Validity ... in Gujarati Short Stories by Beenaa Patel books and stories PDF | વેલીડીટી...

Featured Books
Categories
Share

વેલીડીટી...

ભરોસો....
ટ્રસ્ટ...
લાગણી...
અને
દુઃખ....

તમને થશે આ બધા શબ્દો શું કામ? આ જ બધા શબ્દો નું સમનવ્ય છે અમીષા ની જીંદગી. એટલે જ આ શબ્દો જે આપણાં માટે ફક્ત એક બે શબ્દો છે પણ અમીષા માટે જીંદગી ની હકીકત બની ગયા છે.
અમીષા... એક સુંદર કહીં શકાય તેવી યુવતી. ક્યારે એમ થાય કે ક્યાંથી શરૂ કરું એની વાત.
પણ ચાલો એની સ્કૂલ ટાઈમ થી શરૂ કરીએ. સ્કૂલ માં સ્કોલર કહી શકાય તેવી, દરેક ની આંખો માં ચડી જાય તેવી અને પ્રિન્સિપાલ પણ પ્રેમ થી ગુસ્સો કરે એના પર એટલી મિઠ્ઠડી. વટ પણ દુનિયા ભર નો એનામાં. અને જેટલી મિઠ્ઠડી એટલી જ ગુસ્સા વાળી પણ હતી. ખોટું કશું પણ નહિ જ ચલાવાનું. અને સાચું બોલવાથી કદી ડરવાનું નહિ.
નામ એનું અમીષા પટેલ. પટેલ ની દીકરી કોઈ થી ડરે નહિ. પપ્પા એના સમાજ કલ્યાણ અધિકારી. અને પોતાનો સ્વતંત્ર બિઝનેસ પણ એટલે હમેશાં જાહોજલાલી માં ઉછરી ને મોટી થયેલી દીકરી.
કોલેજ માં આવી ત્યારે એના પપ્પા એ એને લેટેસ્ટ મોડેલ ની કાર ગિફ્ટ કરી હતી. અને અમીષા પણ પોતાની મસ્તી માં કોલેજ લાઈફ એન્જોય કરતી હતી. કોલેજ માં મિત્રો ઘણાં હતા. પણ હા કોઈ પ્રેમ વાળી વાત નહોતી આવતી એના માં. એ વાતો માં એને કોઈ રસ પણ નહોતો. આમ કરતાં કોલેજ પૂરી કરી અને આગળ અભ્યાસ કરવા એ વિદ્યા ની નગરી વિદ્યા નગર માં આવી. એના સારા સ્વભાવ ના કારણે અહીં પણ બહુ મોટું મિત્ર વર્તુળ હતું એનું. એક દિવસ એના જ એક મિત્ર એ એને પ્રપોઝ કર્યું. અને એનો સારો મિત્ર હતો એટલે એને પોતાના ઘરે વાત કરી . સરખી જ જ્ઞાતિ ને કારણે બંને ના લગ્ન થયી ગયા અને બંને વિદ્યાનગર માં જ રહેવા લાગ્યા. એનો પતિ ડોક્ટર હતો એટલે અમીષા ને અહીં પણ એવી જ રીતે રાખતો જેમ એ પોતાના ઘરે રહેતી હતી. સમય પસાર થતો ગયો. અમીષા બે સુંદર બાળકો ની માતા બની ગઈ. પણ એની સુંદરતા માં ઘટાડો નતો થયો ઉલટા ની એ વધુ સુંદર દેખાતી થઇ ગઈ હતી.
10 વર્ષ વીતી ગયા. અચાનક એક દિવસ એનો પતિ એને છોડી ને જતી રહ્યો. અમીષા એ કદી બહાર ની દુનિયા જોઈ નહોતી એણે સમજ જ નહોતું આવતું શું કરવું. બાળકો બંને નાના હતા.એની પાસે પોતાના આ દુઃખ માટે રડવા નો સમય જ નહોતો. અમીષા ના માતા પિતા આવ્યા અને એને જીવન માં આગળ વધવા કહ્યું. એના બાળકો ને એ લોકો પોતાની સાથે લઈ ગયા અને અમીષા ને પોતાના પગ પર ઊભા રહેતા શિખવા કહ્યું. હવે જે હમેશાં બધા ની સાથે રહેલી, મસ્તી માં જીવતી હતી એ અચાનક એકલી થઇ ગઈ. પણ એ હિંમત નહીં હારી. પોતાના પગ પર ઊભી થઈ એક નામ બનાવ્યું પોતાનું. બાળકો ને પણ થોડા સમય પછી પોતાની સાથે લઈ આવી.
પોતાનો સ્વતંત્ર બિઝનેસ કર્યો અને બધું ભૂલી ને બહુ સારી રીતે પોતાના બાળકો ને ઉછેર કરતી હતી.
હા, પણ હવે એને કોઈ પર ભરોસો નહોતો રહ્યો. જો કોઈ લગ્ન ના 10 વર્ષ પછી પણ છોડી ને જઈ શકે તો કોઈ કઈ પણ કરી શકે આ વાત એના દિમાગ માં બેસી ગઈ હતી.
થોડા સમય પછી એ એક નવું કામ શરૂ કરે છે. અને ત્યાં જેમની પાસે થી એ કામ માટે માર્ગદર્શન લઈ રહી છે એ સર સાથે વાતો થાય છે એની ફોન પર.
અમિત, જેની સાથે એ ફોન પર કામ શીખતી હોય છે. એમના અવાજ પર થી એને લાગે છે કોઈ ઠરેલ વ્યક્તિ જે થોડા જ સમય માં અમીષા ને ઓળખી ગયા છે . એ વાતો કરતી રહે છે રોજ.
એનું મન એને ઘણી વાર ટોકે છે ભરોસો ના કરવા પર. પણ એટલા વર્ષો પછી એ કોઈ સાથે આટલી બધી વાતો શેર કરતી હોય છે એટલે અમીષા ને ખુબ સારું લાગતું હોય છે. એની લાગણી નો છોડ જે મારી પરવાર્યો હતો એમાં ફરી કુપણો ફૂટવા લાગી છે.
અમિત પણ પૂરો દિવસ એની સાથે હોય છે ફોન પર. એ સાહિત્ય નો માણસ હોય છે એટલે ઘણી પંક્તિઓ અમીષા માટે લખી ને મોકલાવે છે ક્યારેક કવિતા લખે છે એના પર.
અમીષા ને આ બધું ગમવા લાગે છે. આમ એક મહિનો થાય છે. અચાનક ધીરે ધીરે અમિત ના મેસેજ ઓછા થતાં જાય છે. અમીષા સમજી નથી શકતી આ શું થઈ રહ્યું છે. એ વધારે દુઃખી થઇ રહી છે. એવું નથી કે વાત નથી રહી પણ એ વાત માં પહેલા જેવી વાત નથી રહી એ અમીષા ને સમજ આવી જાય છે.
10 વર્ષ પહેલાં નહોતી તૂટી એ અમીષા આ વખતે બિલકુલ તૂટી જાય છે. મન થી ભાંગી પડે છે.
પણ એને પોતાને ઘણી જવાબદારી પૂરી કરવાની હોવાથી એ એક મશીન ની જેમ બધી જવાબદારી પૂરી કરી રહી હોય છે.
રોજ એક જ વિચાર કે એવું કેમ? ભરોસો શું ફક્ત તોડવા માટે જ હોય છે? લાગણી ઓ ફક્ત રમવા માટે જ હોય છે? રોજ રાત્રે રડતી અમીષા સવારે એના બાળકો માટે ખોટું હસતા સ
શીખી લે છે...પણ એ દુઃખ, હતાશા એને અંદર થી ખોખલી કરતા જાય છે. એને પોતાની જાત પર ગુસ્સો આવે છે કે કેમ જ્યારે એક વાર ભરોસો તૂટ્યો તો ફરી કેમ કોઈ પર કર્યો?
એનું મન એમ જ કહે છે કે ભરોસો કોઈ તમારા પર કરે છે મતલબ બહુ મોટી વાત છે. શું મળી જાય લોકો ને કોઈ ની લાગણીઓ સાથે રમી ને? કશું વાગ્યું હોય શરીર પર તો એ ઘા રુજાયી જાય છે પણ જે વ્યક્તિ અંદર થી તૂટતું જતું હોય એ કદી સરખું નથી થઈ શકતું.
ક્યારેક આમ જ એની જવાબદારીઓ પૂરી કરતા કરતા એ આ દુનિયા માંથી આખરી વિદાય પણ લઈ લેશે.
એનું દુઃખ, એની જિંદગી , કે પછી લાગણીઓ હોય દરેક સંબંધ ને એક વેલીડીટી હોય છે......