઘણું કામ હતું અને હવે તેને શાંતિ થઈ કે, એ એમજ ડરી રહી હતી. આરોહી બારણાં પાસે આવી અને બારણું બંધ કરવા લાગી.

કચડ...કચડનો અવાજ કરતું બારણું બંધ થયું પણ આંગળીઓ વસાઈ રહ્યો ન હતો. તેને લાગ્યું બારણું અડધું ખોલી જોરથી પટકાવીને વાસી દવ. આરોહીએ બારણું અડધું ખોલ્યું. ત્યાં સુધી તેની નજર નીચે હતી. તેને જેવું બારણું જોરથી પટકવા બળ કર્યું અને પોતાની નજર ઉંચી કરી કે તેની સામે એક કાળો પડછાયો આવી ગયો. તેની આંખો ફાટી રહી, હાથ કાપવા લાગ્યા. એકક્ષણ પોતાની આંખો બંધ કરી ખોલી કે તે પડછાયો ગાયબ. આરોહીને થયું કાલની તબિયત સારી નથી એટલે એવું દેખાયું હશે અને પોતાનું માથું ધુણાવી માથે હાથ મૂકી બોલી.
“લાગે છે એકાદ પેરાસીટેમલ લેવી પડશે.”
અને બારણું બંધ કરવા ગઈ કે જોરથી બૂમ પાડતો ભયાનક કાળો પડછાયો તેની નજર સામે આવ્યો.

“હા...આ...આ...આ...” કાળી ચીસો પાડવા લાગી. એ ભયાનક આત્મા હતી. આરોહી તેને જોવા ઉભી જ ન રહી શકી અને સીડી તરફ દોડી. જેવી નીચેના પગથિયે ઉતરવા ગઈ કે, ત્યાં તે કાળો પડછાયો આવી પહોંચ્યો. તે ત્યાંથી એકદમ ટેરેસ ઉપર ભાગવા લાગી. ધાબુ ફરતું ગોળ-ગોળ હતું અને વચ્ચે એ રંગીન કાચ. આરોહી રડતી-રડતી દોડી રહી હતી.

અચાનક જ તેનો પગ લપસ્યો અને સીધી કાચની છત તોડીને નીચે પડી રહી હતી. તેના મોંઢાનો ભાગ જમીન તરફ હતો અને પીઠ આસમાન બાજુ. આરોહી પોતાના હાથ આમ-તેમ કરી રહી હતી અને લગભગ ત્રણ-ચાર ફુટ જમીનથી ઊંચી હતી કે અટકાઈ ગઈ. આરોહીનું શરીર લોહી-લુહાણ હતું. ચહેરો આખો ઝીણા-ઝીણા કાચથી ભરાઈ ગયો હતો. અચાનક અટકાયેલી આરોહીનો ચેહરો જમીનથી આસમાન તરફ ફર્યો અને સીડી ઉપરથી એ કાળો પડછાયો તેના શરીરમાં આવી ગયો.
આરોહી બુમાં-બૂમ કરી રહી હતી.

“આ...હોહહ...” પવન પણ ખુબ જ ઝડપથી હવેલીમાં વંટોળીયાનું રૂપ લઈ બેઠો અને વંટોળીયો ધીમે-ધીમે આરોહીના શરીર સાથે વીંટોળાઈ ગયો. થોડીક જ ક્ષણમાં બધું સ્તબ્ધ. ઉપર રહેલું કબુતર આ જોઈ રહ્યું હતું. તેનાથી છૂટું પડેલું એક પીછું ધીમે-ધીમે જમીન પર પડ્યું અને રાખ. ઉપર અટકાઈ રહેલી આરોહી ધીમે-ધીમે જમીન પર આવી. થોડીવાર જમીનથી થોડી ઊંચી રહી અને નીચે પડેલા કાચના બધા જ કટકા ઉપર જોરથી પછડાઈ. નીચે લગાવી આરસની લાદીમાં તેના લોહીના છાલા પડવા લાગ્યા.

આરોહીના ખુલ્લા વાળ તેના ચહેરાને ઢાંકી રહ્યાં હતાં. તેની આંખો લાલ થઈ ગઈ. તેના ગાલા ફરતું કોઈએ ચાકુ માર્યું હોય તેવી લીસોટા બંધ લોહીની ધાર ગોળ-ગોળ ગરદન ફરતી હાર જેવી પથરાઈ ગઈ. મોઢા ફરતે ઝીણા-ઝીણા કાચ અને લોહીના છિલ્લા હતા. તેનું આચ્છા લીલા કલરનું ટી-શર્ટ ડાબી બાજુના ખંભાથી ઉતરી ગયું હતું. તેના બંને હાથના નખ લાંબા થઈ ગયા હતા. તે ધીમે-ધીમે ફરી ઘરની સીડી ચડી રહી હતી. હજું ત્રણ પગથિયાં ઉપર ચાલી કે ડોર બેલ વાગ્યો.
‘ડીંગ...ડોંગ... ડીંગ...ડોંગ... ડીંગ...ડોંગ.”

તૂટેલી ઉપરની છત પર કાચ ચોંટી ગયા. આરોહી એકદમ નોર્મલ થઈ ગઈ, તેના ચહેરા પર ચોંટેલા કાચ અને નીચેની લોબી પર પડેલા લોહીના ધાબા એકદમ ગાયબ થઈ ગયા. આરોહી ધીમે-ધીમે બારણાં તરફ ચાલવા લાગી. બારણું ખોલ્યું તો તેની સામે કામવાળી તૃષા અને તેનો કામચોર પતિ હતો.

“તૃષા! રાજુ કેમ આજે આટલા બધા મોડા પહોંચ્યા.” આરોહી બોલી.

રાજુ તૃષા પાસે પોતાનું મોં લઇ જઈને ધીમેથી તેના કાનમાં બોલ્યો. “મેંમ સાબને મારુ નામ કોણે કહ્યું.” તૃષા પણ વિચારવા લાગી. પરંતુ, રાજુના મોંઢામાંથી આવતી દેસી દારૂની સ્મેઇલ તૃષાના વિચારો બદલી ગઈ.

“એ... મેમ સાઇબ. હું ને મારો પતિ અમારા છોકરાઓને હોસ્ટેલ મુકવા ગયા હતા. કાલે સવારે અમે બંને અમારો સામાન લઈને રહેવા આવી જશુ.” તેના બેવડા પતિ તરફ દાઝમાં તીરછી નજર કરતી તૃષા બોલી.

“ઓકે... ઓકે. આવતા રહો આમ પણ આજે બવ કામ છે.” આરોહી બોલી.

તે બંને અંદર આવી ગયા. ઘર તો એકદમ જગજગાટી મારી રહ્યું હતું. કામચોર રાજુ બે હાથ જોડીને આકાશમાં જોઈને ભગવાનને પ્રાર્થના કરતો બોલ્યો. “હે ભગવાન અમને આજીવન આ મેડમના નોકર રાખજે.” અને થોડું હસીને તૃષા તરફ જોઈને ફરી આકાશમાં જોવા લાગ્યો. ટેરેસ ઉપરના કાચમાંથી લોહી ટપકી રહ્યું હતું. “ટીપ...ટીપ...” અવાજ હવે રાજુના કાન પર પડ્યો. પીધેલો રાજુ તેને ટોમેટો સોસ સમજીને સાફ કરવા લાગ્યો અને ત્યાં જ ટેરિસના કાચ નીચે પડી રહેલા લોહીના ટીપાને લુછવા લાગ્યો.
રાજુ પીધેલો છે એટલે ગાંડા કાઢી રહ્યોં છે તેવું સમજીને તૃષા રસોઈ ઘરમાં જઇ આરોહિની મદદ કરવા લાગી.

સાંજે ભાગ્યોદય ઓફિસેથી આવ્યો. તે સમયે તૃષા અને રાજુ પોતાના ઘરે જઈ રહ્યાં હતાં. ભાગ્યોદયના હાથમાં ગુલદસ્તો અને ગુલાબના ફુલ તેમજ ચોકલેટ જોઈને, રાજુ લથડતા-લથડતા તેના સામે જોઇને બોલ્યો,“બેસ્ટ ઓફ લક સર.” કહીને અંગુઠો ઉંચો કરીને થમ્સઅપની નિશાની બતાવતો નીકળ્યો.

***