BELA:-EK SUNDAR KANYA - 3 in Gujarati Fiction Stories by VANDE MATARAM books and stories PDF | બેલા:- એક સુંદર કન્યા - 3

Featured Books
Categories
Share

બેલા:- એક સુંદર કન્યા - 3

બેલાને હું આજ પથ્થર ઉપર બંને જોડે બાજુ બાજુમાં બેસવાનો મારો અનુભવ તો ખરો જ.પરંતુ આજે કંઈક બેલાનો અંદાજ મને અલગ જ લાગતો હતો.અમે બાજુ બાજુમાં બેસતા જ પરંતુ બેલા ક્યારેય મને સ્પર્શ કરીને ન બેસે.

મનીષા આ પથ્થર મોટો છે.મારી અને બેલાની વચ્ચે થોડું અંતર જળવાય રહે એટલો તો મોટો છે જ.પરંતુ બેલા મારુ બાવડુ અને તેનું બાવડું સ્પર્શ થાય એ રીતે બેસી ગઈ. બેલાનો સ્પર્શ થતા જ મારા આખા શરીર પર રુવાટી ઉભી થઇ ગઈ.મેં તેનો હાથ પકડ્યો.ખુદ પર કંટ્રોલ કરતા...

હું બોલ્યો બેલા મને તારો હાથ ખૂબ જ ગમે છે.ખરેખર આટલો કોમળ હાથ આટલી ઉંમરે કોઈ ના હોય? આમ તો તારો સ્પર્શ જ મને.... હલાવી મુકવા માટે સક્ષમ છે.

બેલા મને ધૂરકી રહી.મેં પણ તેની સામે એકીટશે જોઇ રાખ્યું.એ મારા હાથ ઉપર હાથ રાખી બોલી તો આ હાથ હંમેશ માટે પકડી લે પછી તારે આમ છુપાઈ છુપાઈને મારા કોમળ હાથનો સ્પર્શ કરવાની જરૂર ન પડે.

હું હજુ બેલાને તાકી રહ્યો.ખબર નહીં બેલાને કેમ ખબર પડી હું બગીચામાં છું?? મને એ પણ ખબર નહીં કે બગીચામાં શું વિચારીને આવી હશે??હજુ પણ હું બેલાના શબ્દો વિશે વિચારી રહ્યો ત્યાં જ

બેલા બોલી દિપક પછી તારે આમ નેહડા વાસીઓથી છુપાઈ છુપાઈને મારા કોમળ હાથનો સ્પર્શ કરવાની જરૂર જ ન પડે.

બેલા તું કહેવા શું માંગે છે?? જાણે કે હું તો પાગલ હોવ. કશું સમજતો ન હોવ. મેં બેલાના બંને ખભા ઉપર મારા હાથ મૂકી કહ્યું બેલા

બેલા બોલી આમ શું તાકી રહ્યો છે અને એક જ ધારો બેલા બેલા કરે છે??આગળ તો કશું બોલ.હું થોડો લડખડાયો બેલા જે સાંભળવા માંગે છે શું ખરેખર એ જ હું બોલી શકીશ ??મને વિશ્વાસ નહોતો.

હું માત્ર એટલું જ બોલી શક્યો બેલા તું કેટલી સુંદર છે!!!

બેલા બોલી દિપક મને ખબર છે.આપણા નેહડા વાસીમાં કે ગિરનારમાં મારા જેટલી સુંદર છોકરી કોઈ નહીં હોય.

મને ખબર છે ને તારા જેવી કોઈ નથી જ. પરંતુ પૂરા ગિરનારમાં પણ તારા જેટલી ખુબ સુંદર છોકરી કોઈ નહીં હોય. તારા જેવી ખુબ સુંદર છોકરી સામેથી મને એમ કહે તું હંમેશ માટે મારો હાથ પકડીલે તો ખરેખર મારા માટે તો????? પછી હું અટકી ગયો.શાંતિથી બોલ્યો

ખરેખર બેલા.એમ કહી બેલાને મેં મારી નજીક લઈ મારી બાહોમાં લઇ લીધી અને બોલ્યો બેલા હું તને ખૂબ જ પ્રેમ કરું છું.

બેલા મને કડક પકડી બોલી દિપક હું પણ તને ખૂબ જ પ્રેમ કરું છું.તું મારો હાથ જિંદગીભર પકડી રાખજે.તારા સિવાય હવે કોઈ મારો આ કોમળ હાથનો સ્પર્શ પણ ન કરે.બસ આખી જિંદગી આમ હું તારી સાથે ખુશી ખુશી વિતાવવા માંગુ છુ. મારીને બેલાની ધડકન જાણે કે એક થઈ રહી.ક્યારેય અલગ ન થવાના ઇરાદાથી જ અમે એકબીજાને હગ આપ્યું

મેં બેલાના કપાળ ઉપર એક કિસ કરીને કહ્યું બેલા હું પણ મારી પૂરી જિંદગી માત્રને માત્ર તને પ્રેમ કરીને વિતાવવા માંગુ છું.મારી જિંદગીમાં તારા સિવાય કોઈ નહીં હોય.મારી જિંદગીમાં હું તારા સિવાય કોઈને પ્રેમ નહીં કરું.બસ તું જ મારો સાચો સાથી છે. તું જ મારો સહારો છે.તું જ મારો પ્રેમ છે. તું જ મારી જીંદગી છે. તું જ મારી ધડકન છે.મારા માટે મારી પૂરી દુનિયા મારી બેલા છે.

આટલું સાંભળતા જ મનીષાની આંખમાં ઝળઝળિયા આવી ગયા.દીપકને ખબર ના પડે એમ તેણે પોતાની આંખ લૂછી.આખરે પોતાના પ્રેમી માટે આજ સુધી મનીષા વહેમમાં જ હતી કે દીપકે ક્યારેય કોઇને પ્રેમ નહી કર્યો હોય? પણ મનીષા કેટલી ખોટી હતી???દીપકને ઓળખી જ ન શકી.

ત્યાં જ બેલા બોલી જુઠ્ઠી. દીપકથી છુપાવવાની કોશિશ કરે છે.તારી આંખમાં આંસુ એટલા માટે આવે છે કેમકે દિપક તને અમારા બંનેની પ્રેમ કહાની સંભળાવે છે?? એટલું સમજી લેજે મનીષા દીપકની જિંદગીમાં મારા સિવાય કોઈ નહીં આવે.હું દીપકને પ્રેમ કરું છું.દિપક મારી જીંદગી છે અને હું દિપકની જીંદગી. સમજી ગઈ તું???

તારા મનમાં જે ખોટા વિચારો છે ને તેને કાઢી નાખ. ફેંકી દે.પરંતુ તને દિપક ક્યારેય નહીં મળે.દિપક માત્રને માત્ર મારો જ છે.સમજી ગઈ તું??? મારા સામે જો મનીષા. કેટલું જોર જોરથી બોલું છું.તને સંભળાતું નથી.

બેલા ડાબી બાજુથી જમણી બાજુ મનીષાની આમથી તેમ ભમિ રહી અને બોલી રહી પરંતુ મનીષા બેલાની એક પણ વાત સાંભળી શકી નથી એટલે જવાબ પણ આપતી નથી.માત્ર દીપકને સાંભળી રહી....મનીષા...


મારા હૃદયનો ખાલી ખોટો એક ટેસ્ટ કરાવો.


પ્રેમ-પ્રસંગમાં નિષ્ફળતા મળી એ વાત ઉડાવો;
ઈર્ષાળુઓ નક્કી આ વાતને હવા આપશે

મારી સફળતાથી લોકોને એકવાર ડરાવો;
એમના ધબકતા હૃદયમાં બોમ્બ ફાટશે.

મને એકવાર હારથી કોઈની સામે નમાવો;
ભર ઉનાળે લોકો આગમાં હાથ તાપશે.

મારી અંતિમ હસ્તીની દેરી પર jcb દોડાવો;
મારી નિશાની મિટાવવા લોકો પથ્થર લઈ ભાગશે.

મારા હૃદયનો ખાલી ખોટો એક ટેસ્ટ કરાવો;
અમુક લોકો મારા મરી જવાની દુઆ માંગશે.